પુત્રી રસૂલ આપે છે રૂતબા ને જોઇને

( By ખાદિમ હુસયન, અસામદી હૈદરઅબ્બાસ, નવશાદ બિજાણી, રહેમાન અલી ચૌધરી, ઇમદાદઅલી ભગત, મોહસીન મોમીન, મહંમદ અલી મોહીબ, શાકીર મહેરપુરા (મજાદર), ઝાકિર હુસૈન સૂણસરા, આબિદ અલી.એચ.એમ, મહદી અલી, સાદિક, તાહિરઅબ્બાસ સુણસરા, સફદર અલી ખરોડીયા પીંપોદર, વફા મહેરપુરી, અસ્મી કાણોદરી, મોમીન નઝરઅબ્બાસ, સિરાજહુસૈન નૂર, જવાદ માસ્ટર હકીર, મુખ્તાર અલી એ મલપરા, કામયાબઅલી કામિલ, આબિદઅલી નાંદોલીયા મેતા, અકબરલી ખણુંશીયા. (સુરપુર), તાહિરઅબ્બાસ સુણસરા "મુન્તઝિર", મોહંમદ હુસૈન બરકત, હસનઅલી હસન, રાબડી યુસુફઅલી, મોહસીન બાદરપૂરી, શબ્બીરઅલી નાંદોલીયા.

in Fazle-aaleaba )
  • Name:
  • Section:
    Fazle-aaleaba
  • Number of pages:
  • Date Added:
    01/01/2020
પુત્રી રસૂલ આપે છે રૂતબા ને જોઇને

Tarhi misro:  પુત્રી રસૂલ આપે છે રૂતબા ને જોઇને
Misra by;  
નવશાદ બિજાણી

1-ખાદિમ હુસયન
2-અસામદી હૈદરઅબ્બાસ
3-નવશાદ બિજાણી
4-રહેમાન અલી ચૌધરી
5-ઇમદાદઅલી ભગત
6-મોહસીન મોમીન
7-મહંમદ અલી મોહીબ

8-શાકીરઅલી મહેરપુરા (મજાદર)
9-ઝાકિર હુસૈન વી.સૂણસરા. 
10-આબિદ અલી.એચ.એમ

11-મહદી અલી
12-સાદિક
13-તાહિરઅબ્બાસ સુણસરા
14-સફદર અલી ખરોડીયા પીંપોદર
15-વફા મહેરપુરી

16-અસ્મી કાણોદરી
17-મોમીન નઝરઅબ્બાસ
18-સિરાજહુસૈન નૂર.

19-જવાદ માસ્ટર હકીર
20-મુખ્તાર અલી એ મલપરા.
21-કામયાબઅલી કામિલ
22-આબિદઅલી નાંદોલીયા મેતા
23-અકબરલી ખણુંશીયા. (સુરપુર)
24-તાહિરઅબ્બાસ સુણસરા "મુન્તઝિર"
25-મોહંમદ હુસૈન બરકત

26-હસન અલી નોણસોલા "હસન"
27-રાબડી યુસુફ અલી ઇસ્માઇલ
28-મોહસીન બાદરપૂરી
29-શબ્બીરઅલી  નાંદોલીયા. (મેતા)

 







ખંજર તળે હુસૈન ના સજદા ને જોઇને,
દીને ખુદા સના કરે મૌલા ને જોઇને,
 
મક્કા માં જ્યારે શેહ ના અઝાદાર જાય છે,
હૈદર ની યાદ આવે છે કાબા ને જોઇને,
 
ધ્રુજી ઉઠ્યું છે કાળજું મરહબ નું ખૌફ થી,
મેદાન માં હુસૈન ના બાબા ને જોઈને,
 
નાહક થી જ્યારે હક ની તરફ આવતા હતા,
ખુશ હુર નું હૈયું થયી ગયું આકા ને જોઈને,
 
તરબોળ મારે થાવું છે દિલ આપતું સદા,
કરબોબલા માં ઇશ્ક ના દરયા ને જોઇને,
 
યુસુફ નબી નું હુસ્ન ફિદા થઇ ગયું હશે,
કરબોબલા ના દશ્ત માં દૂલ્હા ને જોઇને,
 
યા રબ તું રોશની દે, સિતારા કહી ઉઠયા,
સુંદર ખીલેલા જોન ના ચેહરા નર જોઈને,
 
નફ્સે રસૂલ છે ને શહે ઝૂલ્ફિકાર પણ,
પુત્રી રસૂલ આપે છે રૂતબા ને જોઇને,
 
હૂરો, મલક, ફરિશ્તા, નબી દાદ આપશે,
‘ખાદિમ’ લખેલા તારા કસીદા ને જોઇને...
ખાદિમ હુસયન
 



 
 
રાજી ખુદાજો થાય છે જોડા ને જોઇને,
પુત્રી રસૂલ આપે છે રુત્બા ને જોઇને,
 
મૌલા તમારી શાન તો કેવી નીરાળી છે,
જન્નત નજફમાં જોઇ છે રોઝા ને જોઇને,
 
હુ જોઇ છે રજબમાં વિલાદતની અે ખુશી,
મંજર અજીબ લાગે નઝારા ને જોઇને,
 
અેક વાર માં ઉખાડી દે ખૈબર નો દ્વાર જો,
દુશ્મન કરે ના સામનો મૌલા ને જોઇને,
 
જે બાળપણમાં ચીરે છે અજગરને હાથ થી,
આવે કદી ના ભૂલથી અે ઝુલા ને જોઇને,
 
શબ્બીર ના બેટ‍ા નો અે ફોલાદ છે સીનો.
તુટી ગઈ છે બરછી જો સીના ને જોઇને.
 
ખંજર તલે નમાજ ને શબ્બીર છોડી ના,
શબ્બીર થી રાજી ખુદા સજદા ને જોઇને,
 
*હૈદર* કબર માં થાય ના કોઈ સવાલ જો,
મળશે તને નજાત જો આકા ને જોઇને,
અસામદી હૈદરઅબ્બાસ આર(રસુલપુર)
 



 
 
આંખો ઠરે છે ગુંબદે ખિઝરા ને જોઇને.
પણ દિલ રડે છે તુરબતે ઝહેરા ને જોઇને.
 
જન્નત ના શાહઝાદા ના ચરણો ને ચૂમવા.
હુર જઇ રહ્યા છે ખુલ્દ ના રસ્તા ને જોઇને.
 
બુજદિલ ની ફૌજ જોઇને અસગર હસી પડયા.
૯ લાખ તો ડરી ગયા બચ્ચા ને જોઇને.
 
ગાઝી ની બેશુમાર અતાઓ મળી જશે.
માંગો મુરાદ મશકે સકીના ને જોઇને.
 
મુડદા ઉભા થઇ કહે લબ્બયક યા અલી
ઠોકર અલી જો મારે જનાઝા ને જોઇને.
 
પોતાની ભૂખ ભાંગવા કલ્મો પડયા હતા.
ભુખ્યા વરૂઓ માલે ખદીજા ને જોઇને.
 
સયરાબ તેને હશ્ર મા કરશે અલી જરૂર.
પીવડાવશે જે પાણી તરસ્યા ને જોઇને.
 
અય ઝાલિમો જુઓ કે બહુજ એહતેરામ થી.
ઊભા રસૂલ થાય છે ઝહેરા ને જોઇને.
 
અલ્લાહ ની રઝા ના ખરિદદાર છે અલી.
પુત્રી રસૂલ આપે છે રુત્બા ને જોઇને.
 
શાયર ને હદિયો અાપ તુ *નવશાદ* દાદ થી.
આલે નબી ની મદહ ના દર્યા ને જોઇને.
નવશાદ બિજાણી
 



 
કરબોબલા નજફ ને મદીના ને જોઈને
ખુશીઓ થી દિલ ભરાય છે મક્કા ને જોઈને
 
રાજી ખુદા હુસૈન ના સજ્દા ને જોઈને
હેરાન થાય સબ્ર જે બન્દા ને જોઈને
 
હમ્દે ખુદા કરો બધા દુન્યા ને જોઈને
સૂરજ જમીન અર્શ ને ચંદા ને જોઈને
 
વળગી પડી ફુરાત છે અબ્બાસ ના કદમ
પાણી કદમ ચુમે છે જો તરસ્યા ને જોઈને
 
લડશે યઝીદીઓ શું હુસૈન આપ થી બધા
થથરાવા લાગી ફોજ તો બચ્ચા ને જોઈને
 
નીકળી પડ્યા છે હૂર બધી દૌલત ને છોડીને
સામે ની ફોજમાં શહે વાલા ને જોઈને
 
ચમકી ઉઠે છે આંખ બધા ઝાઈરો ની ત્યાં
કરબલ ના શાનદાર એ રોઝા ને જોઈને
 
જ્યાં જ્યાં સજે છે આલે મોહંમદ ની મહેફિલો
ખુશ થાય છે ખુદા એ ઇલાકા ને જોઈને
 
કિરદાર માં મળે નહીં હૈદર જેવા પતિ
પુત્રી રસૂલ આપે છે રુતબા ને જોઈને
 
કુરઆન ની બરાબરી પર આ કિતાબ છે
મહેસુસ થાય નેહજે બલાગા ને જોઈને
 
મોમીન ની છે નિશાની,ખરેખર એ સાચી છે
નાહક તરફ જતા નથી પૈસા ને જોઈને
 
માલો મતા ને ભેગી કરી કરશું એનુ શુ??
આ યાદ આવ્યું કબ્ર ની જગ્યા ને જોઈને
 
'રહેમાન' ની દુઆ છે આ પરવરદિગાર થી
બસ મૌત આવે આખરી મૌલા ને જોઈને
રહેમાન અલી ચૌધરી(કાકોશી)
 
 



 
તલવાર દે ખુદા તે ઈશારા ને જોઈને
બેટી રસુલ આપે છે રુત્બા ને જોઈને
 
લડવા નુ ક્યાં ગજુ હતુ આદા નું દશ્ત માં
નાસી ગયા તે શેર ના હુમલા ને જોઈને
 
અબ્બાસ જેવા કાકા ને દાદા છે મુર્તઝા
ડરતા નથી એ વીરલા આદા ને જોઈને
 
જ્યારે હુસૈની જાય છે મૌલા ની બારગાહ
આસુ ઢળી પડે છે એ રોઝા ને જોઈને
 
લાખો મુસીબતો પડે તો સબ્ર રાખીયે
કરબોબલા ના સબ્ર ના આકા ને જોઈને                        
 
માં ફાતેમા ના લાલ ના ગમ માં રડીશુ તો
મોતી થશે એ આસુંઓ બંદા ને જોઈને
 
હુરને રુમાલે ફાતેમા ઝહરા મળી ગયો
નબીયો ને રશ્ક થાય છે રુત્બા ને જોઈને
 
મૌલા ની યાદ આવે છે દુનીયા ના બાદશાહ
તરસ્યા ના હાથે પાણી ના પ્યાલા ને જોઈને
 
અકબર નુ હુસ્ન જોઈને મૌલા રડી પડ્યા
નાના ની યાદ આવે છે ચહેરા ને જોઈને
 
અય વક્ત ના ઈમામ તમે ક્યારે આવશો
'ઈમદાદ ' ગભરાયો છે દુનીયા ને જોઈને
ઇમદાદઅલી ભગત (બદરાપુર)
 
 



 
 
આંખો ઠરે છે શાહ ના રોઝા ને જોઈ ને
પણ દિલ બળે છે દૂર થી ખયમાં ને જોઈ ને.
 
કરબલ મા એક શેહ નો નજફ મા અલી નો એક
કુલ કાએનાત કાંપી આ સજદા ને જોઈ ને
 
દુશમન મુકાબલા મા શુ આવી શકે કે જયાં
ડરતા હતા એ ગાઝી ના સાય ને જોઈ ને.
 
સનદેશો  મોકલે છે શહેદી હબીબ ને
બેચેન રણમાં ઝયનબે કુબરા ને જોઈ ને.
 
ના માલો ઝર ના મહેલ ના બાગાત જોઈ ને
પુત્રી રસુલ આપે છે રુતબા ને જોઈ ને.
 
દરિયો ઉઠાવી લવું છું આ મશ્ક મા જુઓ
અબ્બાસ બોલ્યા બાલી સકીના ને જોઈ ને.
 
શબ્બીર બોલ્યા આવા ન સાથી છે કોઈ ના
કરબલ મા સાથીઓ ના ઈરાદા ને જોઈ ને.
 
જન્નત નો ખ્વાબ જોયો ન "મોહસીન'' પછી કદી
દુનિયા માં એક ખુલ્દ ના હિસ્સા ને જોઈ ને.
મોહસીન મોમીન અમદાવાદ.          
 



 
 
નકશા ને જોઇને કદી રસ્તા ને જોઇને
તરસ્યો નથી ભટકતો કિનારા ને જોઇને
 
દશ્તે બલા માં હાય રે તડકા ને જોઇને
ખુશ થાય રબ હુસૈન ના સજદા ને જોઇને
 
સઘળી સખાવતો ના એ રાજા ને જોઇને
પુત્રી રસૂલ આપે છે રૂતબા ને જોઇને
 
દશ્તે બલા માં દુશ્મનો દોડે છે આમ તેમ
મૌલા હુસૈન આપના બેટા ને જોઇને
 
મૂડદાલ થઈ ગયા તા અદુ જંગે જંગમાં
મૌલા અલી ના હાથો ના પંજા ને જોઇને
 
પાણી ન પીધું ગાઝી એ હા એટલે અદુ 
બોલી ઉઠ્યા તા મરહબા પ્યાસા ને જોઇને
 
મહેફિલ માં નારા હૈદરી ગુંજી ઉઠ્યા છે આજ
હૈદર તના લખેલા કસીદા ને જોઇને
 
મૌલા હુસૈન આપનો દર છે જ લા મિસાલ
ઝવવાર રાજી થાય છે રોઝા ને જોઇને
 
જૈનુલ અબા એ જ્યારે ફતહ શામ ને કર્યો
હેરાન છે યઝીદ એ જઝ્બા ને જોઇને
 
હૈયું ભરાઈ આવે છે ઇન્સાન નું એથી
પરચમ ની સાથે મશ્કે સકીના ને જોઇને
 
શબ્બીર તારી મદહ માં "મોહિબ" ડૂબી ગયો
અશઆર થી ભરેલા કસીદા ને જોઇને
મહંમદ અલી મોહીબ
 


 
આપે છે ખુદા ખૂબીઓ ચેહરા ને જોઈને.
પુત્રી રસુલ આપે છે રુતબા ને જોઈને.
 
અલ્લાહ નો વલી છે ને સાયો રસુલ નો
કાફીર નુ દીલ પીડાય મરતબા ને જોઈને.
 
ખૈબર નો દર ઉઠાવ્યો મૌલાએ જે ઘડી
મરહબ ના કેવા હાલ થાય લા'ફતા ને જોઈને
 
આપે ખુદા જો હુકમ તો શીશ નમાવી દઉં
શયતાન પણ હૈરાન છે સજદા ને જોઈને.
 
ખંજર ફરે છે શીમ્ નુ શાહ ના ગળા ઉપર
ખુદ મોત પણ બેજાર છે પ્યાસા ને જોઈને.
 
અસગર ના તબ્સસુમ થી તો લશ્કર હલી ગયુ
નવ લાખ નું લશ્કર તો કાંપે છે બચ્ચા ને જોઈને.
 
આપે છે દાદ મોમીનો "શાકીર" ના સુખન ને
લખવા મળે છે શબ્દો તો રોઝા ને જોઈને.
શાકીર અલી.મહેરપુરા (મજાદર)
 


 
હૈદર ની આન શાન ને જઝ્બા ને જોઈને,
પુત્રી રસૂલ આપે છે રુત્બા ને જોઈને.
 
ભાગે છે ફૌજ ત્યારે સિતમગર ની ખૌફથી,
અબ્બાસ ની ઝુર્રત અને જુસ્સા ને જોઈને.
 
હૈદર ની આલ ક્યારે નથી ડરતી જંગ માં,
તલવાર તીર ખંજરો ભાલા ને જોઈને.
 
અબ્બાસ'થી શું લડશે હકીકતમાં હુરમલા,
ધ્રુજી ગયો જે હૈદરી  બચ્ચા ને જોઈને.
 
નક્કી જ મૌત આવી જતું તેનું ખરેખર,
જે નાશી જતાં ગર ના બાવફા ને જોઈને.
 
મરજી ખુદા એ આપી દીધી છે હુસૈન ને,
કરબોબલા ની સાંજ ના સજદા ને જોઈને.
 
હાલત ખરાબ થઇ ગઇ લશ્કર'ની એ ઘડી,
બેશીર હસ્યા જ્યારે હુરમલા ને જોઈને.
 
કરબોબલા થી આવશે હર દર્દ ની દવા,
તું કરજે દુવા મશ્કે સકિના ને જોઈને.
 
જેવી છે ઝુલ્ફીકાર બસ એવોજ હાથ છે,
ઈતરાવ નહીં લોકો લા'ફતા ને જોઈને.
 
"ઝાકિર"અલીના ઇશ્ક'ના દરિયામાં ડુબીને,
મઝધાર માં તરે છે કિનારા ને જોઈને.                               
ઝાકિર હુસૈન વી.સૂણસરા.         
 



હૈદર ના દ્વાર પર એ સિતારા ને જોઇને
પુત્રી રસૂલ આપે છે રુતબા ને જોઇને
 
પરવરદિગાર થાય છે રાજી હુસૈન થી
સબ્રો રઝા ને શુક્ર ના સજદા ને જોઇને
 
અલ્લાહ નું કલામ પઢે શાહ નૌક પર
હયરાન દુશ્મનો છે નઝારા ને જોઇને
 
ચમકી ઉઠે છે તારલાઓ આસમાન માં
મેહબૂબે કિબ્રિયા ના નવાસા ને જોઇને
 
લેવા નથી આવ્યા મને ભાઈ હજૂ સુધી
સુગરા કહે છે ખ્વાબ માં બાબા ને જોઇને
 
હિંમત મળે છે દીને ઇલાહી ને આજ પણ
અબ્બાસે બા વફાના એ જઝ્બા ને જોઇને
 
જે એક ઈશારે નહેર ના મોઢા ને ફેરવે
એ શું તડપશે પાણી ના કતરા ને જોઇને
 
સજદો હતો એ આખરી એવો હુસૈન નો
કાબા કરે છે નાઝ એ સજદા ને જોઇને
 
મુશ્કિલ કુશા અલી ની મદદ માંગુ હું સદા
હયરાન જગ છે મારા સહારા ને જોઇને
 
ત્યાં ખુશ તો રૂહ ખુદ થશે ,આબિદ,ને છે યકીન
કરબોબલા માં શાહ ના રોઝા ને જોઇને
આબિદ અલી.એચ.એમ.
 


 
હૈદર ના ખાનદાની ઘરાના ને જોઇને 
પુત્રી રસૂલ આપે છે રુત્બા ને જોઇને 
 
બૂતો ને તોડવા અલી અસ્વાર થઇ ગયા 
અલ્લાહના હબીબ ના કાધા ને જોઇને 
 
ટુકડા થયા બે ચાંદના જોતુ રહ્યુ જગત 
અહેમદની આંગળી ના ઇશારા ને જોઇને 
 
જીલ્યુ ન ભાર કોઇ ? તો પ્યારા રસૂલના 
નાજીલ કુરઆન થઇ ગયુ સિના ને જોઇને 
 
દિકરી ઘરે જો આવે તો ઉભા થતા નબી 
તાજીમ ના માટે ફાતેમા ઝહરા ને જોઇને 
 
સોંપો નબી અલી ને ઇમામત ગદીરમાં
અલ્લાહનો હુકમ થયો મૌકા ને જોઇ ને 
 
ઇન્સાનિયત ને જીવવા એક આશરો મળ્યો 
હૈદર અને હુસૈનના સજદા ને જોઇ ને 
 
ના હક ને છોડી હક ઉપર શબ્બીર ના દરે 
હુર દોડી આવ્યા ખુલ્દ ના રસ્તા ને જોઇને 
 
“મહદી” ને શાયરી સદા લખવા ની છે લગન 
ઇલ્હામ આપે છે ખુદા જુસ્સા ને જોઇ ને
મહદી અલી
 


 
પુત્રી રસૂલ આપે છે રુત્બા ને જોઇને
ઝાલીમ એતો ડરી ગયો ખુત્બા ને જોઈને
 
અસગર ની પ્યાસ થી તો હલાવી દીધું લશ્કર 
 નવ લાખ નું લશ્કર તો કાપે છે પારા ને જોઈને
 
કરબોબલા ન આવી શક્યો યઝીદ જાલીમ 
અબ્બાસ ની ઝૂર્રત અને જુસ્સા ને જોઈને
 
હુસૈનનાં અતા થી મળે ફિતરૂસને બાલો
દાવર કબૂલ જો કરે સજદા ને જોઇને
 
સકકાએ સકીના કી અલતશની પુકાર છે 
દોડી પડ્યા દરિયા પર બચ્ચા ને જોઈને
સાદિક
 



આબિદને જોઇને કદી ઝહરાને જોઇને.
કંપી ઉઠે છે કલ્બ બકય્યાને જોઇને.
 
સાચેજ છે જરૂર ઇમામે ઝુહૂર ની;
અંધકારમય બકીના ઇલાકા ને જોઇને.
તાહિરઅબ્બાસ સુણસરા
 



અર્શે બરી થી ઉતરેલા તારા ને જોઇને,
પુત્રી રસૂલ આપે છે રૂત્બા ને જોઈ ને
 
મરજી ખુદા અે આપી દીધી છે હુસૈન ને
કરબોબલામાં અસ્ર ના સજદા ને જોઇને.
 
 
મૌલા હુસૈન આપનો સર તો છે બે મિસાલ
આસુ વહી પડે છે અે રોઝા ને જોઇને
 
મોલા હુસૈન આપનો દર તો છે બે મિસાલ
"સફદર" રડે છે આપના રોઝા ને જોઇને
સફદર અલી ખરોડીયા પીંપોદર
 


 
ઠેકો ન ઠાઠ માઠ ન ઠસ્સા ને જોઈને.
અલ્લાહ રુતબા દે છે પ્રતિભા ને જોઈને.
 
મૌલા વલી ઇમામ ને શેરેખુદા અલી,
દિકરી રસૂલ આપે છે રુતબા ને જોઈને.
 
આવે છે યાદ ઝેહરા ની ફાકાકશી મને,
ઘંટી માં જાતા કોઈના દણણા ને જોઈને.
 
સદકા ઉતારે સઇ સફા મરવા ની અય હુસૈન,
મકતલ થી ખૈમાગાહ ના ફેરા ને જોઈને.
 
બોલ્યા હુસૈન આઘા ખસો કે કસોટી છે,
છાંયો કર્યો જો જીબ્રીલે તડકા ને જોઈને.
 
એકેક ઈંટ કાબાની એકેક જખ્મ પર,
રોતી'તી જખ્મી શાહ ની કાયા ને જોઈને.
 
સાયો લીવા એ હમ્દ નો મહેસૂસ થાય છે,
અબ્બાસ ના અલમ ના ફરેરા ને જોઈને.
 
અલ્લાહ ના ખઝાના ઝૂકી ને કરે સલામ,
મૌલા હુસૈન આપના ગલ્લા ને જોઈને.
 
દેતો નથી ગજાથી વધારે ખુદા કસમ,
અલ્લાહ કંઈક દે છે તો ક્ષમતા ને જોઈને.
 
તડપયા નથી ફુરાત નિહાળી હુસૈની પણ,
તડપી જતી'તી નહેર ત્યાં પ્યાસાને જોઈને.
 
ઝેહરા ની ખુશનુદી ની ફક્ત આશ છે "વફા",
પઢતો નથી હું શાયરી હદિયા ને જોઈને.
વફા મહેરપુરી
 



 
ઝહેરા છે ખુશ નૂરો ના મોહરા ને જોઈને.
ઠંડક મળે છે બેટો ના ચહેરા ને જોઈને.
 
લાખો ફઝીલતો નો સમંદર અલી મો છે.
પુત્રી રસૂલ આપે છે રૂત્બા ને જોઈને.
 
મુશ્કેલ કુશા ને સાંજ નો સૂરજ કહી ઉઠયો.
આવુ છુ મૌલા પાછો ઈશારાને જોઈને.
 
મદ્હે અલી ની ચાહ મો એ મૌત ટાણે પણ.
મીસમ હસે છે ઝાડ ના ડાળા ને જોઈને.
 
આંખો ઉઘાડો અહીંયાં અય અલ્લાહ ના ખલીલ.
આવી ગયો છે ગશ શું નૈઝા ને જોઈને.
 
લોહી અલી નુ તન મો છે ને નામ પણ અલી.
અય હુરમલા હરખ ના તુ બચ્ચા ને જોઈને.
 
અકબર ના કાળજા ને હા ઠંડક મળી હશે.
બે આંગળી ની વચ્ચે એ સુગરા ને જોઈને.
 
હુસ્ને યુસુફ જોઈ ને કાપી તી આંગળી.
ટુકડા અહીં છે ચાંદ ના આંગળા ને જોઈને.
 
જાણે એ પહેલો હોય કે બીજો કે યા તીજો.
ભાગે છે બધા જંગ મો મૌલા ને જોઈને.
 
જન્નત ના ફરીશ્તાઓ ને પણ રશ્ક થૈ જશે.
છાતી મો શેહ ના માતમી દાગા ને જોઈને.
 
હૂરો પકાવે ખાંણુ ને લાવે છે ફરિશ્તા.
બિન્તે નબી ના ઘર ના એ ફાકા ને જોઈને.
 
"અસ્મી" કહી દે મળશે ના અલ્લાહ ની મદદ.
મીદહત કરે છે જે ભી લીફાફા ને જોઈને.
અસ્મી કાણોદરી
 


 
મૌલા એ કાયેનાત ના સજદા ને જોઈને
રાઝી ખુદા છે આપના તકવા ને જોઈને
 
આયત ઉતારે કેમ ના અલ્લાહ, યા અલી
તારી સખાવતો ના સલિકા ને જોઈને
 
માબૂદ ના તું અંગો ધરાવે છે યા અલી
દિકરી રસૂલ આપે છે રુતબા ને જોઈને
 
રણ માં હબીબ આવ્યા તો, ભાગ્યા જુવાનીયા
એંસી વરસ ના એક આ ઘરડા ને જોઈને
 
આતૂર છે ફુરાત ઉતરવા ને મશ્ક માં
ગાઝી ના કાંધે મશ્કે સકીના ને જોઈને
 
છે આરઝૂ ફુરાત ની કાયમ કરે નમાઝ
અબ્બાસ ની વફા ના મુસલ્લા ને જોઈને
 
મત્લા એ સાની
 
દરિયા ને જોઈને ન કિનારા ને જોઈને
તડપ્યા હુસૈન લોહી માં સક્કા ને જોઈને
 
તમ્મર ચડી હુસૈન ને નેહરે ફુરાત પર
ટુકડા થયેલ ગાઝી ની કાયા ને જોઈને
 
બોલ્યા હુસૈન આખરી આવી ગઈ ઘડી
શિમ્રે લઈન વેંસી દરીન્દા ને જોઈને
 
શબ્બીર પર શું વીતી હશે રણ માં અય "નઝર"
હમ શકલે મુસ્તુફા ના કલેજા ને જોઈને
મોમીન નઝરઅબ્બાસ
 


 
હસનૈનો મુર્તઝા, નબી, ઝહરા ને જોઈને 
જોયો ખુદા મેં જાણે આ મિસ્રા ને જોઈને 
 
આંખો મસળતા રઇ ગયા બન્દા ઓ કેટલાક 
ઘર પર અલીના આવતા તારા ને જોઈને 
 
મરજી ખુદા ની આપની પાસે છે યા અલી 
દિકરી રસૂલ આપે છે રુત્બા ને જોઈને 
 
બસ એક પલ માં મારી ઈબાદત થઈ ગઈ 
અય શેરે કિબ્રીયા તારા ચેહરા ને જોઈને 
 
તસ્વીર પન્જેતન ની નયન સામે આવે છે
અબ્બાસ ના ફરૈરા ના પન્જા ને જોઈને 
 
મેરાજ અર્શ વાળો ની થઇ ગઇ જમીન પર
ખન્જર તલે હુસૈન ના સજદા ને જોઈને 
 
પાણી ઉછળવા લાગ્યું કદમ જાણે ચૂમવા 
દરિયા ના ઘાટ પર જરી મૌલા ને જોઈને
 
લાગે છે પલ એ નાના ને જન્નત થી પણ હસીન
સુંદર સુશીલ હસ્તા નવાસા ને જોઈને
 
દીદારે કરબલા કરું બીસાત શું હતી
ઝાઇર બનાવ્યો *નૂર* ની ઇચ્છા ને જોઈને 
 
દિલ ને સુકૂન આપવા જલ્દી થી આવે છે
મૌલા હમેશા *નૂર* ના દુઃખ ને જોઈને
 
દોલત અલીના ઘરની ખુદા અર્પી એટલે 
બસ *નૂર* ના નસીબ ના નક્શા ને જોઈને 
 
દીદાર પન્જેતન નો થશે *નૂર* રૂબરૂ 
દુનિયા હકીર લાગશે ઉક્બા ને જોઈને
સિરાજહુસૈન નૂર.
 


 
શેરેખુદા ને દિં'ન ના અસાસા ને જોઇ ને.
બેસાયા મુસ્તફા ના એ સાયા ને જોઇ ને.
 
કોઇ નથી અલીના બરાબર જહાન માં.
પુત્રી રસુલ આપે છે રૂતબા ને જોઇ ને.
 
મરઝી ખુદાએ આપીદીધી એક રાતમાં.
હૈદર ની જાંનીસારી ને તકવા ને જોઇ ને.
 
અકબર અગરજો મિસ્રમા યુસુફની સાથે હોત.
તો હાથ કપાતા ગુલે લૈલા ને જોઇને.
 
ઝહેરા ની ઝીંદગી ને સમજશે એ કઇ રીતે.
જે લોકો સમજ્યા નથી ફિઝ્ઝા ને જોઇને.
 
મૌલા મને ફરીથી કરબલા બોલાવશે.
મારી તડપ અકીદો તમન્ના ને જોઇને.
 
ઘર બૈઠા બસ નજફ ની ઝીયારત કરો *હકીર*.
કુર્આન ખોલી બે ના એ નુક્તા ને જોઇને.
જવાદ માસ્ટર હકીર
 


 
બચ્ચાંને જોઇને કદી ઘરડાને જોઇને,
દેખાશે કરબલા કોઈ દુંબાને જોઇને...
 
અસગરને જોઇને અને અકબરને જોઇને,
મળશે સબક જરૂર સકીનાને જોઇને...
 
શરમાયા પણ જરાક પણ આવી નહીં શરમ,
આખર નબીના જેવા એ ચહેરાને જોઈને...
 
અલ્લાહના નબી છે કરામત તો હોય ને,
બે ભાગે થાય ચાંદ ઈશારાને જોઇને ...
 
હેરાન છે હજુ સુધી હર કોઈ અય અલી,
તારા દીધેલાં દાનને સદકાને જોઇને...
 
નફ્સે નબી અને છે ખુદાના વલી અલી,
પુત્રી રસૂલ આપે છે રૂત્બાને જોઇને...
 
હું શેર ઇબ્ને શેર છું અબ્બાસ નામ છે,
પાછો પડું ન ફૌજોના પહેરાને જોઇને...
 
ચિંતાઓ દૂર થઇ ગઈ દિલમાં સુકૂન છે,
અબ્બાસે બાવફા ના ફરેરાને જોઇને...
 
"મુખ્તાર" માંગ આપશે અલ્લાહ તો જરૂર,
દિલમાં રહેલા તારા ઈરાદાને જોઇને...
મુખ્તાર અલી એ મલપરા.
 


 
કુરઆની બા ના નુર ના નુક્તા ને જોઈને
પુત્રી રસુલ આપે છે રુતબા ને જોઈને..
 
અર્જક ના માથે વાર કર્યો એવો લાજવાબ..
અબ્બાસે દાદ આપી ભતિજા ને જોઈને..
 
અકબર ની વાત છોડો જુઓ કરબલા નો જોન.. 
શરમાય છે હર હુસ્ન તે ચહેરા ને જોઈને
 
સુરજ ને આવવુ પડ્યુ પાછુ ડુબીને પણ.
હૈદર ની આંગળી ના ઇશારાને જોઈને..
 
આવે ફરિશ્તા ખુલ્દ થી બા ઈજ્જતો અદબ..
સર ને જુકાવે છે દરે ઝહેરા ને જોઈને.
 
ભાગો નહિ તો જિસ્મ ના બે ભાગ થઈ જશે..
બોલ્યા અદુ એ શેર ના હમ્લા ને જોઈને..
 
છોડી ને ફાની દુનિયા ને આવી ગયા છે હુર
એક રાત મા તે ખુલ્દ ના રસ્તા ને જોઈને..
 
બિંતે અસદ ને આમીના ને ફાતેમા ઝહેરા.
બેટા ખુદા પણ આપે છે માતા ને જોઈને.. 
 
પાણી કઝા ના વૃક્ષ ને પીવડાવે છે મીસમ 
ખુદ મૌત ને હૈરત છે અકિદા ને જોઈને.
 
*કામિલ* ને યાદ આવી એ કરબોબલા ની પ્યાસ.
ગરમી માં ઠંડા પાણી ના મટકા ને જોઈને.. 
કામયાબઅલી કામિલ
 



 
દુનિયા કરે તવાફ જે કાબા ને જોઇને
કાબા કરે તિરાડ અે મોલા ને જોઇને..
 
દિલની મુરાદ છે કે નજફ મા રહુ સદા
મૌલા એ કાઇનાત ના રોઝા ને જોઇને..
 
પરસેવો ફોજે આદા નો છૂટી ગયો જુવો
શેરે ખુદા ના શેર ના જુસ્સા ને જોઇને..
 
સૂરજ ને ચાંદ બાદલો કરતા રહે સફર
મોલા અલીના અેક ઈશારા ને જોઇને.. 
 
ડરપોક છે યઝીદ તે આવ્યો ન કરબલા 
ગભરાય છે હુસૈન ના ભૈયા ને જોઇને..
 
અરજોગ થૈગયો ફના કાસિમના વાર થી
અબ્બાસ દાદ આપે ભતીજા ને જોઇને..
 
અલ્લાહ નો લીબાસ છે શેરે ખુદા અલી
પુત્રી રસૂર આપે છે રુત્બા ને જોઇને..
 
જે પંજેતન નો વાસતો આપી દુઆ કરે
માલિક કરે કબૂલ વસીલા ને જોઇને..
 
આબિદની આરઝૂછે હો અરબૈનનો સફર 
પૈદલ ચલુ અલમ ના ફરેરા ને જોઇને..
આબિદઅલી નાંદોલીયા મેતા
 


 
માગો દુઆ હુસૈન ના રોઝા ને જોઇને
અલ્લાહ પણ નવાઝે વસીલા ને જોઇને
 
હારી પડ્યો છે શીમર સિતમ ગર જમીન પર
બીન્તે અલીનો શામમાં લહેઝા ને જોઇને
 
કુફાને શામિયો ને ઇશારા થી મારે છે
ડરતા નથી જરી તારા પહેરા ને જોઈને
 
જન્નતમા જવા કોઇ સહારો નહીં મળે
જેણે કરી કમાણી આ દુનિયા ને જોઈને
 
કરબોબલા નિકણતા સમય મૌલા એ કહ્યુ
આવે છે યાદ માની આ સુગરા ને જોઈને
 
કરબલથી શામમાં જતા ઝયનબ ના કલબ પર
વીત્યું હશે શુ ભાઈના લાશા ને જોઈને
 
રડયું હશે જમીન અને આસમાન પણ
મૌલા તમારા આખરી સજદા ને જોઈને
 
*અકબર* ને કરબલા ની ઝિયારત નસીબ થાય
આમીન કહો દુઆના આ મક્તા ને જોઈને
અકબરલી ખણુંશીયા. (સુરપુર)
 


 
કરબોબલામાં શાહના રોઝા ને જોઇને.
દે અર્શ પણ સલામી નઝારા ને જોઇને.
 
ઈસાઈ મુગ્ધ થઇને કરે ના મુબાહિલો;
એ પંજેતનના નૂરના જલ્વા ને જોઇને.
 
કુરઆન અહલેબૈતના ગુણગાન ગાય છે.
ખોલી ને જો હર એક સિપારા ને જોઇને.
 
ફૌજો ની ફૌજ રસ્તો કરીને હટી ગઈ;
શેરે ખુદાના શેરના હુમલા ને જોઇને.
 
શમ્સો કમરની રોશની ઝાંખી પડી ગઈ;
શાહે ઝમનના લાલના ચહેરા ને જોઇને.
 
સમજાશે તુજને બાર અઇમ્માનો મર્તબો;
કુરઆનમાં ખલીલના કિસ્સા ને જોઇને.
 
હમસર ન મળશે એના સમો કાએનાત માં;
પુત્રી રસૂલ આપે છે રુતબા ને જોઇને.
 
તર્કે ઉલા ને બક્ષવા આદમ કરે દુઆ;
ખાલિક કરી કબૂલ વસીલા ને જોઇને.
 
બનશે જરૂર અદ્લની સરકાર *'મુન્તઝિર'* 
મળશે શરણ ઇમામે ઝમાના ને જોઇને.
તાહિરઅબ્બાસ સુણસરા "મુન્તઝિર"
 



દેખી ને શામ ને કદી કૂફાને જોઇને
દિલ થરથરે છે આજ એ રસ્તાને જોઇને
 
અલ્લાહ નો વલી છે નબીનો વસી છે એ
દીકરી રસૂલ આપે છે રુતબા ને જોઇને
 
તડપે ના કેમ ગુંબદે ખીજરા નો છાયડો
બેટી ની કબ્ર પર થતા તડકાને જોઇને
 
બેડી જ ખુદ તો કહી ઉઠી સજ્જાદ મરહબા
બીમાર મા જવાનીના જજબા ને જોઇને
 
પીગળે ન કેમ દિલ હવે આ શામિયો નું પણ
હૈદર ના લેહજે શામમાં ખૂતબા ને જોઈને
 
દીકરાઓ દૈદે સાત તો એમાં નવાઈ શું
અલ્લાહ પર રહેલા એ તકવા ને જોઈને
 
અલ્લાહ ની રઝા માં રહી જંગમાં ઉતરે
ડરતા નથી કદાપિ એ આદાને જોઈને
 
મૌલા દીદાર આપનો "બરકત" કરે સદા
દિલમાં રહેલી આટલી ઈચ્છાને જોઇને
મોહંમદ હુસૈન બરકત
 


ખંજર ને જોઇને, કે ન ભાલા ને જોઇને,
દુશ્મન ડરે છે શાહ ના બચ્ચા ને જોઇને.
 
કાળા ને જોઇને, કે ન ધોળા ને જોઇને,
પુત્રી રસૂલ આપે છે રુત્બા ને જોઇન.
 
તકદીર કેમ ચમકે નહીં હુર ની રણ મહીં,
અકબર તમારા ચમકેલા ચહેરા ને જોઇને.
 
હા અંત મા થશે તેઅો હકદાર ખુલ્દના,
જીવશે જેઅો નબીના ઘરાના ને જોઇને.
 
અબ્બાસ થી કઈ રીતે, તેઅો લડી શકત,
ડરતા'તા જેઅો શાહ ના બચ્ચા ને જોઇને. 
 
ખાના અે કાબા નાજ કરે છે હજી સુધી,
શબ્બીર તારા અસ્ર ના સજદા ને જોઇને.
 
જન્નત ની અેથી હૂરો બધી થાય છે ફિદા,
કાસિમ તમારી શાદી ના સહેરા ને જોઇને.
 
બિમારી મારા જીસ્મ સૌ દૂર થઇ જશે,
અબ્બાસે બા વફાના ફરેરા ને જોઇને.
 
દીને ખુદા ના દુશ્મનો પડશે પગે જરૂર,
મોલા અલી ના ગ્યારવા બેટા ને જોઇને.
 
આશિક અલી નો તુજને "હસન" આવી કબ્ર માં
કહેશે ફરિશ્તા તારા કસિદા ને જોઇને.
હસન અલી નોણસોલા "હસન"
 


 
મૌલા ને જોઈને કદી કાબા ને જોઈને
ખુશીયો મળે છે નેહેજે બલ્હાગાહ ને જોઈને
 
મૈદાને જંગ માં હવે દુલ દુલ ની ટાપ પર
ઝૂમે છે જુલ્ફીકાર લ્યો આદા ને જોઈને
 
બાદે ઝેહાદ માલે ગનીમત ને લઈ અલી
ખૈરાત દે રસુલ ના ચહેરા ને જોઈને
 
અલ્લાહ રે રસુલ ના પરદા પછી અલી
રડતા હશે જરૂર આ દુનીયા ને જોઈને
 
જીવે છે હજી શેર ના લલકાર ની હૈબત
આફત બલા ટળે છે ફરેરા ને જોઈને
 
ને શાહ ના હબીબ જો ઉતરે ને જંગ માં 
ભાલા જુવાન છોડી દે ઘરડા ને જોઈને
 
હૈબતજદા યઝીદ ની નસલો સદા રહે
અબ્બાસે નામવર ના  ઇલાકા ને જોઈને
 
સદીઓ થઈ ફૂરાત હજી છે તવાફ માં
બાલી સકીના આપ ના કાકા ને જોઈને
 
હારી ગયા તમામ હવે જૂલ્મ ના યઝીદ
હૈદર ની જેમ જયનબી ખૂત્બા ને જોઈને
 
ઓ હિંદ ની કલમ અને કિરતાશ લે સલામ
શાહ અસ્ત યાદ આવે છે ખ્વાજા ને જોઈ ને
 
""યુસુફ""પઢો દુરુદ અદબ નો મકામ છે
દિકરી રસૂલ આપે છે રુતબા ને જોઈને
રાબડી યુસુફ અલી ઇસ્માઇલ
 


 
કરબોબલા માં શાહના રોઝાને જોઈને
ગર્વ કરે ફરિશ્તા નઝારા ને જોઈને
 
તડપી ઉઠે છે દિલડું ઉભરાય છે આંસુ
ઝૈનબ એ દિલગીર ની રિદાને જોઈને 
 
દુલ્હો બને અલી અકબર મનમાં હતી ઉમ્મીદ 
 લૈલા રડે છે ચાંદ સા ચહેરાને જોઈને 
 
પાણી ફુરાત નું ચૂમે અબ્બાસના કદમ
હાથમાં અલમદ્દારના મશ્કે શકીનાને જોઇને
 
જાન આપી મુસ્કુરાઈ અસગરે મકતલ મહી
રડે રબાબ રણ મહી ઝૂલા ને જોઇને
 
સીજદા માં સર જુકે છે ઝહેરાના લાલનું 
રાજી ખુદા થઈ જાય છે સિજદા ને જોઇને
 
માગો મૌલાના દ્વારથી સદકા માં પંજેતન ના
અલ્લાહ કબૂલે છે વસિલાને જોઇને
 
,,મોહસીન,, પંજે તનના ઘરનો છું ફકીર
આંખો ઠરે છે જાફરી ઘરાના ને જોઇને
મોહસીન બાદરપૂરી
 


 
ઉતરે સિતારો અર્શથી  મૌલા ને જોઈને. 
પુત્રી  રસુલ  આપે છે  રૂત્બાને  જોઈને. 
 
અલ્લાહનાએ ઘરમાં વિલાદતછે આપની.
દુનિયા  કરે   તવાફ  એ  કાબાને  જોઈને. 
 
જીવન અતા કરે છે મરેલાને પણ અલી. 
કેહતા નુસૈરીઓ ખુદા  મૌલા ને  જોઈને. 
 
આપી હતી નબીએ  ખિલાફત ગદીરમાં. 
ઈસ્લામ ના એ સાચા મસીહા ને જોઈને. 
 
બદ્રો  હુનૈન  ખૈબરો   ખંદકના   જંગમાં
ભાગે અદુઓ  શેરના  હુમલાને  જોઈને. 
 
બેટા હસન હુસૈન ને  જૌઝા છે  ફાતેમા. 
અલ્લાહ ને છે  નાઝ  ઘરાના ને  જોઈને. 
 
કૂદી પડે છે ઊંટ થી  કમ્બર તો  એ ઘડી. 
મૌલા સખીના જોશ માં દરિયાને જોઈને. 
 
સૂરજ ફરી પાછો  ફરે  ડૂબી ગયો તો શું. 
શેરે  ખુદા  ના  એક   ઈશારા ને  જોઈને. 
 
"શબ્બીર" યા અલી કહી પોકારે આપને. 
કિધી  મદદ છે સૌને તો  મૌકાને  જોઈને. 
શબ્બીરઅલી  નાંદોલીયા. (મેતા)

Video

Latest Write Ups

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી ( By નૌશાદ બિજાની in )

30/09/2022

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી
VIEW WRITE UP

અમને મળી નસીબમા નેઅમત ગમે હુસૈન ( By 1. સાદિકઅલી રેવાસીયા 2. નૌશાદ બિજાની 3. આબિદઅલી નાંદોલીયા મેતા in )

23/09/2022

નેઅમત ગમે હુસૈન
VIEW WRITE UP

લુટાવ્યું છે ભર્યું ઘરબાર દીને મુસ્તુફા માટે ( By 1. નૌશાદ બિજાની 2. સાદિક રેવસિયા 3. આબિદઅલી નાંદોલીયા મેતા 4. અહમદઅબ્બાસ ઈમદાદઅલી ભોવણીયા સુરપુર in )

21/09/2022

ફઝલે આલે અબા
VIEW WRITE UP

Pehnaae kaise Aabid, Tujhko kafan Sakeena ( By 1. Naushad Bijani 2. Asmee Kanodari 3. Urooj Gopalpuri 4. Paikar Jalalpuri 5. Bober Nawab 6. Ashfaq kalkatvi in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

સકીના આપના ગમમાં બહુ બેઝાર છે બાબા. ( By નવશાદ બિજાની in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

હશ્ર તક એહસાન માને કરબલા સજજાદ નો. ( By 1. નૌશાદ બિજાની 2. મોહસિન મોમીન અમદાવાદ. 3. સાદિકઅલી રેવાસીયા in )

07/09/2022

Misra by Safdar kharodiya
VIEW WRITE UP

બિંતે ઝેહરા છે ખૂલે સર શામ ના બાઝાર માં. ( By 1. અહેમદ અબ્બાસ (ગણેશપુરા) 2. નવશાદ બિજાની 3. આબિદ અલી એચ મરેડીયા in )

06/09/2022

શામ ના બાઝાર માં.-​ફઝલે આલે અબા
VIEW WRITE UP

પુત્રી રસૂલ આપે છે રૂતબા ને જોઇને ( By ખાદિમ હુસયન, અસામદી હૈદરઅબ્બાસ, નવશાદ બિજાણી, રહેમાન અલી ચૌધરી, ઇમદાદઅલી ભગત, મોહસીન મોમીન, મહંમદ અલી મોહીબ, શાકીર મહેરપુરા (મજાદર), ઝાકિર હુસૈન સૂણસરા, આબિદ અલી.એચ.એમ, મહદી અલી, સાદિક, તાહિરઅબ્બાસ સુણસરા, સફદર અલી ખરોડીયા પીંપોદર, વફા મહેરપુરી, અસ્મી કાણોદરી, મોમીન નઝરઅબ્બાસ, સિરાજહુસૈન નૂર, જવાદ માસ્ટર હકીર, મુખ્તાર અલી એ મલપરા, કામયાબઅલી કામિલ, આબિદઅલી નાંદોલીયા મેતા, અકબરલી ખણુંશીયા. (સુરપુર), તાહિરઅબ્બાસ સુણસરા "મુન્તઝિર", મોહંમદ હુસૈન બરકત, હસનઅલી હસન, રાબડી યુસુફઅલી, મોહસીન બાદરપૂરી, શબ્બીરઅલી નાંદોલીયા. in Fazle-aaleaba )

01/01/2020

પુત્રી રસૂલ આપે છે રૂતબા ને જોઇને
VIEW WRITE UP