શાહ ના સજદા ને જોવા કાળ થંભી જાય છે

( By 1-સાદિક રેવાસીયા, 2-નવશાદ બિજાણી, 3-ખાદિમ હુસૈન, 4-મોહસીન મોમીન", 5-આબિદ એચ.એમ, 6-અસામદી હૈદરઅબ્બાસ, 7-શાકીર મહેરપુરા, 8-મુખ્તાર મલપરા, 9-મહમ્મદઅલી "મોહિબ", 10-શબ્બીર નાંદોલીયા, 11-સફદરઅલી ખરોડીયા, 12-આબિદઅલી નાંદોલીયા, 13-ઝાકિરહુસૈન સૂણસરા, 14-આમિર પલસાણીયા, 15-રાબડી યુસુફઅલી, 16-“મહદી”મહેરપુરી, 17-કાસિમ મરેડિયા.

in Fazle-aaleaba )
  • Name:
  • Section:
    Fazle-aaleaba
  • Number of pages:
  • Date Added:
    22/01/2020
શાહ ના સજદા ને જોવા કાળ થંભી જાય છે

Fazl-e-aale aba
Tarhi misro:  શાહ ના સજદા ને જોવા કાળ થંભી જાય છે
Misra by;  નવશાદ બિજાણી

1-સાદિક રેવાસીયા
2-નવશાદ બિજાણી
3-ખાદિમ 
હુસૈન
4-મોહસીન મોમીન"
5-આબિદ એચ.એમ
6-અસામદી હૈદરઅબ્બાસ
7-શાકીર મહેરપુરા
8-મુખ્તાર મલપરા
9-મહમ્મદઅલી "મોહિબ"
10-શબ્બીર નાંદોલીયા
11-સફદરઅલી ખરોડીયા
12-આબિદઅલી નાંદોલીયા,

13-ઝાકિર હુસૈન વી.સૂણસરા.
14-
આમિર પલસાણીયા
15-રાબડી યુસુફ અલી આઇ
16-“મહદી”મહેરપુરી
17-કાસિમ મરેડિયા.


1
શાહ ના સજદા ને જોવા કાળ થંભી જાય છે
બાદશાહના સબ્ર થી તો દીન ઉગરી જાય છે 
 
દુશ્મનો આવે કતલ કરવાને જો શબ્બીરને
હુસ્ન જોઇને બધા જાલિમો હારી જાય છે
 
જે હુસૈન પર છે ફિદા ત્યાં કરબલા માં તે બધા 
ખુલ્દથી કૌસર નો મીઠો જામ પામી જાય છે
 
હોય જો મુરાદ માગો બા ખુદાના દ્વાર પર
હર બલાઓ દ્વાર પર આવીને ઉખડી જાય છે
 
તક્વએ માબુદ હુરે  એક પળમાં શું કર્યુ  
ખુલ્દના સરકાર પર એ જીવ વારી જાય છે
 
સુરએ કહફ પઢે સર નોકપર શબ્બીરનું
દીનના સૌ દુશ્મનોની રૂહ કંપી જાય છે
 
મૌત ની પરવા વગર આવ્યા બધું છોડી હબીબ 
મિત્રતાની શીખ દુનિયાને બતાવી  જાય છે
 
કરબલા જંગલ હતું "સાદિક" એ ગુલશન થયું 
ખૂન એને શાહનું  જન્નત બનાવી જાય છે
સાદિક અલી રેવાસીયા
 



2
ખયમા થી સાહિલ તરફ અબ્બાસે ગાઝી જાય છે.
દુશ્મનો આ સાંભળી ને ડર થી સેહમી જાય છે.
 
છે અલમ એક હાથ મા બીજા મા ઘોડા ની લગામ.
મશ્ક સાથે લૈ ને સકકા ની સવારી જાય છે.
 
છે જરી ના અશ્વ ની પણ વીજળી જેવી ગતી
આંબવા જેને હવાઓ અાજ હાંફી જાય છે.
 
ઉડતો ઘોડો જયારે જયારે રેત થી ટકરાય છે.
ત્યારે ત્યારે વીજળી ચમકાર મારી જાય છે.
 
જોવા વાળા જોતા રહ્યા ઉડતી રેતી નો ગુબાર.
જે ફકત પળવાર મા વાદળ ને આંબી જાય છે.
 
શાન અાવી જોઇને આજે જરી અબ્બાસ ની.
અંબિયા પણ આંગળી મોઢા મા નાખી જાય છે.
 
આગવી એ શાન થી સાથે લઇ મશ્કો અલમ.
અલ્કમા ના ઘાટ પર અબ્બાસ પ્હોચી જાય છે.
 
જોઇ ને હયબત ભર્યા તેવર જરી અબ્બાસ ના.
ડરના માર્યા જાલિમો ના શ્વાસ થંભી જાય છે.
 
ધડ થી મસ્તક થાય છે એનુ જુદુ પળવાર મા.
જે કોઇ અબ્બાસ ની નઝરો મા આવી જાય છે.
 
દરહમો બરહમ થઇ લશ્કર બધુ કૂફા તરફ.
જીવ મુઠઠી મા લઇ દર્યા થી ભાગી જાય છે.
 
દુશ્મનો થી અલ્કમા નો ઘાટ ખાલી થઇ ગયો.
મશ્ક લઇ પાણી તરફ અબ્બાસ ગાઝી જાય છે
 
અલ્કમા નુ નીર પણ મોજાઓ થઇ ને ચૂમવા.
હર્ષ થી અબ્બાસ ના ચરણો મા આવી જાય છે.
 
પાણી પર જયારે જરી નો નસ્બ પરચમ થાય છે 
ચુમવા ત્યારે મલાઇક એને તરસી જાય છે.
 
જે સકીના નો દિએ છે વાસ્તો અબ્બાસ ને.
તે કરમ અબ્બાસ નો નવશાદ પામી જાય છે.
નવશાદ બિજાણી
 



3
કોઇ મોમીન આફતો માં જ્યારે ડૂબી જાય છે,
ત્યાં મદદ માટે નબી ના ભાઇ આવી જાય છે,
 
ખૂન દોડે છે અલી નું એની રગ રગ માં સદા,
ના ડરે બેશીર દુશ્મન ને બતાવી જાય છે,
 
ના મળે મેહશર સુધી આવો ખુદા નો અબ્દ તો,
જે સિનાં ની નૌક પર કુરઆં‘ન’ સુનાવી જાય છે,
 
કિબ્રિયા ના હુક્મ થી રિઝવાન હા દરજી બની,
શેહ ના ધર એ ખુલ્દ ના કપડાઓ આપી જાય છે,
 
ચાલવા લાગી છે જેના પર અલી ની ઝૂલ્ફિકાર,
એ સિતમગર ની ખરેખર મૌત આવી જાય છે,
 
આપના અખ્લાક ને જોઇ ખુદા ના એ રસૂલ,
બે ઝુબા‛ન’ કંકર ખુદા ની હમ્દ બોલી જાય છે,
 
દબદબો એવો અલી નો જંગ ના મેદાન માં,
જોઇ હૈદર ને સિતમ ની ફોજ ભાગી જાય છે,
 
હુર ના સાથે કેમ ઝહરા ની દુઆ સાથે ન હો,
એમનો રૂમાલ મસ્તક પર લગાવી જાય છે,
 
જો ઇબાદત શેહ ની ‘ખાદિમ’ કરબલા માં શું હતી,
શાહ ના સજદા ને જોવા કાળ થંભી જાય છે...
ખાદિમ હુસૈન અમદાવાદ
 



4
મશ્ક મા જ્યાં નહેર ને સક્કા ઉઠાવી જાય છે
દુષમનો ના કાળજા માં.શ્વાસ થંભી જાય છે.
 
ના કરી શક્યું કોઈ પાણી ઉપર કબજો કદી
મરતા મરતા ગાઝી એવો ખોફ મૂકી જાય છે.
 
શાભળે છે જ્યારે પણ તે નાર એ હૈદર નો શોર
નીંદ મા પણ હો અગર શેતાન જાગી જાય છે.
 
કરબલા થી શામ ના દરબાર શુધી જોઈલો
સબ્ર ની ચટટા ન સામે ઝુલ્મ થાકી જાય છે.
 
કરબલા ની દાસતાં મોહસીન કરે જ્યારે રકમ
મુજ કલમ ની નોક થી પણ અશક્ વરસી જાય છે.
"મોહસીન મોમીન" અમદાવાદ.
 



5
આજ પણ એ નામ થી મયદાન કંપી  જાય છે
બા વફા અબ્બાસ થી હર એક ધ્રુજી જાય છે
 
જોઇલો આતો ખુદા ની કેવી મરજી થાય છે
શાહ ના સજદા ને જોવા કાળ થંભી જાય છે
 
કેટલી નજદીક છે તારી એ જન્નત અય હુસૈન
હુર બનીને આવનારા એને પામી જાય છે
 
જોઇલે કુવ્વત ઝરી અબ્બાસ ની મયદાન માં
મરહબા દુશ્મન ડરી ને ડર થી ભાગી જાય છે
 
લાલ ને શબ્બીર ના છે શી જરૂરત તેગ ની
હુરમલા એના તબસ્સુમ થી જ કંપી જાય છે
 
દાદ આપું છું ભલા શબ્બીર ના એ બાળને
હા ભલા હસ્તા મુખે ગરદન કપાવી જાય છે
 
શાહ ના સદકે મળી છે દીન ને કાયમ બકા
હક ને બાતિલ ની પરખ જગને કરાવી જાય છે
 
આજ પણ અમને મળે છે બરકતો શબ્બીર થી
હર મુરાદો કરબલા થી પાર ઉતરી જાય છે
 
દીન માટે સર કપાવે છે હુસૈન ઈબ્ને અલી
ને કરેલો વાયદો રબ થી નિભાવી જાય છે
 
ફખ્ર છે આબિદ ને જે ઉલ્ફત મળી છે શાહ ની
ફાતેમા ના લાલ ની મિદહત લખાવી જાય છે
આબિદ અલી.એચ.એમ.
 



6
સજદ અે શબ્બીર સૌને અે બતાવી જાય છે.
તુ ખુદા ની કર ઇબાદત ‍અે જણાવી જાય છે.
 
ના હતી તકદીર માં ઔલાદ રાહીબ ને કદી.
તે છતાં શબ્બીર બેટા સાત આપી જાય છે.
 
જોઇને માહે અઝાંના ચાંદને તો આજ પણ.
ઝયનબો  કુલસૂમ ને અેતો  રડાવી જાય છે.
 
લાજ  રાખી કરબલા મા  ફરવા બેટા ને કહી.
લાશ સીનાથી લગાવી અેતો, વળગી જાય છે.
 
જોયુ સરને બાવફાઅે શાહની છે ગોદ માં.
તો કરી દીદારે મૌલા શ્વાસ છોડી જાય છે.
 
શાહ અકબર ના સીનાથી બરછીને ખેંચી હતી.
સાથે ટુકડા ઓ કલેજા ના તો નીકળી જાય છે.
 
લઇ ને અસગર ની તો મૈયત શાહ  ખૈમા સુધી.
આવીને અસગરની માં ને લાશ સાંપી જાય છે.
 
ના  રહી  ચાદર  નહીતર  ભાઇ  પર હુ  ઢાંકતી.
બેકફન લાશો બહન ઝયનબ આ છોડી જાય છે.
 
મારતો  શીમ્ર  સકિના ને, તમાચા બે ખતા.
જોઇને શબ્બીર ની તો રુહ કાંપી જાય છે.
 
આબીદે  બીમાર ના છે પાવ માં અે  બેડીયો.
જોઇને મંજર દિલે ઝયનબ ભરાઇ જાય છે.
 
નોકે  નેઝા પર સરે  શબ્બીર  થી આવી સદા.
કે બહન મારી રસન હાથોમાં 'બાંધી જાય છે.
 
કરબલા થી શામ  ઝૈયનબ ની સફર ને સાંભળી.
બસ અમારા આંખ માંથી આંસુ આવી જાય છે.
 
જો ખુદાની અે ઇબાદત છોડી ના ખંજર તળે.
શાહ ના સજદા ને જોઇ કાળ થંભી જાય છે.
 
અેની મેહશર માં શફાઅત આ અઝાદારી હશે.
યાદ માં જે કરબલા ની લઇ ને જીવી  જાય છે.
 
કરબલા ની દાસતા થી રોવે *હૈદર* ની કલમ.
આંખડી મારી કલમ સાથે જ રોતી જાય છે.
અસામદી હૈદરઅબ્બાસ આર(રસુલપુર)
 



7
સત્ય ના પડખે રહીને સર કપાવી જાય છે.
શાહ ના સજદા ને જોવા કાળ થંભી જાય છે.
 
કદી કાસીમ ને અકબર તો કદી વાહેબ જાય
થૈ મરણીયા શાહ પર એ જીવ વારી જાય છે.
 
યાર નો જુસ્સો હતો યાર ની ઇમદાદ કાજ 
જીવ કરી કુરબાં ને એતો ખુલ્દ પામી જાય છે.
 
હક ની ખાતર શાહ નીકળ્યા લઈ ઘર બાર ને
એતો છે લશ્કર ખુદાનુ ગેબી વાણી થાય છે.
 
બોલતુ કુરઆન અલી નુ શાહ ના છે હાથ પર
બેશીર ના મુસ્કાન પર તો તેગ ઝુકી જાય છે.
 
તા અબદ રહેશે સદા ઊંચો અલમ અબ્બાસ નો
જે ઘડી આવે અલમ ખુશ્બુ વફાની આવી જાય છે.
 
જે નયન થી વરસે આંસુ ગમમા એ શબ્બીર ના
કરવા દુઆ તો એ ઘડી ખુદ ઝહરા આવી જાય છે.
 
થાય કિસ્મત હૂર જેવી આશ છે શાકીર ને,
પંજેતનનુ નૂર એવી કિસ્મત જગાવી જાય છે.
શાકીર અલી.મહેરપુરા (મજાદર)
 



8
દિલ ગમે શબ્બીરની યાદોમાં ડૂબી જાય છે,
આંખ સાથીદાર થઇ આંસુ વહાવી જાય છે...
 
પરચમે અબ્બાસ જોઈ એમ લાગે જાણે કે,
મશ્કને કાંધા ઉપર સક્કા ઉઠાવી જાય છે...
 
એ રીતે લહેરાય ગાઝીનો અલમ જાણે હવા,
કરગરી માંગી દુઆ પરચમ હલાવી જાય છે...
 
મશ્કથી વહેતું જુલૂસોમાં એ પાણી જોઇને,
એમ લાગે જાણે પાણી ગાઝી આપી જાય છે...
 
જોઇ ગાઝીનો અલમ આ વાતને માની લીધી,
જ્યાં સુધી ઘરમાં છે આ ચિંતાઓ નાસી જાય છે...
 
એ જ કારણ કરબલામાં મોતથી વાતો થતી,
સર ધરે શબ્બીરને જે એ જ જીવી જાય છે...
 
ભાઇ આ કુરબાની સ્વીકારે એ માટે તો હસન,
બાવડે કાસિમના એ તાવીઝ બાંધી જાય છે...
 
બાપના હાથોમાં અસગર તો હસ્યા એવી રીતે,
જોઇને મુસ્કાન ફૌજો હાર માની જાય છે...
 
ઇશ્કમાં માબૂદના એ ક્યાં સુધી પહોંચ્યા હતા,
શાહના સજદાને જોવા કાળ થંભી જાય છે...
 
શાયરી લખવી નથી "મુખ્તાર" ની ઓકાતમાં,
કોઇ તો છે જે અહીં આવી લખાવી જાય છે...
મુખ્તાર અલી એ મલપરા...
 



9
આભ ફાટી જાય છે ને ધરતી ધ્રુજી જાય છે
શાહ ના સજદા ને જોવા કાળ થંભી જાય છે
 
એક માં કરબોબલા માં આંસુ સારી જાય છે
મૌત થી નવશાહ કાસિમ જ્યારે ભેટી જાય છે
 
બાવફા નો જંગ જોઈ ફૌજ ભાગી જાય છે
ઝુલ્મ ની ચટ્ટાન સામે સબ્ર ફાવી જાય છે
 
ઈશ્ક ની લાગી લગન શબ્બીર થી બસ એટલે
નાર થી જન્નત તરફ જો હુર આવી જાય છે
 
શાન તારી કોઈ શું જાણી શકે ઇન્સાન તો
ખુલ્દ ના રીઝવાન આવી કપડાં આપી જાય છે
 
ચૌદસો વર્ષો થયાં પણ દર્દ છે આનું હજી
કરબલા ની વાત જાણી હૈયું કંપી જાય છે
 
હો ભલે અરજોક યોદ્ધો ને તિરંગા બાજ પણ
શાહ ના યોદ્ધા ની સામે ધૂળ ચાટી જાય છે
 
કોઈ જોડા ની સગાઈ ધરતી પર તૂટે છે તો 
તે ઘડી બસ ખુદ ખુદા નું અર્શ ડોલી જાય છે
 
જે ઘડી કિરતાસ પર "મોહીબ" લખે છે યા હુસૈન
ફૈઝ આનો કરબલા થી તરત આવી જાય છે
મહમ્મદ અલી "મોહિબ"
 



10
ખુલ્દથી માં ફાતેમા મકતલ માં આવી જાય છે
શાહના સજદાને  જોવા  કાળ થંભી જાય છે.
 
અલઅતશ ની છે સદા ખૈમામાં શાહે દીન ના. 
જીવ હોઠો પર બધાના  પ્યાસ લાવી જાય છે. 
 
હદ તો  ત્યારે  થઈ ગઈ કે  ફુલ જેવા બાળની. 
તીર  ગરદન પર અદુ  જ્યારે ચલાવી જાય છે. 
 
હર શહીદોની  ઉઠાવે લાશો મક્તલ થી હુસૈન. 
શાહના દુઃખ ને નિહાળી ધરતી ધ્રુજી જાય છે. 
 
દૂધ પીતા બાળ થી લઈ વૃધ્ધોની પણ શાહ તો. 
રાહમાં  અલ્લાહ ના  કુરબાની આપી જાય છે. 
 
કાળી આંધી આવે છે ને  સૂર્ય ને લાગ્યું ગ્રહણ. 
સુકી ગરદન ને શિમર ખંજર થી કાપી જાય છે. 
 
વાયદો  જે  આલમે  અરવાહ માં  કિધો  હતો.
ઘર લુટાવી  કરબલામાં એ  નિભાવી  જાય છે. 
 
સર ને સજદામાં કપાવી  કરબલા ના રણ મહી. 
મર્તબો  શું  છે  નમાઝો  નો  બતાવી  જાય  છે. 
 
શીખજે "શબ્બીર"તુ પણ કરબલાથી હર સબક. 
પાઠ  જીવન ના અહી  મૌલા ભણાવી  જાય છે.
શબ્બીરઅલી નાંદોલીયા. (મેતા).
 



11
શાહના સજદા ને જોવા કાળ થંભી જાય છે
બાદશાહ હુસૈન થી આ દિન બચી જાય છે
 
પાણી પાવા લઈ ગયા તા અસગરે બેશીર ને
હસતા બેશીર ને જોઈ તો જાલીમો ડરી જાય છે
 
માંગી ને તો જોવો ફાતેમાના એ ધ્વાર પર
હર ભુખ્યાઓને પર ખાવાનુ મળી જાય છે
 
ભાઈ ને શહીદ થતા મકતલ મા જોઇને ઝયનબ તો
આંખ માથી આસુ ને રૂહ કાંપી જાય છે
 
તલવાર જ્યારે અબ્બાસ ની સર થી ટકરાઈ જાય છે
શામથી આવેલી ફોઝો  ત્યાંથી ભાગી જાયછે
 
શાયરી "સફદર" તમારી શાને હૈદર માં જુઓ
નારા હૈદર થી કેવી  મહેફિલ ગુંજાવી જાય છે
સફદર અલી ખરોડીયા.
 



12
ફાતેમા હૈદર નબી કરબલ માં આવી જાય છે
શાહ ના સજદા ને જોવા કાળ થંભી જાય છે
 
આવતા જોયા નહેર પર અલ્કમા અબ્બાસ ને
બા અદફ થી ગાઝીના ચરણોને ચુમી જાય છે
 
યાદ આવે બાપની સુગરાને યસરફ માં ઘણી
ખ્વાબ મા આવે જો બાબા નીંદ ઉડી જાય છે
 
ઝૈનબો કુલસૂમ ને વગડા માં તન્હા જોઈ ને
ખુલ્દ થી આવી અલી બેટી ને ભેટી જાય છે
 
પાણી પાણીની સદા બચ્ચાવો આપી ગાઝી ને
પલ જપડ મા બાવફા દરિયામો આવી જાય છે
 
કરબલા માં ભાઇ ની મૈયત પડી છે બે કફન
હાય ઝયનબ રડતી રડતી કરબલા થી જાય છે
 
શામ ના બાઝાર નું મંજર ભયાનક જોઇ ને
ખૂન આસુ એ ઘડી મૌલા વહાવી જાય છે
 
ગમ છવાયો કરબલા મા આગ ચોપી ખૈમા ને
ઝૈનબો કુલસૂમ ની ચાદર લુટાઈ જાય છે
 
થૈ ગયો કુરબાન *આબિદ* કાફલો શબ્બીર નો
કરબલા મા દીન ખાલિક નો બચાવી જાય છે
આબિદઅલી નાંદોલીયા.. (મેતા)
 


13
જે ઘડી માહે અઝા નો ચાંદ ઉગી જાય છે,
આંખ સામે ફાતેમા ના લાલ આવી જાય છે.
 
કાફલો મુશ્કિલ કુશા નો મુસ્તફા ના દિન ને,
કરબલા માં જાન આપીને બચાવી જાય છે.
 
હૌસલો એવો લઈને આવ્યા તા શબ્બીર કે,
કરબલા ના દશ્ત'ને જન્નત બનાવી જાય છે.
 
અલ્કમા ના ઘાટ પર જ્યારે અલી ના શેરની,
વીરતા જોઈને આખી ફૌજ ધ્રુજી જાય છે.
 
ફાતેમા ના લાલ તારા ખુન ના તાસિર થી,
લાઈલાહા ની ચમક માં તેજ આવી જાય છે.
 
આંખ સામે મૌત છે ને હોઠ પર મુસ્કાન છે,
આ અદા બેશીર ની ફૌજો રડાવી જાય છે.
 
યુધ્ધ ના મૈદાન માં આવ્યા હસન ના લાલ તો,
ખૌફ થી અરઝોક જેવા પાંચ હાંફી જાય છે.
 
છે ગળામાં તૌક ને પગમાં હતી જંજીર પણ,
શામ ના દરબાર ને આબિદ ધ્રુજાવી જાય છે.
 
આંધીયો કાળી ઉઠાવી કરબલા માં બે' ઘડી,
શાહ'ના સજદા ને જોવા કાળ થંભી જાય છે.
 
ચાહવા'વાળા અલી ના એ કર્યું સાબિત કે,
લાખ'હો દુશ્મન ભલે પણ સત્ય જીતી જાય છે.
 
એટલે "ઝાકિર" કહું છું ચાલ હુસૈની દ્વાર પર,
ત્યાં ફરિશ્તા પણ ખુશી થી માથું ટેકી જાય છે.
ઝાકિર હુસૈન વી.સૂણસરા.
 


14
શાહ ના સજદા ને જોવા કાળ થંભી જાયછે
આજ જન્નત થી જૂઓ ઝહેરા પણ આવી જાયછે.
 
કરબલા માં હાયે તન્હા ફાતેમા ની લાડલી
શીમ્ર ને સમજાવવા ખયમાં થી દોડી જાયછે.
 
હુરમલા ઔકાત તારી કરબલા માં શું રહી
મુસ્કુરાઈ ને અલી અસગર બતાવી જાયછે.
 
પામવા જન્નત કરેછે ફેંસલો મયદાન માં
દ્વાર દોઝખ નો મૂકીને હૂર પણ આવી જાયછે.
 
શીમ્ર ના ખાઈ તમાચા ઓ પિદર ને શોધવા
રાત ના અંધકાર માં માસૂમ રોતી જાયછે.
 
કાતિલે અકબર સ્વિકારી લે હકીકત ને હવે
કાળજું અકબર નું તારી બરછી તોડી જાયછે.
 
છે શિકાયત ફાતેમાની અય ખુદા ઇન્સાફ કર
કરબલા માં મારી ઝયનબ બેરીદા થઇ જાયછે.
 
વાયદો પૂરો કરેછે શાહ મકતલ માં હવે
શીમ્ર ના ખંજર તળે સરને કપાવી જાયછે.
 
પાણી નો પોકાર જ્યારે કાન થી ટકરાય છે
યાદ "આમિર"ને સકીના ની ત્યાં આવી જાયછે.
હાજી હસનઅલી પલસાણીયા (આમિર) રસૂલપુર
 


15
એટલે તો શબ્દે શબ્દે નૂર ચમકી જાય છે
બા વફા અબ્બાસ આવી ને લખવી જાય છે
 
છોડ લઈ ને દિનનુ બોત્તેર શુરા ખેડૂતો 
રોપવા સચ્ચાઇની બુનિયાદ નીકળી જાય છે
 
કાળ પાણી નો પડ્યો ને ફૂલ મુરઝાવા મંડ્યા
પાંખડી એક ફૂલની પરચમ થી વળગી જ્યાં છે
 
પ્યાસ જોઈ ફૂલ ની શબ્બીર થી લઈ ને રજા
બસ પછી દરીયા કિનારે વાઘ આવી જ્યાં છે
 
રણ નુ મંઝર જોઈને શબ્બીર બોલ્યા અય બહેન
એક બરછી મુસ્તુફા ની છાતી વીંધી જાય છે
 
દસ મોહોરૅમ વીરતા પર મોહોર લાગી ગઈ પછી
ખેડૂતો ના તંબુઓ માં આગ લાગી જાય છે
 
અકબરો અબ્બાસ કાશીમ ની કરું છુ વાત ક્યાં
વીરતા તો  શાહ ના ઘરડા બતાવી જાય છે
 
ભાલાઓ પણ જોઈને કહેતા હશે શબ્બીર ને
ઇશ્ક વાળા બરછીઓ તોડી ને ઉતરી જાય છે
 
કોણ જાણે કે ખુદા થી શી મોહોબ્બત છે હુસેન
લઈ ખુદા થી સાત બેટા દાન આપી જાય છે
 
એક બે નઈ સાત બેટી આંગણે રમતી કરો
શાહ તારા દ્વાર થી કે કોણ ખાલી જાય છે
 
ચાંદ તારા આગ પાણી આ બધા ની વાત ક્યાં
શાહ ના સજદા ને જોવા કાળ થંભી જાય છે
 
કત્લ કરવા નેજાઓ બરછી ને ભાલા ચૂપ રહ્યા
શાહ ને ખંજર ની બુથી ધાર ઉતરી જાય છે
 
દસ મોહોરૅમ ખેડૂતો નું પાક જ્યાં પાકી ગયો
બૈત લેવા પાક પર જીવાત જામી જાય છે
 
તંબુઓ ને ઓઢણી લુટી લુટારા લઈ ગયા
કૈદ થઈ શેરે ખુદા ની શામ બેટી જાય છે
 
જયનબે લીધી દવા હૈદર ના લહેજા ની પછી
સાતસો કુરશી નશી ખૂત્બા થી મારી જાય છે
 
કરબલા ની રેત પર આ જિંદગી કુરબાન છે
દસ મોહોરૅમ શાહ ના જે તન ને ઢાંકી જાયછે
 
સુખવા દેતા નથી ઇસ્લામ નું ગુલશન હુસૈન 
રક્ત રેડી કરબલા નું બાગ સીંચી. જાય છે
 
ધર લૂંટાવી સર કપાવી ઓઢણી ના દાન દઈ
મુસ્તુફા ની આલ જો ઇસ્લામ ઢાંકી જાય છે
 
સુરવીરો ની સત્ય ઘટના પર લખી જે સત્યતા
સાંભરી ઇન્સાનીયત ની રુહ કંપી જાય છે
 
જ્યાં નબી ની લાડલી ની રોટલી સેકાય તો
નુરિયો ની પણ ધરોહર સફમો આવી જાય છે....
 
એક છે ઝર્બે યદુલ્લાહા એક સજદો શાહ નો
સત્ય નો યુસુફ જે સાચો દર બતાવી જાય છે
રાબડી યુસુફ અલી આઇ
 


16
હાશમી ઘર ના સિતારા ભાગ્ય પલટી જાય છે 
મિશમો સલમાન તો કોઇ હુર બનાવી જાય છે 
 
જો જરા ઇમાનથી કુરઆનમાં તો જાણશે 
મુસ્તુફાનો દીન હકની રાહ સીચીં જાય છે 
 
જોઇ ને બુરાકની રફતાર અંબિયા કહે 
હર પયંબર ના સુકાની ની સવારી જાય છે 
 
વીરતા હૈદરની જોવા થોભતા જીબ્રીલ પણ 
હૈદરી શમશીર નો ના વાર ખાલી જાય છે 
 
લાખ નો પહેરો હટાવી ને જુઓ પળવારમાં 
એક તરસ્યો મશ્કમાં દરિયો ઉઠાવી જાય છે 
 
સ્મિત હોઠો પર ધરી ને વિરલો શબ્બીરનો 
બાળ અસગર લાખ ની ફોજો હંફાવી જાય છે 
 
આંધીઓ કાળી ચઢી ગઇ ને ધરા ધ્રુજી ઉઠી 
શાહ ના સજદા ને જોવા કાળ થંભી જાય છે 
 
મુસ્તુફા ની આલની લઇ ને દુઆઓ ની અસર 
શાયરીમાં “મહદી” ની ઇલ્હામ ઉતરી જાય છે 
“મહદી”મહેરપુરી
 


17
ખુલ્દ માંથી હૈદરે કરાર્ર  આવી જાય છે,
શાહ ના સજ્દા ને  જોવા કાળ થંભી જાય છે...
 
ઇશ્ક છે એવો ખુદાથી એ અલીના લાલ નો,
ભૂખ માં ને પ્યાસ માં ગરદન કપાવી જાય છે...
 
જંગોમાં પહેલાંના જે જોઈ  હતી એ ઝુલ્ફિકાર,
શાહ ના હાથો માં જોતા ફોજ ભાગી જાય છે...
 
હાથ માં પરચમ ઉઠાવે જે સખી અબ્બાસનો
ગૈબ થી આ હાથ મા તાકાત આવી જાય છે
 
જે સદા રેહતો હશે મૌલા અલી ના ઇશક માં
તે જગત માં  આજ પણ કિસ્મત બનાવી  જાય છે
 
અય અલી તારી સખાવત ની કરું શું વાત હું,
દ્વાર પર આવે છે કોઈ  તે ન ખાલી જાય છે
 
એ અલીના લાલ નો નાતો જુઓ રબ થી તમે, 
સાત બેટા જેઓ રાહિબને અપાવી જાય છે...
 
આલે એહમદની મોહબ્બત મા લખી છે શાયરી,
સાંભળીને તેનાં શબ્દો દિલમાં ઉતરી જાય છે...
 
શાયરી 'કાસિમ' લખીને આપના દીદાર માં,
બસ સદા મશગૂલ થઇને એને પામી જાય છે...
કાસિમ મરેડિયા.

Video

Latest Write Ups

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી ( By નૌશાદ બિજાની in )

30/09/2022

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી
VIEW WRITE UP

અમને મળી નસીબમા નેઅમત ગમે હુસૈન ( By 1. સાદિકઅલી રેવાસીયા 2. નૌશાદ બિજાની 3. આબિદઅલી નાંદોલીયા મેતા in )

23/09/2022

નેઅમત ગમે હુસૈન
VIEW WRITE UP

લુટાવ્યું છે ભર્યું ઘરબાર દીને મુસ્તુફા માટે ( By 1. નૌશાદ બિજાની 2. સાદિક રેવસિયા 3. આબિદઅલી નાંદોલીયા મેતા 4. અહમદઅબ્બાસ ઈમદાદઅલી ભોવણીયા સુરપુર in )

21/09/2022

ફઝલે આલે અબા
VIEW WRITE UP

Pehnaae kaise Aabid, Tujhko kafan Sakeena ( By 1. Naushad Bijani 2. Asmee Kanodari 3. Urooj Gopalpuri 4. Paikar Jalalpuri 5. Bober Nawab 6. Ashfaq kalkatvi in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

સકીના આપના ગમમાં બહુ બેઝાર છે બાબા. ( By નવશાદ બિજાની in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

હશ્ર તક એહસાન માને કરબલા સજજાદ નો. ( By 1. નૌશાદ બિજાની 2. મોહસિન મોમીન અમદાવાદ. 3. સાદિકઅલી રેવાસીયા in )

07/09/2022

Misra by Safdar kharodiya
VIEW WRITE UP

બિંતે ઝેહરા છે ખૂલે સર શામ ના બાઝાર માં. ( By 1. અહેમદ અબ્બાસ (ગણેશપુરા) 2. નવશાદ બિજાની 3. આબિદ અલી એચ મરેડીયા in )

06/09/2022

શામ ના બાઝાર માં.-​ફઝલે આલે અબા
VIEW WRITE UP