ગમ થી નિઢાલ થઇ ગઇ હાલત બતૂલ ની

( By 1-નવશાદ બિજાણી, 2-ખાદિમ હુસૈન, 3-સાદિક રેવાસીયા, 4-અસામદી હૈદરઅબ્બાસ, 5-ઝાકિર બાદરપુર, 6-મહંમદ અલી મોહિબ, 7-મોહસીન મોમીન, 8-આબિદઅલી નાંદોલીયા, 9-આબિદ એચ.એમ, 10-સિરાજ નૂર, 11-આમિર હસનઅલી,

in Fazle-aaleaba )
  • Name:
  • Section:
    Fazle-aaleaba
  • Number of pages:
    https://www.youtube.com/embed/ZY5Yv67wR90
  • Date Added:
    06/02/2020
ગમ થી નિઢાલ થઇ ગઇ હાલત બતૂલ ની

Fazl-e-aale aba
Tarhi misro:  ગમ થી નિઢાલ થઇ ગઇ હાલત બતૂલ ની.
Misra by;  નવશાદ બિજાણી

1-નવશાદ બિજાણી
2-ખાદિમ હુસૈન,
3-સાદિક રેવાસીયા,
4-અસામદી હૈદરઅબ્બાસ,
5-ઝાકિર બાદરપુર,
6-મહંમદ અલી મોહિબ,
7-મોહસીન મોમીન,
8-આબિદઅલી નાંદોલીયા,
9-આબિદ એચ.એમ,
10-સિરાજ નૂર,
11-આમિર હસનઅલી, 


1
મુશ્કિલ અતી છે વર્રણવી ગુરબત બતુલ ની.
લખવી બહુ કઠિન છે મુસીબત બતૂલ ની
 
તાજો હજુ તો બાપ ના મરવાનો ગમ હતો.
ને વેરી થઇ રસૂલ ની ઉમ્મત બતૂલ ની
 
વેરી ની ક્રૂરતા ની છે હદ પાર થઇ ગઇ.
ગમ થી નિઢાલ થઇ ગઇ હાલત બતૂલ ની.
 
દરવાજો જાલીમો એ પછાડયો શરીર પર.
હાલત કફોડી થઇ ગઇ હઝરત બતૂલ ની.
 
ખીલી બદન મા ખૂચી ને જખમી થઇ કમર.
ને પાસળી રહી ન સલામત બતુલ ની.
 
વહ્યુ બહુજ રક્ત ને મોહસિન થયા શહીદ.
ને ખાક મા મળી ગઇ હસ્રત બતૂલ ની.
 
વાકી અઢાર વર્ષ ની વય મા થઇ કમર.
મુરઝાઈ ગઇ તી ત્રાસ થી સૂરત બતૂલ ની
 
રડવાની પણ મનાઈ છે બાબા ની યાદ મા.
થઇ એ બધા દુખો થી શહાદત બતૂલ ની.
 
આપ્યુ અલી એ ગુસ્લો કફન રોઈ રોઈ ને.
છેલ્લી કરી બધાએ જિયારત બતૂલ ની.
 
માં થી યતીમ બચ્ચાઓ રુખસત થતા હતા.
કરતા તા યાદ રોઈ ને ઉલ્ફત બતૂલ ની.
 
બોલયા હુસેન અલ્વિદા કેહવાનો હુ નથી.
ભૂલી નહી સકુ હુ મોહબત બતૂલ ની.
 
માં જોઇ મારા આસૂઓ બોલાવશે મને.
હાસિલ મને તો ખાસ છે ઉલ્ફત બતૂલ ની.
 
જોઈ ને ભીની આંસૂ થી આંખો હુસેન ની.
તડપી ગઈ જનાજા મા મઇયત બતૂલ ની.
 
ટુટયા કફન ના બંદ ને ફેલાવયા બંને હાથ.
કહ્યું કે તુ તો ખાસ છે દોલત બતૂલ ની.
 
મઝલૂમ આવી લાગી જા મારા ગળા થી તુ.
તુ ખાસ મારો લાલ છે મહેનત બતુલ ની.
 
લાવ્યા જનાજો રાત ના લઇ ને બકીઅ મા
પૂરી કરી અલી એ વસીયત બતૂલ ની.
 
જોયા અલી એ હાથ બે એહમદ ના કબ્ર મા.
આવ્યો અવાજ આપી દો મઇયત બતૂલ ની.
 
માટી દઈ ને કબ્ર ને રડતા રહ્યા અલી.
આંસૂ થી ભીની થઈ ગઇ તુરબત બતૂલ ની.
 
પચ્ચીસ વર્ષે બિંતે નબી ના દફન પછી.
તાજી થઈ ફરી થી મુસીબત બતૂલ ની.
 
કર્યા અલી ને કૂફા ની મસ્જિદ મા પણ શહીદ.
લરજી ગઈ આ જોઈ ને તુરબત બતૂલ ની.
 
આપી ને ઝેર કર્યા હસન ને શહીદ પણ.
ગમ થી અજીબ થઇ થઇ ગઇ હાલત બતૂલ ની.
 
કરબોબલા મા આલે નબી પર સિતમ થયા.
બરબાદ સાવ થઇ ગઈ રાહત બતૂલ ની.
 
પૂરા હાજી થયા ન હતા વર્ષ ૧૪૦૦.
વેરી ફરી થી થઇ ગઇ ઉમમત બતૂલ ની.
 
ખંડિત સઉદી વાળા એ કર્યુ બકીઅ ને.
રાખી સિતમગરો એ ના હુરમત બતૂલ ની.
 
ગુંબજ થી આજ કબ્ર સુશોભિત નબી ની છે.
વીરાન છે હજી સુધી તુરબત બતૂલ ની.
 
ફરમાવો જલ્દી અય મારા આકા હવે ઝુહૂર.
આવી ને ગયબ થી કરો નુસરત બતૂલ ની.
 
નવશાદ ને યકીન છે મયદાને હશ્ર મા.
મળશે અમો બધા ને શફાઅત બતૂલ ની.
નવશાદ બિજાણી



2
વર્ણન હુ શી રીતે કરૂ આફત બતૂલ ની,
રોવે કલમ છે જોઇ અઝિય્યત બતૂલ ની,
 
સૂરજ ને ચાંદ તારા જમીં આસમાન પણ,
ગિરયા કુના છે જોઇ મુસીબત બતૂલ ની,
 
દુન્યા એ હાએ આપી છે તકલીફ એટલી,
ગમ થી નિઢાલ થઇ ગઇ હાલત બતૂલ ની,
 
હૈદર ના ધર માં આજ કયામત ની છે ધડી,
દુન્યા થી આજ થાય છે રૂખ્સત બતૂલ ની,
 
જન્નત ની શાહઝાદી છે બેટી રસૂલ ની,
સમજ્યું નથી જગત કદી અઝમત બતૂલ ની...
 
મય્યત ને મારી રાત માં દફનાવ જો અલી,
એક આ હતી અલી થી વસીયત બતૂલ ની,
 
એ વક્તે હાલ શેરે ઇલાહી નો શું હશે,
રાખી કબર માં જ્યારે એ મય્યત બતૂલ ની,
 
બાદે બતૂલ રાત દી રોતા હતા અલી,
કે યાદ આવતી હતી ગુરબત બતૂલ ની,
 
‘ખાદિમ’ ઇમામ જ્યારે જગત માં થશે ઝહૂર,
થઇ જાશે મોમિનો ને ઝિયારત બતૂલ ની...
ખાદિમ હુસૈન


 
3
કુરઆન સમજાવે છે અઝમત બતૂલ ની
અલ્લાહ ખુદ કરે છે એ ઉલ્ફત બતૂલ ની 
 
લાખો બશર બયાન ફઝીલત એ શું કરે
માગે મલેકુલ મૌત ઇજાઝત બતૂલની
 
ઝહેરા ને જોઈને નબી ઊભા થતા હતા 
 એવી કરે રસૂલ તો ઇજ્જત  બતૂલની
 
હસ્નૈન માટે ખુલ્દથી આવે કદી લિબાસ
પુરવાર કરે  છે જુઓ જન્નત બતૂલ ની
 
વર્ણન કરી ન શકવાનું ઝહેરાની તુ જગત 
એ આન બાન શાન ફઝીલત બતૂલ ની
 
ફાકાકશીમાં પણ ધરે સાઇલને રોટીઓ 
જે અત્ફ દિલમા હોય એ આદત બતૂલ ની
 
ઇજ્જત છે સબ્ર છે ને વફા સાથે  અત્ફ છે 
બેશક બધું છે આજે  બદૌલત બતૂલ ની
 
આલે નબીના ઝિક્રમાં ફિજજાનો છે શુમાર  
એવી કરી દિન રાત જો ખિદમત બતૂલ ની
 
જો યાદ કલ્બમાં હશે શબ્બીર ની સદા 
તો હરપળે મળતી રહે નુસરત બતૂલ ની
 
બેહીશ્ત  વાજિબ થાય છે એના ઉપર કે જે 
જીવન મહીં કરે છે ઈતાઅત બતૂલ ની
 
*સાદિક* ને લુત્ફ આવે છે ઝહેરા ના ઝિક્રમાં 
બસ ખ્વાબમાં થઈ જાય ઝિયારત બતૂલ ની 
સાદિક અલી રેવાસીયા



4
આજે બયાં કરુ છુ  સદાકત બતૂલ ની.
રાજી ખુદા છે જોઇ ઇબાદત બતૂલ ની.
 
ખાલી નથી જતાં કોઇ  આવેલા દ્વાર પર.
મશહુર છે જગત માં સખાવત બતૂલ ની.
 
ચક્કી પીસીને બેટાને ઉછર્યો છે લાડ થી.
લુટી છે ઝાલિમો  અે  મહેનત બતૂલ ની.
 
શબ્બીર ની અે યાદ  માં આંસુ વહાવે જે.
બેશક મળે છે અેને જો નુસરત બતૂલ ની.
 
બાગે ફિદક મળ્યો તો નબી થી મહેર માં.
‍લુટી છે ઝાલીમો અે અમાનત બતૂલ ની.
 
મળશે કદી  પનાહ ના અે ખુલ્દ માં અેને.
રાખી છે અેતો જેણે અદાવત બતૂલ ની.
 
ઝહરા ઉપરઅે સળગેલો નાખે છે દ્વાર તો.
ગમ થી નિઢાલ થઇ ગઈ હાલત બતૂલ ની.
 
પરદો હટાવી ગૈબનો મહદી હવે આવો.
વિરાન છે મદિના માં તુરબત બતૂલ ની.
 
ઝુલ્મો સિતમ ની દાસતા *હૈદર* કરે બયાં
દિલ સાંભળી રડે છે મુસીબત બતૂલ ની.
અસામદી હૈદરઅબ્બાસ આર.(રસુલપુર)



5
મશહુર જગ મહીં છે ફઝીલત બતૂલ ની.
કુરઆન ખુદ બયા કરે ઈસ્મત બતૂલ ની.
 
રોશન થયું તુ નુર થી રોશન બધું જગત.
દુનિયા માં જ્યારે થઈ તી વિલાદત બતૂલ ની.
 
દાયણ બને છે આશિયા,સારા ને મરીયમો.
આવી છે શાન બાન ને, ઈજ્જત બતૂલ ની.
 
બેટા હસન હુસૈન ને બાબા રસુલે પાક.
છે મિસ્લે હૂર કૌસરો જન્નત બતૂલ ની.
 
જેની ગવાહી આપે છે તત્હીર ની આયત.
અફઝલ ને પાકીઝા છે ઈતરત બતૂલ ની.
 
સૌ જગ ની ઔરતો ના છે સરદાર ફાતેમા.
ખુલ્દે બરી છે એટલે મિલ્કત બતૂલ ની.
 
રિઝવાને ઈરમ ઝહેરા ના ઘર ના ગુલામ છે.
સાબિત કરે છે જોઈ લો જન્નત બતૂલ ની.
 
જન્નત તો દૂર પણ એની ખુશ્બૂ નહીં મળે.
રાખી જરીક પણ જો અદાવત બતૂલ ની.
 
ક્યા છે હુકુમત? ખાતુને જન્નત ની જોઈ લો.
ખુદ મૌત પણ માંગે છે ઈજાજત બતૂલ ની.
 
પ્યારી નબી ની બેટી પર કેવા સિતમ થયા.
ગમ થી નિઢાલ થઈ ગઈ હાલત બતૂલ ની.
 
રાખી ન લાજ અઝમતે બિન્તે રસુલ ની.
હાયે ઉડાવી તોપ થી તુરબત બતૂલ ની.
 
એ સબ્ર ની મલકા ઉપર લાખો સલામ છે.
જોઈ સબર રડ્યું તુ મુસીબત બતૂલ ની.
 
આ રિઝ્ક પંજેતનનો છે સદકો અને ઉપકાર
અહેસાન માનો છે બધી નેઅમત બતૂલ ની.
 
ઝહેરા નો હક ગસબ કરીને રિઝ્ક ખાવ છો.
લાનત તમારા પર છે લાનત બતૂલ ની.
 
"ઝાકિર"ની આરઝુ છે ખુદા એટલી તુજથી.
મહેશર માં મળી જાય શફાઅત બતૂલ ની.
"ઝાકિર"બાદરપુર



6
મોહિબ ગઝલ રૂપે કરે મિદ્હત બતૂલની,
એના ઉપર થઇ છે ઇનાયત બતુલની.
 
દુનિયાની ઓર કોર છે મિલકત બતુલની,
સમજી શકાય ના કદી અઝમત બતુલની.
 
વાવ્યા છે બીજ એણે હયાના દિલો ઉપર,
ને છે બલંદી પર જો તહારત બતુલની.
 
જેને હુસૈન ઇબ્ને અલીને સતાવ્યા છે,
એના હશે વિરુદ્ધ શિકાયત બતુલની.
 
મહેશરમાં અગર જોશો તમે દીન ના અદુ,
સમજાશે તમને સાચી જલાલત બતુલની.
 
અરકાન દીનના નથી ભૂલ્યા એ દિવસોમાં,
ફાકાકશી માં કપરી છે હાલત બતુલની.
 
આ દીનના અદુએ જુલ્મ એટલા કર્યા,
ગમથી નીઢાલ થઈ ગઈ હાલત બતુલની.
 
તાસીર શું હતી તમારી રોટલીમાં કે,
બોલ્યા ફરિશ્તાઓ કે કરામત બતુલની.
 
બાગે ફીદકને લૂંટનારાને કહીશ હું,
એ બાગ પણ કરે છે ઈબાદત બતુલની.
 
"મોહિબ" લખે છે વસ્ફ જો ઝહરાના નામની,
કિર્તાસ માં થઇ છે ઇનાયત બતુલની.
મહંમદ અલી "મોહિબ"


7
મહેશર મા એને મળશે સફાઅત બતુલ ની
મા બહેનો જે કરે છે ઇતાઅત બતુલ ની.
 
મુફ્તી તું જોઈલે જરા આયત ની શક્લ મા
કુરઆન વર્ણવે છે તહારત બતુલ ની.
 
પરદા થી જ્યારે આવી જશે આખરી ઇમામ
આબાદ ત્યારે થઈ જશે તુરબત બતુલ ની.
 
જેણે મને રડાવી છે મૈયાત મા એ ન હોય
છે આખરી લમહા મા વસિયત બતુલ ની.
 
રહેલત થઈ જયાં એહમદે મુખ્તાર ની પછી
ગમ થી નિઢાલ થઈ ગઈ હાલત બતુલ ની.
 
અક્ષર પછી જ  ઉતરે છે કિરતાસ પર જુઓ
"મોહસીન" કલમ જો લે છે ઇજાઝત બતુલ ની.
"મોહસીન મોમીન"



8
દુનિયા ન સમજી શકશે ફઝીલત બતૂલ ની
મહેશર મો પડશે સૌને જરૂરત બતૂલ ની
 
આવે મલાએકા બની નોકર બતૂલ ના
કુલઆન પણ કરેછે જે ઇજ્જત બતૂલ ની
 
રોટી લેવા ગગન થી ફરિશ્તાઓ આવે છે
દુનિયા સમજ ન પાઇ ફઝીલત બતૂલ ની
 
બાદે નબી સતાવે છે ઉમ્મત નબી ની જે
મળશે નહી કદી તેને જન્નત બતૂલ ની
 
જાહીલો એ જરાય શરમ ના કરી જુ વો
બાગે ફિદક લુટી લીધી દોલત બતૂલ ની
 
અલ્લાહ ઓળખાવેછે કુરઆન મા જુઓ
ત્તહીર ઉત્રી શાન મા આયત બતૂલ ની
 
બાબા ની મોત બાદ જરા પણ ન ચેન છે
ગમ થી નિઢાલ થઇ ગઈ હાલત બતૂલ ની
 
છે ધૂપ ચારે કોર ને માહોલ ગમ નો છે
વિરાન આજ પણ છે અે તુરબત બતૂલ ની
 
આબિદ તુ ગમ બિછાવ જે દિલમા હુસૈન નો
મળશે તને લહદ મા સફાઅત બતૂલ ની
આબિદઅલી નાંદોલીયા... (મેતા)



9
હું શું કરું બયાન           ફઝીલત બતૂલ ની
કુરઆન પણ બતાવે છે અઝમત બતૂલ ની
 
હાજત પુરી કરે તુ ગરીબો ની દ્વાર પર
સૌને મળે એ દર થી સખાવત બતૂલ ની
 
રાખે છે જેઓ બુગ્ઝ નબી ની એ આલ થી
મળશે જગતમા એમને નફરત બતૂલ ની
 
ઝહેરા ની એવી શાન થી વરસે છે રહેમતો
સૌને મળે ભલા એથી નેઅમત બતૂલ ની
 
નાચે ન કેમ ચાંદ સિતારા ગગન ઉપર
ઉજવાય છે ફલક મા વિલાદત બતૂલ ની
 
આંધી તુફાન મા અદુ ગરકાવ થઈ ગયો
કશ્તી તરી ચુકી જે સલામત બતૂલ ની
 
દુનિયા કદી એ એને મિટાવી નહીં શકે
જેના દિલો ઉપર છે હુકુમત બતૂલ ની
 
ઝહરા થકી દુઆ જે માગીએ અમે સદા
એથી મળે જે અમને એ બરકત બતૂલ ની
 
બીન્તે રસૂલ છે જુઓ હરદર્દ ની દવા
મળશે શિફા તુ રાખ અકીદત બતૂલ ની
 
આલે નબી ના દર થી સદા મસ્ત થઈ રહું
વહેંચાય છે ભલા અહી દૌલત બતૂલ ની
 
બાદે નબી થયા હતા ઝુલ્મો અને સિતમ
ગમ થી નિઢાલ થઇ ગઈ હાલત બતૂલ ની
 
આબિદ કરે બયાન હકીકત બતૂલ ની
મહેશર મા મળશે એથી ઝમાનત બતૂલ ની
આબિદ અલી એચ.એમ.



10
khilkat batool ni che ne jannat batool ni
banne jahaan ni badhi milkat batool ni
 
quraan ma lakhi che fazilat batool ni
allah pote khud kare midhhat batool ni
 
mariyam ne haajara kahe azmat batool ni
taazeem khud kare che nabuvat batool ni
 
zahra ni shaan ma ame shu shu bataavata
ne-amat ne rehamato par a azmat batool ni
 
eemaam na darajja o aala na kem hoi
khaadhi chhe rotali o imaamat batool ni
 
haider na ghar thi roti je jannat taraf jati
ambar na maate a hati aayat batool ni
 
bhukhya naa rehshe etale chakki chalaavataa
banne jahaan maate chhe mehnat batool ni
 
aave chhe jaane gaazi na parcham thi ik sada
maatam hussain ni chhe, a barkat batool ni.
 
malyo che jene bas game shabbeer duniya ma
raakho aa saachveene amanat batool ni
 
gharbaar aakhu deen ne arpan kari didhu
chhe ketali buland sakhavat batool ni
 
allah ne kahu have amne bataav tu
viraan rehshe kya sudhi turbat batool ni
 
ummid _NooR_ ni chhe fakat ek maara rab
maà baap saathe thaai ziyarat batool ni
સિરાજ હુસયન નૂર



11
બેટી છે મુસ્તફાની એ કિસ્મત બતુલ ની
સાબિત કરે કુરઆંન ફઝીલત બતુલ ની.
 
જન્નત તો શું કે એની હવા પણ નહી મળે
દિલ માં ન હોય જેમના ઉલ્ફત બતુલ ની.
 
ઝુલ્મો સિતમ કરીને ન આશાઓ રાખતા
મળશે નહી કદીયે શફાઅત બતુલ ની.
 
અલ્લાહ ના હબીબ ને સંદેશ આપજો
ગમ થી  નિઢાલ થઈ ગઈ હાલત બતુલ ની.
 
યા રબ કહે હું સબ્ર હવે શી રીતે કરું
વિરાન આજ પણ છે જો તુરબત બતુલ ની.
 
રિઝવાન દ્વાર સ્વર્ગ ના ખોલો તમે હવે
આવી રહ્યો છુ લઈને ઇજાઝત બતુલ ની.
 
માગેછે નુરી રોટીઓ દ્વારે બતુલ થી
પરવરદિગાર જાણે સખાવત બતુલ ની.
 
ઠેકાણું એમનું છે જહન્નમ ની ખાડ માં
રાખીછે જેણે દિલ માં અદાવત બતુલ ની.
 
બાગે ફીદક છે કોનો એવું જાણવા છતાં
લૂંટી છે કલમાગો એ તે મિલકત બતુલ ની.
 
"આમિર"ની સૌ મુરાદો પુરી થઈ ગઈ જુઓ 
ઘરમાં છે મારા દીકરી  ઈનાયત  બતુલ ની.
હસનઅલી (આમિર) રસૂલપુર


Video

Images

Latest Write Ups

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી ( By નૌશાદ બિજાની in )

30/09/2022

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી
VIEW WRITE UP

અમને મળી નસીબમા નેઅમત ગમે હુસૈન ( By 1. સાદિકઅલી રેવાસીયા 2. નૌશાદ બિજાની 3. આબિદઅલી નાંદોલીયા મેતા in )

23/09/2022

નેઅમત ગમે હુસૈન
VIEW WRITE UP

લુટાવ્યું છે ભર્યું ઘરબાર દીને મુસ્તુફા માટે ( By 1. નૌશાદ બિજાની 2. સાદિક રેવસિયા 3. આબિદઅલી નાંદોલીયા મેતા 4. અહમદઅબ્બાસ ઈમદાદઅલી ભોવણીયા સુરપુર in )

21/09/2022

ફઝલે આલે અબા
VIEW WRITE UP

Pehnaae kaise Aabid, Tujhko kafan Sakeena ( By 1. Naushad Bijani 2. Asmee Kanodari 3. Urooj Gopalpuri 4. Paikar Jalalpuri 5. Bober Nawab 6. Ashfaq kalkatvi in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

સકીના આપના ગમમાં બહુ બેઝાર છે બાબા. ( By નવશાદ બિજાની in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

હશ્ર તક એહસાન માને કરબલા સજજાદ નો. ( By 1. નૌશાદ બિજાની 2. મોહસિન મોમીન અમદાવાદ. 3. સાદિકઅલી રેવાસીયા in )

07/09/2022

Misra by Safdar kharodiya
VIEW WRITE UP

બિંતે ઝેહરા છે ખૂલે સર શામ ના બાઝાર માં. ( By 1. અહેમદ અબ્બાસ (ગણેશપુરા) 2. નવશાદ બિજાની 3. આબિદ અલી એચ મરેડીયા in )

06/09/2022

શામ ના બાઝાર માં.-​ફઝલે આલે અબા
VIEW WRITE UP