શણગારો બધા મોમિનો ઘર બાર રજબ મા.
પયદા છે થયા હયદરે કર્રાર રજબ મા.
જો બીંતે અસદ આવે તો દરવાજો બનુ હું.
કરતી'તી દુઆ કાબા ની દીવાર રજબ મા.
અય ચાંદ નથી તારી જરૂરત હવે અમને.
જો આવી ગયા ચાંદ ના સરદાર રજબ મા.
અય દુશ્મને અહમદ રહો ચેતીને હવે સૌ.
નાઝીલ થઇ અલ્લાહ ની તલવાર રજબ મા.
ખોળા મા અલી ને લઇ ખુશ થાય છે અહમદ.
રોવે છે બધા કુફ્ર ના સરદાર રજબ મા.
વરસાદ થયો ફુલો નો જન્નત થી ઝમીં પર.
ભાઈ ને મળ્યો ભાઇ નો જો પ્યાર રજબ મા.
હયદર ની વિલાદત થી છે આનંદમય ઇમરાન
મલકાય ઉઠયા જાફરે તયયાર રજબ મા.
જૂમે છે મલક જોઇ ને મંઝર આ ખુશી નો.
મૌલા નો કરે છે બધા દીદાર રજબ મા.
નવશાદ ન થાશે કદી રુસવા હવે ઇસ્લામ.
મળ્યો છે મોહમ્મદ ને અલમદાર રજબ મા.
નવશાદ બિજાની
+46 704 852 187
ખુશીયોને લઈ આવે છે તહેવાર રજબમાં,
એક ભાઈ બીજા ભાઈને દે પ્યાર રજબમાં...
કેવી આ ખુશી છે કે છે ખુશીયોની કતારો,
ઉતરે છે અહીં નૂરનો અંબાર રજબમાં...
અલ્લાહના વલીયોનો ઘણો ઝિક્ર થવાનો,
મહેફિલ પછી મહેફિલ છે લગાતાર રજબમાં...
વાતો જો કરું નૂર ની મહેફિલ ને સજાવી,
થઇ જાય ફરિશ્તાઓની ત્યાં હાર રજબમાં...
દિલ ઈશ્કે હકીકીમાં પરોવાય છે એવું,
મનમાંથી હટી જાય બધો ભાર રજબમાં...
થોડીક તો કરી લેજો દુઆ એમના સદકે,
બક્ષાય ઘણાં મોટા ગુનેહગાર રજબમાં...
તકલીફ થશે દૂર ને થઇ જાશે એ સાજો,
મહેફિલમાં જો આવ્યો કોઇ બીમાર રજબમાં...
માસૂમ એ રહેબરની અતાઓની અસર છે,
કેટલાયે થયાં ખુલ્દનાં હકદાર રજબમાં...
શબ્દોના ખજાનાઓ અતા કરજો અય મૌલા,
મિદ્હત કરે છે આપની "મુખ્તાર" રજબમાં...
મુખ્તાર અલી એ મલપરા.