કૈદ માં કરતી તી ફરિયાદ સકિના બાબા.

( By સકિના ની ફરિયાદ

in Fazle-aaleaba )
  • Name:
  • Section:
    Fazle-aaleaba
  • Number of pages:
  • Date Added:
    11/10/2020
કૈદ  માં   કરતી  તી  ફરિયાદ  સકિના  બાબા.

ફઝલે આલે અબા
તરહિ મિસરો....નવશાદ બિજાની
કૈદ  માં   કરતી  તી  ફરિયાદ  સકિના  બાબા.
 
 
1. શબ્બીરઅલી નાંદોલીયા (મેતા)
2. નવશાદ બિજાણી
3. શાકીર અલી વલુડા
4. અસામદી હૈદરઅબ્બાસ આર (રસુલપુર)
5. કાસીમ અલી ભગત.(કઠોર)
6. અસ્મી કાણોદરી
7. આબિદ અલી એચ. મરેડીયા
8. મોહસિન મોમીન અમદાવાદ
9. મહમદ અલી ભટ્ટા (ઇલોલ)
10. આબિદઅલી નાંદોલીયા (મેતા)
11. ફરમાનઅલી મોમિન સાથળવાલા
 
 
ફઝલે આલે અબા
 
 
1
કૈદ  માં   કરતી  તી  ફરિયાદ  સકિના  બાબા.
જખ્મ હૈયામાં ઘણા મુજને છે લાગ્યા બાબા.
 
લોહી   ટપકે  છે  અને   દર્દ  ઘણું   કાનો માં.
કાન માં  બાલીઓ  મારા તો  રહી ના  બાબા.
 
ડર ઘણો લાગે છે અબ્બાસ ચચા ક્યાં છે એ.
શિમ્ર  ધમકાવી  ને  માર્યા  છે  તમાચા  બાબા.
 
ભાઈ અસગરકે ન અકબરકે ન કાસિમ બાકી.
દુઃખો  સહેવાની  હવે  શક્તિ જરા ના  બાબા.
 
લોકો  સદકાઓ ને   ખૈરાતો  ધરે  છે   અમને.
અમને ઔલાદે નબી હાય ન સમજ્યા બાબા.
 
જીવ  ગભરાય મને  ડર ઘણો લાગે અહીંયા.
કૈદ  માં  ચારો  તરફ  ઘોર   અંધારા   બાબા.
 
કોણ છોડાવીને  લઇ જાશે  હવે યશરબ માં.
ભાઈ આબિદતો બિમારી માં ફસાયા બાબા.
 
છે  ખુદા  હાફિઝો  નાસિર  ફુફી  અમ્મા  નો.
જિંદગી  મારી  હવે  બાકી  બચી ના  બાબા.
 
આંખ માં  આંસુ છે "શબ્બીર" લખે નૌહા ને.
એને મહેશર માં અતા કરજો ખજાના બાબા.
શબ્બીરઅલી નાંદોલીયા (મેતા)
 
 
 
 
2
કૈદ મા કરતી તી ફર્યાદ સકીના બાબા.
આવશો કયારે તમે અય મારા વ્હાલા બાબા.
 
આવશો પાછા તમે કહી ને ગયાતા રણ મા
વાયદો અાપી તમે પાછા ન આવ્યા બાબા.
 
દશ્તે કરબલ થી લઈ શામ ના જીંદાન સુધી.
પાર કર્યા છે મુસીબત ના મે દર્યા બાબા.
 
શામ ને કૂફા ના રસ્તાઓ ને બાઝારો મા.
જાલીમોએ મને માર્યા છે તમાચા બાબા.
 
જાય છે પક્ષીઓ માળા મા બધા સાંજ થયે.
આપણે કયારે જશુ પાછા મદીના બાબા.
 
કોઇ અન્સાર નથી કોને કહૂ મારી વ્યથા.
છે દયાહીન બધા ક્રૂર છે દુનિયા બાબા
 
કાનો મા દર્દ છે ને ખૂન છે જારી ત્યાથી.
ગવહરો ખેંચી ગયા જાલિમો મારા બાબા.
 
કૈદ ખાના મા મુસીબત ના કોઈ પાર નથી
છે છવાયેલ બધે વાદળો ગમ ના બાબા.
 
આરઝૂ મારી જીયારત ની છે દિલ મા એના.
પૂરી કરજો તમે *નવશાદ* ની ઈચ્છા બાબા
નવશાદ બિજાણી
 
 
 
 
3
આવે છે મુજને બહુ યાદ મદીના બાબા
કૈદ મા કરતી તી ફરીયાદ સકીના બાબા
 
કોઈ મકતલ થી ચચા જાન ને બોલાવો જરા
મારે છે શીમ્ લઈન મુજને તમાચા બાબા
 
બતાવે કોઈ તો રસ્તો નજફ નો કરબલ માં
કરે છે દશ્ત મા ફરીયાદ હજીના બાબા
 
કાનો થી ટપકે છે લોહી ને ગળા માં છે રસન
દુઃખ ને દર્દ થી ગમગીન છે સકીના બાબા
 
આવે ક્યાંથી હવે નીંદ મુજને ખાક ઉપર
કૈદમાં ક્યાંથી મળે આપનો સીના બાબા
 
મારે છે કોરડા ને ફેકે છે સદકો એ બધા
છુ શહજાદી એ રસૂલ ના સમજ્યા બાબા
 
રોવુ જો કૈદ માં તો આવી ને ડરાવે છે અદુ
થયો એહસાસ કે થઈ ગઈ યતિમા બાબા
 
ના પૂછો કોઈ એ સજ્જાદ થી બીબીયો ની ઝફા
નૌકે નેજા થી લૂંટી ઝાલીમો રીદા બાબા.
 
શાકીર ક્યાં થી લખે ગમ નું એ મંઝર આકા
શામના કૈદ માં રહી ગઈ આપની સકીના બાબા.
શાકીર અલી વલુડા
 
 
 
 
 
4
કૈદ મા કરતી તી  ફરયાદ સકીના બાબા.
ઝાલિમોએ મને માર્યા છે તમાચા બાબા.
 
જુઓને બાબા સફર માં અમારી હાલત ને.
તોક ગરદન માં ને કાંટાળા છે રસ્તા બાબા.
 
આગ કુર્તાને મારા ચાંપી છે ઝાલિમો એ. 
જોઇ ડર લાગે મને શામે ગરીબા બાબા.
 
ભાઇ નો થઇ ગયો  વિરાન એ ઝુલો રણ માં.
દિધા છે ઝાલિમો મુજને ઘણા સદમા બાબા.
 
સૂતા  છે  આબિદે  બિમાર જે એ ખૈમા માં.
જુઓ આવીને જલાવ્યા છે એ ખૈમા બાબા.
 
યાદ આવે છે એ આશુર નુ મંજર  મુજને.
બે કફન કરબલામાં જોઇ છે લાશા બાબા.
 
લુટી ચાદર  અમારી  શામ ના બજારો  માં.
ને કર્યા છે અમારા ખુલ્લા એ ચહેરા બાબા.
 
બોલી બાબા થી સકિના તમારા ગમ માં એ.
જુઓ *હૈદર* ના છે પોશાક એ કાળા બાબા.
અસામદી હૈદરઅબ્બાસ આર (રસુલપુર)
 
 
 
 
 
5
યાદ આવે છે તમારા એ જમાના બાબા.
આપના ગમ માં તો તડપે છે સકીના બાબા.
 
આપ આવી ને મને સીને લગાવો ને જરા.
કૈદ મા કરતી તી ફરિયાદ સકીના બાબા.
 
કાન થી લોહી અને આંખ થી આંસુ નીકળે.
શિમ્ર આવી ને મને મારે તમાચા બાબા.
 
હું તો શેહઝાદી છુ સય્યદ છુ અલી ના ઘર ની.
મારી અઝમત ને સિતમગર ના સમજ્યા બાબા.
 
ભાઈ પર જુલ્મો સિતમ જોય બધા રોવે છે.
પીઠ પર ખાય છે જાલીમ ના એ કોરડા બાબા.
 
આખરી સાંસ લીધી કૈદ માં રડતા રડતા.
છોડી દુનિયા ને ગયી કેહતી એબાબા બાબા.
 
કૈદખાના મા એ બીબી ની સદા છે"કાસીમ".
આજ પણ તડપે છે ઝીંદા મા યતીમા બાબા.
કાસીમ અલી ભગત.(કઠોર)
 
 
 
 
6
આવો એક વાર યતીમા ના અય બાબા બાબા.
કૈદ માં કરતી'તી ફરિયાદ સકીના બાબા.
 
પસલીયા ઝખ્મી છે આંખો માં નથી અજવાળા.
થઈ ગયી તારી સકીના તો ઝઈફા બાબા.
 
સૌ કોઈ આવી ને મારે છે વધારે મુજને.
તારી બેટી છું એ જાણી ને તમાચા બાબા.
 
દાદી ઝહરા નો ના હટ્યો તો હાથ પહેલું થી.
મારા ગાલો થી ના હું હાથ હટાવ્યા બાબા.
 
છું હું બેચૈન ઘણી કૈદ ના અંધારા માં.
યાદ આવે છે મને મારા એ કાકા બાબા.
 
કોઈ માંગે છે કનીજી માં કોઈ મારે છે.
કોઈ ફેંકે છે મને દૂર થી સદકા બાબા.
 
હું તો છું ચાર વરસ ની ને યતીમા પણ છું..
શુ નથી કોઈ મને આપે દિલાસા બાબા..?
 
વિચાર આવે છે શું તેઓ ને ઔલાદ નથી.?
આવી ને આપે મને જેઓ છે સદમા બાબા.
 
આખરી રાત છે દુખીયા ની હવે લાગે છે.
આઓ જલ્દી થી મને અહીંયા થી લેવા બાબા.
 
મૌત ની હીંચકી છે આબીદ છે અંધારું છે.
કબ્ર માં કઈ રીતે દફનાઉ સકીના બાબા.
 
એવા લખ્યા છે સકીના ના મસાયેબ "અસ્મી".
રાઝી બસ થાય સકીના ના એ પ્યાસા બાબા.
અસ્મી કાણોદરી
 
 
 
 
7
કૈદ   મા  કરતી    તી ફરયાદ  સકીના  બાબા
ઘાવ દિલ પર ઘણા લાગ્યા છે હમેશા બાબા
 
રોઇને કેહતી રહી બાલી સકીના બાબા
મારે  છે શિમ્ર  મને ખૂબ  તમાચા બાબા
 
નૈન થી  વર્સે  છે   ધારાઓ સદા આંસુ ની
જ્યારે પણ યાદ મને આવે છે કાકા બાબા
 
હાથ  કોઈ નથી  ફેરાવતું  મારા  સર પર
ગમઝદા આપની બેટી છે યતીમા બાબા
 
યાદ માં મરતી રહી છું હું સદા અકબર ની
કેમ  સુગરા ને  તમે લેવા ન આવ્યા બાબા
 
શામો કૂફા મા કરી એહલે હરમ ને રુસવા
જાલિમોએ છે સિતમ ખૂબ ગુઝાર્યા બાબા
 
વાંક શું મારો છે એ કોઈ મને કેહતું નથી
દૂર થી  મારી રહ્યા  છે મને પથરા બાબા
 
વ્હાલ કરતી થી બહન જ્યારે મને બચપણ માં
યાદ   આવે છે  મદીના માં એ સુગરા બાબા
 
અય ચચા આવી ખબર પૂછો જરા બહેનો ની
બે રિદા ઝાલિમો  એ અમને  છે  કર્યા બાબા
 
અર્જ આબિદ ની હમેંશા છે ખુદા થી એવી
કે કયામત  સુધી  મૌલા  રહે  મારા બાબા
આબિદ અલી એચ. મરેડીયા
 
 
 
 
8
જાઉં યસરબ હું, છે આ મારી તમન્ના બાબા
રાહ ત્યાં જોતી હશે આપની સુગરા બાબા.
 
નામ થઈ ક્યાં હવે કોઈ મને બોલાવે છે
કોઈ કૈદી કહે છે કોઈ યતીમા બાબા.
 
કેમ ચાલ્યા છે અમે , કહેવું ઘણું મુશ્કિલ છે
ભર્યા કાંટા થી હતા શામ ના રસ્તા બાબા.
 
એ નથી જાણતા કે આલે મોહંમદ છે અમે
શામિયો ફેંકે છે સદકા તણા ખુરમા બાબા.
 
કૈદખાનુ છે ઘણું તંગ ને તારીકી ઘણી
કૈદ મા કરતી તી ફરિયાદ સકીના બાબા.
 
રોઝે આશુર થી અહીં શામ ના ઝીંદાન સુધી
આંખ થી જારી રહ્યા અશ્ક ના દરિયા બાબા.
 
મોત જો આવશે ઝીંદાન માં મારી બાબા
કાફલો જાશે વતન રહીશ હું તન્હા બાબા.
મોહસિન મોમીન અમદાવાદ
 
 
 
 
 
9
કૈદ  મા  કરતી  તી  ફરયાદ  સકીના  બાબા
શામ  માં  આજે નથી  કોઈ  સહારા  બાબા 
 
ભાઈ મારા તો ન અકબર છે ન અસગર હાયે 
કોને  ફરયાદ  કરે  રણ મા  સકીના  બાબા     
 
ચાદરો  સર  થી  લુટી  જુલ્મ  કરે  જાલીમો   
શીમ્ર  મારે  છે  મને ગાલે તમાચા  બાબા  
 
શાહ  ની  લાશ  ને  જોઈ    સકીના  બોલી 
લૂટવા આવે છે ખેમા ઓ અમારા  બાબા  
 
ભાઈ અકબર ને કહો રાહ જુવે છે સુગરા 
કોણ  જાશે  હવે  કરબલ  થી  મદીના બાબા  
 
રાહ મા આલે નબી ને બે રિદા લાવે છે   
જાણતા કેમ નથી હાયે તે રૂતબા બાબા    
 
લાશ કાકા ની જો દરિયા થી ન આવી પાછી 
આવશે  કોણ  સકીના  ને  બચાવા બાબા 
મહમદ અલી ભટ્ટા (ઇલોલ)
 
 
 
 
 
10
કૈદ મા કરતી તી ફરયાદ સકીના બાબા
શિમ્ર શૈતાન મને મારે તમાચા બાબા
 
ઊંધ આવે નહિ ઝીંદાન માં મુજને બાબા
આવી  છોડાવી  ને લૈ જાવો મદીના બાબા
 
હતી ઉમ્મીદ કે અસગર ને રમાડું હર પલ
કિન્તુ તકદીર તો દેખાડી છે લાશા બાબા
 
બેટી બાગી ની કહી મારે સતાવે આદા
કોને ફરિયાદ કરુ હાય ન કાકા બાબા
 
કુરતો સળગે છે લહૂ કાનથી પણ જારી છે
ઘોર અંધાર છે ને શામે ગરીબા બાબા
 
ભાઇ સજ્જાદ નિહાળે છે મને જ્યારે પણ
સર જુકાવી ને કહે  હાય સકીના બાબા
 
પથ્થરો ફેકે છે અહેમદ ના ધરાના ઉપર
ગર્મ પાણી તો કોઈ ફેકે છે સદ્કા બાબા
 
કૈદ ખાના થી સકીના ની સદા છે"આબિદ"
તેડવા જલ્દ મને આવો ને મારા બાબા
આબિદઅલી નાંદોલીયા (મેતા)
 
 
 
 
 
11
આવજો જલ્દ મને લેવા ઓ પ્યારા બાબા,
કૈદ માં કરતી તી ફરિયાદ સકીના બાબા.
 
કરબલા થી લઇને શામ સુધી હાલ જુઓ,
ચાર વર્ષે હું બની ગઈ છું ઝઈફા બાબા.
 
શામ ને કૂફા ના રસ્તાઓ ને બાઝારો માં,
જાલીમો એ મને માયાઁ છે તમાચા બાબા.
 
કૈદખાના ની મુસીબત ને યતીમી બાબા,
દુઃખ દર્દ થી છું ગમગીન હઝીના બાબા.
 
કોઈ માંગે છે કનીજી માં મને જોઈને,
કોઈ ફેંકે છે સદકા ની ખજૂરો બાબા.
 
આંખ થી વરસે છે અશ્રુ તણી ધારા ત્યારે,
યાદ આવે છે મને જ્યારે હા કાકા બાબા.
 
કૈદખાના મા સકીના ની છે 'ફરમાન' સદા,
આવો એકવાર યતીમા ના બાબા બાબા.
ફરમાનઅલી મોમિન સાથળવાલા

Video

Latest Write Ups

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી ( By નૌશાદ બિજાની in )

30/09/2022

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી
VIEW WRITE UP

અમને મળી નસીબમા નેઅમત ગમે હુસૈન ( By 1. સાદિકઅલી રેવાસીયા 2. નૌશાદ બિજાની 3. આબિદઅલી નાંદોલીયા મેતા in )

23/09/2022

નેઅમત ગમે હુસૈન
VIEW WRITE UP

લુટાવ્યું છે ભર્યું ઘરબાર દીને મુસ્તુફા માટે ( By 1. નૌશાદ બિજાની 2. સાદિક રેવસિયા 3. આબિદઅલી નાંદોલીયા મેતા 4. અહમદઅબ્બાસ ઈમદાદઅલી ભોવણીયા સુરપુર in )

21/09/2022

ફઝલે આલે અબા
VIEW WRITE UP

Pehnaae kaise Aabid, Tujhko kafan Sakeena ( By 1. Naushad Bijani 2. Asmee Kanodari 3. Urooj Gopalpuri 4. Paikar Jalalpuri 5. Bober Nawab 6. Ashfaq kalkatvi in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

સકીના આપના ગમમાં બહુ બેઝાર છે બાબા. ( By નવશાદ બિજાની in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

હશ્ર તક એહસાન માને કરબલા સજજાદ નો. ( By 1. નૌશાદ બિજાની 2. મોહસિન મોમીન અમદાવાદ. 3. સાદિકઅલી રેવાસીયા in )

07/09/2022

Misra by Safdar kharodiya
VIEW WRITE UP

બિંતે ઝેહરા છે ખૂલે સર શામ ના બાઝાર માં. ( By 1. અહેમદ અબ્બાસ (ગણેશપુરા) 2. નવશાદ બિજાની 3. આબિદ અલી એચ મરેડીયા in )

06/09/2022

શામ ના બાઝાર માં.-​ફઝલે આલે અબા
VIEW WRITE UP

કૈદ માં કરતી તી ફરિયાદ સકિના બાબા. ( By સકિના ની ફરિયાદ in Fazle-aaleaba )

11/10/2020

સકિના ની ફરિયાદ
VIEW WRITE UP