Khake shifa (gujarati mushaira)

( By Fazle aale aba

in Mushyera )
  • Name:
  • Section:
    Mushyera
  • Number of pages:
  • Date Added:
    06/01/2019
Khake shifa (gujarati mushaira)

*સલામુન અલયકુમ*
*🌹ફઝલે આલે અબા🌹*
 
તરહી મીસરો 
*કબ્ર મા સાથે ખાકે શિફા જોઇએ*
 
કાફીયો.... *શિફા*
રદીફ....... *જોઇએ*
 
*બહેર*
*ગાલગા ગાલગા ગાલગા ગાલગા*
 
મીસરો.. *નવશાદ બીજાની.*
*🌹ફઝલે આલે અબા🌹*
➖➖➖➖➖➖➖

 
       بِسْمِ  اللّٰهِ   الرَّحْمٰنِ   الرَّحِيْمِ 
 
1. *અસામદી હૈદરઅબ્બાસ આર - રસુલપુર*
ઝિક્રે હૈદર ની' મારે સના જોઇઅે.
કબ્ર મા સાથે' ખાકે શિફા જોઇઅે.
 
આશરો આ હદયને' અલી નો સદા.
રોજ મુજને અલી નો' બુકા જોઇયે.
 
કોઇ ખાલી ગયો ના' દ્વારે અલી થી.
અેજ દર ની મને પણ' દયા જોઇયે.
 
આફતો થી સદા દુર' રહેવા ના માટે.
દિલ મા શેરે ખુદા ની' વિલા જોઇઅે.
 
જે રાખે દિલો મા' બુગ્જે અલી તો.
નારે હૈદર લગાવિ' બાળવા જોઇયે.
 
અારજુ અેક મૌલા ના' દર ની મને.
આપના દર ની જીવને' કઝા જોઇયે.
 
આંખ થી આસુંઅો ને' ગમે શેહ મા.
નીકળે અેવીજ મુજને' દુવા જોઇઅે.
 
છોડિને આજ જગની' બધી દોલતો.
કરબલા ની હવે બસ' હવા જોઇઅે.
 
ટાંકવા માટે શબ્દો' શાને અલી માં.
*હૈદર* ની કલમ ને' મજા જોઇઅે.
*અસામદી હૈદરઅબ્બાસ આર - રસુલપુર*
➖➖➖➖➖➖➖➖➖
 


2. *શબ્બીરઅલી નાંદોલીયા - મેતા*
દિલમાં મૌલા અલીની વિલા જોઈએ.  
કબ્ર માં સાથે ખાકે શિફા જોઇએ. 
 
કર્યુ સર્જન જગતમાં અમારૂ અહી.
સૌપ્રથમ કરવી રબની સના જોઇએ. 
 
ઉતર્યો જેના ઉપર છે સૂરએ દહર.
પૈરવી એની કરવી સદા જોઈએ. 
 
કરબલા ના હુસૈની જવાનોની જેમ.
જંગ કાજે હકીકી વફા જોઇએ.
 
સાથ સાયો બનીને રહે હરઘડી.
સાથ ગાજીના જેવો સદા જોઈએ. 
 
સત્ય બોલે હજારોની મહેફિલ મહી.
સાનીએ ફાતેમાની ઝુબા જોઇએ. 
 
રાખે હર હાલમાંજો ખુદા પણ છતાં. 
શુક્ર કરવો ખુદાનો અદા જોઈએ. 
 
હશ્રમાં ચાહે "શબ્બીર "શફાઅત અગર.
આલે એહમદ ની તુજને દુઆ  જોઈએ.
*શબ્બીરઅલી નાંદોલીયા - મેતા*
➖➖➖➖➖➖➖➖

 


3. *ઝાકિર હુસૈન વી.સૂણસરા*
જામ કૌસર નો જેને પીવા જોઈએ.
એને કરવી અલીની સના જોઈએ
 
બાદ માં જાશું જન્નતમાં અય મોમીનો,
પહેલા કરબોબલા ની હવા જોઈએ.
 
શાયરી જે લખે છે અલીની સદા,
આપવી તેને દિલ થી દુવા જોઈએ.
 
જેઓ હૈદર ને જોયા કદાપિ નથી,
તેને જોવા વફા ના ખુદા જોઈએ.
 
રોશની કરવા માટે અઝાદારો ને,
કબ્ર માં સાથે ખાકે શિફા જોઈએ.
 
હોય સામે જો દુશ્મન તો ડરવાનું નઇ,
યાદ નાદે અલી ની સદા જોઈએ.
 
બોલ્યા હૈદરને આપી અલમ મુસ્તૂફા,
પેલા મરહબ ની આજે કઝા જોઈએ.
 
જંગ ખૈબરનો જોઈ ને બોલ્યા નબી,
જુઓ હૈદર ના જેવી છટા જોઈએ.
 
જ્યારે મહેફિલમાં ઝાકિર પઢે શાયરી,
નારા હૈદર ની ત્યારે સદા જોઈએ.
*ઝાકિર હુસૈન વી.સૂણસરા*
➖➖➖➖➖➖➖➖
 


4. *નવશાદ બીજાણી*
જીંદગી મા ગમે કરબલા જોઇએ.
ફાતેમા ની હમેંશા દુઆ જોઇએ.
 
રબ કહે છે કે જન્નત મા દાખલ થવા.
દિલ મા શેરે ખુદા ની વિલા જોઇએ.
 
ચંદ્ર જેવી મળે ચાંદની એટલે.
કબ્ર મા સાથે ખાકે શિફા જોઇએ.
 
દૂર બન્ને જગત ની બલાઓ થશે.
દિલ મા બસ હબ્બે મુશ્કિલ કુશા જોઇએ.
 
હોય બીમાર કોઈ તો એને ફકત.
બસ જરી ના અલમ ની હવા જોઇએ.
 
ખુદ હંસી ને રડાવી દિએ ફૌજ ને.
એવા મયદાન મા સૂરમા જોઇએ.
 
દુશ્મને અાલે એહમદ જશે નર્ક મા.
સ્વર્ગ માટે અલી ની રજા જોઇએ.
 
આંસુ મોતી બને જયાં અઝાદાર ના.
બેસવા એવી ફર્શે અઝા જોઇએ.
 
મારે નવશાદ જન્નત નથી જોઇતી.
બસ ફકત ફાતેમા ની અતા જોઇએ.
*નવશાદ બીજાણી*
➖➖➖➖➖➖➖➖
 


5. *મોહસીન મોમીન - અમદાવાદ*
જામે કવસર મને સાકિયા જોઈએ
વાદી એ ખુલ્દ ની બસ ફિઝા જોઈએ.
 
હોઠ પર પંજેતન ની.સના જોઈએ
મારી મુશ્કિલ મા મુશ્કિલ કુશા જોઈએ.
 
કરબલા ની ઝિયારત છે આસાન પણ
દિલ મા હસરત અને કામના જોઈએ.
 
મારા શબ્બીર ના ગમ મા જેઓ રડ્યા
બોલી ઝેહરા કે જન્નત જવા જોઈએ.
 
ગાઢ અંધકાર માં રોશની ના લીધે
કબ્ર મા સાથે ખાકે શિફા જોઈએ.
 
સૈયદા ની કનીઝી નો છે શોખ તો
બહેન આંખો માં  પહેલે હયા જોઈએ.
*મોહસીન મોમીન - અમદાવાદ*
➖➖➖➖➖➖➖➖
 


6. *મંઝુર હુસૈન કોજર - હૈદરપુરા*
જો મોહમ્મદ ની તારે દુવા જોઈએ..
કબ્ર માં સાથે ખાકે શિફા જોઈએ..
 
દૂર થૈ જાશે તારી બલાઓ બધી
તારા લબ પર અલી ની સદા જોઈએ..
 
જંગે  ખૈબર અગર જીતવી હોય તો
એના માટે ફકત મુરતઝા જોઈએ..
 
જેમ બીમાર અાપે છે સૌને શિફા.
એવી મોમીન ના દિલ માં દયા જોઈએ..
 
કરબલા ની મુસીબત કરે જે બયાં
ગમ ના લબ પર એવા મરસિયા જોઈએ..
 
લખશે *મંઝુર* હર દમ અલી ના કલામ 
બસ એને દિલ થી સૌની દુવા જોઈએ..
*મંઝુર હુસૈન કોજર - હૈદરપુરા*
➖➖➖➖➖➖➖➖
 


7. *તાહેરઅબ્બાસ એમ. સુણસરા*
સૌને દિલમાં અલીની વિલા જોઇએ.
જીંદગીમાં ખુદાની રઝા જોઇએ.
 
મુન્તઝર સૌ અમે મેહદીના ખુદા;
એમના છાવ નીચે જગા જોઇએ.
 
ખુમમાં મુસ્તફાને  થયો હૂક્મ કે;
મુર્તઝા દીનના  પેશવા જોઇએ.
 
જંગે ખૈબર હતો ને નબીએ કહ્યું;
જીતવા માટે શેરે ખુદા જોઇએ.
 
લાવજો ખાક-એ-કરબલા ઝાઇરો;
કબ્રમાં સાથે ખાકે શિફા જોઇએ.
 
અય ફદકના લુટેરો જશો ક્યાં તમે;
ખુલ્દમાં ફાતેમાની રજા જોઇએ.
 
અય ખુદાયા છે *તાહેર* ની કામના;
કરબલા મોત પહેલા જવા જોઇએ.
*તાહેરઅબ્બાસ એમ. સુણસરા*
➖➖➖➖➖➖➖➖
 


8. *મૌલવી અકબર અલી ખણુશિયા - સુરપુર*
મુજને ઝહરા ના ઘરની દુઆ જોઇએ
ખુલ્દમાં એક અનોખી જગા જોઇએ
 
કર ઉઠાવીને અલ્લાહ થી સવ કહે
મુજને કરબોબલા ની ગિઝા જોઇએ
 
નામે હૈદર થી મારી તળે મુશ્કિલો
હર ગડી યા અલી ની અતા જોઇએ
 
રુબરુ જો ખુદાથી થવું હોય તો
સજદા ગા પર તો ખાકે શિફા જોઇએ
 
બિન્તે હૈદર નો છે ઔરતો ને પયામ
હર ઘડી માથા ઊપર રીદા જોઇએ
 
ગુણ સખાવત ના જો પામવા હોય તો
સૌના હૈયા મહી નમ્રતા જોઇએ
 
ઇશ્કે હૈદર મા અકબર પઢે મનકબત
શાયરી લખતા લખતા કઝા જોઇએ
*મૌલવી અકબર અલી ખણુશિયા - સુરપુર*
➖➖➖➖➖➖➖➖
 


9. *આબિદઅલી નાંદોલીયા  - મેતા*
યા ખુદા મારે તારી દયા જોઈયે
કબ્ર મા સાથે ખાકે શિફા જોઇએ
 
મારા દિલમો તમન્ના નથી ખુલ્દ ની
મારે દીદારે શેરે ખુદા જોઈએ 
 
મુશ્કેલો દૂર કરવા ને હોઠો ઉપર
નારા નાદે અલી ના સદા જોઇએ 
 
આવશે મૌત સોને એ નકકી છે પણ
એની પહેલા જવુ કરબલા જોઈએ 
 
મોકા સર્વો ને મલતા રહ્મા જંગ મા 
પણ ફતેહ કરવા શેરે ખુદા જોઇએ 
 
કર ઇબાદત તુ"આબિદ"ભલે ઉમ્ર ભર
પણ રિયા એ ઇબાદત મા ના જોઇએ
*આબિદઅલી નાંદોલીયા  - મેતા*

 




10. Nazarabbas Momin
ગંદગી કોઈ કા'બા માં ના જોઈએ
મોમીનો ના હૃદય પારસા જોઈએ
 
જાશો કરમાઈ દિલ તોડી મા બાપ નું
ઝાડ ના મૂળ ના કાપવા જોઈએ
 
કામ કરવા પડે નેક અય દોસ્તો
આપના થી જો રાઝી ખુદા જોઈએ
 
ફાતેમાં ની કનીઝી ના દાવા નહિં
બીબી કિરદાર ફિઝ્ઝા સમા જોઈએ
 
આવે જો મુસ્તુફા ને કદી તાવ તો
ઓઢવા ફાતેમાં ની રીદા જોઈએ
 
ગોર અંધાર છે કબ્ર ની સલ્તનત
રોશની કાજે ફર્શે અઝા જોઈએ
 
કરબલા ની મળે ખુશ્બુ લોબાન થઈ
કબ્ર માં સાથે ખાકે શિફા જોઈએ
 
રીત આ છે મહોબ્બત ની સાચી "નઝર"
ઇશ્કે હૈદર માં દિલ ડૂબવા જોઈએ
Nazarabbas Momin

Video

Latest Write Ups

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી ( By નૌશાદ બિજાની in )

30/09/2022

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી
VIEW WRITE UP

અમને મળી નસીબમા નેઅમત ગમે હુસૈન ( By 1. સાદિકઅલી રેવાસીયા 2. નૌશાદ બિજાની 3. આબિદઅલી નાંદોલીયા મેતા in )

23/09/2022

નેઅમત ગમે હુસૈન
VIEW WRITE UP

લુટાવ્યું છે ભર્યું ઘરબાર દીને મુસ્તુફા માટે ( By 1. નૌશાદ બિજાની 2. સાદિક રેવસિયા 3. આબિદઅલી નાંદોલીયા મેતા 4. અહમદઅબ્બાસ ઈમદાદઅલી ભોવણીયા સુરપુર in )

21/09/2022

ફઝલે આલે અબા
VIEW WRITE UP

Pehnaae kaise Aabid, Tujhko kafan Sakeena ( By 1. Naushad Bijani 2. Asmee Kanodari 3. Urooj Gopalpuri 4. Paikar Jalalpuri 5. Bober Nawab 6. Ashfaq kalkatvi in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

સકીના આપના ગમમાં બહુ બેઝાર છે બાબા. ( By નવશાદ બિજાની in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

હશ્ર તક એહસાન માને કરબલા સજજાદ નો. ( By 1. નૌશાદ બિજાની 2. મોહસિન મોમીન અમદાવાદ. 3. સાદિકઅલી રેવાસીયા in )

07/09/2022

Misra by Safdar kharodiya
VIEW WRITE UP

બિંતે ઝેહરા છે ખૂલે સર શામ ના બાઝાર માં. ( By 1. અહેમદ અબ્બાસ (ગણેશપુરા) 2. નવશાદ બિજાની 3. આબિદ અલી એચ મરેડીયા in )

06/09/2022

શામ ના બાઝાર માં.-​ફઝલે આલે અબા
VIEW WRITE UP

Khake shifa (gujarati mushaira) ( By Fazle aale aba in Mushyera )

06/01/2019

Qabr ma saathe khaake shifa jioye
VIEW WRITE UP