અઝાદારો કરો માતમ શહાદત ફાતેમાની છે

( By Fazle ale aba

in Fazle-aaleaba )
  • Name:
  • Section:
    Fazle-aaleaba
  • Number of pages:
  • Date Added:
    12/02/2019
અઝાદારો કરો માતમ શહાદત ફાતેમાની છે

અયયામે ફાતેમિયાહ
 
મુશાયેરો: ફઝલે આલે અબા .
 
મિસરો: અઝાદારો કરો માતમ શહાદત ફાતેમાની છે
 
તરહી મિસરો બાય નવશાદ બીજાની.
 
 
 
 
1. અકબરહુસૈન"અકબર"(કાકોશી).
2. નવશાદ બીજાની
3. ઝાકિર હુસૈન વી.સૂણસરા
4. મોહસીન મોમીન.
5. અસામદી હૈદરઅબ્બાસ આર(રસુલપુર)
6. કામીયાબ અલી (કાકોશી)
7. અબ્બાસઅલી નૂરભાનજે મસ્તાન
8. વફા મહેરપુરી
9. શબ્બીરઅલી નાંદોલીયા (મેતા)
10. નઝરઅબ્બાસ મોમીન
11. તાહેરઅબ્બાસ એમ. સુણસરા
12. મૌલવી અકબરઅલી ખણુશીયા (સુરપુર)
13. મંઝુર હુસૈન કોજર (હૈદરપુરા)
14, Jawad Master હકીર
15. માણસિયા અબ્બાસઅલી એચ.
16. મુખ્તાર અલી એ મલપરા..
17. નૌહાખ્વાન :- ખાદીમહુસૈન નાંદોલીયા મેતા
18. અહેમદ અબ્બાસ (ગણેશપુરા)


 
1. અકબરહુસૈન"અકબર"(કાકોશી).
જમાનાથી જમાનામાં સદાકત ફાતેમાની છે
બધા આલમ ઉપર તો બસ ઇજારત ફાતેમાની છે
 
એ રોટી પામવા માટે ફરિશ્તાઓ જમીં પર છે
કેવી આલા દરજ્જાની સખાવત ફાતેમાની છે.
 
જે મરજી ફાતેમા ની તે નબીની તે ખુદાની છે
ખુદાઈ જ્યાં ખુદાની ત્યાં હુકુમત ફાતેમાની છે.
 
નાબીની લાડલી દરબારમાં હક માંગવા આવી
ફિદક નો બાગ એહમદનો વિરાસત ફાતેમાની છે.
 
બધા બેઠાં છે દરબારી નબીજાદી ઉભા વચમાં
દુઃખદ મંજર છે જો કેવી એ ગુરબત ફાતેમાની છે
 
અલી,હસનૈન,ઝૈનબ પર પડી કેવી મુસીબત છે
અઝાદારો કરો માતમ શહાદત ફાતેમાની છે
 
ચરિંદાઓ પરિંદાઓ પહાડો ને જમીનો સૌ
જગત આખુંય ગમમાં છે શહાદત ફાતેમાની છે
 
કે જ્યારે આવશે મહદી બનાવાના ફરી રોઝો
બકી માં છે પડી વિરાન તુરબત ફાતેમાની છે
 
પૂછેજો આ જમાનો તો ફકત બોલે છે આ "અકબર"
કલમ જે ચાલે છે મારી ઈનાયત ફાતેમાની છે
અકબરહુસૈન"અકબર"(કાકોશી).
 
 
 
2. નવશાદ બીજાની
બહિશ્તો ખુલ્દ ને ફિરદોસો જન્નત ફાતમિ ની છે.
નબી સન્માન આપે એવી હુરમત ફાતેમા ની છે.
 
નથી મરયમ કે હવ્વા નો જગત મા મર્તબો એવો.
કે જેવી બન્ને આલમ મા ફઝીલત ફાતેમા ની છે.
 
ફરિશ્તા જેના ઘર ના બારણે આવી ને કેહતા'તા.
હુ અંદર થાવ દાખલ? શુ ઇજાઝત ફાતેમા ની છે?
 
*હયા* અણમોલ અલંકાર ઓરતો માટે છે દુનિયા મા.
આ સુંદર વાણી *ખાતૂને કયામત* ફાતેમા ની છે.
 
છે સાચા એજ આશિ‍ક મુસ્તફા ના માનવા વાળા.
કે જેના દિલ મહી નૂરાની ઉલ્ફત ફાતેમા ની છે.
 
કલમ *નવશાદ* મારી શુ લખી સકશે સના એની.
અરે આ તો ફકત નઝરે ઇનાયત ફાતેમા ની છે.
નવશાદ બીજાની
 
 
 
 
નવશાદ બીજાની
છે મુશ્કિલ  વર્ણવી એવી મુસીબત ફાતેમા ની છે.
રડે છે બાપ પર કમઝોર હાલત ફાતેમા ની છે.
 
ગુજારે છે સિતમગર ઝુલ્મ ને બાળી રહ્યા  છે ઘર.
નબી ના બાદ કેવી હાય ગુરબત ફાતેમા ની છે.
 
બદન ઊપર પછાડયો બળતો દરવાજો લઈનો એ
સીતમ આ જોઈ ને ગમગીન ઇતરત ફાતેમા ની છે.
 
થઈ મોહસિન ની રેહલત જન્મ પહેલા હાય રે ગુરબત.
મળી ગઇ ખાક મા હર એક હસરત ફાતેમા ની છે.
 
જનાજો ઘર ની બાહર અડધી રાતે કાઢજો મારો.
અલી મુસ્કિલ કુશા ને આ વસીયયત ફાતેમા ની છે.
 
લગાવી છાતી થી હસનયન ને કુલસૂમો ઝયનબ ને.
દિલાસો દઇ કહે છે થાય રહલત ફાતેમા ની છે.
 
અજબ નવશાદ બચ્ચાઓ ની મા ના ગમ મા છે હાલત.
અઝાદારો કરો માતમ શહાદત ફાતેમા ની છે.
નવશાદ બીજાની
 
 
 
 
3. ઝાકિર હુસૈન વી.સૂણસરા
કલમથી જે લખું આજે ફજીલત ફાતેમા ની છે.
જમીનો આસમાનો પર હુકુમત ફાતેમા ની છે.
 
સીરાતે મૂસ્તકિમ પરથી કહીને પાર થઈ જાશું,
ખુદા દિલમાં અમારા જો મુવદ્દત ફાતેમા ની છે.
 
લુટેરો ચોર ફીદક ના કયામતમાં જરા જોજે,
ખુદા કહેશે નથી મારી અદાલત ફાતેમા ની છે.
 
ફરીશ્તાઓ જેના દરપર સવાલી થઈને આવે છે,
જગતમાં જો કેવી આલા સખાવત ફાતેમા ની છે.
 
ઉઘાડી દ્વાર જન્નત ના ફરીશ્તાઓ બધા કહેશે,
પ્રવેશી લો અઝાદારો ઈજાજત ફાતેમા ની છે.
 
બુલંદી પર ચડી જઇને મુકદ્દર હુર નુ બોલ્યું,
મળી છે હુર ને જે પણ ઈનાયત ફાતેમા ની છે.
 
નીહાળે છે જમાના ને હીજાબે ગૈબથી આજે,
નીશાની ફાતેમાની તે અમાનત ફાતેમા ની છે.
 
રડ્યા હસનૈન હૈદર ને જનાબે ઝયનબો કુલસુમ,
અઝાદારો કરો માતમ શહાદત ફાતેમા ની છે.
 
ઝુકાવી સર અદબ સાથે કહે છે એટલું "ઝાકિર",
ખુદાયા જો ઘણી વિરાન તુરબત ફાતેમા ની છે.
ઝાકિર હુસૈન વી.સૂણસરા
 
 
 
 
4. મોહસીન મોમીન. અમદાવાદ.
કલમ ગમગીન છે કેવી મુસીબત ફાતેમા ની છે.
આઝાદારો કરો માતમ શહા દત ફાતેમા ની છે.
 
કયામત નો દિવસ છે આ મુસીબત ની ઘડી આ છે
નબી ના બાદ ઘર થી પહેલી રૂખસત ફાતેમા ની છે.
 
અલી સાથે છો રાતો ની ઈબાદત મા તમે શામિલ
અલી ને ફખ્ર છે એવી ઈબાદત ફાતેમા ની છે.
 
ફિદક ને લૂંટવા વાળા નથી સંસાર માં બાકી
હજુ પણ આલ દુનિયા મા સલામત ફાતેમા ની છે.
 
ગમે શબ્બીર માં રડવાને ના કહેજો કોઈ બિદઅત
નબી ની છે અલી ની છે આ સુન્નત ફાતેમા ની છે.
 
ફિદક છીન્યો ના હોતે હાથ ફેલાવી ને જો કહેતે
તો દેતે દાન મા એવી સખાવત ફાતેમા ની છે.
 
ખુદા કહેશે ગમે સરવર મા રડવાનો છે આ બદલો
હવે જન્નત મા જા "મોહસીન" ઈજાઝત ફાતેમા ની છે.
મોહસીન મોમીન. અમદાવાદ.
 
 
 
5. અસામદી હૈદરઅબ્બાસ આર(રસુલપુર)
ઘરોમાં પણ અમારા અેજ બરકત ફાતેમાની છે;
અલી જેવી બુલંદ તર સખાવત ફાતેમાની છે:
 
કરી લો આેરતો પરદો સદા અે ના મહેરમ થી;
કરી લેજો અમલ અેવી હિદાયત ફાતેમા ની છે;
 
ફરીશ્તાઅો લહદમાં કંઇ પુછેજો સવ‍ાલો તો;
જવાબો માં કહીં દો મોહબ્બત ફાતેમા ની છે;
 
વહાવી લો તમે આસું ગમે હુસૈન મા અેવા;
મળે અેથી તમોને પણ જન્નત ફાતેમા ની છે;
 
ફિદકના લુંટવા વાળા તમો ને શુ ખબર છે કે;
નબીઅે આપેલી આતો અમાનત ફાતેમા ની છે;
 
ઇમામે મેંહદી ફરમાવજો જુહુર ગૈબત થી;
મદિનામાં હજી વિરાન તુરબત ફાતેમા ની છે;
 
રડ્યા છે આસમાનો ને જમીનો દિલ ખોલીને;
અઝાદારો કરો માતમ શહાદત ફાતેમા ની છે;
 
કહે *હૈદર* રડી લેજો નબી ની લાડલી ને સૌ;
કયામતમાં અઝાદારો જમાનત ફાતેમા ની છે;
અસામદી હૈદરઅબ્બાસ આર(રસુલપુર)
 
 
 
6. કામીયાબ અલી (કાકોશી)
અઝાદરો કરો માતમ શહાદત ફાતેમા ની છે..
લખું હું દર્દ ના શબ્દો હકીકત ફાતેમા ની છે..
 
તમારા બાદ અય બાબા ઝમાનો કેવો બદલાયો..
રડે છે હૈદરો હસનૈન શિકાયત ફાતેમા ની છે..
 
નબી ની આલ ના ઉપર કરે છે ઝુલ્મ આ ઉમ્મત..
નથી છાંયો કે ગુંબદ પણ એ તુરબત ફાતેમા ની છે..
 
રડે છે ઝયનબો કુલસુમ વીખુટા થાય છે માઁ થી..
રડે છે કબ્ર માં અહેમદ અઝીયત ફતેમા ની છે..
 
ઝમી'ન રોવે ફલક રોવે ને રોવે છે જગત આખું..
બધા આપે છે એ પુરસો શહાદત ફાતેમા ની છે..
 
ફિદક ને પ્યાર થી દેતા અગર તું પ્યાર થી લેતો..
સખીઓ થી વધીને પણ સખાવત ફાતેમા ની છે..
 
સનદ ફાડી મોહમ્મદ ની રડાવે છે તું ઝહેરા ને..
વગર બાપે જુઓ કેવી આ ગુરબત ફાતેમા ની છે..
 
એ ઉમ્મત ના ખલીફા છે ન એતો ખુદ મુસલમાં'ન છે..
છે કાફીર નો એ મજમો ને મુસીબત ફાતેમા ની છે
 
કરે રૂખ્સત અલી હસનૈન ને ઝયનબ ને કુલસુમ પણ..
જગત છોડી સિધાવે ખુલ્દ રેહલત ફાતેમા ની છે..
 
વગર બીકે તું દાખીલ થઈ જજે જન્નત માં અય 'કામી'
છે હૈદર માલીકે કૌસર તો જન્નત ફાતેમા ની છે..
કામીયાબ અલી (કાકોશી)
 
 
 
7. અબ્બાસઅલી નૂરભાનજે મસ્તાન
અમારા પર જે વરસે છે એ રહેમત ફાતેમાની છે,
અઝાદારો ઉપર કાયમ ઇનાયત ફાતેમાની છે.
 
સદા મેં આયતે તત્હીરમાં પાકીઝગી નિરખી,
ખુદા પણ ખુદ કહે એવી તહારત ફાતેમાની છે.
 
નજર આવે ભલે વેરાન તુરબત ફાતેમાની, પણ!
ખુદાની રહેમતોના નીચે તુરબત ફાતેમાની છે.
 
દિવસ પર જો પડે તો આ દિવસ પણ રાત થઇ જાયે,
જીવનમાં તો રહેલી એ મુસીબત ફાતેમાની છે.
 
ગમી સાથે લગાવીને  નયનમાં આંસુનો સુરમો,
અઝાદારો કરો માતમ શહાદત ફાતેમાની છે.
 
કલામો અર્શ પર "મસ્તાન" ના ચમકે છે મોતી થઇ,
નથી હિંમત આ ખાકીની, કરામત ફાતેમાની છે.
અબ્બાસઅલી નૂરભાનજે મસ્તાન
 
 
 
8. વફા મહેરપુરી
મહેંક્તી જે કોઈ દિલ માં મોવદ્દત ફાતેમા ની છે.
એદિલ કાબાછે એ પ્રત્યેક ઇમારત ફાતેમાની છે.
 
કોઈ સંદેહ હો તો પૂછ ફિલ કુર્બા ની આયત ને,
મોહમ્મદ મુસ્તુફા થી શી કરાબત ફાતેમા ની છે.
 
મુસલ્લા પર થી ચમકે નૂર તે અર્શે મોઅલ્લા પર,
મળે ના જોડ જેની તે ઈબાદત ફાતેમા ની છે.
 
જમાના યાદકર એ બિઝઅતુમ્મીન્ની ના શબ્દોને,
પછી કહેજે નબીથી કેવી નિસ્બત ફાતેમા ની છે.
 
જે હો કુફવે અલી જુઝવે મોહમ્મદ સૂર એ કૌસર,
જગે એવી અઝીમુશ્શાન અઝમત ફાતેમાની છે.
 
ખુદા ખુદ પંજેતન ને ફાતેમા થી ઓળખાવે છે,
ખુદા ની આંખ માં કેવી ફઝીલત ફાતેમા ની છે.
 
ગવાહી દઇ રહ્યો કાયમનો શજરો દેખ કાયમ થી,
અલી ના બાદ હર નસ્લે ઇમામત ફાતેમા ની છે.
 
ફિદક છિનવાયો ઘર સળગ્યું ને મોહસીન ની શહાદત થઇ,
દિવસ ને રાત માં પલટે એ આરત ફાતેમા ની છે.
 
અલી જેવો મરદ પણ ખૂન રોવે છે હુનૂત આપી,
ન જાણે કેટલી પુર દર્દ હાલત ફાતેમા ની છે.
 
જનાઝે શીશ પટકે રોશની અંધાર માં એના,
અઝાદારો કરો માતમ શહાદત ફાતેમા ની છે.
 
અદબ થી ધૂપ અહીંયા છાંયની ચાદર ચડાવે છે,
કહે છે કોણ કે વીરાન તુરબત ફાતેમા ની છે
 
"વફા" જન્નતનશીં જન્નતના સરદારોનીજન્નત થઇ,
કરે કલ્પાંત કુદરત હાય રેહલત ફાતેમા ની છે.
વફા મહેરપુરી
 
 
 
 
9. શબ્બીરઅલી નાંદોલીયા (મેતા)
રડ્યા બન્ને જહાં એવી મુસીબત ફાતેમાની છે. 
અઝાદારો કરો માતમ શહાદત ફાતેમાની છે. 
 
નબીના નૂરનો ટુકડો છે એ સાબિત હદીસોમાં.
મોહમ્મદથી જુઓ કેવી મોહબ્બત ફાતેમાની છે. 
 
કરે મિદહત બયાં કુર્આ જનાબે સૈયદાની તો. 
ખુદાએ છે કરી આલા ફઝીલત ફાતેમાની છે. 
 
ફિદકના બાગને લૂંટ્યો નબીના એ ઉમ્મતીઓ.
નબીએ ભેંટ આપ્યોતો અમાનત ફાતેમાની છે. 
 
શહાદત થાય મોહસીનની સિતમ એવા થયા ત્યારે. 
જલાવે ઘરને ઝાલિમો એ ગુરબત ફાતેમાની છે. 
 
પડે એવી મુસીબત જો દિવસ પર રાત થઈ જાયે. 
વટાવી હદ ને એવી તો અઝીયત ફાતેમાની છે. 
 
થયા એવા સિતમ ખુદ પર નબીના બાદ ઉમ્મતથી.
નબીના બાદ બસ જલ્દી રહેલત ફાતેમાની છે. 
 
નથી રોઝો નથી ગુંબદ નથી જાહોજલાલી ત્યાં. 
હજી પણ છે ઘણી વીરાન તુરબત ફાતેમાની છે. 
 
કહે "શબ્બીર " મોહબ્બત માં મરે જે આલે એહમદની. 
કયામત માં મળે બદલો શફાઅત ફાતેમાની છે.
શબ્બીરઅલી નાંદોલીયા (મેતા)
 
 
 
 
10. નઝરઅબ્બાસ મોમીન
ઉસૂલે દીન થી રોશન હકીકત ફાતેમાં ની છે
બધી ઇસ્લામ ના ગુલશન માં રંગત ફાતેમાં ની છે
 
કહે કાળજ નો ટુકડો ને કહે ઉમ્મે અબિહા પણ
રસૂલલ્લાહ ના હોઠે તિલાવત ફાતેમા ની છે
 
અલી ની ગર જલાલત છે જો જન્નત ના બે સરદારો
જનાબે ઝયનબો કુલસૂમ હિંમત ફાતેમાં ની છે
 
કહે કુરઆન ના ઝૂલા માં ઝૂલા ખાઈ ને તતહીર
કસમ અલ્લાહ ની સઘળી તહારત ફાતેમાં ની છે
 
વિતાવી જિંદગી આખી મુસલ્લા પર ને સજદા માં
ખુદા ને ગર્વ છે એવી ઈબાદત ફાતેમાં ની છે
 
નબી એ જે હતો દીધો ફિદક નો બાગ તૌફા માં
ગસપ કીધો સિતમગારોએ ગુરબત ફાતેમાં ની છે
 
છે સચ્ચાઈ ની શેહઝાદી ગવાહી ને ન જૂઠલાવો
ફિદક નો બાગ ઝાલીમો અમાનત ફાતેમાં ની છે.
 
હજુ એ કળ વળ્યું ના તો દીધો સળગાવી દરવાજો
દિલો માં અય લઈનો શું અદાવત ફાતેમાં ની છે
 
શહાદત થઇ ગઈ મોહસીન ની હાયે હાયે વાવૈલા
અસહ્ય વેદના વાળી મુસીબત ફાતેમાં ની છે
 
ન આપે કોઈ પણ ગુસ્લો કફન મુજ ને સિવા હૈદર
આ જીવતે જીવ અય લોગો વસિયત ફાતેમાં ની છે
 
નબી ની લાડલી બેટી થઈ પરદે આ દુનિયા થી
અઝાદારો કરો માતમ શહાદત ફાતેમાં ની છે
 
જમાના ના મરીઝો ને નહિ કિન્તુ "નઝર" સઘળા
રસૂલો ને શિફા આપે એ કુદરત ફાતેમાં ની છે
નઝરઅબ્બાસ મોમીન
 
 
 
11. તાહેરઅબ્બાસ એમ. સુણસરા
નથી રોજો મદીના માં હકીકત ફાતેમા ની છે.
બકીયા માં હજુ વીરાન તૂરબત ફાતેમા ની છે.
 
ગિર્યોછે દર જલાવેલો અને મોહસિન થયા સાકિત;
ખુદાયા હાય રે કેવી મુસીબત ફાતેમા ની છે.
 
કર્યા પ્રહાર ચાબુકના લઈનો મુજ પયકર પર;
થઈ ઝખ્મી ઘણી બાબા શિકાયત ફાતેમા ની છે.
 
ન આપ્યો હક કહ્યા જુઠ્ઠા એ ઉમ્મતના મુસલમાનો;
રડ્યા દરબારમાં અફસોસ ગુરબત ફાતેમા ની છે.
 
સલામત પાંસળી રહેવા ન દીધી નાની ઉંમરમાં
કરી છે એવી જાલીમો જે હાલત ફાતેમા ની છે.
 
મળ્યું ના ચૈન થી રહેવા નબીના બાદ જમાનામાં;
થયા ઝુલ્મો સિતમ કપરાં અઝિય્યત ફાતેમા ની છે.
 
જનાઝો કાઢજો રાત્રે અદુઓ થાય ના શામેલ;
અલી એ મુર્તઝાથી આ વ'સીયત ફાતેમા ની છે.
 
રડ્યા હૂરો મલક ને ફર્શ ઝહરાના જનાઝા પર;
અઝાદારો કરો માતમ શહાદત ફાતેમા ની છે.
 
મવદ્દતમાં સદા કરતા રહો ફર્શે અઝા *'તાહેર'*
રુદન કરજો ગમે શેહમાં જે સુન્નત ફાતેમા ની છે.
તાહેરઅબ્બાસ એમ. સુણસરા
 
 
 
12. મૌલવી અકબરઅલી ખણુશીયા (સુરપુર)
અલીના ઘર મા આજે હાય શહાદત ફાતેમાં ની છે
રડીલો હૈયુ પીટી ને કે રૂખસત ફાતેમાં ની છે
 
બધા ની આંખ માં આસું રડે છે ખુદ ખુદાઈ પણ...
જવાની પણ રડી છે એવી હાલત ફાતેમાં ની છે.
 
લૂંટારાઓ ફિદક ના જાણી લે કે શુ થશે તારૂ..?
ઈરમ ની લાલચે કયુૅ એ જન્નત ફાતેમાં ની છે
 
નબીના બાદ કેવા જુલ્મ આપ્યા છે લઈનો એ
મુસીબત છે મુસીબત છે મુસીબત ફાતેમાં ની છે
 
ઉઠાવી દો તમે ગૈયબત નો પરદો ને જરા જોવો
મદીના મા ટુટેલી હા એ તુરબત ફાતેમાં ની છે
 
ગણી તકલીફ લઇ મોટા કર્યા હસનૈન ને એણે
દરે કરબોબલા માં છે એ દૌલત ફાતેમાં ની છે
 
વિતાવે જિંદગી ફાંકા મા પણ ખૈરાત આપે છે
જગત ભર માં અનોખી એ સખાવત ફાતેમાં ની છે
 
ફરિશ્તા આવે કપડાં લઇને ઝહરા ની એ ચોખટ પર
નિરાલી જગ મહીં એ શાનો-શોકત ફાતેમાં ની છે
 
ફઝાએલો, મસાયેબ ને કઈ રીતે લખુ અકબર.. 
હકીકત મો એ મારા પર ઈનાયત ફાતેમાં ની છે
મૌલવી અકબરઅલી ખણુશીયા (સુરપુર)
 
 
 
 
13. મંઝુર હુસૈન કોજર (હૈદરપુરા)
નબી ની વારસાઈ માં આ કિસ્મત ફાતેમાં ની છે..
મોહમ્મદ ના પછી કેવી મુસીબત ફાતેમાં ની છે....
 
નયન થી આંસુઓ ટપકાવે છે મારી કલમ આજે..
અઝાદારો કરો માતમ શહાદત ફાતેમાં ની છે....
 
અલી હસનેન ની સાથે બીછાવો ફર્શે ગમ આજે..
નબી ના પાક ગુલશન થી આ રૂખસત ફાતેમાં ની છે....
 
ઉડાવી તોપ થી તુરબત બતાવે છે શું દુનિયાને ?
જુઓ ચારે તરફ જગ મા હુકુમત ફાતેમાં ની છે....
 
બનાવી જન્નતી ખાતુન ના સરદાર ઝહરા ને..
બતાવે છે ખુદા આવી શરાફત ફાતેમાં ની છે....
 
ફિદ્દક ની ફાડે છે ઝાલીમ સનદ દરબાર માં હાયે..
અરે બાબા પછી કેવી મુસીબત ફાતેમાં ની છે.
 
જવાની માં ઝઈફા થઈ ગઈ બેટી ખદીજા ની..
ખુદાયા કેવી આ પુરગમ અઝીયત ફાતેમાં ની છે...
 
સદા ગુંજે છે અય *મંઝુર* નબી ના પાક ગુંબદ થી..
બનાવો છાંયડો વિરાન તુરબત ફાતેમાં ની છે.... 
મંઝુર હુસૈન કોજર (હૈદરપુરા)


14, Jawad Master હકીર
અઝાદારો કરો માતમ શહાદત ફાતેમા ની છે.
કયામતનો દિવસછે આજે રેહલત ફાતેમા નીછે.
 
કરી ને ચાંદ અજવાળુ કહે છે ઐ મુસલ્માનો.
નબી ના શહેર માં અંધારી તુરબત ફાતેમા નીછે.
 
સકીનાનો પણ અંધારા મા લાશો એક ઉપડયો છે.
ને અંધારા માંઊપડી એક મય્યત ફાતેમા નીછે.
 
કમર ખમ છે સફૈદી વાળ માં હાથો માં છે લાઠી.
જવાની માં ખુદાયા કેવી હાલત ફાતેમા ની છે.
 
રડી ને બોલ્યા હૈદર હું રોયો એટલે સલમાન.
ના પસ્લી એકપણ બાકી સલામત ફાતેમા નીછે.
 
વહાવો અશ્ક આંખો થી કરો રૂમાલે ઝહેરા તર.
*હકીર* અશ્કે ગમે સરવર અમાનત ફાતેમા નીછે.
Jawad Master હકીર


 
15. માણસિયા અબ્બાસઅલી એચ.
પઢે છે મરસિયા રિઝવાન રૂખસ્ત ફાતેમાની છે
અઝાદારો  કરો  માતમ  શહાદત ફાતેમાની છે
 
રડે તો પણ કયા દુખ પર,દુખોના ડુંગરાઓ છે,  
નબીના બાદ કેવી આ મુસીબત ફાતેમાની છે...
 
વહાવે  ખૂનના આંસુ  અલી શેરે ખુદા  એવા
બયા ના થઇ શકે એવી મુસીબત ફાતેમાની છે
 
ગગનની જન્નતોના છે અમો આશિક ઘણા કિન્તુ
મદીનામા હજુ તૂટેલ તુરબત ફાતેમાની છે.......
 
ફરિશ્તાઓ લઈને જાય રોટી બિન્તે એહમદની
જુઓ કેવી અનોખી આ સખાવત ફાતેમાની છે
 
ઉઠાવી પરચમે ઇસ્લામ કાએમ આવશે જ્યારે,
તો દુનિયા કહેશે ત્યારે,આ અમાનત ફાતેમાની છે
 
જઈશ કરબોબલા 'અબ્બાસ' તું હાજત પૂરી કરવા
દરેક હાજત પુરી થાશે ત્યાં બરકત ફાતેમાની છે....
માણસિયા અબ્બાસઅલી એચ.


16. મુખ્તાર અલી એ મલપરા..
અગર દિલ માં તમારા જો મોહબ્બત ફાતેમા ની છે,
રડાવો ને રડો આજે શહાદત ફાતેમા ની છે...
 
કદી હસનૈન ને જોઈ અલી મૌલા રડે છે તો,
રડે છે ઝયનબો કુલસુમ રહેલત ફાતેમાની છે...
 
ન સમજ્યા એ મુસલમાનો નબીની લાડલી છે આ,
દુ:ખો આપી રડાવ્યા છે એ હાલત ફાતેમાની છે...
 
રડે છે આસામનો ને ઝમીનો એનાં ગમમાં તો,
અઝાદારો કરો માતમ શહાદત ફાતેમાની છે...
 
ખુદાના દુશ્મનો એ હાય દરવાજો પછાડ્યો છે,
ને ઘરને આગ ચાંપી, આ શિકાયત ફાતેમાની છે...
 
ઉભા રાખ્યાં ભર્યા દરબારે પણ ના હક તમે આપ્યો,
શું કરશો..? રોઝે મહેશર તો અદાલત ફાતેમાની છે...
 
ભલે અહીયાં નથી રોઝો નબીઝાદી ની તુરબત પર,
ખુદાના ઘેર તો આખીયે જન્નત ફાતેમાની છે...
 
છે મારી 'માં' અને બહેનો કનીઝે ફાતેમા ઝહરા,
ખુદાયા આપ એ સીરત જે સીરત ફાતેમાની છે...
 
લખે "મુખ્તાર" આખું વિશ્વ જો આ મરસીયા,નૌહા;
ન પૂરી થઇ શકે એવી મુસીબત ફાતેમાની છે...
મુખ્તાર અલી એ મલપરા.


17. નૌહાખ્વાન :- ખાદીમહુસૈન નાંદોલીયા મેતા
બયાં શીદને કરું શું શું ફઝીલત ફતેમાની છે,
ઇમામત ફાતેમાની છે રિસાલત ફાતેમાની છે.
 
ફરિશ્તાઓ બની સાઈલ ઉતરતા હોય જે ઘ્વારે,
ખુદાને નાઝ હો એવી સખાવત ફાતેમાની છે.
 
જે ખુદ ઉમ્મે અબિહા થઈ ગઇ જગના નબી માટે,
જમાના જો જગતમાં કેવી હુરમત ફાતેમાની છે.
 
હબસનો તખ્ત મૂકીને કનીઝીમાં ફખર કીધો,
પૂછો ફિઝઝાને જઈ કેવી મોવદ્દત ફાતેમાની છે.
 
ફીદકતો એક અદનો ભાગ છે ઝહરાની મિલકતનો,
ઝમીંથી તાફલક સઘળી વિરાસત ફાતેમાની છે.
 
ફીદક તો છીનવી લીધો જો આ છીનવો તો હું જાણું,
છલકતી દિલમાં જે મારા મહોબ્બત ફાતેમાની છે.
 
કે સામે ગુંબદે ખીઝરાના એ વિરાન તુરબત છે,
નયનથી નીર ટપકાવે એ ગુરબત ફાતેમાની છે.
 
ઉછેર્યા એમને જેણે ઉછેર્યો દીન નાનાનો,
અડગ ઇસ્લામ ઉભો છે મેહનત ફાતેમાની છે.
 
દુઆથી એમના ખીલકત થઈ આ કૌમની એથી,
*અઝાદારો કરો માતમ શહાદત ફાતેમાની છે*
 
કલામે પાકમાં તતહીરની આયત ગવાહી દે,
કે ઇસ્મત ફાતેમાની છે,તહારત ફાતેમાની છે.
 
કીધા ફાકાકશી ઇબરતના માટે આપના નહીંતર,
એ કૌસર ફાતેમાનો છે એ જન્નત ફાતેમાની છે.
 
મળી શોહરત મને જે આજ નૌહાખ્વા બન્યો "ખાદીમ"
હતી ક્યાં હેસિયત મારી ઇનાયત ફાતેમાની છે.
નૌહાખ્વાન :- ખાદીમહુસૈન નાંદોલીયા મેતા18. અહેમદ અબ્બાસ (ગણેશપુરા)
રડે જિન્નો મલાએકા શહાદત ફાતેમાની છે
અઝાદારો કરો માતમ શહાદત ફાતેમાની છે
 
દલીલો જુઠ્ઠી આપીને ફિદકને ગસ્બ કરનારા
ગવાહી આપે છે કુરઆન મિલકત ફાતેમાની છે
 
નબી કરતા હતા તાઝીમ એવી ખુલ્દવાળા પણ
કરે છે સર જુકાવીને એ ઇજ્જત ફાતેમાની છે
 
ફરિશ્તાઓ ના ચહેરા પર ચમકતું નૂર જોઈને
કહે છે ખુદ ખુદા પણ આ ઈબાદત ફાતેમાની છે
 
કરે છે ખુદ સના જેની ખુદા કુરઆન ની અંદર
ઘણી ઊંચી બુલંદી પર ફઝીલત ફાતેમાની છે
 
નજર કરબોબલા ની એ કહાની પર કરી જુઓ
બચ્યો દીને નબી એ પણ બદૌલત ફાતેમાની છે
 
ઉઠાવો ગેબ નો પરદો અમારા બારમા મૌલા
બકય્યા મા પડી વિરાન તુરબત ફાતેમા ની છે
 
તમારા બાદ અય બાબા થયા જુલ્મો સિતમ એવા
ફરી ગઇ આપની ઉમ્મત શિકાયત ફાતેમાની છે
 
ન આવે દીનના દુશ્મન, વસિયત યાદ રાખીને
દફન રાતે કરી મૌલાએ મૈયત ફાતેમાની છે
 
મુસીબત ફાતેમા ઝહેરા ની "અહેમદ" કઇ રીતે લખશે
રડે બન્ને જહાં એવી મુસીબત ફાતેમાની છે
અહેમદ અબ્બાસ (ગણેશપુરા)

Video

Latest Write Ups

Pada hai bekafan koofe me laasha haaye muslim ka. ( By Naushad Bijani in MaddaeAaleAba )

10/08/2019

shahadat Muslim bin Aqeel
VIEW WRITE UP

Hai ibaadat dekhna ulfat se chehra baap ka. ( By Naushad Bijani in Valedayn )

17/06/2019

Hai ibaadat dekhna ulfat se chehra baap ka.
VIEW WRITE UP

Sar dete na sabbeer to quraan na hota. ( By Naushad Bijani in MaddaeAaleAba )

11/06/2019

Sar dete na sabbeer to quraan na hota.
VIEW WRITE UP

Haq shafaa-at ka sheh ko haasil hai. ( By Naushad Bijani, Sibtain Sayyadi in MaddaeAaleAba )

11/06/2019

Haq shafaa-at ka sheh ko haasil hai.
VIEW WRITE UP

Girya kuna hai masjide koofa Ali Ali ( By Sibtain sayyadi in MaddaeAaleAba )

11/06/2019

Girya kuna hai masjide koofa Ali Ali
VIEW WRITE UP

Khoon me hai tar Amaama Haidre karrar ka ( By Sibtain sayyadi in MaddaeAaleAba )

11/06/2019

Khoon me hai tar Amaama Haidre karrar ka
VIEW WRITE UP

Uth raha hai ali ka janaaza ( By Sibtain sayyadi in MeesameTammar )

11/06/2019

Uth raha hai ali ka janaaza
VIEW WRITE UP

Sunke shabbeer ka naam aakho me aaya paani ( By Naushad Bijani, Sibtain Sayyadi in MaddaeAaleAba )

11/06/2019

Sunke shabbeer ka naam aakho me aaya paani
VIEW WRITE UP

Khatm hone ko hai Ramzaan khuda khayr kare ( By Naushad Bijani, Sibtain sayyadi in MeesameTammar )

11/06/2019

Khatm hone ko hai Ramzaan khuda khayr kare
VIEW WRITE UP

Tere dam se baaki hai quraan zainab. ( By Naushad Bijani in MaddaeAaleAba )

06/06/2019

Tere dam se baaki hai quraan zainab.
VIEW WRITE UP

અઝાદારો કરો માતમ શહાદત ફાતેમાની છે ( By Fazle ale aba in Fazle-aaleaba )

12/02/2019

અઝાદારો કરો માતમ શહાદત ફાતેમાની છે
VIEW WRITE UP