( By ફઝલે આલે અબા, નવશાદ બીજાણી, મોહમ્મદ મોહિબ, ખોરજીયા શબ્બીર અલી
in Fazle-aaleaba )
ફઝલે આલે અબા
તરહી મિસરો: સદિયો થી ઇંતેઝાર છે યા સાહેબુઝઝમાન
મીસરો: જનાબ વફા માહેરપુરી સાહબ.
1. નવશાદ બીજાણી
2. મોહમ્મદ મોહિબ
3. ખોરજીયા શબ્બીર અલી. આઈ. (બાદરગઢ)
1. નવશાદ બીજાણી
દિલ ગમ થી બેકરાર છે યા સાહેબુઝઝમાન (અ.સ.)
ઝલ્મો સિતમ ની માર છે યા સાહેબુઝઝમાન (અ.સ.)
ફૂલો બહાર મા થી બધા લુપ્ત થઇ ગયા.
કાંટાઓ બેશુમાર છે યા સાહેબુઝઝમાન (અ.સ.)
ચાલી રહ્યા છે જગ મા ખિઝાંઅો ના વાયરા.
બાકી જ કયા બહાર છે યા સાહેબુઝઝમાન (અ.સ.)
જયા પણ નજર પડે છે ગુનાહો થી તયા બધા.
રસ્તાઓ પૂરખાર છે યા સાહેબુઝઝમાન (અ.સ.)
ઇંસાફ માટે હર ઘડી દુનિયા ને અાપનો.
સદિયો થી ઇન્તેઝાર છે યા સાહેબુઝઝમાન (અ.સ.)
ઝલ્મો સિતમ થી કોમ ની હાલત ને જોઇ ને.
દિલ મારુ તાર તાર છે યા સાહેબુઝઝમાન (અ.સ.)
તરબોળ છુ ખતા થી ઝબાં પર છે અલ-અજલ.
નવશાદ શર્મસાર છે યા સાહેબુઝઝમાન (અ.સ.)
2. મોહમ્મદ મોહિબ
ઝૂલ્મો સિતમ નો વાર છે યા સાહેબઝઝમાન
દિલ સૌનુ બેકરાર છે યા સાહેબઝઝમાન
ગૈબત નો પરદો જલ્દી ઉઠાવી લો અય ઇમામ
સદિયો થી ઇંતેઝાર છે યા સાહેબઝઝમાન
ચોરી છૂપી વધી છે આ દુનિયા ના રાઝ માં
ને ઝૂલ્મ નો મિનાર છે યા સાહેબઝઝમાન
આંખો ઝઇફ થૈ ગઇ બસ ઇંતેઝાર માં
વૃધ્ધો ની આ પૂકાર છે યા સાહેબઝઝમાન
દોષી સજા વગર ફરે આ જગ ની રીત છે
નિર્દોષ પર તો માર છે યા સાહેબઝઝમાન
કિરતાસ પર કલમ વડે મદ્હો સના સદા
"મોહિબ"ની બેશુમાર છે યા સાહેબઝઝમાન
3. ખોરજીયા શબ્બીર અલી. આઈ. (બાદરગઢ)
મોમિનો બેકરાર છે યા સાહેબુઝઝમાન. (અ. સ.).
ઝુલ્મ થી ઇંતેશાર છે યા સાહેબુઝઝમાન. (અ. સ.).
શાબા'ન માહ થી આજ સુધી છે એ આપને,
મોમિનો ની પુકાર છે યા સાહેબુઝઝમાન. (અ. સ).
ગૈબત થી પરદો જલ્દી ઉઠાવી દો યા ઇમામ,
સદિયો થી ઇંતેઝાર છે યા સાહેબુઝઝમાન. (અ. સ.)
દિદાર કરવા અાપના ચહેરા નો યા ઇમામ,
દિલ મારુ બેકરાર છે યા સાહેબુઝઝમાન. (અ. સ.)
ને કોઇ મનુષ્ય મોલા અલીને ન માને તો,
ઠેકાણુ એનુ નાર છે યા સાહેબુઝઝમાન. (અ. સ.)
કરતાં રહીશ બયાન એ ફઝીલત નુ મરતા દમ,
"શબ્બીર" ને ઇંતેઝાર છે યા સાહેબુઝઝમાન. (અ. સ.)