1.નવશાદ બીજાની
કરો રોઝા ની હાલત મા ઇબાદત માહે રમઝાં મા.
કરો કુરઆન ની હર દિન તિલાવત માહે રમઝાં મા.
હ્લદય પુર્વક ક્ષમા માંગો ગુનાહો ની ખુદા પાસે
કરે છે બક્ષીશો ની એ ઇનાયત માહે રમઝાં મા.
હવે શયતાન પણ છે કૈદખાના મા પુરાયેલો.
ગુનાહો ની હવે તો છોડ અાદત માહે રમઝાં મા.
ખુદા એ લમયઝલ ખુદ મેઝબાં છે રોજેદારો નો.
બની મેહમાન તુ પણ રાખ હુરમત માહે રમઝાં મા.
ગુનાહો થી થવા પાકીઝા રોઝા રાખ ઓ મોમિન.
કરી લે નફસ ની તુ પણ તહારત માહે રમઝાં મા.
છે મૌલા નુ કથન આ ઝીંદગી મેહશર ની ખેતી છે.
કરી લે અાખેરત ની તુ ઝરાઅત માહે રમઝાં મા.
ગુનાહો ધોઈ લે તારા તુ એમા રોજ ડૂબી ને
ખુદા ની હર તરફ વર્સે છે રેહમત માહે રમઝાં મા.
ખબર લેજે ગરીબો બેકસો લાચાર ની હરદમ.
જરા ઇફતાર ની કરજે સખાવત માહે રમઝાં મા.
કરી ને તરક અયયાસી અને બચજે ગુનાહો થી.
બુરા કામો થી બચવા કરજે મેહનત માહે રમઝાં મા.
હમેંશા વેણ સારા રાખજે નવશાદ હોઠો પર.
કદી કરજે નહી મોમીન ની ગીબત માહે રમઝાં મા.
2. આબિદ અલી એચ.મરેડીયા
લખું શું હું ફઝીલત આ માહે રમઝાં મુબારક ની
ખુદા ની હર તરફ વરસે છે રેહમત માહે રમઝાં મા
ફઝીલત લઈને આવે છે માહે રમઝાં મુબારક એ
ખુદા એ ખુદ વધારી છે ઈજ્જત માહે રમઝાં મા
આવી બાગો મા લઈને નેઅમત લાખો હજારો મા
હુરોને એ મલાઈકા કરે ઈબાદત માહે રમઝાં મા
શિફા આપે દિલો ને ઈમાનને મજબુત બનાવે છે
આ રોઝાઓ ખુદા ની આપે કુરબત માહે રમઝાં મા
કમાવી લે નેકી રમઝાન માં સદકો તુ આપીને
એ થી કરજે તુ હાસિલ બરકત માહે રમઝાં મા
યા રબ કરજે મદદ આબિદની રોઝા રાખવા માટે
બધા ને એ કરે દિલ થી નસીહત માહે રમઝાં મા
3.ખોરજીયા શબ્બીર અલી. આઈ. (બાદરગઢ)
ખુદાની હર તરફ વર્ષે છે રહેમત માહે રમઝાં મા.*
મજા આવે છે કરવાની ઇબાદત માહે રમઝાં મા.
ખુદા ની રેહમતો લઇ ને જુવો રમઝાન આવે છે,
તુ દિ ખોલી ને કર બંદા સખાવત માહે રમઝાં મા.
સવારે વહેલા ઊઠીને ખુદાની ખુશ નદી ખાતિર,
કરૂ છુ હુ ખુદાની પણ ઇબાદત માહે રમઝાં મા.
ઇબાદત નો ને રોઝા નો છે બરકત નો મહીનો છે,
કલામે પાક ની તુ કર તિલાવત માહે રમઝાં મા.
ગરીબો ની કરી ને તુ મદદ તારા જ માલોની,
કરી લે આ તુ મિલકત ની હિફાઝત માહે રમઝાં.
ગુનાની કર તુ તોબા ખુદ ખુદા પાસે જઝા ખાતર,
કરી લે નફ્સ ની તુ પણ તહારત માહે રમઝાં મા.
અલી મૌલા એ પોતાના બેટાઓને બુલાવી ને,
ઇમામે મુજતબા ને દી ઇમામત માહે રમઝાં મા.
ખુદા નો દીન રોઇ ને સદા અો આ રીતે આપે,
અલી અે મુર્તઝા ની છે શહાદત માહે રમઝાં મા.
ખુદા
"શબ્બીર" પણ દિલ થી દુવા અો આ રીતે માગે,
તું મારી ને બધાની કર હિફાઝત માહે રમઝાં મા.
4. શબ્બીરઅલી નાંદોલીયા (મેતા)
ઘણી અફઝલને આલાછે ફઝીલત માહે રમઝાંમાં.
ન ગાફિલ થા કરીલે તુ ઈબાદત માહે રમઝાંમાં.
કરીલો સદ્ અમલ આજે મુબારક આ મહિનામાં.
ખુદાની હર તરફ વરસે છે રેહમત માહે રમઝાંમાં.
વિતે શું હાલમાં દિવસો ગરીબોના જીવનમાં એ.
કરી એહસાસ ને કરજો સખાવત માહે રમઝાંમાં.
કરો તૌબા અને માંગો ખુદાથી સૌ દુઆઓ માં.
દરે રેહમત ખુલ્યો માંગો શફાઅત માહે રમઝાંમાં.
અદા ફિત્રા ઝકાતો ને કરો સૌ દીન દુ:ખીઓને.
કરો હુક્મે ઈલાહી પર ઈતાઅત માહે રમઝાંમાં.
થશે એહસાસ રોઝામાં સુકાયેલા ગળા પરથી.
અપાવે યાદ કરબલ ની શહાદત માહે રમઝાંમાં.
બધી રાતોમાં અફઝલ ને મુબારક રાત એવી તે.
કદર ની રાત લઈ આવે છે બરકત માહે રમઝાંમાં.
બની ને ઢાલ એ રોઝા બચાવે આતીસે દોજખ.
બચાવો આગથી ખુદ ની હલાકત માહે રમઝાંમા.
અમલ સારા કરીને માંગી લે 'શબ્બીર' દુઆઓ માં.
ખુદાની ખૂબ મળશે હા ઈનાયત માહે રમઝાંમાં.