લઈ ઇસ્લામ ના અરકાન મેહબૂબે ખુદા આવ્યા.
Naushad Bijani
જગત ના શ્રેષ્ઠ એ ઇનસાન મેહબૂબે ખુદા આવ્યા.
લઈ ને કલ્બ મા કુરઆન મેહબૂબે ખુદા આવ્યા.
સુણો જિબ્રીલ નુ એલાન મેહબૂબે ખુદા આવ્યા.
થશે રુસ્વા હવે શયતાન મેહબૂબે ખુદા આવ્યા.
મુસીબત થી હવે છુટકારો સૌ મઝલૂમ ને મળશે.
થશે મુશ્કિલ હરેક આસાન મેહબૂબે ખુદા આવ્યા.
પરેશાં કુફ્ર છે ને શીર્ક છે ગરકાવ હયરત મા.
બુતો પણ થાય છે હયરાન મેહબૂબે ખુદા આવ્યા.
બનાવ્યા છે ખુદાએ રહમતુલ્લીલ આલમીં એને.
લઇ એવી અનોખી શાન મેહબૂબે ખુદા આવ્યા.
હુકૂમત જેમની કાયમ થશે બંને જહાનો પર.
થઇ કવનૈન ના સુલતાન મેહબૂબે ખુદા આવ્યા.
ફરિશતા કબ્ર મા કેહતા હતા કે જાગ અય નવશાદ.
ઉઘાડી આંખ તુ પેહચાન મેહબૂબે ખુદા આવ્યા.
Naushad Bijani
+704 852 187
શબ્બીરઅલી નાંદોલીયા (મેતા).
ઝમીંનો અર્શના સુલતાન મેહબુબે ખુદા આવ્યા.
લઈ ઈસ્લામ ના અરકાન મેહબુબે ખુદા આવ્યા.
બતાવી રોશની હકની જેહાલતને હટાવીને.
બધા પર જેમના એહસાન મેહબુબે ખુદા આવ્યા.
ઝમીઁમાં દાટતા દિકરી થતી પૈદા તો બદ્દદૃુઓ.
કે બચશે બેટીઓની જાન મેહબુબે ખુદા આવ્યા.
લકબ જેનો અમીન સાદિક થયો મશહુર દુનિયામાં.
અમાનતના એ નિગેહબાન મેહબુબે ખુદા આવ્યા.
હુકમથી આપના બોલી ઉઠે છે હા એ કાંકરીઓ.
ગવાહી આપે છે બેજાન મેહબુબે ખુદા આવ્યા.
ઈશારે આંગળી ના એ કરીદે ચાંદના ટુકડા.
ન ગાફિલ થા જરા પહેચાન મેહબુબે ખુદા આવ્યા.
ગયા જે અર્શ પર મેઅરાજ પહેરેલીજ મોજડીએ.
લઈને ઉચ્ચ એવી શાન મેહબુબે ખુદા આવ્યા.
બની આલમ ઉપર રહેમત જે આવ્યાછે દુનિયામાં.
છે ઉમ્મત આપ પર કુરબાન મેહબુબે ખુદા આવ્યા.
કલમ "શબ્બીર"ની ચાલે એહમદની મોહબ્બતમાં.
છે મારૂ આપ પર ઈમાન મેહબુબે ખુદા આવ્યા.
શબ્બીરઅલી નાંદોલીયા (મેતા).