અણી બરછી ની વાગી છે અલીઅકબર ના સીના પર.
નવશાદ બીજાનિ
ન જાણે સાંભળી ને શુ શુ વિતશે ઉમ્મે લૈલા પર
અણી બરછી ની વાગી છે અલીઅકબર ના સીના પર.
હુસૈન ઇબ્ને અલી કેહતા હતા અકબર ના લાશા પર.
સખત છે બેટા તારો દાગ બાબા ના કલેજા પર.
ઝઈફી મા મળે ના દુશ્મનો ને પણ પિસર નો દાગ.
કહે છે શાહ મકતલ મા મલીને ખાક ચેહરા પર
છવાયુ છે અંધારૂ આંખ મા ને છે કમર વાકી.
બુઢાપા મા જવાં મૈયત ઉપાડીશ કેમ કાંધા પર.
નથી ઔનો મોહમ્મદ કે નથી બાકી રહ્યા કાસીમ.
કપાવી બન્ને હાથો ને સુતા છે ગાઝી દર્યા પર.
ઉપાડી લાશ ચાલે છે જો થાકે છે તો બેસે છે.
સમય આ છે મુસિબત નો કઠિન શાહે મદીના પર.
પળેપળ ઠોકરો શબ્બીર ને આવે છે રસ્તા મા.
રહેમ કોઈ નથી કરતુ મોહમ્મદ ના નવાસા પર.
સદા આપે છે કે અય બાળકો આવો મદદ માટે.
કરે છે યાસો હસરત થી નઝર શબ્બીર ખૈમા પર.
બહુજ મુશ્કિલ થી મૈયત સાથે આવ્યા શાહ ખૈમા મા.
રડી ને ધ્રુસકે ધ્રુસકે બન્ને હાથો માર્યા માથા પર.
જવાં બેટા ની મૈયત જોઈ ને મા થઇ ગઈ બેહોશ.
નઝર જયારે પડી મા ની અલીઅકબર ના સીના પર.
રચાવે શાદી અકબર ની હતા અરમાન ઝયનબ ના.
કરે છે એ ફુફી માતમ અલી અકબર ના લાશા પર.
ઝમીનો આસમાં પણ કાંપતા'તા સાંભળીને જે
રુદન *નવશાદ* એક મા નુ હતુ એવૂ જનાઝા પર.
નવશાદ બીજાનિ
+46 704 852 187
શબ્બીરઅલી નાંદોલીયા (મેતા)
દુરૂદો થાય એના પર સલામો થાય એના પર.
દીને ઈસ્લામ પર પ્યાસા થયા કુર્બાન એવા પર.
તડપતા શાહ છે જોવે જવાં બેટાને મકતલમાં.
અણી બરછીની વાગીછે અલીઅકબરના સીના પર
અસા તુટી એ ઘડપણ ની ગયું છે નૂર આંખોનું.
જવાં બેટાની મૈયત એ રડે છે શાહ જેના પર.
મળી છે ખાક માં સુરત નબીએ મુસ્તુફાની જે.
રડે છે ઝયનબો કુલસુમ રડે લૈલા જનાઝા પર.
ઉછેર્યા લાડથી જેને જનાબે ઝયનબે કુબરા.
કરે છે આહોઝારી એ મુકી પત્થર કલેજા પર.
રચાવુ શાદી અકબરની હતા અરમાન લૈલાના.
વિતી ગઈ શું હશે માં ના હતા અરમાન બેટા પર.
કરીને યાદ રોવે છે વતનમાં ફાતેમા સુગરા.
કે લેવા આવશે ભાઈ જીવે છે એ તમન્ના પર.
લખે "શબ્બીર" નૌહા ને વહાવે આંખમાં આંસુ.
જનાબે ફાતેમા ઝહરા દુઆ કરજો અમારા પર.
શબ્બીરઅલી નાંદોલીયા (મેતા)
મોહંમદઅલી ખણુશિયા-કિશોરગઢ
અણી બરછી ની વાગી છે અલીઅકબર ના સીના પર
રડે છે ફાતેમા ઝહરા અલીઅકબર ની લાશા પર
કરે ફીદા તમારા પર એ ઝયનબ લાડલા ઓ ને
કરે છે ખુદ ખુદા ગૌરવ તમારા એ જો સદકા પર
કરો રુખસત હવે બહેના અલીઅકબર ને ખૈમા થી
રડી લેશે હવે બાબા અલીઅકબર ની લાશા પર
હતા કેવા એ અરમાનો તમારી શાદી ના બેટા
કરે માતમ તમારી મા તમારા આ જનાઝા પર
જઇફી માં ઉઠાવે લાશ મકતલ માં એ બેટાની
કેવી આફત પડી જગમાં ખુદા ના પ્યારા બંદા પર
થયા બેહોશ ખૈમા માં ફુફી માતા અને બહેનો
નજર જયારે પડી સૌની અલીઅકબર ના ચહેરા પર
નથી કાકા નથી બાબા નથી ભૈયા અલીઅકબર
અદૂ મારે તમાચાઓ તમારી પ્યારી બહેના પર
હવે ના વાટડી જોજો અય બેટી ફાતેમા સુગરા
તમારા કાકા સુવે છે કપાવી બાજુ દરિયા પર
તમન્ના છે આ “મોહંમદ”ની પુરી કરજે ખુદાયા તું
કરે માતમ પઢે નૌહા અલીઅકબર ના રોજા પર
મોહંમદઅલી ખણુશિયા-કિશોરગઢ