સદા આબીદ ને ઝૈનબ નુ ખુલુ સર યાદ આવે છે

( By Gujarati tarhi misra

in Fazle-aaleaba )
  • Name:
  • Section:
    Fazle-aaleaba
  • Number of pages:
  • Date Added:
    27/09/2020
સદા આબીદ ને ઝૈનબ નુ ખુલુ સર યાદ આવે છે

સદા આબીદ ને ઝૈનબ નુ ખુલુ સર યાદ આવે છે

1-મોહમ્મદ પલસનીયા
2-અસામદી હૈદરઅબ્બાસ આર (રસુલપુર)
3-સિરાજ અહમદ સાથળ વાલા
4-શાકીર અલી વલુડા.
5-આબિદ અલી નાંદોલીયા (મેતા)
6-નવશાદ બીજાની
7-સાદિક અલી રેવાસીયા
8-ફરમાનઅલી મોમિન સાથળવાલા
9-આબિદ અલી એચ મરેડીયા
10-કાસિમઅલી એ. મરેડીયા
11-શબ્બીરઅલી નાંદોલીયા.(મેતા).
12-"મોહસિન" "મોમીન" અમદાવાદ.

 
સદા આબીદ ને ઝૈનબ નુ ખુલુ સર યાદ આવે છે
કુફા ને શામ માં યસરબ નુ એ ઘર યાદ આવે છે
 
કે જેની આંખ થી લશ્કર સિતમગારો નુ નાસ્યું તુ
એવા ઝૈનબ ને અબ્બાસે ગઝનફર યાદ આવે છે
 
દયારે શામ માં કૈદી બનીને બાળકીને બસ
ખુલુ તન જેણુ રણમાં છે એ સરવર યાદ આવે છે
 
કરે છે યાદ જ્યારે કરબલા ની પ્યાસ ઝૈનબ તો
બલા ના રણ મહીં વેહતુ સમંદર યાદ આવે છે
 
રુદન શબ્બીર ના લાશા ઉપર આવી કરે ઝહેરા
કે તેણે ફરતુ બેટા પર એ ખંજર યાદ આવે છે
 
હતી ગરદન છૂરી નીચે મગર લબ થી દુઆ નિકળી
હુસૈનીયો ને મોહરમ માં એ રેહબર યાદ આવે છે
 
ગરીબી માં હુસૈન ઈબ્ને અલી ને કામમાં આવી
સદા હુર્રે દિલાવર ને મુકદ્દર યાદ આવે છે
 
કે જ્યારે સાંભળે છે શામ માં લૈલા અઝાનો તો
અઝાનો સાંભળી તેણે પણ અકબર યાદ આવે છે
 
સકીના કેદમાં વારે ઘડીએ રોવે છે જ્યારે
કપાયેલું સિના પર બાપનું સર યાદ આવે છે
 
સદા બીમાર રોવે શામ ના એ કેદખાનામાં
કે તેણે સળગેલું કરબલ માં બિસ્તર યાદ આવે છે
 
કે જેનુ ખૂન મોઢે ચોપડ્યુ તુ શાહએ રણમાં
સકીના ને એ નાના ભાઈ અસગર યાદ આવે છે
 
કથા લખજે *મોહંમદ* શાહ ના ગમ માં રડીને તુ
કથા આ વાંચીને દુનિયા ને સરવર યાદ આવે છે
મોહમ્મદ પલસનીયા
 
 
સદા આબીદને ઝૈનબનુ ખુલુ સર યાદ આવે છે.
બચેલા  કાફલા ને જોઇ ભર્યુ ઘર યાદ આવે છે.
 
રડી છે ખુબ ભૈયા પર એથી આશુર ના  દિવસે.
ગળાં પર ચાલેલુ ઝયનબને ખંજર યાદ આવે છે.
 
બાદે  આશુર  ઝાલિમો લુટે છે ચાદરો જ્યારે .
બહન ઝયનબને એ અબ્બાસે દાવર યાદ આવે છે.
 
કરે છે માતમે  સરવર  મળી સાથે  અઝાદારો.
જવાનો જોઇને લૈલાને અકબર યાદ આવે છે.
 
અઝાદારો સબીલો બાબા ના એ નામની જોઈ.
સકીના ને એથી કરબલ નુ મંજર યાદ આવે છે
 
કહે છે એ સકીના જો લુટાયો ભાઇ કરબલમાં.
પડેલો શાંત ઝુલો જોઇ અસગર યાદ આવે છે.
 
પડી છે ખૂબ તકલીફો  લૂટેલા કાફલા પર એ.
સકીના ભાઇથી બોલી હવે ઘર યાદ આવે છે.
 
જગતના દુ:ખમાં જોજે તુ મોમીન ને *હૈદર*.
અઝાદારો ને એ શબ્બીર નુ દર યાદ આવે.
અસામદી હૈદરઅબ્બાસ આર (રસુલપુર)
 
 
શહીદો ના હતા નેજા ઉપર સર યાદ આવે છે
અલી ઝૈનુલ ઈબાને શામનુ દર યાદ આવે છે
 
તમાચા ગાલ પર માર્યા ને બાલી કાનની ખેંચી
સકીનાબીબી ના ખેચેલા ગૌહર યાદ આવે છે
 
હતો શુ હાલ આખા કાફલા નો શામ ની અંદર
રસન હાથો ની માથા પર ના પથ્થર યાદ આવે છે
 
રડીને ખુન ના આંસુ થી બોલ્યા આબીદે બીમાર
જનાબે ઝૈનબો કુલસુમ ની ચાદર યાદ આવે છે
 
અઝાં અલ્લાહુ અકબર ની જુઓ સંભળાઈ છે ત્યારે
બીમારે કરબલા ને ભાઈ અકબર યાદ આવે છે
 
મદીના જઈને આખી જીંદગી રોતી રહી ઝૈનબ
ગળા પર ભાઈ ના ચાલેલુ ખંજર યાદ આવે છે
 
પરીન્દા સાંજ પડતાં ને ઘરે પાછા જતાં જોઈ
સકીનાને પરાયા દેશમાં ઘર યાદ આવે છે
 
રહી ગઈ યાદ ઝૈનબ ને સદા આબિદની ઝંજીરો
સદા આબિદ ને ઝૈનબનુ ખુલુ સર યાદ આવે છે
 
રડે છે આંખ ને ગભરાય છે આ દિલ હવે "સિરાજ"
કે જ્યારે શામ ને કુફા નુ મંજર યાદ આવે છે
સિરાજ અહમદ સાથળ વાલા
 
 
 
સય્યદે સજ્જાદ ને ભર્યું ઘર યાદ આવે છે
 ગળા પર શાહના ચાલેલુ ખંજર યાદ આવે છે
 
થયો છે જુલ્મ તો એ કરબલા ના જંગલ માં
થઈ ગયું વિરાન મકતલ ને યાવર યાદ આવે છે
 
અલ અતશ ની છે પોકારો બચ્ચાઓ ના હોઠ પર
તરસ થી ઝુલા માં તડપતો અસગર યાદ આવે છે
 
કોઈ મારે છે પથ્થર તો કોઈ બાગી કહે એને
સદા આબીદ ને શામ નું મંજર યાદ આવે છે
 
નબી ની બેટીઓ છે બે રીદા શામ ના બાજારમાં
સદા આબીદ ને ઝૈનબ નુ ખુલુ સર યાદ આવે છે
 
હતો એ ચાંદ સરીખો ચેહરો લયલા ના બેટા નો
અણી બરછી ની વાગી ને અકબર યાદ આવે છે
 
કર્યો છે જીવ કુરબાન હુસૈન એ સત્ય ના માટે
જગ ને શાકીર હક નો એ રહેબર યાદ આવે છે.
શાકીર અલી વલુડા.
 
 
લહૂ ના આસુ ટપકે છે ને સરવર યાદ આવે છે
સદા આબિદ ને ઝૈનબ નુ ખુલુ સર યાદ આવે છે
 
ઉઘાડા માથે છે ઝયનબ લુટીછે ઓઢણી જાલિમ
અલી સજ્જાદ ને કાકા ગઝનફર યાદ આવે છે
 
જનાબે ફાતેમા કુબરા ને કાસિમ ની જુવો શાદી
નથી પાણી નથી શરબત એ મંજર યાદ આવે છે
 
 વહૂ કુબરા રડે રણમાં  નિહાળી લાશ કાસિમ ની
 થઈ બેવા બીબી કુબરા ને શોહર યાદ આવે છે
 
સકીના કૈદ ખાના માં એ જાગી જાય છે ત્યારે
નેઝા પર ભાઇ અસગર નું કટ્યુ સર યાદ આવે છે
 
નઝર ની સામે આબિદ ને સકીના કૈદ જોયા તો
પઢે નાદે અલી રણમાં ભર્યુ ઘર યાદ આવે છે
 
મદીના માં જો શાદીની બજે સરણાઇ જ્યારે પણ
અલી ની લાડલી ઝયનબ ને અકબર યાદ આવે છે
 
મદીના ની ગલીયો માં જુવે બચ્ચા વો ને રમતા
તો માતા ને છ મહિનાનો એ અસગર યાદ આવે છે
 
કહાની કરબલાની યાદ"આબિદ"દિલ મો આવે તો
નયનથી આસુ નિકળે છે ને સરવર યાદ આવે છે
આબિદ અલી નાંદોલીયા (મેતા)
 
 
મને મઝલૂમી એ આલે પયંબર યાદ આવે છે.
કે જયારે શામ ની ગલિયો ના મંઝર યાદ આવે છે.
 
બદન સાંકળ થી બાંધેલુ હતુ ને બેડીઓ પગ મા.
ગળા નો તૌક ને ગોઠણ ના લંગર યાદ અાવે છે.
 
ખુલા પગ તપતી રેતી તડકો ને કાંટાળા રસ્તાઓ 
ને ખાતા ઠોકરો સજજાદે મુઝતર યાદ આવે છે.
 
સળગતા કોલસા કોઇ ફેંકતા કોઈ ગરમ પાણી.
તો કોઈ મારતા છત પર થી પથ્થર યાદ આવે છે.
 
કહીને ઉમ્ર ભર રડતા રહ્યા અશ્શામ હાએ શામ.
સદા આબિદ ને ઝયનબ નુ ખુલુ સર યાદ અાવે છે.
 
જોઇ નેજા ઉપર માથુ કહ્યુ ઉમમે હબીબાએ.
મને આ જોઈ ને ઝેહરા નો દિલબર યાદ અાવે છે.
 
થતા શુ હાલ તેના હોત જો જીવંત આની મા.
સુણીને વેણ આ લયલા ને અકબર યાદ અાવે છે.
 
રુબાબે ખસ્તાતન ની પડતી પાણી પર નજર જયારે.
તો કેહતી રોઇ રોઈ ને કે અસગર યાદ આવે છે.
 
રડે છે રક્ત ના આંસૂ ઇમામે વ‍કત ગયબત મા.
કે ગમ *નવશાદ* એને અા નિરંતર યાદ આવે છે.
નવશાદ બીજાની
 
 
સદા આબિદ ને ખુલ્લું ફોઇનું સર યાદ આવે છે
ને લૂંટાયેલ ઘરને જોઇ ભર્યું ઘર યાદ આવે છે
 
કુફા ને શામ નું બાજાર આવે છે નજરમાં તો 
સકીનાને ચચા સાની એ હૈદર યાદ આવે છે
 
થયો છે ઝુલ્મ કરબલ ની ધરા પર બે ખતા માર્યા
તો બાબાના ગળા પર બુઠ્ઠુ  ખંજર યાદ આવે છે
 
વહે છે આંસુઓ જો કલ્બ ઝારોઝાર રોવે છે 
સિના મા તૂટેલો નેજો ને અકબર  યાદ આવે છે
 
પહાડો ઝુલ્મ ના તૂટી પડ્યા છે શાહે દીં ના પર
હજારો ઝખ્મ વાગેલા  એ સરવર યાદ આવે છે
 
પુકારો અલઅતશની બાળકોના હોઠ પર બેઠી 
તરસ ના કારણે તડપેલો અસગર યાદ આવે છે
 
અઝાં જયારે મુઅઝ્ઝીન આપે છે તો કેદખાનામાં 
અલી ઝૈનુલ ઈબા ને ભાઈ અકબર યાદ આવે છે 
 
હુસૈન ઈબ્ને અલી ને ફિક્ર ઝૈનબ ની થઈ દિલમાં 
તો ચાદરના મુહાફિઝ એ ગજનફર યાદ આવે છે
 
લઈંનો ફેરવે છે બીબીઓને જો ઉઘાડે સર 
નજર માં શામ નું  આબિદ ને મંઝર યાદ આવે છે
સાદિક અલી રેવાસીયા
 
 
સદા કરબોબલા નું ખૂંની મંઝર યાદ આવે છે,
અલી ના લાલ પર ચાલેલું ખંજર યાદ આવે છે......1
 
કહે બાલી સકિના હાયે કાકા પ્યાસ ની શીદ્દત,
સકિના ની તરસ ને વ્હાલા અસગર યાદ આવે છે.....2
 
તમાચા દીન ના દુશ્મન યતીમો પર લગાવે છે,
નબી ના લાલ ની એ પ્યારી દુખ્તર યાદ આવે છે......3
 
હતા બેહાલ કરબલ થી કૂફા ને શામ ના રસ્તે,
સદા આબિદ ને ઝૈનબ નુ ખુલુ સર યાદ આવે છે......4
 
કહીને શામ હાયે શામ હાયે શામ અય મૌલા,
મને બાઝાર ને આબિદે મુઝતર યાદ આવે છે......5
 
ઉઘાડા સર રસન બસ્તાં અસીરી કાફલો જોઈ,
મને એ શામ ને કૂફા નું મંઝર યાદ આવે છે......6
 
સદા "ફરમાન" ને મૌલા તમારો રાખજો ખાદિમ,
કે એને આપના રોજા નું એ દર યાદ આવે છે......7
ફરમાનઅલી મોમિન સાથળવાલા

 
સદા આબિદ ને ઝૈનબ નું ખુલુ સર યાદ આવે છે
લગાવી આહ  નો નારો ને સરવર યાદ આવે છે
 
ઝુલો કોને   ઝુલાવે રોઇ ને કેહતી રહી એથી
સકીના ને હવે તો ભાઇ અસગર યાદ આવે છે
 
ભર્યા ઘર ને લુટાવે છે અલીનો લાલ એથી તો
સદા એ કરબલા નું જોઇ મંઝર યાદ આવે છે
 
પડે છે સાંજ જ્યારે યાદ બાવા ની સકીના ને
સુવા માટે સદા છાતી નુ બિસ્તર યાદ આવે છે
 
રીદા ઓ ઝૂંટવી જ્યારે અદુઓએ સરો પર થી
અલી ની બેટીને ત્યારે ગઝનફર યાદ આવે છે
 
શહીદો ની છે બે ગોરો કફન લાશો પડેલી જ્યાં
ઝમીને કરબલા એવી બરાબર યાદ આવે છે
 
રડે છે ઝયનબો કુલસુમ કુફાઓ શામમાં એથી
પડી છે મુશ્કિલો એ શામનું મંઝર યાદ આવે છે
 
ઉઠાવ્યા તા જનાઝા શાહ ને પોતાના હાથો પર
જવાં બેટા ને અબ્બાસે દિલાવર યાદ આવે છે
 
કુફાઓ શામના બાજાર માં રસ્સી થી જકડી ને
પડેલી આફતો ઝયનબ ને દર દર યાદ આવે છે
 
કરે માતમ સદા આબિદ ગમે શબ્બીર પર એથી
ભલા એને ઝમાના નો એ રહેબર યાદ આવે છે
આબિદ અલી એચ મરેડીયા
 
 
૧૦
રડે કુલસૂમ ને ઝૈનબ બિરાદર યાદ આવે છે
સકીનાને અલી અકબર ને અસગર યાદ આવે છે
 
શહે દીં પર ચલાવેલું એ ખંજર યાદ આવે છે 
હુસૈની ફોજમાં હુરનું મુકદ્દર યાદ આવે છે
 
પુકારો અલઅતશની છે ને ખૈમાં માં નથી પાણી
રોઝે આશૂરનું ઝયનબને મંઝર યાદ આવે છે
   
મદીનામાં રચાતી જયારે શાદી ની રસમ હાએ
નઝર ની સામે લૈલાને તો અકબર યાદ આવે છે
 
મોહૅરમનો જુએ છે ચાંદ જયારે સૈયદે સજજાદ
વહે છે આંખથી આંસું બહત્તર યાદ આવે છે
 
હુસૈની કાફલો આવી ગયો એ સાદ સંભળાયો
વળી ત્યાં ફાતેમા સુગરા ને અસગર યાદ આવે છે
 
ફરે છે આંખની સામે એ મંઝર શામનું હર પલ
સદા આબિદ ને ઝૈનબ નુ ખુલુ સર યાદ આવે છે
 
સકીનાને લગાવે છે તમાચા શિમ્ર જયારે  પણ
બહન કુલસૂમને શેરે દિલાવર યાદ આવે છે
 
કહે છે આજ પણ "કાસિમ" અલમ પર મશ્ક ને જોઈ
મને બાલી સકીના ને ગઝનફર યાદ આવે છે
કાસિમઅલી એ. મરેડીયા
 
 
૧૧
દીને  હક  પર ફિદા એવા  બહત્તર  યાદ આવે છે. 
થઈ ગઈ ચૌદ સદીઓ પણ નિરંતર યાદ આવે છે.
 
કપાવ્યુ સર લૂંટાવ્યુ ઘર  દીને ઇસ્લામના  ખાતર.
બતાવ્યો સત્યનો રસ્તો એ રહેબર યાદ આવે છે.
 
શિખાવી રીત પરદાની જગતને  સાનીએ ઝહેરા.
સદા આબિદને ઝૈનબનુ  ખુલુ સર યાદ આવે છે.
 
નહેર ઉપર કરી કબ્જો  પીવા પાણી વિચાર્યું તો.
જરી ને ભાઈની પ્યાસી એ દુખ્તર યાદ આવે છે.
 
સકીના  રોઈ ને  કહેતી  રહી  એ  કૈદખાના  માં.
સુવાને બાપની  છાતીનું  બિસ્તર  યાદ આવે છે.
 
રડે  છે  ફાતેમા  સુગરા  વતનમાં  રાહ   જોઈને.
મદીના  આવશે  લેવા  બિરાદર  યાદ  આવે  છે.
 
સિતમ એવા થયા સજ્જાદ પર કે હદ નથી તેની.
વધુ તો  શામના  ઝુલ્મોનુ  મંજર  યાદ  આવે  છે.
 
ભૂલી શકતા નથી ઝૈનબ પછીતો જિંદગી ભર એ.
ગળા પર  ભાઈના ચાલેલું  ખંજર  યાદ  આવે છે.
 
હતા ત્રણ રોજના પ્યાસા હ્રદયમાં યાદ તેની લઈ.
પીવે "શબ્બીર" પાણી ને તો સરવર યાદ આવે છે.
શબ્બીરઅલી નાંદોલીયા.(મેતા).
 
 
૧૨
મદીના મા સદા સુગરા ને અકબર યાદ આવે છે
મોહમ્મદ, ઔન ને કસીમો અસગર યાદ આવે છે.
 
કહે છે કેમ મૂકી ને ગયા મુજને તમે તન્હા
મને તો રાત'દિ બાબા ભર્યું ઘર યાદ આવે છે
 
ઘણા અરમાન છે શાદી ના મુજને અય અલી અકબર
મને શહેરો તમારો અય બિરાદર યાદ આવે છે.
 
સહારો લઈ અસા નો દ્વાર પર ઘર ના જુઓ આવી
જુએ છે રાહ અકબર ની એ મંઝર યાદ આવે છે.
 
લખીને ખત કહે છે આપ ની ફુરક્ત સતાવે છે
શુ બાબા આપ ને બીમાર દુખતર યાદ આવે છે?
 
કહે છે ઝુલ્મ ની રુદાદ ઝયનબ જ્યારે સુગરા ને
તો ભાઈ ના ગળે ચાલેલું ખંજર યાદ આવે છે.
 
જુએ છે બારીદા યસરબ મા "મોહસિન" જ્યારે સુગરા ને
સદા આબીદ ને ઝયનબ નું ખુલુ સર યાદ આવે છે.
"મોહસિન" "મોમીન" અમદાવાદ.
 
 

Video

Latest Write Ups

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી ( By નૌશાદ બિજાની in )

30/09/2022

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી
VIEW WRITE UP

અમને મળી નસીબમા નેઅમત ગમે હુસૈન ( By 1. સાદિકઅલી રેવાસીયા 2. નૌશાદ બિજાની 3. આબિદઅલી નાંદોલીયા મેતા in )

23/09/2022

નેઅમત ગમે હુસૈન
VIEW WRITE UP

લુટાવ્યું છે ભર્યું ઘરબાર દીને મુસ્તુફા માટે ( By 1. નૌશાદ બિજાની 2. સાદિક રેવસિયા 3. આબિદઅલી નાંદોલીયા મેતા 4. અહમદઅબ્બાસ ઈમદાદઅલી ભોવણીયા સુરપુર in )

21/09/2022

ફઝલે આલે અબા
VIEW WRITE UP

Pehnaae kaise Aabid, Tujhko kafan Sakeena ( By 1. Naushad Bijani 2. Asmee Kanodari 3. Urooj Gopalpuri 4. Paikar Jalalpuri 5. Bober Nawab 6. Ashfaq kalkatvi in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

સકીના આપના ગમમાં બહુ બેઝાર છે બાબા. ( By નવશાદ બિજાની in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

હશ્ર તક એહસાન માને કરબલા સજજાદ નો. ( By 1. નૌશાદ બિજાની 2. મોહસિન મોમીન અમદાવાદ. 3. સાદિકઅલી રેવાસીયા in )

07/09/2022

Misra by Safdar kharodiya
VIEW WRITE UP

બિંતે ઝેહરા છે ખૂલે સર શામ ના બાઝાર માં. ( By 1. અહેમદ અબ્બાસ (ગણેશપુરા) 2. નવશાદ બિજાની 3. આબિદ અલી એચ મરેડીયા in )

06/09/2022

શામ ના બાઝાર માં.-​ફઝલે આલે અબા
VIEW WRITE UP

સદા આબીદ ને ઝૈનબ નુ ખુલુ સર યાદ આવે છે ( By Gujarati tarhi misra in Fazle-aaleaba )

27/09/2020

shaam na masaib
VIEW WRITE UP