આભથી લોહી વરસ્યું ને ધરા રોતી રહી

( By Gujarati tarhi misro

in Fazle-aaleaba )
  • Name:
  • Section:
    Fazle-aaleaba
  • Number of pages:
  • Date Added:
    27/09/2020
આભથી લોહી વરસ્યું ને ધરા રોતી રહી

તરહી મિસરા.....આભથી લોહી વરસ્યું ને ધરા રોતી રહી
 
1-મુન્તઝિર
2-અસામદી હૈદરઅબ્બાસ આર(રસુલપુર)
3-કાસીમ અલી ભગત (કઠોર)
4-મોહમ્મદ પલસાનીયા
5-મરેડીયા આબિદ અલી એચ
6-નવશાદ બિજાની
7-શબ્બીરઅલી નાંદોલીયા (મેતા)
 
 
 
1
આવી ગઇ શામે ગરીબાં કરબલા રોતી રહી.
દ્રશ્ય જોઈ સાંજ વેળા ફાતેમા રોતી રહી.
 
શીમ્ર ખંજર ફેરવે છે શાહના સૂકા ગળે,
આભથી લોહી વરસ્યું ને ધરા રોતી રહી
 
આગ ચાંપી ઝાલિમો ફૌજે ખુદાના તંબૂ પર,
નીકળ્યો ખૈમે ધુમાડો ને હવા રોતી રહી
 
કાનથી એરીંગ ખેંચ્યાં,પગના પાયલ લઇ લીધા,
શાહની બેટી સકીના જોઈ આ રોતી રહી.
 
સૈયદાણીઓની ચાદર ઝૂંટવી લીધી અદૂ,
ફાતેમાની બેટીઓ સૌ બે'રિદા રોતી રહી.
 
દીકરો આબિદ પથારીવશ હતો બીમાર થઈ,
ઝાલિમો બિસ્તરને લૂંટયું વાલિદા રોતી રહી.
 
ધૂળથી ખરડાયેલી લાશો જણાતી ચો તરફ,
બાપની મૈયત સકીના શોધવા રોતી રહી
 
બાળકો તરસ્યા અને ભૂખ્યા ધરા પર સુઇ ગયા,
લોરી સંભળાવીને ઝૈનબ રાતના રોતી રહી.
 
સાકીએ કૌસરનો કુંબો તરસી હાલતમાં રહ્યો,
હું રહી નાકામ કહીંને અલ્કમા રોતી રહી.
 
બે કજાવા ઊંટ પર ચડવા કરો ભૈયા મદદ,
ઝૈનબે ભાઈને આપેલી સદા રોતી રહી.
 
કષ્ટના ડુંગર પડ્યા'તા 'મુન્તઝિર' આશૂર દિન,
થાશે વર્ણન કેમ? ઝાતે કિબ્રીયા રોતી રહી.
મુન્તઝિર
 
 
 
2
ગુરબતે  શબ્બીર  પર જો  કરબલા રોતી રહી.
માડી જાયા ભાઇ પર ઝયનબ સદા રોતી રહી.
 
ભાઇ બેટા ઓના ગમમાં જો રડે છે બીબીયો. 
સૌ મળી  સાથે  પઢીને  મરસિયા  રોતી  રહી.
 
પાવ માં બાંધી છે બેડી  આબીદે બિમાર  ના.
તોક ગરદન માં છે  જોઈ  આપદા રોતી રહી.
 
અસગરે  બેશીર ના છે હોઠ પર સૂકી  જબાં.
જોઇ મંજર આજ સુધી અલ્કમા રોતી રહી.
 
જોઇને ખંજર ગળામાં માડી જાયા ભાઇ ના.
લાડલી  મૌલા  અલી  ની બે રિદા રોતી  રહી.
 
કોતેલલ હુસૈનની જ્યારે  સદાઓ સાંભળી.
આભ થી  લોહી  વરસ્યુ ને  ધરા રોતી  રહી.
 
માફ કરજે તુ  ગુનાહો  આશિકે શબ્બીર ના.
ફાતેમા  માંગી દુઆ ઓ યા ખુદા રોતી  રહી.
 
શુ  કરે  *હૈદર*  બયા તુ  કરબલા ની  આપદા.
ખૂનના એ  આંસુ ઓથી  ફાતેમા રોતી  રહી.
અસામદી હૈદરઅબ્બાસ આર(રસુલપુર)
 
 
 
3
લાશ એ શબ્બીર પર માં ફાતેમા રોતી રહી.
જોય ને હાલાત સરવર ની કઝા રોતી રહી.
 
શીમ્ર ખંજર ફેરતો ને આહ હસ્તો જાય છે.
પણ નબી ની હાય દુખ્તર જોય આ રોતી રહી.
 
કરબલા થી શામ કુફા હાથ જોડી રાહ પર.
બસ અલી ની લાડલી માંગી રીદા રોતી રહી.
 
ખાય ને મોઢે તમાચા માસુમા તડપી કહે.
આવી ને કાકા બચાવો ગમજદા રોતી રહી.
 
નોક પર નેઝા ની જોઈ બોલતા કુરઆન ને.
હર જગા પર ઇન્નમા ને હલઅતા રોતી રહી.
 
સૂર્ય એ પણ જેમને પરદા વગર જોઈ નથી.
આજ એને જોય ફિઝ્ઝા બે રીદા રોતી રહી.
 
યાદ આવે કરબલા ની બેકસી તો રાત દી.
શાહ પર બસ આંખની મારી ઝીયા રોતી રહી.
 
ચાંદ સૂરજ ને ફરિસ્તા જોઈ ને ગમ શાહ નો.
નયનવા ની ખાક ને આબોહવા રોતી રહી.
 
બે વતન ને બેકફન"કાસીમ"એ લાશો જોઈને.
આભ થી લોહી વરસ્યું ને ધરા રોતી રહી.
કાસીમ અલી ભગત (કઠોર)
 
 
 
4
પ્યાસ જોઈ શાહ ની માં ફાતેમા રોતી રહી
કરબલા ની સર ઝમીં ને અલકમા રોતી રહી
 
થઈ ગયું જ્યારે હુસૈન ઈબ્ને અલી નુ સર જુદુ
જોઈને મંઝર એ બિન્તે ફાતેમા રોતી રહી
 
ચાંદ જેવા લૈલા ના અકબર ની છાતીમાં સિના
બાપે જોઈ ટૂટ તી તો વેદના રોતી રહી
 
નયનવા પર ખૂ ને વેહતા જોઈને ખુદ નયનવા
શાહ પર આંસુ વહાવવા એ ધરા રોતી રહી
 
જીવ જ્યારે થઈ ગયો હુર નો ફિદા શબ્બીર પર
ત્યારે ઝૈનબ ની નમાઝો માં દુઆ રોતી રહી
 
શામો કૂફા ના સફર માં આબીદે બીમાર ને
જોઈ ઝંજીરો ને પગમાં આપદા રોતી રહી
 
વહબે કલ્બી નુ કલમ સર જ્યારે રણમાં થઈ ગયું
કહીને કમલી જોર થી બસ મરહબા રોતી રહી
 
આવતી નોહતી સકીના ને ઝરા ઉંઘ ખૈમા માં
યાદ બાબા ને કરી તે રાતમાં રોતી રહી
 
શું બયા કરશે *મોહંમદ* કરબલા નો વાકિયો
નૌહા ને આ સાંભળી ફર્શે અઝા રોતી રહી
 
 
 
5
_બાળકો ની પ્યાસ ખયમા માં સદા રોતી રહી_
_અલઅતશ ની છે સદા ને અલ્કમા રોતી રહી_
 
_શુક્ર નો સજદો હતો એ આખરી શબ્બીર નો_
_ફેરવે છે શિમ્ર ખંઝર ફાતેમા રોતી રહી_
 
_ત્રણ દિવસ ની પ્યાસના કારણ ગળું સૂકું હતું_
_એટલે બેશીર ની સૂકી જબાં રોતી રહી_
 
_ફાતેમા ના લાડલા ના ફૂલ જેવા જીસ્મ ને_
_હાએ ઝખ્મી જોઇને કરબોબલા રોતી રહી_
 
_ઝખ્મો થી એ ચૂર થઈને આખરી સજદો કરે_
_બંદગી એ જોઇને પાવન ધરા રોતી રહી_
 
_શિમ્ર નું ખંઝર ફરે છે શાહ ની ગરદન ઉપર_
_જીવ ને આપી દિધો ને નયનવા રોતી રહી_
 
_બીબિયો ની છે ઘડી કેવી કઠીન બાઝાર માં_
_ઝુલ્મ ના સાગર મહીં સૌ બે રીદા રોતી રહી_
 
_વાટડી જોવે છે સુગરા જે વતનમાં એકલી_
_ભાઇ અકબર ની સદા એ યાદ માં રોતી રહી_
 
_ઝુલ્મ ની હદ ને વટાવી ઝાલિમો એ શામ માં_
_ને અલી ની બેટી ઓ પણ બે ખતા રોતી રહી_
 
_કેમ ના રોવે ભલા આબિદ ગમે શબ્બીર માં_
_આભ થી લોહી વરસ્યુ ને ધરા રોતી રહી_
મરેડીયા આબિદ અલી એચ*
 
 
 
 
6
પ્યાસ જોઈ શેહ ની નહરે અલકમા રોતી રહી.
વાદળી તરસ્યા ગળા ને ચૂમવા રોતી રહી.
 
સાફ મકતલ ની ઝમીં પોતાના બાલો થી કરી.
રેત પર તડકા મા બેસી ફાતેમા રોતી રહી.
 
ઘોડા પર થી નીચે પડ્યા ઝખ્મી થઇ જયારે હુસૈન
તીરો પર શેહ નુ બદન જોઈ ધરા
રોતી રહી.
 
થઇ ગયો વરસાદ શેહ પર તીર ને તલવાર નો
આસુઓ સારી ને સરવર પર જફા રોતી રહી
 
જયારે જંગલ મા નમાઝે અસ્ર નો આવ્યો સમય.
રણ મા ગુૂંજી ને અઝાને મુસ્તફા રોતી રહી.
 
આખરી સજદા મા જયારે શેહ ની પેશાની ઝુકી.
જેને ચૂમી ને ઝમીને કરબલા રોતી રહી.
 
હાથ મા ખંજર લઈ ને શીમ્ર ત્યા આવી ગયો.
દુર થી ઝયનબ પડી ને મરસિયા રોતી રહી.
 
થઇ ગયો શબ્બીર ના સીના ઉપર ‍કાતિલ સવાર
જોળી ફેલાવીને હાયે ફાતેમા રોતી રહી.
 
બુઠઠા થી ખંજર કર્યુ માથુ જુદુ શબ્બીર નુ.
બે ખતા ઝુલ્મો સિતમ જોઈ દયા રોતી રહી.
 
લાગ્યુ સૂરજ ને ગ્રહણ ને આંધીઓ ચાલી બધે.
આભ થી લોહી વરસ્યુ ને ધરા રોતી રહી.
 
ચકકીઓ પીસી ને માએ એમને પાળયો હતો.
દશ્ત મા *નવશાદ* મા ની મામતા રોતી રહી.
નવશાદ બિજાની
 
 
 
 
7
મુસ્તુફા,  હૈદર  રડે  છે  ફાતેમા  રોતી  રહી.
શાહના દુ:ખને નિહાળી  કરબલા રોતી રહી.
 
ખુલ્દના સરદારની  મઝલુમીયત ને  જોઈને.
અર્શથી લઇ ફર્શ પરની ખલ્ક આ રોતી રહી.
 
પ્યાસ છે ત્રણ રોજની ને  શિમ્રનુ ખંજર ફરે.
હાય આ મંજર ને જોઈ અલ્કમા રોતી રહી.
 
સૂર્યને લાગ્યું ગ્રહણને આન્ધીઓ કાળી ઉઠી.
લોહી નો વરસાદ વરસ્યો  ને ધરા  રોતી રહી.
 
કર્બલાથી શામ તક સૌ ઝાલિમો હસતા રહ્યા.
ફાતેમા ની   લાડલી  ઓ  બેખતા  રોતી  રહી.
 
આબિદે   બિમાર  પર  છે કોરડા નો  માર ને.
શામના  બાજાર માં  આલે અબા  રોતી રહી.
 
કાફલો એ જઇ રહ્યો છે કૈદથી આઝાદ થઇ.
શામ માં  દુઃખિયા સકિના  કબ્રમા રોતી રહી.
 
તાકયામત ચાલશે અશ્કેઅઝા "શબ્બીર" ની.
ચૌદસો  વર્ષોથી  આંખો છે  સદા  રોતી રહી.
શબ્બીરઅલી નાંદોલીયા (મેતા)

Video

Latest Write Ups

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી ( By નૌશાદ બિજાની in )

30/09/2022

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી
VIEW WRITE UP

અમને મળી નસીબમા નેઅમત ગમે હુસૈન ( By 1. સાદિકઅલી રેવાસીયા 2. નૌશાદ બિજાની 3. આબિદઅલી નાંદોલીયા મેતા in )

23/09/2022

નેઅમત ગમે હુસૈન
VIEW WRITE UP

લુટાવ્યું છે ભર્યું ઘરબાર દીને મુસ્તુફા માટે ( By 1. નૌશાદ બિજાની 2. સાદિક રેવસિયા 3. આબિદઅલી નાંદોલીયા મેતા 4. અહમદઅબ્બાસ ઈમદાદઅલી ભોવણીયા સુરપુર in )

21/09/2022

ફઝલે આલે અબા
VIEW WRITE UP

Pehnaae kaise Aabid, Tujhko kafan Sakeena ( By 1. Naushad Bijani 2. Asmee Kanodari 3. Urooj Gopalpuri 4. Paikar Jalalpuri 5. Bober Nawab 6. Ashfaq kalkatvi in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

સકીના આપના ગમમાં બહુ બેઝાર છે બાબા. ( By નવશાદ બિજાની in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

હશ્ર તક એહસાન માને કરબલા સજજાદ નો. ( By 1. નૌશાદ બિજાની 2. મોહસિન મોમીન અમદાવાદ. 3. સાદિકઅલી રેવાસીયા in )

07/09/2022

Misra by Safdar kharodiya
VIEW WRITE UP

બિંતે ઝેહરા છે ખૂલે સર શામ ના બાઝાર માં. ( By 1. અહેમદ અબ્બાસ (ગણેશપુરા) 2. નવશાદ બિજાની 3. આબિદ અલી એચ મરેડીયા in )

06/09/2022

શામ ના બાઝાર માં.-​ફઝલે આલે અબા
VIEW WRITE UP

આભથી લોહી વરસ્યું ને ધરા રોતી રહી ( By Gujarati tarhi misro in Fazle-aaleaba )

27/09/2020

roze aashura
VIEW WRITE UP