ફઝલે આલે અબા
તરહિ મિસરો :- નવશાદ બિજાની
તડપે છે રુહે ઝહેરા મોલા હસન ના ગમ મા.
1- "મોહસિન" "મોમીન" અમદાવાદ.
2- ફરમાનઅલી મોમિન સાથળવાલા.
3- કાસીમ અલી ભગત (કઠોર).
4- નવશાદ બિજાની
5- આબિદ અલી. એચ.મરેડીયા
1
ગમગીન છે મદીના મૌલા હસન ના ગમ મા
તડપે છે બિન્તે ઝહેરા મૌલા હસન ના ગમ મા.
કાસીમ યતિમ આજે યસરબ મા થઈ ગયા છે
માતમ બપા છે ઘર મા મૌલા હસન ના ગમ મા
હૈદર ની લાડલી ને અય કાશ કોઈ કહી દો
રોવે છે ઉમ્મે ફરવા મૌલા હસન ના ગમ મા.
જૌદા એ કેવું કાતીલ ઝહેરે દગા દીધું છે
તડપે છે રુહે ઝહેરા મોલા હસન ના ગમ મા.
અહેમદ ની કબ્ર કાંપી, કબ્રે બતુલ લરઝી
રોવે બતુલ ઝાદા મૌલા હસન ના ગમ મા.
તાબુતે મુજતબા પર તિરો ની થઈ છે વર્ષા
રડતા રહ્યા સિતારા મૌલા હસન ના ગમ મા.
નૌકે કલમ થી આંસુ વરસે છે જ્યારે જ્યારે
"મોહસિન" લખે છે નવહા મૌલ હસન ના ગમ.
"મોહસિન" "મોમીન" અમદાવાદ.
2
વિરાન છે મદીના મૌલા હસન ના ગમ માં,
રોવે છે ભાઇ બહના મૌલા હસન ના ગમ માં.
હરપલ છે યાદ મૌલા દીલમા તમારી સૌના,
તડપે છે રોજ દુનિયા મૌલા હસન ના ગમ માં.
એવા થયા છે ઝુલ્મો ઝેહરા ના લાલ ઉપર,
નૌહા કરે ફરિશ્તા મૌલા હસન ના ગમ માં.
લાગ્યા જે સારા તનપર તાબૂતે મુજતબા પર,
તીરો કરે છે ગિયાઁ મૌલા હસન ના ગમ માં.
નાના ની કબ્ર પાસે દફનાવવા દીધા ના,
તડપે નબી નવાસા મૌલા હસન ના ગમ માં.
જો'દા એ આપ્યુ હાયે કાતિલ ઝહર દગા થી,
ફરવા કરે છે નવહા મૌલા હસન ના ગમ માં.
કલ્બો જીગર થયું છે મૌલા નું પારપારા,
તડપે છે રુહે ઝેહરા મૌલા હસન ના ગમ માં.
'ફરમાન' ને હવે તો મૌલા મદીના લાવો,
પઢવા છે એને નવહા મૌલા હસન ના ગમ માં.
ફરમાનઅલી મોમિન સાથળવાલા.
3
મૌલા હસન ના ગમ મા મૌલા હસન ના ગમ મા.
છે સોગ વાર દુનિયા મૌલા હસન ના ગમ મા.
ફરવા ની માંગ ઉજડી બેવા થયા છે બીબી.
માતમ કરે મદીના મૌલા હસન ના ગમ મા.
મૌલા હસન ના જોયા જો કાળજા ના ટુકડા.
ઝયનબ થયા છે દુખીયા મૌલા હસન ના ગમ મા.
કેવો સિતમ થયો છે એહમદ ના બાદ હાયે.
કાંપી દિવારે કાબા મૌલા હસન ના ગમ મા.
તડપે છે રૂહે એહમદ તડપે છે રૂહે હૈદર.
તડપે છે રૂહે ઝેહરા મૌલા હસન ના ગમ મા.
તીરો થી દુશ્મનો ના છલની થયો જનાઝો.
એહલે ફલક છે ગિર્યા મૌલા હસન ના ગમ મા.
નૌહા પઢે ફરીસ્તા માતમ કરે ફરીસ્તા.
આવી અલી ના ઘર મા મૌલા હસન ના ગમ મા.
ફરશે અઝા બિછાવી સૂરજ ને ચાંદ તારા.
રોવે નદી ને દરિયા મૌલા હસન ના ગમ મા.
કાસીમ ની લાશ જોયી શબ્બર ની યાદ આવી.
ગમગીન શાહેવાલા મૌલા હસન ના ગમ મા.
"કાસીમ"લખીને નૌહો બીબી ને આપે પુરસો.
કરજો કબુલ ઝેહરા મૌલા હસન ના ગમ મા.
કાસીમ અલી ભગત (કઠોર).
4
છે સોગવાર કાબા મૌલા હસન ના ગમ મા.
ગમગીન છે મદીના મૌલા હસન ના ગમ મા.
ગિલમાનો હૂર માતમ ફિરદોસ મા કરેછે.
ગમગીન છે ફરિશ્તા મૌલા હસન ના ગમ મા.
લરજે છે કબ્રે અેહમદ રોજા મા છે ઉદાસી.
તડપે છે રૂહે ઝેહરા મૌલા હસન ના ગમ મા.
અહલે હરમ મા અાજે આહો ફુગાં છે જારી.
ઘરમા છે હશ્ર બર્પા મૌલા હસન ના ગમ મા.
વારિસ રહ્યા ન મારા બેવા થઇ હુ અાજે.
કેહતી તી ઉંમે ફરવા મૌલા હસન ના ગમ મા.
જગથી સિધાર્યા બાબા આવી ગઇ યતીમી.
કાસિમ પડે છે નવહા મૌલા હસન ના ગમ મા.
તન્હા હુસૈન આજે યસરબ મા થઇ ગયા છે.
ઝયનબ કરે છે ગિર્યા મૌલા હસન ના ગમ મા.
શબ્બર ના કાતિલો પર લાનત કરી રહી છે.
બેઝાર થઇ ને દુનિયા મૌલા હસન ના ગમ મા.
નવશાદ અારઝુ કર શાહે નજફ ના દર થી.
નવહા લખુ હમેંશા મૌલા હસન ના ગમ મા.
નવશાદ બિજાની
5
રડતી રહી છે દુનિયા મૌલા હસન ના ગમ માં
રોવે ગગન ને તારા મૌલા હસન ના ગમ માં
શૌહર સિધાવે જન્નત બેવા થયા છે બીબી
રોવે છે ઉમ્મે ફરવા મૌલા હસન ના ગમ માં
દિલના થયા છે ટુકડા કાતિલ ઝહર થી આજે
માતમ થયું છે બરપા મૌલા હસન ના ગમ માં
બોત્તેર ટુકડા જોઈ બેટા ના કાળજા ના
તડપે છે રૂહે ઝેહરા મૌલા હસન ના ગમ માં
મૌલા અલી ના ઘરમાં આવી કઝા હસન ને
ગિર્યા કરે છે ઝહરા મૌલા હસન ના ગમ માં
આવી ફલક ઉપરથી માં ફાતેમા ના ઘર માં
હૂરો કરે છે ગિર્યા મૌલા હસન ના ગમ માં
દિલ પર ઘણા છે સદમા મૌલા કબૂલ કરજો
આબિદ લખે છે નૌહા મૌલા હસન ના ગમ માં
આબિદ અલી. એચ.મરેડીયા