ફઝલે આલે અબા
તરહી મિસરો...નવશાદ બિજાની
બાકી છે કાએનાત મા રેહમત નબી થકી
1-નવશાદ બિજાની
2-શબ્બીરઅલી નાંદોલીયા. (મેતા)
3-શાકીર અલી વલુડા મહેરપુરા (મજાદર)
1
ઇન્સાન ની થઈ છે હીદાયત નબી થકી.
ઈમાન ની મળી ગઇ દૌલત નબી થકી.
સૂરજ ઝમીન ચાંદ સિતારા ને અાસમાન.
કૌનો માકાં મા પામે છે ઝીનત નબી થકી.
આયત હરેક પડે છે કસીદા રસૂલ ના
કુરઆન ની જગત મા છે હુર્મત નબી થકી.
ઇશ્કે નબી ન હોય તો સજદાઓ ખાક છે.
થાશે હરેક કબૂલ ઇબાદત નબી થકી.
વાજિબ છે ઇશ્કે મુસ્તફા હર એક બશર ઉપર
બાકી છે કાએનાત મા રેહમત નબી થકી.
દિલ ને સુકૂન મળતુ ના ઇશ્કે નબી વગર
બેચયન કલ્બ પામે છે રાહત નબી થકી.
રાહિબ દરે હુસયન થી તુ માંગી લે પિસર.
પુરી જો તારી થાય ના હાજત નબી થકી.
દુખ ફાતેમા ને આપ્યુ છે દુનિયા મે જેમણે.
બદલા મા મળશે તેઓ ને નફરત નબી થકી.
જોઈ ને નૂર કબ્ર મા બોલ્યા મલક મને
"નવશાદ" તારી ચમકે છે તુરબત નબી થકી.
નવશાદ બિજાની
2
દેખાય જગ મહી બધે કુદરત નબી થકી.
બાકી છે કાએનાત માં રહેમત નબી થકી.
કલમો પઢે છે જે કોઈ દિલમાં ઈમાન થી.
બંન્ને જગતમાં એની છે ઇઝ્ઝત નબી થકી.
અખ્લાક ને સુધારે મળે હક ની રોશની.
કુર્આન રૂપી જગ મહી નેઅમત નબી થકી.
ઇસ્લામ દીન આજ છે ફેલાયો ચોતરફ.
તબ્લીગ ની થયી છે જે મહેનત નબી થકી.
કસ્તીએ નૂહ ના સમી છે આલે મુસ્તુફા.
એની મળી છે અમને હિદાયત નબી થકી.
સરદારે અંબિયા કહો મહેબૂબે કિબ્રીયા.
મળશે અમોને આખરે જન્નત નબી થકી.
મૌલા છું જેનો હું હવે મૌલા અલી થયા.
હૈદરને જે મળી છે ખિલાફત નબી થકી.
મહેદી સુધીઆ ચાલશે હાદીનો સિલસિલો .
બારે ઇમામ ની છે ઇમામત નબી થકી.
"શબ્બીર" વાત શું કરે ! મહેશરના રોજની.
ઉમ્મતની થાશે ત્યારે શફાઅત નબી થકી.
શબ્બીરઅલી નાંદોલીયા. (મેતા)
3
ઈસ્લામ ને મળી છે એ તાકત નબી થકી
ચારેય દિશામાં ફેલાય હિદાયત નબી થકી
પામે છે ખલ્ક રોજી ને શોહરત નબી થકી
બાકી છે કાએનાત માં રહેમત નબી થકી
અર્શ એ બરી નું નૂર છે ઉતરે જમીન પર
ખુદા કરે છે જગની નિજામત નબી થકી
હર દર્દની શિફા મળે કુરઆન ના થકી
કુરઆન ની ઉતારે છે આયત નબી થકી
કરતો રહે જિંદગી ભર શુક્ર ખુદા નો
હાદી ની મળી અમને હિદાયત નબી થકી
દિલ માં જો હોય બુગ્ઝ તો ક્યાંથી કબૂલ થાય
કરશે કબૂલ રબ તો ઈબાદત નબી થકી.
"શાકીર" મુરાદ માંગ પંજેતન ના દ્વાર થી
કરશે પુરી રબ એ હાજત નબી થકી.
શાકીર અલી વલુડા મહેરપુરા (મજાદર)