ફઝલે આલે અબા
તરહી મિસરા
ઇશ્કે અલી મા મારા ગુનાહો બળી ગયા.
1-આબિદ અલી નાંદોલીયા.. (મેતા)
2-શબ્બીરઅલી નાદોલીયા. (મેતા)
3-શાકીર અલી વલુડા. મહેરપુરા(મજાદર)
4-સાદિકઅલી રેવાસીયા
5-નવશાદ બિજાની
6-મોહસિન મોમીન અમદાવાદ.
1
જન્નતની ખોજ મા અમે આગળ વધી ગયા
કરબોબલા નિહાળી તો બસ ત્યાં રહી ગયા
સૂરજ ઉગે સવારે અલી નું રટણ કરી
નેહજુલબલા મા જો તુ પુરાવા મળી ગયા
હૈદર વગર કશું નથી હૈદર થી છે બધુ
કુરઆન મા બધા જ જવાબો મળી ગયા
કરબોબલા ના વીરો ની જગમો મિસાલ છે
અલ્લાહ ના સિપાઇ મરી ને બચી ગયા
કાસિમ નો જંગ જોઇને અબ્બાસ બોલીયા
જુવો બેટા અદૂ ઓ કેવા થરથરી ગયા
લાખો પગાર છોડી ને સરવર તરફ વધ્યા
કરબોબલા મા હુર તો હુસૈની બની ગયા
ઇસ્લામ છે હુસૈન થી અલ્લાહ થી હુસૈન
સીફત છે આવી શાહની બોલી નબી ગયા
શબ્બીર ની સદા મા ખુદા ની છે હા: છતા
ઇસ્લામ માટે ખુદ ને નિછાવર કરી ગયા
લકડૂ બળે છે જે રીતે બસ એ રીતે બધા
ઇશ્કે અલી મા મારા ગુનાહો બળી ગયા
આબિદ અલી નાંદોલીયા.. (મેતા)
2
ઈશ્કે અલી મો મારા ગુનાહો બળી ગયા.
જન્નત તરફના દ્વાર બધા છે ખુલી ગયા.
મૌલા છું જેનો હુ હવે મૌલા અલી થયા.
પ્યારા નબી એ શબ્દો અમોને કહી ગયા.
અલ્લાહ ના પછી છે મોહંમદ પછી અલી.
દરપર જે બાદશાહો બધા છે જુકી ગયા.
હૈદર કહો શેરેખુદા કે સાકિએ કૌશર.
ઝિક્રે અલીના લમ્હા ઈબાદત થઈ ગયા.
અઝમત ઘણી બલંદ જેની ઉચ્ચ મર્તબો.
ઈશ્કે અલીથી લાખો વલી છે બની ગયા.
સલમાન, મિસમો ને અબુઝરની વાત છે.
મરવા છતાં હજી સુધી જીવતા રહી ગયા.
હું ઈલ્મનુ શહેર તો એનો દ્વાર છે અલી.
એહમદ નબી હદીસથી તબલીગ કરી ગયા.
ગુજભેદની ડગર છે ભલે દીનની અહીં.
રસ્તો બતાવવા મને રહેબર મળી ગયા.
"શબ્બીર " પણ કરી દિધી તૌબા અને કહે.
નામે અલી થી મારા દુ:ખો પણ ટળી ગયા.
શબ્બીરઅલી નાદોલીયા. (મેતા)
3
પતઝડ મા જેવી રીતે કે પત્તા ખરી ગયા
ઇશ્કે અલી મા મારા ગુનાહો બળી ગયા.
પૂછો જરા ખયબર ને કે કેવો રૂબાબ છે
હૈદર ને જોઈ મરહબો અંતર મરી ગયા.
ચમકે જો વીજળી વેગે ઝુલ્ફીકાર રણ મહી
ચમકારો જોઈ જીવતા મુરદા બની ગયા
રબ નુ છે નૂર એજ મોહમ્મદ નુ નૂર છે
એ નૂર થી જગત ને તો મૌલા મળી ગયા
સોળે કળાએ ખીલે છે મહેફિલ અલી ની જ્યાં
દુશ્મન અલી ના ત્યાંતો બળી ને મરી ગયા.
કેવો છે જામ હૈદરી જાણે ભલા એ ક્યાં
જેણે પીધો એ બુઝરો કમ્બર બની ગયા
મોમીન ને ખૌફ ક્યાંથી રહે દિલ ઉપર હવે
એને તો હક ના હાદી ને રહેબર મળી ગયા
શાકીર ના આ કલામ ને કરજે ખુદા કબૂલ
હોઠે જો ગુનગુનાવ્યા તો મોતી બની ગયા
શાકીર અલી વલુડા. મહેરપુરા(મજાદર)
4
ઈશ્કે અલી મા મસ્ત કલંદર બની ગયા
દર પર અલીના આવી બધા જામ પી ગયા
કરબોબલામાં લાખો અદુઓ બની ગયા
પણ એક હુર હતા એ હુસૈની થઈ ગયા
કોની મજાલ જંગ અલીથી કરે બશર
આવ્યા હતા એ શાહના સામે મરી ગયા
ગુમરાહ ના થઈએ જગતમાં કદાપી પણ
હા કેમ કે અમોને જો રહેબર મળી ગયા
અહેમદ અલી હુસૈન અઈમ્મા ને ફાતેમા
ઇસ્લામની જગતમાં એ તબ્લીગ કરી ગયા
રબ્બે જલી ના અંગ ધરાવે છે મુર્તુઝા
તારીખમાં અમોને પુરાવા મળી ગયા
સાદિકઅલી રેવાસીયા
5
આંખો થી શેહ ના ગમ મા જે આસૂ સરી ગયા.
રૂમાલે ફાતેમા મા એ મોતી બની ગયા.
ફિરદોસ મા ફકત છે ગુલામે અલી ગયા
દુશ્મન અલી ના આગ નુ ઇંધણ નબી ગયા.
રુતબા બુલંદ થઇ ગયા એનાય હુર ની જેમ.
માથાઓ જેના શેહ ના ચરણ મા નમી ગયા.
અવલાદ પણ હતી નહી જેના નસીબ મા.
દીકરાઓ સાત એમને શેહ થી મળી ગયા.
મુર્દા ન સમજો એમને જીવતા છે એ સદા.
રાહે ખુદા મા જેઓ લડી ને ખપી ગયા.
બાળે છે આગ જેમ સુકા લાકડા ને એમ.
ઇશ્કે અલી મા મારા ગુનહો બળી ગયા.
મળ્યા નથી નબીઓ અલી ને હસન ને જે.
બોતેર એવા સાથીઓ શેહ ને મળી ગયા.
*નવશાદ* જેણે ભર્યા છે હુબ્બે અલી ના દમ.
એના નસીબ મોત પછી જગમગી ગયા.
નવશાદ બિજાની
6
કરબોબલા ની ખાક મા જેઓ ભળી ગયા
પરવાના ખુલ્દ ના એ સહુ ને મળી ગયા.
ના એને ફિકર્ છે કોઈ મેહશર ની, ખુલ્દ ની
આલે રસૂલ જેના રદય મા વસી ગયા.
હિંમત જુઓ ને કરબોબલા ના સગીર ની
રડવાનું છે મકામ અને ત્યાં હસી ગયા.
મેદાન છોડી કુફા તરફ ભાગ્યા અદુ
ગાઝી ને જોઈ આવતો સૌ થરથરી ગયા.
ત્યાં આવવું અધૂરું છે એ ઝાએરિન નું
કરબોબલા જે આવી કફન લઈ નથી ગયા.
બુગ્ઝે અલી હો દિલમાં ને કર્યા કરો તવાફ
ખાને ખુદા ના ફક્ત એ ચક્કર બની ગયા.
ઉલ્ફત નો છે કમાલ આ "મોહસિન" જરા જુઓ
ઇશ્કે અલી મા મારા ગુનાહો બળી ગયા.
"મોહસિન મોમીન" અમદાવાદ.