કુરઆન મા તમારી છે મદહો સના હસન.
તરહી મિસરો....નવશાદ બિજાની
ફઝલે આલે અબા.
1. મોહસિન મોમીન અમદાવાદ
2. નવશાદ બિજાની
3. હૈદર મિરઝા
1. મોહસિન મોમીન અમદાવાદ
કરવી છે અમને આપ ની મદ્હો સના હસન
શબ્દો નો અમને કરજો ખજાનો અતા હસન.
દુશ્મન કલમ ની ધાર થી હારી ગયા હતા
કેવી હતી તમારી અનોખી વિગા હસન.
એક નૂર નુ મદીના મા છે આગમન અને
ફેલાશે કુલ જગત મા છે એવી ઝિયા હસન.
હુરો નુ આગમન છે ઝમીં પર બહિસ્ત થી
ખુશ છે અલી યો ફાતેમા ને મુસ્તફા હસન.
શું વર્ણવે તમારી ફઝીલત કોઈ બશર
કુરઆન મા તમારી છે મદહો સના હસન.
ઝુલો તમારો આવી ફરિશ્તા ઝુલાવશે
કેવો છે ઇન્તેઝામ કરે કિબ્રિયા, હસન.
હુબદાર આપના છે પરેશાન વબા થી
આવી ને સૌ ને આપો મુકમ્મલ શિફા હસન.
ઝોલી પસારી આપના દરબાર મા ઉભો
"મોહસિન" ની કરજો પુરી હર એક મુદ્દદુઆ હસન.
2. નવશાદ બિજાની
હર મર્ઝ મા છે નામ તમારૂ દવા હસન.
મુશ્કિલ મા સૌની અાપ છો મુશ્કિલકુશા હસન.
સંકટ મા છે હરેક કોરોના ના કેહર થી.
આપી દો અાપ સૌને વબા થી શિફા હસન.
તફસીર પુર્ણ સૂરએ કવસર ની થઇ ગઈ.
અબ્તર ને માટે આવ્યા બની ને કઝા હસન
ગૂંજે છે નાદ ચાંદ ને સૂરજ ના આભ માં
અમને કરી દો નૂર નો સદકો અતા હસન
કરશે ફકત કલમ થી મુનાફિક ને બેનકાબ.
ઇસ્લામ ને લો તારવા આવી ગયા હસન.
નવશાદ મુજતબા ની જે દિલ થી સના કરે.
મેહશર મા એને આપશે ઉત્તમ જઝા હસન.
3. હૈદર મિરઝા
તૂટેલ દિલ ની જગ મહી છે એક દવા હસન
માંગો જો નેક દિલ થી કરે છે અતા હસન
દુનિયા માં મુશ્કીલો ના આ અંબાર ભલે છે.
ડર કઈ નથી છે મુશ્કીલોમાં રેહનુમા હસન
મુશ્કિલ માં નામ એમનું લેતો હતો જ કે
આવી ગયા તે પેહલા મને તારવા હસન
કશ્તી ભંવર માં આજ છે દુનિયા ની ફરીથી
નાથી દો હવે કોરોના ની આ વબા હસન
ના થાય તેના નામ થી દુઃખ દુર કેમ જો
મુશ્કિલ કુશા ના લાલ છે મુશ્કિલ કુશા હસન
બાકી નથી વખાણ થી ઉમ્મુલ કિતાબ પણ
કુરઆન માં તમારી છે મદહો સના હસન
રોશન છે જેના દિલ માં અલી ની વિલા ના દીપ
હૈદર જરૂર આપશે તેને જીના હસન.