ભેગા મળીને કરયે સના એહલેબૈત ની.

( By 1. ‘ખાદિમ’ હુસયન. 2. "મોહસિન" "મોમીન" અમદાવાદ. 3. નવશાદ બિજાની 4. રાબડી યુસુફ અલી આઇ. 5. નઝર અબ્બાસ મોમીન, 6. ખાદિમહુસૈન "કલીમ" મોમિન, 7. શબ્બીરઅલી નાંદોલીયા. (મેતા), 8. શાકીર અલી વલુડા

in )
  • Name:
  • Section:
  • Number of pages:
  • Date Added:
    11/06/2021
ભેગા મળીને કરયે સના એહલેબૈત ની.


સનાએ આલે અબા
તરહી મિસરો. bay Asmee Kanodri.
ભેગા મળીને કરયે સના એહલેબૈત ની.
 
1. ‘ખાદિમ’ હુસયન.
2. "મોહસિન" "મોમીન" અમદાવાદ.
3. નવશાદ બિજાની

4. રાબડી યુસુફ અલી આઇ.

5. નઝર અબ્બાસ મોમીન
6. ખાદિમહુસૈન "કલીમ" મોમિન
7. શબ્બીરઅલી નાંદોલીયા. (મેતા)
8. શાકીર અલી વલુડા મહેરપુરા (મજાદર



 
 
એ રીતે કરવી મુજને સના એહલેબૈત ની,
દિલમાં સમાય જાય વિલા એહલેબૈત ની,
 
દોડીને આવશે બધા શબ્દો તો ફ્રિરમાં,
એકવાર થઇ ગઈ જો અતા એહલેબૈત ની...
 
મળતું હતું સુકૂન સદા દિલ ને રૂહ ને,
ઝિક્રે ખુદા છે એક દવા એહલેબૈત ની...
 
એ માનવી નું હય્યુ બગીચો બની જશે,
જેના હૃદય માં રેહશે વિલા એહલેબૈત ની...
 
બેશક નસીબ એનું તો આકાશ પર હશે,
જેને મળી ગઈ છે દુઆ એહલેબૈત ની...
 
છે કેટલી બુલન્દ જરા જો તું મંઝિલત,
આકાશ તક ગઈ છે ગિઝા એહલેબૈત ની...
 
મશહદને કરબલાને મદીનામાં જોઇલો,
મૌજૂદ આજ પણ છે મતા એહલેબૈત ની...
 
કરવો અગર છે મોમિનો આકાશ નો સફર,
ભેગા મળીને કરયે સના એહલેબૈત ની...
 
સૌ શાયરો લખ્યા કરે અશઆર એટલે,
‘ખાદિમ’ મળી ગઈ છે અતા એહલેબૈત ની...
‘ખાદિમ’ હુસયન.
 
 
 
 
 
 
નીકળે સિતારા લઈ ને રજા એહલેબયત ની
ચમકે છે લઈ ને શમ્સ ઝિયા એહલેબયત ની.
 
સરવર ના સોગવાર ચલો ખુલ્દ મા ચલો
મહેશર મા ગુંજશે આ સદા એહલેબયત ની.
 
કુલ અંબિયા ને માસુમિન આવશે જરૂર
મજલીસ ઘરો મા કરીયે બાપા એહલેબયત ની.
 
એવી બતાવો કોણ કરે દાર પર ચઢી
મિસમ સના જે કરતા હતા એહલેબયત ની.
 
આવો બધાએ હુરો મલક આપણે બધા
ભેગા મળી ને કરીએ સના એહલેબયત ની.
 
મકતલ મા, રાહે શામ મા, કે કૈદે સિતમ મા
બતલાઓ એક નમાઝ કઝા એહલેબયત ની
 
ઉમ્મીદ પુરી થાશે ને જીવન સફળ થશે
દેવડી ઉપર જો આવે કઝા એહલેબયત ની.
 
શબ્દો કલમ ની નોક થી કાગળ ઉપર જશે
"મોહસિન" ઉપર જો થાશે અતા એહલેબયત ની.
"મોહસિન" "મોમીન" અમદાવાદ.
 
 
 
 
 
અલ્લાહ ની રઝા છે રઝા એહલેબયત ની.
છે જાન દીન માટે ફિદા એહલેબયત ની.
 
સમજી શકો તો એમા ભલાઇ છે આપણી.
ભેગા મળી ને કરીયે સના એહલેબયત ની
 
મજલિસ મા બેસી ને જે વહાવે છે આંસુઓ.
બેશક મળે છે તેને દુઆ એહલેબયત ની
 
શમશીર જેવુ કામ કલમ થી તે લઇ શકે.
આવી છે રણભુમી મા કળા એહલેબયત ની
 
જન્નત મા આવી જાવ બધા અય હુસૈનીઓ.
મહેશર મા ગૂંજસે આ સદા એહલેબયત ની
 
ઉભા રસૂલ પણ થઇ કરતા'તા એહતેરામ.
અસહાબ ને મળી ન જગા એહલેબયત ની
 
લેતા સફર ની પહેલા સુલયમાં રઝા અહીં
તાબે સદા રહે છે હવા એહલેબયત ની
 
કર્યા છે જાલિમોએ સિતમ બુગ્ઝ ને લિધે.
વરના બતાવો એક ખતા એહલેબયત ની
 
ચહેરો નબી નો આવ્યો નજર ચાંદ કરતા તેજ.
ઓઢી લિધી છે આજે રિદા એહલેબયત ની.
 
કુરબાન જેઓ થઇ ગયા નવશાનદ દીન પર.
તેઓ ઉપર ઘણી હો ખમા અેહલેબયત ની.
"નવશાદ" બિજાની




પરચમનો છાંયડો ને દયા અહેલેબૈત ની 
માથે તું રાખ મારા  ખુદા અહેલેબૈત ની 

નુરી અબદ થી ઘોર માં સદકારસે મને
પૂંજી કરી છે મે તો જમા અહેલેબૈત ની 

દરિયા એ નિલ સુ હવે રોકી શકે ભલા
મુશાના હાથ માં છે અસા અહેલેબૈત ની 

આફત બલા કે દર્દો સિતમ થાશે ના મને
ખાધી છે મેં અનોખી દવા અહેલેબૈત ની 

ફિતરુસ બનીને જા કે પછી હૂર બનીને જા
ટાણે નહિ ખુદા એ દુવા અહેલેબૈત ની 

જીવે છે કરબલાનુ ચલણ જોઇલે સિતમ
આવે છે ધર ધરેથી સદા અહેલેબૈત ની 

હા દિન ને તપિશ કદી જુલ્મોની નઇ અડે
ઓઢેલી છે અનોખી રીદા અહેલેબૈત ની 

મોમીનછે દિલતો દિલથી દુરુદો સલામ બાદ
સલવાત બસ પઢો ને બધા અહેલેબૈત ની 

અલ્લાહ નો કરમ અને જીબ્રિલ કહી ગયા
યુસુફ લખી દે મદહો સના અહેલેબૈત ની
 
રાબડી યુસુફ અલી આઇ



સર પર સદાયે વરસે અતા એહલેબૈતની..
ઉલફત જો દિલમાં હોય "બકા" એહલેબૈતની...

ધરતી ઉપર બહિસ્તનો માહોલ થઇ જશે...
ભેગા મળીને કરીએ સના એહલેબૈતની

પઢ મારેફતની આંખોથી કુરઆન એકવાર...
દેખાશે પાને પાને સના એહલેબૈતની

જીવનને સાદગીની રિદાથી સજાવ્યું છે...
રોટી અને નમક છે ગિઝા એહલેબૈતની

દઇ દે કતાર ઊંટોની એક જ સવાલ પર
રહેમત બની જો વરસે અતા એહલેબૈતની

આપે રુકુઅમાં વીંટી, મલાયકને રોટીઓ
નોખી સખાવતોની અદા એહલેબૈતની

વહેચાય છે હદિસે કિસા વાળી અહીં શરાબ
મહેફિલમાં આવો જામ પીવા એહલેબૈતની

ભરપૂર પી ને આયતે તત્હિરની શરાબ
મસ્તીમાં હૈયા ઝૂમી ઉઠયા એહલેબૈતની

આયત ઉતારી દે છે ખુદાવંદે ઝૂલજલાલ
આવે પસંદ જ્યારે અદા એહલેબૈતની

જેના ઉપર ઉડો છો સુલેમાન આમ તેમ
દાસી છે અસ્લમાં એ હવા એહલેબૈતની

અય નૂહ તખ્તીયો નથી, શાહોની મોહર છે
આ કશ્તી થઈ ગઈ છે મતા એહલેબૈતની

જુલ્મો સિતમની વર્ષામાં કાયમ કરી ગયા..
ના થઇ કદી નમાઝ કઝા એહલેબૈતની

ઝાકીર અમસ્તો તું નથી આલે રસૂલનો
તુજને "નઝર" મળી છે દુઆ એહલેબૈતની

નઝર અબ્બાસ મોમીન



 
રાખે સદા જે દિલમાં વિલા અહલેબૈતની,
સર પર રહે છે એના અતા અહલેબૈતની.
 
રહેમાન મદહખ્વાન છે કુરઆનમાં જુઓ,
ઝળકે છે આયતોમાં સના અહલેબૈતની.
 
નૂરી કવનથી નૂરની મહેફિલ સજાવીને,
ભેગા મળીને કરીએ સના અહલેબૈતની.
 
દુઃખ, દર્દ, ગમની એ જ દવા કારગર રહી,
ઘરમાં કદી બિછાવ કિસા અહલેબૈતની.
 
એના સહારે ચાલી રહી છે તમામ ખલ્ક,
સંસાર પર રહી છે દયા અહલેબૈતની.
 
દુશ્મનને પણ મુઆફ કરે, દે ન બદ્દુઆ,
રહેમાન જેવી રહી છે પ્રથા અહલેબૈતની.
 
હર દૌરમાં સતાવ્યા સિતમ ને જુલમથી તેં,
જાલિમ હતી શું બોલ ખતા અહલેબૈતની ?
 
કર ગૌર કે કુરઆનની આયત બતાવશે,
અલ્લાહની નજરમાં જગા અહલેબૈતની.
 
સલવાર માઅરેફતની, મોહબ્બતનો કમરબંદ,
અઝમત ને મંઝિલત છે અસા અહલેબૈતની.
 
અલ્લાહ ખુદ ઓઢાવે રિઝાનું કમીઝ તો,
અલ્લાહની રિઝા છે રિઝા અહલેબૈતની.
                            
હૈબતની દઈ રિદા ને હિદાયતનો તાજ દઈ,
અલ્લાહ દે આ જગને મતા અહલેબૈતની.
 
હુર જેવા થઈ ગયા છે અલૈહિસ્સલામ જો,
લાગી જરા જો એને હવા અહલેબૈતની.
 
વેઠીને ભૂખ પ્યાસ બચાવે એ દીનને,
સમજી શકે શું કોઈ વ્યથા અહલેબૈતની.
 
લઈને કલમ વિલાની નિરંતર તું અય "કલીમ",
કરજે સદા કવનમાં કથા અહલેબૈતની.
ખાદિમહુસૈન "કલીમ" મોમિન



જન્નતમાં લઈ ને જાશે  દુઆ એહલેબયતની. 
દિલમાં  સદાય  રાખ  વિલા  એહલેબયતની. 

આમાલ આ  લખાય  ઈબાદત માં  આપણો. 
ભેગા  મળીને  કરીએ  સના  એહલેબયતની.

નજરાન  ના  નસારા  ઓ  પાછા  ફરી  ગયા. 
જોઈ  નબી ની  સાથ  અદા  એહલેબયતની. 

ઈસ્લામ  કંઈ  અમસ્તો  પ્રકાશિત નથી  થયો. 
થઈ  દીંન પર છે  જાન  ફિદા એહલેબયતની. 

કરશે  કબૂલ  સઘળી  નમાઝો  અને  અમલ. 
અલ્લાહ જોશે દિલમાં વિલા એહલેબયતની. 

કુરઆન માં છે એમની અઝમત ની આયતો. 
છે  શાન  આલીશાન  બધા  એહલેબયતની. 

ઊંટો  તણી   કતાર  ની    શું   વાત  હું  કરૂ. 
ફિતરસ ને આપે પાંખ અતા એહલેબયતની. 

જુલ્મો સિતમ  મિટાવી ને  ઈન્સાફ  આપશે. 
મહેદી સુધી જે રહેશે  બકા એહલેબયતની. 

આલે નબીના  સદકા માં "શબ્બીર" માંગજે.
કરશે   દુઆ  કબૂલ   ખુદા  એહલેબયતની. 

શબ્બીરઅલી નાંદોલીયા. (મેતા)
 



ગુલશન ને ગુલ આબો હવા એહલેબૈત ની
સૂરજ ને ચાંદ તારા ધરા એહલેબૈત ની

સદકો છે ફાતેમા નો જે ફાકા કશી કરી
દુનિયા ને જે મળ્યું એ ગિઝા એહલેબૈત ની

આવે છે નૂરી ખુલ્દ થી રબ ની રજા લઈ 
ભેગા મળી ને કરીએ સના એહલેબૈત ની

માંગી રડી રડી ને દુઆ આદમે ઘણી
પાછી મળી છે ખુલ્દ દુઆ એહલેબૈત ની

ઝેહરા નો લાલ કરશે નિદા આવી જે ઘડી
ચારે દિશા મા ગુંજશે સદા એહલેબૈત ની

કેવા કર્યા છે ઝાલીમો ઝુલ્મો સિતમ તો જો
દુનિયા ને હુ સંભળાવું કથા એહલેબૈત ની

ચાહત તો કામ આવશે પુલે સિરાત પર
શીખવાડીશુ બચ્ચાઓ ને વફા એહલેબૈત ની 

શાકીર ના કર ઘમંડ આ શબ્દો ની ઉપર
મરજી ખુદા ની છે તો અતા એહલેબૈત ની.

શાકીર અલી વલુડા મહેરપુરા (મજાદર

Video

Latest Write Ups

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી ( By નૌશાદ બિજાની in )

30/09/2022

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી
VIEW WRITE UP

અમને મળી નસીબમા નેઅમત ગમે હુસૈન ( By 1. સાદિકઅલી રેવાસીયા 2. નૌશાદ બિજાની 3. આબિદઅલી નાંદોલીયા મેતા in )

23/09/2022

નેઅમત ગમે હુસૈન
VIEW WRITE UP

લુટાવ્યું છે ભર્યું ઘરબાર દીને મુસ્તુફા માટે ( By 1. નૌશાદ બિજાની 2. સાદિક રેવસિયા 3. આબિદઅલી નાંદોલીયા મેતા 4. અહમદઅબ્બાસ ઈમદાદઅલી ભોવણીયા સુરપુર in )

21/09/2022

ફઝલે આલે અબા
VIEW WRITE UP

Pehnaae kaise Aabid, Tujhko kafan Sakeena ( By 1. Naushad Bijani 2. Asmee Kanodari 3. Urooj Gopalpuri 4. Paikar Jalalpuri 5. Bober Nawab 6. Ashfaq kalkatvi in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

સકીના આપના ગમમાં બહુ બેઝાર છે બાબા. ( By નવશાદ બિજાની in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

હશ્ર તક એહસાન માને કરબલા સજજાદ નો. ( By 1. નૌશાદ બિજાની 2. મોહસિન મોમીન અમદાવાદ. 3. સાદિકઅલી રેવાસીયા in )

07/09/2022

Misra by Safdar kharodiya
VIEW WRITE UP

બિંતે ઝેહરા છે ખૂલે સર શામ ના બાઝાર માં. ( By 1. અહેમદ અબ્બાસ (ગણેશપુરા) 2. નવશાદ બિજાની 3. આબિદ અલી એચ મરેડીયા in )

06/09/2022

શામ ના બાઝાર માં.-​ફઝલે આલે અબા
VIEW WRITE UP