દફનાવજો નહી મને ખાકે શિફા વગર.

( By 1. નવશાદ બિજાની 2. આબિદ અલી નાંદોલીયા (મેતા) 3. "મોહસિન" "મોમીન" અમદાવાદ. 4. રાબડી યુસુફ અલી આઇ 5. આબિદ અલી એચ મરેદીયા

in )
  • Name:
  • Section:
  • Number of pages:
  • Date Added:
    10/06/2021
દફનાવજો નહી મને ખાકે શિફા વગર.

ફઝલે આલે અબા
તરહી મિસરો બાય નવશાદ બિજાની
દફનાવજો નહી મને ખાકે શિફા વગર.


1. નવશાદ બિજાની
2. આબિદ અલી નાંદોલીયા (મેતા)
3. "મોહસિન"  "મોમીન" અમદાવાદ.
4. રાબડી યુસુફ અલી આઇ
5. આબિદ અલી એચ મરેદીયા





1
સપના ન ખુલ્દ ના જો મુનાફિક ગજા વગર.
જન્નત મળી શેકે ન અલી ની વિલા વગર.

સપડાય જો બલા મા તો લેજે અલી નુ નામ.
મુશ્કિલ ટળે નહી કદી મુશ્કિલકુશા વગર.

તુ કામયાબ થાય તો દેજે ન ખુદ ને જસ.
થાતુ નથી સફળ કોઇ મા ની દુઆ વગર.

નાદે અલી પડી ને નબી ના હતા સુખન.
ખયબર ને કોણ ખેડશે શેરે ખુદા વગર.

રૂમાલે ફાતેમા મા અમારા છે આસૂઓ.
કરતા નથી સફર અમે માલો મતા વગર.

તોડયા છે જેણે જુલ્મ ના ઝહેરા ઉપર પહાડ.
મહેશર મા તેને બાળશે દોજ઼ખ દયા વગર.

નવશાદ એ છે કબ્ર ના અંધકાર નો ચિરાગ.
દફનાવજો નહી મને ખાકે શિફા વગર.
નવશાદ બિજાની




2
દફનાવજો નહી મને ખાકે શિફા વગર
મળશે નહી અમી મને કરબોબલા વગર

ભારત કરે સલામ બહત્તર સિપાહી ને
ફરકે નહી તિરંગો અલમની હવા વગર 

ખૈબર મો મુસ્તુફા એ કહ્યુ યા અલી મદદ
જીતી નહી સકે કોઇ મુશ્કિલકુશા વગર 

અબ્બાસ ના અલમને લગાવીલો ઘર ઉપર
રેહમત ન વર્ષે ઘરમા જો ફર્શે અઝા વગર

મલકાય છે મદીના નિહાળી ને કરબલા
કાબા ન રહી શકે કદી કરબોબલા વગર

માતા પિતા વગર તને મંજિલ નહી મળે
પામિસ નહી સફળતા તુ માંની દુઆ વગર

"આબિદ"નમાઝ રોજા ઇબાદત ને પુછિ લે
કુરઆન સમજાસે ન અલીની વિલા વગર
આબિદ અલી નાંદોલીયા (મેતા)




3
હમ્દે ખુદા ને ઝીક્રે હબીબે ખુદા વગર
મહેફિલ અધૂરી રહેશે અલી ની સના વગર.

શેરે ખુદા ના લાલ અય અબ્બાસે બા વફા
લાફ્ઝે વફા અધુરો છે તારી વફા વગર.

લડવાની શુ નિરાલી છે બેશિર ની અદા
દુશ્મન ને કત્લ કર્યો છે કોઈ ઇજા વગર.

નાદે અલી નો વિર્દ કરી બોલ્યા નબી
ખૈબર ના ફત્હ થાશે કદી મુરતઝા વગર.

હર આશીકે હુસૈન ની છે એક ઇલ્તેજા 
દફનાવજો નહિ મને ખાકે શિફા વગર.

તેને કનીઝે ફાતેમા કહેવાનો હક નથી
ગૈરો ના સામે આવે જે માથે રીદા વગર.

અય મોત ના ફરીશ્તા  જો આવીને કરબલા
આવી ગયો બેહીસ્ત મા "મોહસિન" કઝા વગર.
"મોહસિન"  "મોમીન" અમદાવાદ.



4
થાશે ના કામ કોઈ  ખુદાની રઝા વગર
માસૂમ ના વસિલા ને એની વીલા વગર

ચોખીને ચટછે વાત દગા કે ગીલા વગર
નક્કી ખુદા મળે નહીં કરબોબલા વગર 

લઈ ને લુગાત ઇશ્કની બેઠો છુ યા અલી
અક્ષર ના હું લખી શકુ તારી રઝા વગર

નજરે નજફ છે રાહને મંજિલ છે કરબલા
ગમતું  નથી  જહાન  તમારી  ધરા વગર

તારી ધરા માં ચાંદ છે દફનાએલા અઢાર
એ થી તો ચાલતું નથી ખાકે શિફા વગર

ઇશ્કે બહેર મળે ના તને અહેલેબૈત ની
તો મનકબત ગણાશે કોઈ કાફિયા વગર

કુફાની શાહઝાદીયો કુફા થી શામ માં
પરદો કરીને બાલ થી આવી રીદા વગર

સજદા જકાત ખુમ્સ ભલે હજ કરો તમે
સઘળું અધૂરું રહી જશે જો મુર્તુઝા વગર

પાણી ભરે છે જન્નતો દરબારે શાહ માં 
જન્નત ને રાહતો ના મળે પેશવા વગર 

ખુત્બો નબી શુણાવે છે ખૈબરની જંગ બાદ
બેડો ના પાર થઈ શકે મુશ્કિલકુશા વગર

મુદ્દાની વાત આવી  હવે સાંભરો બધા
દફનાવજો નહી મને ખાકે શિફા વગર

યુસુફ તમારો હક છે જગત ને જણાવીદો
દુનિયામાં રસ નથી હવે માહે અઝા વગર
રાબડી યુસુફ અલી આઇ





5
નૈયા ન પાર  થાશે  તારી ના ખુદા વગર
મુશ્કિલ કદી ટળે નહી મુશ્કિલ કુશા વગર

હર અેક દર્દ  ની છે દવા છ ખાકે કરબલા
મળશે શિફા ન કોઇને ખાકે શિફા વગર

રાખે છે બુગ્ઝ દિલ મા જે આલે રસૂલ થી
પામે નહી નજાત એ આલે અબા વગર

થાશે કબૂલ કઈ રીતે ?  તારી ઇબાદતો
લાખો પઢે નમાઝ અલી ની વિલા વગર

જીવન મહી કરી લે તુ ઉપકાર સૌ ઉપર
પામી જશે તું બરકતો સૌની દુઆ વગર

આલે રસૂલ થી જો મોહબ્બત ન હોય તો
હાસિલ કરી  શકે નહી  જન્નત ખુદા વગર

શાને કરે છે ગર્વ તુ જગમાં ભલા બશર
સઘળું રહી જશે બધુ રબની સના વગર

બસ આરજૂ છે મારી હમેશા અય દોસ્તો
દફનાવજો  નહી મને  ખાકે  શિફા વગર

આબિદ કલામ તું લખી  શકતો  નથી કદી
રબ ની અતા વગર અને એની રઝા વગર
આબિદ અલી એચ મરેદીયા.

Video

Images

Latest Write Ups

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી ( By નૌશાદ બિજાની in )

30/09/2022

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી
VIEW WRITE UP

અમને મળી નસીબમા નેઅમત ગમે હુસૈન ( By 1. સાદિકઅલી રેવાસીયા 2. નૌશાદ બિજાની 3. આબિદઅલી નાંદોલીયા મેતા in )

23/09/2022

નેઅમત ગમે હુસૈન
VIEW WRITE UP

લુટાવ્યું છે ભર્યું ઘરબાર દીને મુસ્તુફા માટે ( By 1. નૌશાદ બિજાની 2. સાદિક રેવસિયા 3. આબિદઅલી નાંદોલીયા મેતા 4. અહમદઅબ્બાસ ઈમદાદઅલી ભોવણીયા સુરપુર in )

21/09/2022

ફઝલે આલે અબા
VIEW WRITE UP

Pehnaae kaise Aabid, Tujhko kafan Sakeena ( By 1. Naushad Bijani 2. Asmee Kanodari 3. Urooj Gopalpuri 4. Paikar Jalalpuri 5. Bober Nawab 6. Ashfaq kalkatvi in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

સકીના આપના ગમમાં બહુ બેઝાર છે બાબા. ( By નવશાદ બિજાની in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

હશ્ર તક એહસાન માને કરબલા સજજાદ નો. ( By 1. નૌશાદ બિજાની 2. મોહસિન મોમીન અમદાવાદ. 3. સાદિકઅલી રેવાસીયા in )

07/09/2022

Misra by Safdar kharodiya
VIEW WRITE UP

બિંતે ઝેહરા છે ખૂલે સર શામ ના બાઝાર માં. ( By 1. અહેમદ અબ્બાસ (ગણેશપુરા) 2. નવશાદ બિજાની 3. આબિદ અલી એચ મરેડીયા in )

06/09/2022

શામ ના બાઝાર માં.-​ફઝલે આલે અબા
VIEW WRITE UP