જૂમી રહ્યા છે આશિકે હયદર ગદીર મા

( By 1. શબ્બીરઅલી નાંદોલીયા (મેતા) 2. શાકીર અલી વલુડા. 3. "મોહસિન" "મોમીન" અમદાવાદ. 4. રાબડી યુસુફ અલી આઇ 5. મોહંમદઅલી વજીરભાઈ ખણુશિયા (કિશોરગઢ) 6. જવાદ માસ્ટર (હકીર) 7. સાદિક અલી 8. નવશાદ બિજાની 9. આબિદ અલી એચ.મરેડીયા

in )
  • Name:
  • Section:
  • Number of pages:
  • Date Added:
    07/08/2021
જૂમી રહ્યા છે આશિકે હયદર ગદીર મા

ફઝલેઅલેઅબા.
તરહીમિસરો by નવશાદ બિજાની
જૂમી રહ્યા છે આશિકે હયદર ગદીર મા.


1. શબ્બીરઅલી નાંદોલીયા (મેતા)
2. શાકીર અલી વલુડા.
3. "મોહસિન"   "મોમીન" અમદાવાદ.
4. રાબડી યુસુફ અલી આઇ
5. મોહંમદઅલી વજીરભાઈ ખણુશિયા (કિશોરગઢ)
6. જવાદ માસ્ટર (હકીર)
7. સાદિક અલી
8. નવશાદ બિજાની
9. આબિદ અલી એચ.મરેડીયા



1
ઈદની ખુશીનો છે થયો  અવસર ગદીરમાં. 
જૂમે  છે  આજ  આશિકે  હૈદર  ગદીરમાં. 

ફારેગ  મુસ્તુફા  થયા  હજ્જે  વિદાઅથી. 
પહોચે  છે  એ  મકામ   પયંબર  ગદીરમાં. 

સંદેશ લઈને  આવે છે  ઝિબ્રીલ  એ ઘડી. 
હાદી   કરો    હબીબ    મુકર્રર   ગદીરમાં. 

ઊંટો તણા  પલાણ જમા  ખૂબ સૌ કિધા.
તૈયાર  કિધો  ઊંચો છે  મિમ્બર  ગદીરમાં. 

હાથો ઉપર  ઉઠાવી  અલીને  નબી  કહ્યા. 
મનકુન્તો  ની  હદિસના  અક્ષર  ગદીરમાં. 

હારિસ થયો હલાક એ  ઈન્કાર  જો કરી. 
સર પર પડે  છે અર્શથી  પત્થર  ગદીરમાં. 

ખુશીયો  મનાવે  ઈદ ની  હૈદરના  ચાહકો. 
મુનાફિકો  ને  ખૂંચે  છે    ખંજર  ગદીરમાં. 

"શબ્બીર" દરબદર નહી  ભટકાય જે કદી.   
બતલાવીને  ગયા  નબી  રહેબર  ગદીરમાં. 
શબ્બીરઅલી નાંદોલીયા (મેતા)




2
ખુલી ગયા છે હક ના મુકદ્દર ગદીર મા
આપે ગવાહી ખુમ ના કંકર ગદીર મા.

મિમ્બર સજાવે મુસ્તફા હાથો થી જોઈલો
મૌલા બન્યા છે ઝહેરા ના શૌહર ગદીર મા.

પી ને ગદીરી જામ તો હૈદર ના નામ નો
જૂમે છે આજ આશીકે હૈદર ગદીર માં.

હાથો મા હાથ લઈને કહે છે નબી જુઓ
ખુલ્લા થયા છે ખૂલ્દ ના તો દર ગદીર મા.

મન કુન્તો ની સદા બુલંદ જે ઘડી થઈ
આવી ગયા બાતિલ ને તમ્મર ગદીર મા.

કેવો થયો છે હશ્ર જુઓ કુફ્ નો જરા
અલ્લાહ ઉતારે અર્શ થી પથ્થર ગદીર મા.

અલયવમ ની ઉતારી ને આયત કહે ખુદા
પૂરો કર્યો છે દિને પયમ્બર ગદીર મા.

પહેલા ઈમામ ની છે ખિલાફ્ત ની આ ખુશી
લઈને ફરિશ્તા આવે છે કૌસર ગદીર મા.

કરશે સવાલ કબ્ર મા નૂરી તને શાકીર
કહી દેજે કે આપી દીધો ઉત્તર ગદીર મા.
શાકીર અલી વલુડા.


 

3
હુકમે ખુદા કહે છે પયમ્બર ગદીર મા
મોલા બને છે હૈદરે સફદર ગદીર મા.

આ હુક્મ ના દીધો તો નથી કઈ કીધું તમે
અલ્લાહ ના ગજબ હતા તેવર ગદીર મા.

પથ્થર નો વાર થાય જુઓ આસમાન થી
ઉલઝે છે જ્યારે દુશ્મને હૈદર ગદીર મા.

બાદે નબી અમારા છે રેહબર ફક્ત અલી
તેની ગવાહી આપે છે મિમ્બર ગદીર મા.

પી ને વિલા નો જામ પયમ્બર ના હાથ થી
જુમે છે આજ આશીકે હૈદર ગદીર મા.

મનકુન્તો ની હદીસ ને ફરમાવે જયાં નબી
કઈ કેટલા ને લાગ્યા 'તા ખંજર ગદીર મા.

મિમ્બર ઉપર અલી હો, ને "મોહસિન" પઢે કલામ
આવો હસીન એક મળે અવસર ગદીર મા.
"મોહસિન"   "મોમીન" અમદાવાદ.





4
મૌલા બને છે ફાતએ ખયબર ગદીર માં
જૂમે છે આજ આશિકે હયદર ગદીર મા

આપે રસુલેપાક જો હૈદર ને મિમ્બરી
કંપે ના કાં પછી બધા દુશ્મન ગદીર માં

હારિસ તે શક કર્યું છે ખુદાના હબીબ પર
એ થી ખુદા એ દીધો છે ઉત્તર ગદીર માં

હારિસ હવે ખુદાની જલાલત નો વાર જો
આવી રહ્યો છે આભ થી પત્થર ગદીર માં

તડકામાં નઈ રહે હવે આશિક ઇમામ ના
સાયો કરે છે આજ તો વાદર ગદીર માં

ખુમ માં રસુલે પાક ના હાથે બુલંદ થઈ
માં ફાતેમાં ના મલકે છે શોહર ગદીર માં

ખુમની ધરાને ચૂમવા અંબર ની ટોચ થી
યુસુફ ફરિશ્તા આવે છે જબ્બર ગદીર માં
રાબડી યુસુફ અલી આઇ





5
જૂમે છે આજ આશિકે હયદર ગદીર માં
આવે બધા નબીઓ પયંબર ગદીર માં

જીબ્રીલ લઈને આવે છે હુકમ ખુદા તણો
પૂરો કરે છે દિન પયંબર ગદીર માં

અહેમદ રજુ કરે છે મનકુનતો ની હદીસ ને
મૌલા બને છે ઝહેરા ના શૌહર ગદીર માં

પ્યાલા ભરી ભરી ને પીવે છે ને જુમે છે
પાઇ રહ્યા છે સાકી એ કૌસર ગદીર માં

કંટક મહી થી આવે છે ખુશબુ ગુલાબ ની
નારા લગાવી જુમે છે કંકર ગદીર માં

હુકમ નથી ખુદાનો કહેતો રહ્યો અદુ
ભરખી ગયો મલૂન ને પથ્થર ગદીર માં

કરતો રહે તું હરદમ વિર્દે અલી અલી
લઈ જાશે “મોહંમદ” તને હયદર ગદીર માં
મોહંમદઅલી વજીરભાઈ ખણુશિયા (કિશોરગઢ)




6
છે ખુશ ખૂશાલ આજે પયંબર ગદીર માં....
પહેરે છે તાજ સાકીયે કૌસર ગદીર માં....
સદીયોં થઈ પરંતુ હકીર આજ પણ જૂઓ....
જળકી રહ્યુ છે નુર નું મિમ્બર ગદીર માં....


ઈંગલિશ કાફ્યા માં અમૂક શેર...

બાદે નબી અલી જ્ છે લીડર ગદીર માં....
આવી ગયો ખુદા નો આ ઓડર ગદીર માં....

જૉઇ અલી ને દસ્તે નબી પર બુલંદ આજ....
કેટલાક ના ઘટી ગયા પ્રેશર ગદીર માં....

રોયો હતો જે ગાર માં તેઓ ની ટીંમ ના....
રોકાતા નથી આંખ થી વોટર ગદીર માં....

શૈતાન ને જોયો તો આ જીબ્રિલ એ કહ્યું....
મંગાવું પડશે આજે તો સ્ટ્રેચર ગદીર માં....

શાગિર્દોં ને આ ફખ્ર થી જીબ્રિલ બોલ્યા....
જોયા ને જીબ્ઇલ ના ટીચર ગદીર માં....

ડીઝલ અલી ના બુગ્ઝ નું ટંન્કી માં છે તો શું?....
શૈય્ખૈન ની ના ચાલશે મોટર ગદીર માં....

અરમાન તેના ધુળ બધા થઈ ગયા હકીર.....
માંથા કૂટી ને રોવે છે ચીટર ગદીર માં....
જવાદ માસ્ટર (હકીર)






7
મૌલા બને છે સાકીએ કૌસર ગદીર માં
*જૂમે છે આજ આશિકે હૈદર ગદીર માં*

મૌલા છું જેનો હુ એના મૌલા છે મુર્તુઝા
સૌને કહી રહ્યા છે પયંબર ગદીર માં

જ્યારે અદુને સાંભળી મનકુન્તો ની સદા
આવી ગયા છે મોતના ચક્કર ગદીર માં

દી  ને રસૂલ આજ મુકમ્મલ થઈ ગયો 
મૌલા બન્યા છે જ્યારે એ હૈદર ગદીર માં

સૌ હેત થી પીવે છે વિલાએ અલી નો જામ
સાકી બન્યા છે આજે પયંબર ગદીર માં

દસ્તે અલી બુલંદ છે દસ્તે રસૂલ પર
ખુશહાલ મોમિનો ના છે રહેબર ગદીર માં

દુશ્મનના કાળજા બળે ને તેમના ઉપર
વરસી રહ્યા છે આભથી પથ્થર ગદીર માં
સાદિક અલી





8
અલ્લાહ ના નબી છે સુખનવર ગદીર મા.
મદહે અલી છે જારી ઝબાં પર ગદીર મા.

અહમદ ના મુખ થી સાંભળી *મન કુંતો* ની સદા.
આવી રહ્યા છે નૂર ના લશ્કર ગદીર મા.

મૌલા અલી ના માથે વિલાયત નો તાજ છે.
દુશ્મન ના માથે વરસે છે પથ્થર ગદીર મા.

દસ્તે નબી મા જોઇને દસ્તે અબુતુરાબ.
જૂમી રહ્યા છે આશિકે હયદર ગદીર મા.

મહેશર સુધી એ ઊભા હવે થૈ નહી શકે.
અબ્તર ને એવી લાગી છે ઠોકર ગદીર મા.

દર્યા ને કાઠે બેસી તરસ્યા રહી ગયા.
મળ્યા ન જેને સાકિએ કવસર ગદીર મા.

નવશાદ અમને તુ હવે મેહશર થી ના ડરાવ.
ઉધડી ગયા અમારા મુકદ્દર ગદીર મા.
નવશાદ બિજાની





9
જૂમે છે આજ  આશિકે હૈદર ગદીરમાં
શેરે ખુદા થયા હવે રહેબર ગદીર માં

નાચી ઉઠે છે આજ ગગન બૂતુરાબ થી
બન્ને જહાંન ના થયા સરવર ગદીર માં

ઈમાને કુલ ની આજ છે મહેફિલ સજી ગઈ
પીવે  છે જામ મોમિનો અકસર ગદીર માં

ઊંટો તણા પલાણ થી મિમ્બર સજી ગયો
ચારો તરફ   થઈ સદા   હૈદર ગદીર માં

હાથો ઉચા કરી  ને બતાવ્યું રસૂલ ને
મૌલા હુ જેનો છું તેના હૈદર ગદીર માં

મૌલા અલી ને જ્યારે ખિલાફત મળી ગઈ
બાતિલ ને આવી જાય છે ચક્કર ગદીર માં

હારિસ હવે તુ જોઇલે અલ્લાહનો ગજબ 
ઉતરી પડે છે  અર્શ  થી પથ્થર ગદીર માં

આબિદ ઉપર કરમ છે એ મૌલા નો એટલે
એથી લખે છે  ખુમ નુ જે  મંઝર ગદીર માં
આબિદ અલી એચ.મરેડીયા

Video

Latest Write Ups

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી ( By નૌશાદ બિજાની in )

30/09/2022

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી
VIEW WRITE UP

અમને મળી નસીબમા નેઅમત ગમે હુસૈન ( By 1. સાદિકઅલી રેવાસીયા 2. નૌશાદ બિજાની 3. આબિદઅલી નાંદોલીયા મેતા in )

23/09/2022

નેઅમત ગમે હુસૈન
VIEW WRITE UP

લુટાવ્યું છે ભર્યું ઘરબાર દીને મુસ્તુફા માટે ( By 1. નૌશાદ બિજાની 2. સાદિક રેવસિયા 3. આબિદઅલી નાંદોલીયા મેતા 4. અહમદઅબ્બાસ ઈમદાદઅલી ભોવણીયા સુરપુર in )

21/09/2022

ફઝલે આલે અબા
VIEW WRITE UP

Pehnaae kaise Aabid, Tujhko kafan Sakeena ( By 1. Naushad Bijani 2. Asmee Kanodari 3. Urooj Gopalpuri 4. Paikar Jalalpuri 5. Bober Nawab 6. Ashfaq kalkatvi in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

સકીના આપના ગમમાં બહુ બેઝાર છે બાબા. ( By નવશાદ બિજાની in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

હશ્ર તક એહસાન માને કરબલા સજજાદ નો. ( By 1. નૌશાદ બિજાની 2. મોહસિન મોમીન અમદાવાદ. 3. સાદિકઅલી રેવાસીયા in )

07/09/2022

Misra by Safdar kharodiya
VIEW WRITE UP

બિંતે ઝેહરા છે ખૂલે સર શામ ના બાઝાર માં. ( By 1. અહેમદ અબ્બાસ (ગણેશપુરા) 2. નવશાદ બિજાની 3. આબિદ અલી એચ મરેડીયા in )

06/09/2022

શામ ના બાઝાર માં.-​ફઝલે આલે અબા
VIEW WRITE UP