લાશ શેહ ની બેકફન છે આપ તડકા ને ખબર

( By 1. નવશાદ બિજાની 2. આબિદ અલી.એચ. મરેડીયા 3. હૈદર મીરઝા 5. મુખ્તાર અલી મલપરા

in )
  • Name:
  • Section:
  • Number of pages:
  • Date Added:
    28/08/2021
લાશ શેહ ની બેકફન છે આપ તડકા ને ખબર

સનાએ આલે અબા
તરહી મિસરો..લાશ શેહ ની બેકફન છે અાપ તડકા ને ખબર
 મિસરો by નવશાદ બિજાની
 
1. નવશાદ બિજાની
2. આબિદ અલી.એચ. મરેડીયા
3. હૈદર મીરઝા
5. 
મુખ્તાર અલી મલપરા
 
 
1
કેટલા પ્યાસા હતા ગાઝી એ દર્યા ને ખબર.
દર્દ છે આશા ના ટુટવાનુ સકીના ને ખબર.
 
રાત ની ઝાકળ ને દિવસે ઠંડી રેહવા દે જરા.
લાશ શેહ ની બેકફન છે આપ તડકા ને ખબર.
 
સુઇ નથી સકતી સકીના ખાક પર સીના વગર.
રણ મા જઇ કોઇ તો આ પોહચાડો બાબા ને ખબર.
 
ભાઈ ના સીના મા ભોકાણી છે બરછી ની અણી.
અય હવા દેજે ન આ યસરબ મા સુગરા ને ખબર.
 
નીર ને બદલે ગળૂ વિંધાઈ જાશે તીર થી.
કયાં હતી ખયમા મા એ અસગર ની માતા ને ખબર.
 
શુ વિચારી ને રજા અકબર ને રણ ની આપશે.
ખાક મા મળતી બધી લયલા ની આશા ને ખબર.
 
કેવી રીતે ખુલ્લે પગ સજ્જાદ ચાલ્યા શામ તક.
એ તો જલતી રેત ને કાંટાળા રસ્તા  ને ખબર.
 
માથૂ ભટકાવે છે શિદને ભીત સાથે એક યતીમ.
ભેદ છે *નવશાદ* એનો કૈદખાના ને ખબર.
નવશાદ બિજાની
 
 
 
2
શામ જ્યારે તો ઢળે છે એ યતીમા ને ખબર
બાપ વીના લાગે સૂનું એ સકીના ને ખબર
 
છે વતનમાં એકલી  સુગરા  સદા કહેતી રહી
ભાઇ અકબર ને કહો તો આવે લેવા ને ખબર
 
હોઠ પણ સૂકા હતા ને પ્યાસ ની શીદ્દત હતી
નીર લઈને આવશે  આપું જો કાકા ને ખબર
 
હા રડી ને કહેતા તા ઔનો મોહંમદ ખૈમા માં
તન ફિદા કરવું છે અમ્મા આપો મામા ને ખબર
 
ઉમ્મે ફરવા ના પિસર ની હાય એ પામાલ લાશ,
કઇ રીતે લાવ્યા હશે ખૈમા માં મૌલા ને ખબર...
 
થૈ ગયા કુરબાન  ભાઈ  ભત્રીજાઓ ને બધા
આપજે કાસિદ મદીના માં તુ સુગરા ને ખબર
 
ત્રણ દિવસ પ્યાસા  રહી ને થઇ ગયા કુરબાન સૌ
અય હવા તું આપજે જઇ મારા નાના ને ખબર
 
કરબલા ની ખાક પર આપી ગયો છે જીવ ને
લાશ શેહ ની બેકફન છે આપ તડકા ને ખબર
 
આખરી સજદો છે ને શબ્બીર તન્હા છે હવે
કોઇ બતલાવો જરા  બીમાર  બેટા ને ખબર
 
માતમે શબ્બીર જગમાં કરજે આબિદ તું સદા
દાસ્તાં દુઃખ ની  લખે છે પૂછ નૌહા ને ખબર
આબિદ અલી.એચ. મરેડીયા
 
 
 
 
3
રુખસતે શેહ કેમને જીરવી મદીના ને ખબર
ને જુદાઈ ભાઈની પૂછો તો સુગરા ને ખબર
 
પાણી ખોબા માં લઈ ને તો વહાવી દીધુ પણ
કેટલા તરસ્યા હતા અબ્બાસ દરિયા ને ખબર 
 
અઢળક છે ઝાલીમો ને એકલા શબ્બીર છે
થઈ સીતમ ની ઇન્તેહા કેવી તે સેહરા ને ખબર
 
લાજ ના રાખી શબિહે મુસ્તુફા ની પણ જરા
ઝાલિમો કેવા હશે એની તો દરિયા ને ખબર
 
વાટ અકબર ની મદીના માં છે સૂગરા દેખતી
લાવતું કોઈ નથી પણ ભાઈ ની શા ને ખબર
 
વહી ગઈ ઉમ્મીદ સૌ કોઈ નથી અમ્મુ રહ્યા
નઈ હવે પાણી મળે એ છે સકીના ને ખબર
 
થઈ ગયા કુરબાન રણ માં અસગરે શીશ માહ પણ
અાની જઈને આપી આવે કોઈ માતા ને ખબર
 
બાબા બાબા કેહતી ચૂપ એક દી સકીના થઈ ગઈ
સહી ગયા આબીદ આ મંઝર કેમ મૌલા ને ખબર
 
ગીર્યા ઓ માતમ કરો "હૈદર"નબી ની આલ પર
હક અને બાતીલ ની થાયે જેથી દુનિયા ને ખબર
હૈદર મીરઝા


5
કોણ છે શબ્બીર એની આખી દુનિયાને ખબર,
ના પડી બસ ત્યાં નબીને માનનારા ને ખબર...
 
એક ભાઈથી જુદા પડવાનું દુઃખ શું હોય છે,
એતો અકબરની એ વ્હાલી બેન સુગરાને ખબર...
 
ભાઈ અકબરથી વિખુટી થઇને સુગરા શી રીતે,
જિંદગી જીવી છે એ યસરબના ઝાંપાને ખબર...
 
એમ કેતા'તા સકીના બાળકોને કે હવે,
નીર ચોક્કસ આવશે મેં આપી કાકાને ખબર...
 
લાશ પર ઘોડાઓ દોડે હોય એની શીં પીડા,
એતો કાસિમના બદનના ટુકડેટુકડાને ખબર...
 
એમ જઇને કે' ઘડીભર શાંત પણ પડતો રહે,
લાશ શેહની બેકફન છે આપ તડકાને ખબર...
 
કેટલી ધગધગતી માટી થઇ હતી કરબલની એ,
ચાર વર્ષની બાળકીના પગના પંજાને ખબર...
 
શિમ્ર જ્યારે ચાદરો લૂંટવાને આવ્યો ઘર સુધી,
બહેન બોલ્યા જઇ ફુરાતે આપો ભૈયાને ખબર...
 
ઈદ ઉપર આપેલા એરી‌ંગ શિમ્ર ઝૂંટવી લૈ ગયો,
કોઈ જઇને આપજો આ મારા બાવાને ખબર...
 
કોઈ જઇને કેજો મારા કાનેથી લોહી વહે,
છે કે નહીં આ મુશ્કેલીની મારા બાવાને ખબર...?
 
કેટલી મશહૂર કરબલની કહાની થઇ ગઈ,
આજ છે 'મુખ્તાર' જગનાં બચ્ચા બચ્ચાને ખબર...
મુખ્તાર અલી મલપરા...
 

Video

Latest Write Ups

આંખો મારી આંસૂઓ થી છલકાય છે બાબા ( By નવશાદ બિજાની in )

27/09/2021

Sahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

Kaha rokar sakeena ne chalo ab ghar phuphi amma ( By Naushad Bijani in )

09/09/2021

shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

આંખો સમીપ રાખ સદા મકસદે હુસયન ( By નવશાદ બિજાની, in )

09/09/2021

મકસદે હુસયન
VIEW WRITE UP

વાંચજો કરબોબલા વાળા બહત્તર ની કથા. ( By 1. નવશાદ બિજાની 2. અહેમદ અબ્બાસ (ગણેશપુરા) in )

04/09/2021

કરબોબલા વાળા ની કથા.
VIEW WRITE UP

ન આપી શકયા બાબા ના જનાઝા ને કફન આબિદ. ( By Naushad Bijani in )

02/09/2021

Shadat imam Sajjad a.s.
VIEW WRITE UP

લાશ શેહ ની બેકફન છે આપ તડકા ને ખબર ( By 1. નવશાદ બિજાની 2. આબિદ અલી.એચ. મરેડીયા 3. હૈદર મીરઝા 5. મુખ્તાર અલી મલપરા in )

28/08/2021

લાશ શેહ ની બેકફન છેઅાપ તડકા ને ખબર.
VIEW WRITE UP