સનાએ આલે અબા
તરહી મિસરો..વાંચજો કરબોબલા વાળા બહત્તર ની કથા.
મિસરો by Khadim Husain
1. નવશાદ બિજાની
2. અહેમદ અબ્બાસ (ગણેશપુરા)
અલ્કમા જાણે છે હયદર ના ગુલેતર ની કથા.
નેહર પર લબરેઝ છે ગમ થી ગઝંફર ની કથા.
જયારે પણ થઇ જાય રૂખસત ફાની દુનિયા થી અઝીઝ
વાંચજો કરબોબલા વાળા બહત્તર ની કથા.
અાજ પણ રોવે છે દુનિયા પ્યાસ પર બેશીર ની.
છે તરો તાઝા હજી માસૂમ અસગર ની કથા.
થઇ ગઈ ભાઇ બહેન ના પ્રેમ ની જગ મા મિસાલ.
દર્દ થી ભરપૂર છે સુગરા ને અકબર ની કથા.
બેકફન લાશે પિદર છે ને પિસર છે કૈદ મા.
રોવે છે દુનિયા સુણી સજજાદે મુઝતર ની કથા.
સંગ દિલ પણ સાંભળી રોકી નથી શકતો રુદન.
શાહ ના સૂખા ગળા ને બુઠઠા ખંજર ની કથા.
લાશ શેહ ની બેકફન છે ને બહેન છે બેરિદા.
છે ખુલા સર ની કથા ને લાશે સરવર ની કથા.
આંખ મા છે આસૂઓ લબ પર સદા અશ-શામ છે.
ઉમ્ર ભર ભુલ્યા નહી ઝયનબ ની ચાદર ની કથા.
નૌકે નેઝા થી તિલાવત ની સદા *નવશાદ* છે.
છે અનોખી સર્વ થી શબ્બીર ના સર ની કથા
નવશાદ બિજાની
તા કયામત ના કદી ભૂલાશે સરવરની કથા,
એવી છે મશહૂર જગમાં શેહના લશ્કરની કથા
સત્ય સાથે સબ્રના જો પાઠ ભણવા હોય તો,
વાંચજો કરબોબલાવાળા બહત્તરની કથા
મોમિનોના આંસુઓ દરિયો બની છલકાય છે,
મજલિસોમાં સાંભળી ગમનાક સરવરની કથા
ડગલે ને પગલે થયા જેના ઉપર જુલ્મો સિતમ,
વર્ણવી શકતો નથી હું શેહની દુઃખ્તરની કથા
એટલે તો દુશ્મનો એક આંખથી ડરતા હતા,
જાણે છે સારી રીતે ગાજીના તેવરની કથા
વાસ્તો આપી ખુદાનો માંગી લે શબ્બીરથી,
લાવલદ તું સાંભળી,બેશીર અસગરની કથા.
અહેમદ અબ્બાસ (ગણેશપુરા)