સનાએઆલેઅબા
શામ ના રંજો અલમ છે આબિદે બીમાર છે.
તરહિ મિસરો BY અસ્મી કાનોદરી
1. શબ્બીરઅલી નાંદોલીયા (મેતા)
2. મોહંમદ અલી ખણુશિયા કિશોરગઢ
3. હૈદર મીરઝા
4. નવશાદ બિજાની
1
જુલ્મની જંજીર છે ને આબિદે બિમાર છે
બે રીદા બિન્તે અલી ને શામનુ બાજાર છે.
નૌકેનેજા પર સરો છે આલે એહમદના અને.
ઝાલિમો જોવા તમાશો હર તરફ તૈયાર છે.
કરબલાથી શામની છે આ ઘણી લાંબી સફર.
બે કજાવા ઊંટો ઉપર બીબીયો અસવાર છે.
ચાદરો છીનવી લીધી ઝાલિમો એહલેબયતની.
સર ખુલે સૌ બીબીયો ને ના કોઈ આધાર છે.
તોક કાંટાળો ગળામાં ને પગોમાં બેડીઓ.
આંખોથી સજ્જાદના આ઼ંસુની વહેતી ધાર છે.
બાંધીછે એહલેહરમના બાજુઓમાં રસ્સીઓ.
ઝાલિમોએ તો ચલાવ્યો કોરડા નો માર છે.
રંજ લાગ્યો છે ઘણો હૈયે શહીદોનો છતાં.
ઝાલિમોનો ચોતરફથી ખૂબ અત્યાચાર છે.
સાની એ ઝહરા મુખાલિફ છે અમીરે શામને.
દુશ્મનો થી એ ભરેલો શામનો દરબાર છે.
કૈદમાં બાલી સકીના ની થઇ ગઇ છે કઝા.
ના કફન કે ના રિહાઈ ના કોઈ આસાર છે.
આંખમાં આંસુ છે"શબ્બીર"ની કલમ કંપી ઉઠી.
દુ:ખ તો આબિદનુ ઘણુ કેવુ તે અપરંપાર છે.
શબ્બીરઅલી નાંદોલીયા (મેતા)
2
*શામ ના રંજો અલમ છે આબિદે બીમાર છે*.
*બે કજાવા ઉંટ છે ને આબિદે લાચાર છે*
*શી રીતે લઈ જાઉ બેટા લાશા ને ખૈમા મહી*
*ભાઇ સુવે છે નહેર પર બાપ પણ લાચાર છે*
*એકલી કોના સહારે મુકી છે બાબા તમે*
*કરબલા ના રણ મહી મોત ના ભણકાર છે*
*આખરી સજદા મહી છે ફાતેમા નો લાડલો*
*ચારસુ એ તીર છે ને બરછી ની બોછાર છે*
*કોઈ લુંટે છે ને ખૈમા કોઇ લુંટે ચાદરો*
*કાસિમો અકબર નથી ને ના કોઇ આધાર છે*
*આવજો દાદા નજફ થી બેટી ની લેજો ખબર*
*કાન થી લોહી વહે છે લાલ તો રુખસાર છે*
*આપદા ઓ કેવી કેવી છે બજારે શામ માં*
*કોઈ સદકા ફેકે છે ને બીબીયો લાચાર છે*
*ના કફન છે ના છે ચાદર ના કોઇ ની છે મદદ*
*શુ કરી દફનાવુ બહેના આબીદે લાચાર છે*
*શું બયા કરે “મોહમ્મદ” શામ ના દરબાર નું*
*ખુત્બએ ઝયનબ છે ને દુશ્મનોની હાર છે*
મેહમુદ ખાન
3
શામ ના રંજો અલમ છે આબીદે બીમાર છે
રણ માં આલે મુસ્તુફા પર ઝુલ્મ ની બૌછાર છે
સ્મિત નથી આ ફક્ત સિબતે મુસ્તુફા ના લાલ નું
અસગરે શીશ માહ ની બાતિલ ને આ લલકાર છે
મુસ્તુફા ના બાગ ને બિસમાર ના કરશો લઇં.
જેમના સદકા થકી બાકી રહ્યું સંસાર છે
ઉમ્મતે ઋણ કેવું તે આ ચૂકવ્યું એહસાન નું
ખૈર ની ઉમ્મીદ શું જ્યાં યુદ્ધ ના ભણકાર છે
છે સલામે આખરી બેહના નો લાશે શાહ પર
બસ હવે દુષ્વારિયો ને શામ નું દરબાર છે
સબ્રે આબીદ જોઈને હૈરાન છે ઐયુબ પણ
ઝુલ્મ ની છે ઈન્તેહા ને એક તરફ બીમાર છે
નફસે અમ્મારા ને પેહલા મારો "હૈદર"આપણા
લશ્કરે મૌલા પછી કેહજો ,હવે તૈયાર છે
હૈદર મીરઝા
4
કરબલા ના રણ મા પ્યાસા ખુલ્દ ના સરદા્ર છે.
શીમ્ર નુ ખંજર છે હલકૂમે શહે અબરાર છે.
કત્લ કરવા એક ને રણમા છે લાખો જાલિમો.
શાહ છે તનહા હુજુમે લશ્કરે કુફફાર છે.
ચૂર જખમો થી બદન છે ફાતેમા ના લાલ નૂ.
હર તરફ થી તીર ને તલવાર ની બોછાર છે.
દ્રશ્ય આ જોઇ દરે ખયમા થી છે ઝૈનબ ના બૈન.
આવ અય ગાઝી હવે ઉજડી રહ્યો સંસાર છે.
છે અજબ ખૈમા મા બચ્ચચાઓ ની હાલત પ્યાસ થી.
અલઅતશ ના નાદ છે ને પાણી ના પોકાર છે.
શાહ ના નકશે કદમ પર ચાલશે નવશાદ તે.
જેમને સાચો હુસૈન ઇબ્ને અલી થી પ્યાર છે.
નવશાદ બિજાની