નવશાદ બિજાની,
કરતા રહો હંમેશા અદા મકસદે હુસયન.
હરગિઝ ન થાવા દેજો કઝા મકસદે હુસયન.
બીમાર રૂહ ની છે દવા મકસદે હુસયન.
આપે છે તીરગી ને ઝિયા મકસદે હુસયન.
હકદારે ઇન્તેકામે શહેદીં નો કોલ છે.
થાવા નહી દઊ હુ ફના મકસદે હુસયન.
માંગી રજા હુસયન ની અબ્બાસ નેહર પર.
પરચમ ની સાથે લઇ ને ગયા મકસદે હુસયન.
શબ્બીરે એને સિચ્યો છે પોતાના રકત થી.
દીને રસૂલ ની છે બકા મકસદે હુસયન.
કહી ને *હુસયનુમ્મીન્ની* આ ઉમ્મત ને વાર વાર.
દેખાડે છે રસુલેખુદા મકસદે હુસયન.
ઇશ્કે હુસયન દિલ મા વસાવે છે જે બશર.
એને ખુદા કરે છે અતા મકસદે હુસયન.
ઇસ્લાહ તારા નફસ ની નવશાદ થઇ જશે.
આંખો સમીપ રાખ સદા મકસદે હુસયન
નવશાદ બિજાની,