સાનાએ આલે અબા
સરે સિબતે નબી કુરઆન સંભળાવે છે નેજા પર.
તરહી મિસરો by હૈદર મીરઝા
1. હૈદર મીરઝા
2. આબિદઅલી નાંદોલીયા (મેતા)
3. નવશાદ બિજાની
4. શબ્બીરઅલી નાંદોલીયા (મેતા)
1
સીતમ ની હદ થઈ છે પાર હાયે ગર્મ સેહરા પર
સરે સીબતે નબી કુરઆન સંભળાવે છે નેજા પર
નથી બાકી રહયા અકબર ને અસગર પણ નથી બાકી
ઘણો ભારે સમય છે હાયે લોકો ઇબ્ને ઝેહરા પર
સકીના બાળકો ને આસ બંધાવે છે પાણી ની
ગયા છે સાથ લઈને મશ્ક ગાઝી હાલ દરિયા પર
ઈબાદત માં જબિંને શાહ છે ખંજર તળે મસરૂફ
મલાએક પણ કરે છે રશ્ક શેહ ના એક સજદા પર
જુએ છે ઝૈનબે દિલગીર ભાઈ રણ માં છે તન્હા
મુસીબત ની ઘડી આવી છે કેવી હાયે બહેના પર
વહાવું લોહી આલે મુસ્તુફા નું નો હતું ઓછું
કે નજરો ઝાલીમો ની છે હવે આકા ના ખયમા પર
શબીહે મુસ્તુફા ની ઝાલીમો એ લાજ ના રાખી
સિના અકબર ને મારી છે શખી એ હાયે સીના પર
નથી આ તેગ ખેંચી ઝાલીમો એ ઇબ્ને હૈદર પર
ચલાવી છે છરી હાયે નાતિકે ખૂરઆં ના પારા પર
હૈદર મીરઝા
2
ખુદા ના શેર નો છે શેર જે આ વે છે ઘોડા પર
કયામત'તક અલમ અબ્બાસનો રહેશે હા'દરિયા પર.
ઇજાજત જંગની મળતી અગર મુજને,કહેઅબ્બાસ
દેખાડી દઉ કયામત આજ હુ બસ એક હમલા પર.
યઝીદી ફોજ માં દમ હોય તો ઘેરી જુવે મુજને
ન આવ્યો સામે કોઇ દુશ્મન હતા અબ્બાસ દરિયા પર.
અલી નો લાલ છુ હું ઝૈનબો કુલસૂમ નો ભાઈ છું
હુ ધારુતો ઉઠાવી લઉ પુરા દરિયા ને પંજા પર.
ખુદા ના હુકમ થી આવીશ હુ મહદી ની સાથે હા
જાગત આખુ જોશે ત્યારે અલમ મારો જે કાબા પર.
કોઈ બેટા ઓ પામે છે કોઈ જન્નત કરે હાસિલ
જો આવ્યા શેહ ના દ્વારે તો લઇ ઉડે ફરિશ્તા પર
તમે બાબુલહવાઇઝ છો કરે "આબિદ" છે ઇલતેજા
સવાલી થૈ ને આવ્યો છું નઝર કરજો અમારા પર.
આબિદઅલી નાંદોલીયા (મેતા)
3
થયો છે વાર બરછી થી અલીઅકબર ના સીના પર
પરંતુ ચોટ વાગી ઉમ્મે લયલા ના કલેજા પર.
હુસૈન ઇબ્ને અલી ની બેકફન છે લાશ મકતલ મા.
બદન છે કરબલા ની ખાક પર ને સર છે નેજા પર.
ઝમીં પર સુઇ ગઇ બાબા ના સીના પર સુવા વાળી.
ન જાણે તે ઘડી વિત્યુ હશે શુ શુ સકીના પર.
કહે છે જાલિમો સૌને કે તે છે માદરે અકબર
કે જેણે હાથ ને રાખ્યો છે પોતાના કલેજા પર.
સકીના રાત ના રસ્તા મા કેહતી બાપ ના સર ને.
સુતી છુ ખાક પર હુ ને તમે સુઇ જાવ નેજા પર.
ખુદા ની લાનતો નવશાદ વર્ષે તેમના ઉપર.
જુલમ જેણે ગુજાર્યા છે મોહમ્મદ ના ઘરાના પર.
નવશાદ બિજાની
4
અલી અકબર ઘણા અરમાં હતા બેટા તમારા પર.
રડીને શાહ કરબલમાં કહે છે એ જનાઝા પર.
તડપતા શાહ જોવે છે જવાં બેટાને મકતલ માં.
અણી બરછીની લાગીછે અલીઅકબરના સીના પર.
અસા તુટી એ ઘડપણ ની ગયું છે નૂર આંખોનું.
જવાં બેટાની મૈયત એ રડે છે શાહ જેના પર.
મળી છે ખાક માં સુરત નબી એ મુસ્તુફાની જે.
રડે છે ઝયનબો કુલસુમ લૈલાના દુલારા પર.
ઉછેર્યા તા અલી અકબર ને હેતે ઝયનબે એથી.
કરે છે આહોઝારી એ મુકી પત્થર કલેજા પર.
સજાવી માથે સેહરાને રચાવુ શાદી અકબરની.
મળીગ્યા ખાકમાં અરમાં હતા માંને જે બેટા પર.
વતનમાં ફાતેમા સુગરા કરીને યાદ રોવે છે.
કે લેવા આવશે ભાઈ જીવે છે એ તમન્ના પર.
લખે "શબ્બીર" નૌહા ને વહાવે આંખથી આંસુ.
જનાબે ફાતેમા ઝહરા દુઆ કરજો અમારા પર.
શબ્બીરઅલી નાંદોલીયા (મેતા)