કરે છે યાદ બાબા ને સકીના કૈદખાના મા
ફઝલે આલે અબા
તરહી મિસરો બાય નવશાદ બિજાની
1. શબ્બીરઅલી નાંદોલીયા.(મેતા)
2. આબિદઅલી નાંદોલીયા...(મેતા)
3. અસામદી હૈદરઅબ્બાસ આર (રસુલપુર)
4. નવશાદ બિજાની
1
કરે છે યાદ બાબાને સકીના કૈદખાનામાં.
જુદાઈમાં રડી રહી છે યતીમા કૈદખાનામાં.
સિતમગારો એ સજદામાં કરીને કત્લ સરવરને.
સકીના ને સતાવી બંધ કીધા કૈદખાનામાં.
નથી રોવા મળી શકતું શહીદોના ઉપર એવા.
સિતમ ના ચોતરફ છાયા અંધારા કૈદખાનામાં.
સકીના ઉડતાં પક્ષી જોઈ ને કહેતી ફુફીઅમ્મા.
દિવસ ક્યારે પુરા થાશે અમારા કૈદખાનામાં.
ઘણી રાતો વીતી ગઈછે નથી ઊંઘી હું છાતીપર.
કહે બોલાવો બાબાને ઝરા આ કૈદખાનામાં.
જુવે છે સર જો બાવાનું લગાવી આહનો નારો.
કઝા પામી ગઈ દુખિયા સકીના કૈદખાનામાં.
કફન પણ ના મળ્યું જેને હતી કેવી એ મજલુમી.
દફન કરવામાં આવ્યાં છે બિચારા કૈદખાનામાં.
દુઆ "શબ્બીર" માગે છે ખુદા કોઈ યતીમાને.
કઝા ના આપજે તું બે સહારા કૈદખાનામાં.
શબ્બીરઅલી નાંદોલીયા.(મેતા)
2
કરે છે યાદ બાબા ને સકીના કૈદખાના મા.
છે પાબંદી રોવા માટે હા બાબા કૈદખાના મા.
કરે ફરિયાદ કોને જઇ જનાબે ઝૈનબેકુબરા
નથી ઇમદાદ કરનારૂં ન પર્દા કૈદખાના મા.
નથી ખાવા પુરૂ મળતું ને પાણી પણ મળે થોડુ
છતાં કર્યા અનેક આબીદે સજદા કૈદખાના મા.
કદી બાબા કદી કાકા કદી સૌને કરીને યાદ
રડે અસગર ની યાદોમાં યતીમા કૈદખાના મા.
લોહી ટપકે છે કાનોથી ને કુર્તો પણ બળેલો છે
રડે. ચોધાર ઉંઘે નૈ સકીના કૈદખાના મા.
પડી લાશો કફન બીના નબીની આલની કરબલ
કરૂં હું શું વિરા મારા, છે બહેના કૈદખાના મા.
હતું ખોળામાં સર શહે નું સકીના ના રહી હાએ
ફુફી અમ્મા કરે માતમ, છે ગિર્યા કૈદખાના મા.
દફન કરવા સકીના નેં નથી ચાદર કફન માટે
વિરો તારો છે જો મજબૂર, બહેના કૈદખાના મા.
અલી સજ્જાદ ની આંખોથી વહેછે ખૂનની ધારા
લખાશે નૈ વ્યથા"આબિદ"છે ગિર્યા કૈદખાના મા.
આબિદઅલી નાંદોલીયા...(મેતા)
3
કરે છે યાદ બાબા ને સકીના કૈદખાના મા.
રડે છે ખુબ બાબા પર યતીમા કૈદખાના મા.
નથી ખાતુ રહમ કોઈ તમારા બાદ એ બાબા.
મને મારે છે ઝાલિમો તમાચા કૈદખાના મા.
સતાવે ખૂબ એ બાબા બતાવી સર તમારુ એ.
નથી રડવા મને દેતા એ આદા કૈદખાના માં.
કરી પામાલ લાશા ને લુટ્યો સુહાગ કુબરા નો.
જુઓ ભૈયા રડે છે આજ કુબરા કૈદખાના માં.
જુદાઈ બાપ ની મુજને નથી થાતી સહન ભેૈયા.
નથી રેહ વાતુ મારા થી એ ભૈયા કેદખાના માં.
કરીશ ના જીદ હુ ભૈયા વતન જાવા તમારા થી.
સદા માટે તમારી છે બહેના કૈદખાના મા.
અદુ ની હુ નજફ જઇને કરુ ફરયાદ દાદા ને.
રહ્યા અરમાન સકિના ના અધૂરા કૈદખાના મા.
હતી મૌલા તમારી આ સકિના લાડલી બેટી.
શહાદત થઇ ઘણા ખાઈ ને સદમા કૈદખાના મા.
સુતેલી છે હવે અંધકાર માં શબ્બીર ની બેટી.
જલાવી આવજે *હૈદર* એ દીવા કૈદખાના મા.
અસામદી હૈદરઅબ્બાસ આર (રસુલપુર)
4
કરી ને યાદ બાબા ને સકીના કૈદખાના મા.
રડી ને રાત દી કરતી'તી ગીર્યા કૈદખાના મા.
નથી બાબા નથી કાકા અને બીમાર છે આબિદ.
કહુ જઇને હુ કોને મારા દુખડા કૈદખાના મા.
રડી ને રાત કાઢૂ છૂ ને દિ' માતમ મા ગુજરે છે.
સિતમ થી તંગ આવી ગઇ છુ સૂના કૈદખાના મા.
નહી જીવી શકુ લાંબુ હવે હૂ ફાની દુનિયા મા.
દફન મારી હર એક થઇ જાશે આશા કૈદખાના મા.
હવા મળતી નથી અહીયા ને અજવાળૂ નથી જોયુ.
ન જાણે કેટલા દિવસો છે વિત્યા કૈદખાના મા.
લહદ મા અજ પણ "નવશાદ" બાબા ની જુદાઇ મા
કરે છે રોઇ ને ગીર્યા સકીના કૈદખાના મા
નવશાદ બિજાની