( By નવશાદ બિજાની
in )
ઝીંદાન મા અંધારૂ જો ફેલાય છે બાબા.
ને જીવ એનાથી મારો ગભરાય છે બાબા
હર એક કદમ પર છે તમાચાઓ નો વર્સાદ.
ને રકત ની ધારાઓ વહી જાય છે બાબા
છે લાંબો સફર શામ સુધી ને હુ છુ પ્યાસી.
ને મારૂ ગળુ રસ્સી મા રૂંધાય છે બાબા
રાખુ છુ હુ રુખ્સાર ઉપર હાથ હમેંશા.
ભણકારા તમાચાઓ ના સંભળાય છે બાબા
મારે છે શકી કોરડા સજજાદ ને જયારે.
જંજીરે સિતમ રકત મા ભીંજાય છે બાબા
ઉંટો થી પડી જાય છે બચ્ચાઓ ઝમીં પર.
ને ઘોડાઓ ના પગ તળે કચડાય છે બાબા
થઇ જાય છે કટકાઓ કલેજા ના તરસ થી.
તડકા મા ગરમ જયારે હવા વાય છે બાબા
મારે છે તમાચાઓ સિતમગર મને ત્યારે.
છે અર્થ યતીમી નો તે સમજાય છે બાબા
સંભળાય છે જયારે મને *નવશાદ* ના નવહા.
આંખો મારી આંસૂઓ થી છલકાય છે બાબા