Fazle aale aba group
Tarhi misra by Safdar Kharodiya
Kalaam by
1. નૌશાદ બિજાની
2. મોહસિન મોમીન અમદાવાદ
3. સાદિકઅલી રેવાસીયા
નૌશાદ બિજાની
છે દુઆઓ માં વસીલો યા ખુદા સજજાદ નો.
ઉમ્ર ભર કરજે મને સદકો અતા સજજાદ નો.
આંગળી આબીદ ની પકડી ને સિખી છે ચાલતા.
હશ્ર તક એહસાન માને કરબલા સજજાદ નો.
ધૂપ માં કરબોબલા થી શામ તક ચાલી ગયા.
દીન પર રહેશે હવે છાયો સદા સજજાદ નો
મેહનતો પયગમ્બરો ની છે બચી એના થકી.
ઝિક્ર કરશે તા કયામત અંબિયા સજ્જાદ નો
પ્યાસ છે તડકો છે લંગર છે ને બેડી છે છતાં.
એક પણ સજદો નથી થાતો ક્ઝા સજજાદ નો
ગયરતો ના વાર થી દિલ થઇ ગયું છે તાર તાર.
કઈ દવા કરશે ઇલાજે ગમ ભલા સજ્જાદ નો
હક થી સુ ભટકાવશે *નૌશાદ* ને બાતિલ હવે.
રસ્તો હું પામી ગયો છું રેહનુમાં સજ્જાદ નો
નૌશાદ બિજાની
મોહસિન મોમીન અમદાવાદ
વાસ્તો આપી ને જોઇલે ભલા સજ્જાદ નો
દૂર મુશ્કિલ સૌ કરી દેશે ખુદા સજ્જાદ નો.
કસરે બાતિલ ની હલી જાશે પછી બુનિયાદ પણ
ગુંજવા દે શામ મા ખુતબો જરા સજ્જાદ નો.
ખુલ્દ થી શબ્બીરો શબ્બર ને જનાબે સૈયદા
ફખર્ થી સજદો અલી જોતા હતા સજ્જાદ નો.
મુશ્કિલો ભૂલી ને રબ ની યાદ મા ડૂબી ગયા
જોઈલો ઝીંદાન મા સજદો જરા સજ્જાદ નો.
બાપ ના મકસદ ને પૂરો જે રીતે કર્યો તમે
હશ્ર તક અહેસાન માને કરબલા સજ્જાદ નો.
સબ્ર પણ ઐયુબ નું ત્યાં શામ મા હારી ગયું
સબ્ર એવો જોઈ લીધો શામ મા સજ્જાદ નો
રાહ એ બતલાવવા વાળા છે તો "મોહસિન" પછી
બેડીયો શુ રોકશે રસ્તો ભલા સજ્જાદ નો.
મોહસિન મોમીન અમદાવાદ
સાદિકઅલી રેવાસીયા
કુલ ખુદાઈ કઇ રહી છે શુક્રિયા સજ્જાદનો
હશ્ર તક એહસાન માને કરબલા સજજાદ નો
હક ની ઓળખ થઇ ગઈ ને એમની આંખો ખુલી
સાંભળ્યો તો જ્યારે ખુત્બો શામમા સજ્જાદનો
શામને કુફમાં જ્યારે કાફલો પહોંચી ગયો
થઇ ગયો છે હાલ બૂરો યા ખુદા સજ્જાદનો
કેટલી નફરત ભરી'તી દુશ્મનો એ દિલ મહી
કાફલો ખાતો રહ્યો ઠોકર સદા સજ્જાદનો
ઉમ્રભર રડતા રહ્યા છે બાપના ગમમા ઇમામ
કોણ જાણે ગમ હશે કેવો ભલા સજ્જાદનો
મકસદે શબ્બીર ને હકની જલાવી રોશની
દિને અહેમદ પર કરમ રહેશે સદા સજ્જાદનો
સાદિકઅલી રેવાસીયા