( By 1. અહેમદ અબ્બાસ (ગણેશપુરા) 2. નવશાદ બિજાની 3. આબિદ અલી એચ મરેડીયા
in )
ફઝલે આલે અબા
૧૯ / ૦૮ / ૨૦૨૨
તરહી મિસરો
બિંતે ઝેહરા છે ખૂલે સર શામ ના બાઝાર માં.
મીસરો બાય
નવશાદ બિજની
કલામ બાય
1. અહેમદ અબ્બાસ (ગણેશપુરા)
2. નવશાદ બિજાની
3. આબિદ અલી એચ મરેડીયા
1. અહેમદ અબ્બાસ (ગણેશપુરા)
લાવી આપો કોઈ ચાદર શામના બાઝાર મા
બિંતે હૈદર છે ખુલે સર શામના બાઝાર મા
સત્યને વળગી રહી સઘળું લુટાવી કરબલા
કૈદ થઇ આવ્યા મુસાફર શામના બાઝાર મા
ને જુદા તન થી કરી હા દુશ્મનો બોત્તેર ના
ફેરવે છે બે કફન સર શામના બાઝાર મા
આપદા અનહદ ઉઠાવી ફાતેમાની બેટીઓ
ખાય છે દર દર ની ઠોકર શામના બાઝાર મા
હર કદમ પર હર ગલીમા સૈયદે સજ્જાદ ને
કોરડા મારે સિતમગર શામના બાઝાર મા
તોક કાંટાળો ગળા મા જોઈને બાવા ઉપર
ખૂન રોવે મૌલા બાકર શામના બાઝાર મા
અસગરે બેશીર નું સર શી રીતે ટકતું હશે
હાય નેજાની અણી પર શામના બાઝાર મા
શામવાળા મુસ્તફા ની આલને બાગી કહી
બે ખતા મારે છે પથ્થર શામના બાઝાર મા
ગાલ પર બાલી સકીના ને તમાચા માર ના
શિમ્ર થોડો તો રહમ કર શામના બાઝાર મા
કુફ્ર ના વંટોળ મા "અહેમદ" ફસાઈ જુલ્મ મા
હાય ઔલાદે પયંબર શામના બાઝાર મા
2. નવશાદ બિજાની
નેઝા પર અકબર નું છે સર શામ ના બાઝાર માં.
જેનો ચેહરો છે મુનવ્વર શામ ના બાઝાર માં.
જોઈને હુસ્ને સરે અકબર ફલક થી ચંદ્રમાં.
ચાંદની કરતો નિછાવર શામ ના બાઝાર માં.
ઓરતો પણ શામ ની આપસ માં સૌ કહેતી હતી.
સર છે આ કોનું મનોહર શામ ના બાઝાર માં.
હુસ્ને યુસુફ હો ફિદા આ સર ઉપર લાખો વખત.
છે તબસ્સુમ એવું લબ પર શામ ના બાઝાર માં.
સૌ દુઆ કરતી કે જીવતી હોય ના અકબર ની માં.
જોઈ ના શકશે આ મંઝર શામ ના બાઝાર માં.
સાંભળી ને આવી વાતો ઉમ્મે લૈલા એ કહ્યું.
હું જ છું અકબર ની માદર શામ ના બાઝાર માં.
મેજ કર્યો છે ફિદા ઇસ્લામ પર મારો પિસર.
આ છે મારા લાલ નું સર શામ ના બાઝાર માં.
મારી પાસે હોત અકબર જેવા બીજા પણ પીસર.
દીન પર કરતી નિછાવર શામ ના બાઝાર માં.
કરબલા થી શામ તક આવી છું આ સર જોઈને
દિલ ઉપર રાખી ને પત્થર શામ ના બાઝાર માં.
બાળી ને ખયમાં અમારા ચાદરો લૂંટી લીધી.
આવી છું હું થઇ ને બે-ઘર શામ ના બાઝાર માં.
ઉમ્મે લૈલા ને સુણી *નવશાદ* સૌની આંખ થી.
અશ્ક ના વહેતા'તા સાગર શામ ના બાઝાર માં.
3. આબિદ અલી એચ મરેડીયા
બિન્તે ઝેહરા છે ખૂલે સર શામ ના બાઝાર માં
હાયે કેવા છે સિતમગર શામ ના બાઝાર માં
ચાદરો છીનવી અદુએ શર્મ ના આવી જરા
દર્દ માં છે બિન્તે હૈદર શામના બાઝાર માં
કોરડા મારે છે જાલિમ સૈયદે સજ્જાદ ને
જોયુ જાતુ ના એ મંઝર શામના બાઝાર માં
ઝુલ્મ ની હદને વટાવી બીબીઓ પર દુશ્મનો
તન ઉપર ફેકે છે પથ્થર શામના બાઝાર માં
શીમ્ર મારે છે તમાચા બીબીઓ ને હા અરે
શાહનું તડપી રહ્યું સર શામના બાઝાર માં
થઈ ગયા કુરબાન ભાઈ ભત્રીજા ને યાર સૌ
ખોઇને આવી હુ જીવતર શામના બાઝાર માં
બે કફન લાશો ને જોઈ આવી છું ઝૈનબ કહે
ઘાવ લાગ્યા છે બહત્તર શામના બાઝાર માં
દાસ્તા ને સાંભળી આબિદ નું દિલ કંપી ઉઠે
હા હતું કેવું આ મંઝર શામના બાઝાર માં