( By 1. સાદિકઅલી રેવાસીયા 2. નૌશાદ બિજાની 3. આબિદઅલી નાંદોલીયા મેતા
in )
Fazle aale aba group
Tarhi misra by Sadiq Revasiya
Kalaam by
1. સાદિકઅલી રેવાસીયા
2. નૌશાદ બિજાની
3. આબિદઅલી નાંદોલીયા મેતા
સાદિકઅલી રેવાસીયા
અમને મળી નસીબમા નેઅમત ગમે હુસૈન
યા રબ સદા અમારા દિલોમાં રહે હુસૈન
જીન્નો બશર મલક છે સવાલી દરે હુસૈન
સૌને નજાત આપના દરથી મળે હુસૈન
યાદે હુસૈન દિલમાં વસાવીને રાખશે
જન્નતમાં તે બશર ને જગા આપશે હુસૈન
મુશ્કિલમા પણ ન તર્ક કરી છે નમાઝને
ખંજર ફરે ને આખરી સજદો કરે હુસૈન
પહેલેથી જ જઇને મૌત ને ભેટી પડ્યા હતા
કરબોબલામાં એવા હતા આશિકે હુસૈન
ઘરબાર માલો જાન ને સર આપશે મગર
બૈઅત યઝીદિયત ની કદી ના કરે હુસૈન
નામો નિશાન ક્યા છે જગતમાં યઝીદનુ
લહેરાઇ છે જગતમાં સદા પરચમે હુસૈન
જારી છે જગમાં સિલસિલો ને રહેશે હશ્ર તક
હિમ્મત છે કોની રોકે ભલા માતમે હુસૈન
સાદિકઅલી રેવાસીયા
નૌશાદ બિજાની
બયઅત નો પ્રશ્ન કચડી ને કદમો તળે હુસૈન.
સર આપશે પરંતુ કદી નહિ નમે હુસૈન.
અલ્લાહ એમને મળે જેને મળે રસૂલ.
એને મળે રસૂલ કે જેને મળે હુસૈન.
પોતાના ઘર માં રાખે જે મજલિસ હુસૈન ની.
મહેમાન થઈ ને આવશે એના ઘરે હુસૈન
દુનિયા માં શોધી શોધી ને થાકી જશે બધા.
તોયે હુસૈન જેવો કદી નહિ જડે હુસૈન.
બિદઅત ગમે હુસૈન ને મુફ્તી ભલે કહે.
કરશું અમે તો હસ્ર સુધી માતમે હુસૈન.
ફરશે અઝા ના આંસુ બનાવી ને ગવહરો.
મેહશર માં પાછા દેશે તને માદરે હુસૈન.
કરજે નહી નમાઝ ને *નવશાદ* તું કઝા.
રહેવું છે તારે થઈ ને અગર આશિકે હુસૈન
રણ માં કપાવા જાય છે માથુ હવે હુસૈન.
રુખસત થયા બધા થી મળી ને ગળે હુસૈન.
ખિદમત ને માટે અકબરો અબ્બાસ પણ નથી.
કરવા સવાર આવી ગઈ ખ્વાહરે હુસૈન.
છે ત્રણ દિવસ ની પ્યાસ ને અંસાર ના છે દાગ.
ને ચૂર ચૂર ઝખ્મો થી છે દામને હુસૈન.
કેહતો'તો શિમ્ર પાણી માં ડૂબે ધરા અગર.
તો પણ હું એક બુંદ નહિ દઉ તને હુસૈન.
તડપે ભલે એ ધૂપ માં કેહતા'તા ઝાલીમો.
ઘોડા ઉપર થી જ્યારે ધરા પર પડે હુસૈન.
તપ્તી જમીન છે ને અદા થાય છે નમાઝ.
સજદો કરે છે શિમ્ર ના ખંજર તળે હુસૈન.
ખોળા માં સર ને લેવાને *નૌશાદ* ખૂલ્દ થી.
ફેલાવી જોળી આવી ગઇ માદરે હુસૈન.
નૌશાદ બિજાની
આબિદઅલી નાંદોલીયા મેતા
પઢશું નમાઝ કરશું અમે માતમે હુસૈન