સકીના કેહતી'તી જીવવું હવે દુશ્વાર છે બાબા.
જુદાઈ માં તમારી દિલ બહુ ગમખ્વાર છે બાબા.
હવા માટે નથી બારી ફકત છે હર તરફ ભીંતો.
ગળું રૂંધાય છે ઝિંદાન માં અંધકાર છે બાબા.
તમાચા થી છે જખ્મી ગાલ ને છે દર્દ કાનો માં.
તમારી લાડલી પર ઝુલ્મ ના અંબાર છે બાબા.
કદી સપના માં આવી ને બતાવો આપનો ચેહરો.
સકીના આપના ગમમાં બહુ બેઝાર છે બાબા.
તમારા થી જુદા થઈ ને નહીં જીવી શકું હરગિઝ.
જુઓ આંખો માં મારી મોત ના અણસાર છે બાબા
લહુ જોઈ સરે શબ્બીર પર *નવશાદ* તે બોલી.
સિતમગર હાય શેહરે શામ ના ખુખાર છે બાબા.
નવશાદ બિજાની