લાખો જગે બદલ્યા છે મોસમ હજી સુધી.
પણ શેહ ના ગમ ને ભૂલ્યો ન આલમ હજી સુધી.
બદનામ થઇ ને જગ થી ફના થઇ ગયો યઝીદ.
લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી
છે નામ એક ગાળ હવે તો યઝીદ નું.
સરવર નો એહતેરામ છે કાયમ હજી સુધી.
લાનત કરી રહ્યો છે ઝમાનો યઝીદ પર.
શબ્બીર નો ભરે છે બધા દમ હજી સુધી.
બોલ્યો'તો માં ના ખોળા માં હું બાવફા નું નામ.
મુખ માં વફા ની આવે છે સોડમ હજી સુધી.
અબ્બાસ ની સુણી ને એ સાહિલ થી ગર્જના.
ધ્રુજી રહ્યો છે કબ્ર માં રુસ્તમ હજી સુધી.
અકબર ન માંગ બાપ થી મારવાની તું રજા.
ગાઝી ના દાગ થી છે કમર ખમ હજી સુધી.
પૂર્દદર્દ દ્ર્શ્યો જોઈને બાજારે શામ ના.
આબિદ ની આંખ અશ્કો થી છે નમ હજી સુધી.
લાખો સિતમ થયા છે અઝાદાર પર મગર.
"નૌશાદ" શેહ નો ગમ ન થયો કમ હજી સુધી