ઓનલાઇન મુશાએરા.
૧૦ નવેમ્બર ૨૦૧૮
તરહી મિસરો: જાનાબ નવશાદ બીજાણી
અગર તારા દિલ મા છે ઉલફત અલી ની.
જનાબ અસ્મી કાનોદરી.
જગત મા નીરાલી હુકુમત અલી ની..
બધા થી અલગ છે અદાલત અલી ની..
મોહમ્મદ ના જેવી છે આદત અલી ની..
નબી ના છે જેવી સદાકત અલી ની..
તબરરા તુ કરજે દરેક દુશ્મનો થી
અગર તારા દિલ મા છે ઉલફત અલી ની
કહી દો તમો એ સીતમ જે કરે છે..
હજી બાકી છે એક અમાનત અલી ની...
કયામત ના દિવસે ખબર એને પડશે...
કે કેવી છે આતો ફજીલત અલી ની...
દિવાલો મગજ ની છે કમજોર અસ્મી..
છે ઉંચી ઘણી એ ઈમારત અલી ની...
૨
જનાબ મોહસીન મોમીન. અમદાવાદ.
જુઓ કરબલા માં છે ઇતરત અલી ની
બતાવે છે જગ ને શુજાઅત. અલી ની.
નબી ને તમે સાંભળો ને વિચારો
હકીકત મા શું છે હકીકત અલી ની.
દિવારે હરમ પર લગાવી ને પરદો
છુપાવો છો શાને ફઝીલત અલી ની.
જે ખુદ ને ગુનાહો થી મેહફુઝ રાખે
તો સમજો કે દિલ મા છે ચાહત અલી ની.
ગુનાહો થી દામન બચાવી ને રેહજે
અગર તારા દિલ મા છે ચાહત અલી ની.
જુઓ કસરે બાતિલ મા હલચલ મચી છે
છે ઝૈનબ ના લહેઝા મા હૈબત અલી ની.
અઝાબે ખુદા થી જો બચવું હો "મોહસીન"
હજુ પણ કરી લો ઈતાઅત અલી ની.
૩
જનાબ ઝાકિર હુસૈન વી.સૂણસરા
અગર તારા દિલ માં છે ઉલ્ફત અલીની,
તો મહેશર માં મળશે શફાઅત અલીની.
ઉખાડી ને હાથો માં ખયબર ઉપાડે,
છે કેવી ગજબની શુજાઅત અલીની.
ઈશારા'ઓ સમજીને સૂરજ પણ આવે,
અનોખી છે હાથો માં કુવ્વત અલીની.
હું નહજુલ બલાગા પઢીને કહું છું,
ખુદા જેવી લાગે છે તાકત અલીની.
હા ગૈબત ના પરદા માં નાયબ રહીને,
ચલાવે છે મહદી અદાલત અલીની.
કાબા ની ફાડી દીવાલો ખુદાએ,
જગત ને બતાવી છે ચાહત અલીની.
સિતારો પણ આવી ને ઘરપર અલીના,
બતાવે છે સૌને ફજીલત અલીની.
તો જન્નત ના મળશે કદાપી કસમ થી,
નકારે છે જેઓ વિલાયત અલીની
કદાપી ન ડરતા કયામત થી "ઝાકિર"
ત્યાં ચાલે છે બેશક હૂકુમત અલીની
૪
જનાબ તાહેરઅબ્બાસ એમ. સુણસરા.
અગર તારા દિલ માં છે ઉલ્ફત અલી ની.
તો સાંભળ તું આજે ફઝિલત અલી ની.
તવાફો કરે છે મુસલમાં બધા જ્યાં;
એ ઘર માં થઈ છે વિલાદત અલી ની.
અલી છે નબી થી નબી છે અલી થી;
નબીના પછી છે ઇમામત અલી ની.
પઢે છે શિયાઓ કસીદા અલીના;
નુસૈરી કરે છે ઇબાદત અલી ની.
કતારો ઉંટો ની દઈ દે ખુશી થી;
જગત માં અનેરી સખાવત અલી ની.
રસૂલે ખુદાના એ મિમ્બર ઉપર થી;
પઢે છે ખતીબો ફ'સાહત અલી ની
ઉખાડી ને ફેંકે એ ખૈબરના દર ને
ડરે મરહબ જોઇ શુજાઅત અલી ની.
કરી માફ કાતિલ ને પાવે એ શરબત;
મળે ના જગતમાં અદાલત અલી ની.
અલીના મજારની છે *તાહેર* ને ઉમ્મીદ;
નજફ માં કરું હું ઝિયારત અલી ની.
૫
જનાબ અસામદી હૈદર અબ્બાસ આર (રસુલપુર)
ભરે છે દિલો માં' વિલાયત અલી ની.
મળે છે લહદ માં' શફાઅત અલી ની.
અલી ની ખુશી માં' ખુદા ની ખુશી છે.
બતાવે ખુદા અે' ફઝીલત અલી ની.
બતાવી રહ્યો છે' ધ્રુજીને તુ ખૈબર.
જુદી છે બધા થી' કુવ્વત અલી ની.
ખુદા છે અમારો' કહી ને નુસેરી.
બતાવી રહ્યા છે' ચાહત અલી ની.
દિવારે તુ કાબા' બતાવી રહી છે.
થઇ છે અંદર' વિલાદત અલી ની.
કરે છે તુ ન્યાય' બધાનો સમાંતર .
અેવી છે ઇન્સાફી' અદાલત અલી ની.
કબ્ર માં ફરીશ્તા' પુછી ને સવાલો.
લખીદે જવાબો મા' મિદહત અલી ની.
કરી લે સમય સર' ઇબાદત ખુદા ની.
અગર તારા દિલ મા છે' ઉલ્ફત અલી ની.
બની ને સવાલી' કહે છે ફરીશ્તા .
ઘણી છે બુલંદ' સખાવત અલી ની.
મન્નત છે *હૈદર* ની' નજફ માં જવાની.
મળી જાય મુજને' ઝિયારત અલી ની.
૬
જનાબ શબ્બીરઅલી નાંદોલીયા ( મેતા )
મહેશરમાં મળશે શફાઅત અલીની.
અગર તારા દિલમાંછે ઉલ્ફત અલીની.
અમારો છે કિબ્લા ખાનએ કાઅબા.
કાઅબા માં થઇ છે વિલાદત અલીની.
તમો છો ખુદા એ નુસૈરીઓ માન્યા.
નિહાળી લીધી જો કરામત અલીની.
રૂકુઅમાં અંગૂઠીની કુરઆન શાહિદ.
અફઝલ છે એવી સખાવત અલીની.
સબબ જેના ફતહ ખૈબરો ખંદક.
મશહૂર જગમાં સુજાઅત અલીની.
પલટાવ્યો સૂરજ અસ્ત થયેલો.
થઇછે કઝાજો ઇબાદત અલીની.
નબીએ દીધી જેને ખૂમે ગદીરમાં.
હકીકતમાં સત્ય ખિલાફત અલીની.
મળ્યો છે લકબ જેને શેરેખુદાનો.
અનોખી છે સૌથી ફઝીલત અલીની.
ફર્શથી લઇને અર્શ ઉપર પણ.
બન્ને જગતમાં હુકુમત અલીની.
મદદ યાઅલી તુ કહી જોને "શબ્બીર."
બલાઓ હટાવે કરામત અલીની.