( By ફઝલે આલે અબા
in Mushyera )
ફઝલે આલે અબા
તરહી મિસરો: જુલ્મ નો આવાજ કરબલ માં દબાવે છે હુસૈન
મીસરો: જનાબ હસનઅલી નોણસોલા.*
*વીલાદાત હઝરત ઇમામ હુસયન અ.સ. ૩ શાબાન*
1
નૂર થી છલકાય છે આજે જમીનો આસમાં
કેમકે આ જગ મહીં આજે પધારે છે હુસૈન
નૂર નો વરસાદ છે ને નૂર ના છે વાદળો
અશઁ થી રહમત ની હેલી લઇ ને આવે છે હુસૈન
ઘર લુંટાવી ને બચાવ્યો સરવરે દીને ખુદા
જુલ્મ નો આવાજ કરબલ મા દબાવે છે હુસૈન
જીંદગીમા બંદગી અલ્લાહ ની કાયમ કરો
મોત વેળા પણ કરી ને એ બતાવે છે હુસૈન
કરબલા ની ખાક મા સૌને શીફા મળતી રહે
લા દવા ગમ ની દવા છે એ બતાવે છે હુસૈન
આંખ ના આંસુ ગમે સરવર મા મોતી થાય છે
તે ખજાનો છે અનોખો ને બનાવે છે હુસૈન
અય ખુદા ફરમાન ને દેજે સદા એવી ખુબી
જે ખુબી હુર્રે દિલાવર ને અપાવે છે હુસૈન.
ફરમાનઅલી
2
દિન ની.નુસરતા ના માટે ઘર લૂટાવે છે હુસૈન
ને ફક્ત આબીદ વિના એ શું બચાવે છે હુસૈન.
મુતમઈન થઈ જાય છે જ્યારે ખુદા શબ્બીર થી
આખરી સજદા માં ત્યારે સર ઝુકાવે છે હુસૈન.
તારા પર હસવા ના માટે જોઈ લે અય હુરમલા
છ મહિના ના અલી અસગર ને લાવે છે હુસૈન.
એક શબ ની લઇ ને મોહલત જોઈ લે શિમ્રે લઇં.
જશન કુરબાની નો પૂરી શબ માનવે છે હુસૈન.
એ પછી તો કોઈ થી ઉઠ્યો ન બયઅત નો સવાલ
ઝુલ્મ નો આવાઝ કરબલ મા દબાવે છે હુસૈન.
જીસ્મ રણ મા ને પઢી કુર આન નેઝા પર જુઓ
ખુદ ની એ પહેચાન દુનિયા ને કરાવે છે હુસૈન.
સબ્ર ની મેઅરાજ " મોહસીન " જોઈ લે ઐયુબ પણ
લાશે અકબર એકલા રણ થી ઉઠાવે છે હુસૈન.
"મોહસીન" મોમીન. અમદાવાદ.
3
ચાહકો બહેલુલ બની મહેફિલ સજાવે છે હુસૈન,
કોઈ મીસમની ઢબે નારા લગાવે છે હુસૈન.
છે ત્રીજી શાબાન આજે માગી લ્યો ફિતરસ બની,
હોય ના સંભવ એને સંભવ બનાવે છે હુસૈન.
સૌ ઇબાદત છોડીને મરજી થી તે અલ્લાહની,
ખુદ ફરિસ્તા આપનો ઝૂલો ઝૂલાવે છે હુસૈન.
કેટલી છે સાથીયો પ્રત્યે વફાદારી જુઓ,
દીવડો આશૂરની રાતે બૂઝાવે છે હુસૈન.
આ ખબર એક શેરની લઇ ઘાટથી આવી હવા,
બાવફા દરિયા ઉપર હાથો કપાવે છે હુસૈન.
કરબલામાં મરહબો ને અંતરો થથરી ગયા,
ઘૈઝમાં તલવાર હૈદરની ચલાવે છે હુસૈન.
સબ્ર ઐયુબની કહે કે સબ્રની શમશીરથી,
જુલ્મનો આવાજ કરબલમાં મિટાવે છે હુસૈન.
દીન માટે જે કર્યો તો વાયદો અલ્લાહથી,
ઘર લુટાવી સર કપાવી એ નિભાવે છે હુસૈન.
ચારે બાજુ જુલ્મના વંટોણમાં ફરતી હતી,
દીનની કસ્તી કિનારા પર તું લાવે છે હુસૈન.
ફાતેમા ઝહરા સદા આપે દુઆ "મસ્તાનને"
એટલે ગમખ્વાર થઇ આંસુ વહાવે છે હુસૈન.
Abbasali mastan
4
વાહલું છોડી એ વતન કરબલ વસાવે છે હુસૈન
જુલ્મ નો અાવાજ કરબલ માં દબાવે છે હુસૈન.
કરબલા ની એ ઝમી પર નીર નીકાળી ને એ,
હૈદરી તાકાત દુશ્મન ને વતાવે છે હુસૈન.
જંગ આજે એ કર્યો આપે સબ્ર ના વાર થી
જુલ્મ ને તો આજે પણ જડ થી મિટાવે છે હુસૈન.
ભાઈ ભત્રીજા ને બેટાઓ શહિદ શાહ ના થયા,
દિન ની ખાતીર ખુશી થી સર કપાવે છે હુસૈન.
સર કપાવી દીન ની ખાતીર તો કરબલ મા હુસૈન
સૌને રબ ના ઈશ્ક નો એ જામ પાવે છે હુસૈન.
કરબલા ની ભૂખ ને ગરમી ની તકલીફો થકી,
વાયદો એ આજ નાના નો નિભાવે છે હુસૈન.
ને હુસૈન હારી ગયા એવું તુ સમજે છે યજીદ,
પણ ચરાગ જાલીમ ની સત્તા નો બુજાવે છે હુસૈન.
જ્યારે પણ "તાહિર" લે છે હાથ માં લખવા કલમ ,
ત્યારે ખુદ એને કલમ પકડી લખાવે છે હુસૈન.
Tahirali Chaudhary
5
અર્શ થી રહમો કરમ લઈને આવે છે હુસૈન
ફાતેમાના ઘરને ઉપવન બનાવે છે હુસૈન
રાહ પકડી કરબલાની છોડી યસરબ ની ગલી
ઘર લુટાવી સર કપાવી દિન બચાવે છે હુસૈન
કરબલાની ધરતી પર લોહી વહાવી શાહ ને
ખાક ને ખાકે શિફા એ તો બનાવે છે હુસૈન
જે ધરા નો બાપ હૈદર લાલ છે એનો હુસૈન
ઠોકરો મારીને એ તો નીર વહાવે છે હુસૈન
લાલ અકબર ના દિલ થી શાહ બરછી કાઢીને
સબ્રતા ના દાખલા જો ને ભણાવે છે હુસૈન
સર કપાવી દીધું પણ બૈઅત ના કીધી કબુલ
જુલ્મનો આવાજ કરબલમાં દબાવે છે હુસૈન
તા કયામત સાથ રહેશે કુરઆન ને હુસૈન
નોકે નેજા પર સુણાવી એ બતાવે છે હુસૈન
મધ દરિયે નાવ તારી ડોલે જ્યારે “મોહમ્મદ”
નાખુદા થઈ તારવા જોને આવે છે હુસૈન
(મોહમ્મદઅલી વી.ખણુશિયા કિશોરગઢ)
6
દિવો નાહક નો અેતો હક થી બુજાવે છે હુસૈન.
જુલ્મ નો આવાજ કરબલ માં દબાવે છે હુસૈન.
ના હતા તકદીર માં રાહીબ ને બેટા ક્યારે.
તે છતા રાહીબ ને બેટાઓ આપે છે હુસૈન.
નયનવા માં વાયદો અે તિફલી નો નીભાવા..
કરબલામાં લઇ સાથે ઘરબાર આવે છે હુસૈન.
કરબલા ની આગ જેવી જમીં પર લેટીને.
લાડલી બેટી ને સીના થી લગાવે છે હુસૈન.
કરબલામાં છે આકા પર કેવી ગુરબતની ઘડી.
લાશો કરબલ માં શહિદો ની ઉઠાવે છે હુસૈન.
કરબલા માં દિને મુસ્તફા બચાવા ના માટે .
ખુદ નુ સજદા માં સર ને કપાવે છે હુસૈન.
તનથી સર પણ જુદુ છે જોઇલો અે ઝાલીમો.
કે પઢીને કુરાને તિલાવત સુનાવે છે હુસૈન.
આપી દીધુ સરને રાહે હકમાં ઘરને લુટાવી.
જિત સાથે ના અલમ ને લેહરાવે છે હુસૈન.
આંસુ ઓ *હૈદર* વહે જેના ગમે શબ્બીર માં
અેને દોજખ ના અજાબોથી બચાવે છે હુસૈન.
અસામદી હૈદરઅબ્બાસ આર(રસુલપુર)
7
કરબલા મો કાફલા ને સાથે લાવે છે હુસૈન
ને ખુદાનો દીંન કરબલ માં બચાવે છે હુસૈન
જુલ્મ ની આન્ધીં ઉઠી છે કરબલા માં દીંનપર
જુલ્મ નો આવાઝ કરબલ માં દબાવે છે હુસૈન
કરબલા ઈન્સાનિયત ના પાઠ શીખવાડી ગઈ
આમ દુનિયા ને સહી રસ્તો બતાવે છે હુસૈન
આપેછે રાહિબ ને બેટા જે નથી કિસ્મતમો એ
આવો દ્વારે શાહના કિસમત જગાવે છે હુસૈન
આવે મુશ્કિલની ઘડી તો બસ પૂકારો યાહુસૈન
બે સહારા નો સહારો થઇ ને આવે છે હુસૈન
કોલ છે રબ નો નબી ને સજદા ને લંબાવી દો
પુસ્તે એહમદ પર ખુદાનો પ્યારો આવે છે હુસૈન
જ્યારે"આબિદ"ગમ બિછાવે છે એ ઘરમો શાહનો
અર્શ થી આવી ને હૂરો ઘર સજાવે છે હુસૈન
આબિદઅલી નાંદોલિયા (મેતા)
8
ખુદ ખુદા પણ શાહથી રાજી ઘણો થઇ જાય છે
મુસ્તુફા ના વાયદાને જો નિભાવે છે હુસૈન
ભાઇ ને ભત્રીજા પોતાના કર્યા કુરબાન છે
દીન ખાતર સર્વની કુરબાની આપે છે હુસૈન
ઈસ્લામ તારા ખૂન થી સયરાબ થયો છે હુસૈન
જાન આપી રાહે હકમાં ઘર લુટાવે છે હુસૈન
કરબલા માં એ હુસૈની વિરલાઓ જીવ આપી ને
જુલ્મ નો આવાજ કરબલ માં દબાવે છે હુસૈન
ઈસ્લામ નું તારા થકી જગમાં અનોખું સ્થાન છે
સત્ય ની ખાતીર કેવું દાન આપે છે હુસૈન
સીજદા માં માથુ છે ને શિમ્ર નું ખંજર છે
લાઇલાહા ની સદા ને એ બચાવે છે હુસૈન
યાદ "આબિદ" રાખ તું દિલ માં હુસૈન ની યાદ ને
હર બલાઓ આફતો તારી મિટાવે છે હુસૈન
આબિદ અલી એચ. મરેડીયા
9
*જુલ્મ નો આવાજ કરબલ માં દબાવે છે હુસૈન*
*દીન માટે કરબલા માં ઘર લુટાવે છે હુસૈન*
*પાણી નો પોકાર ખૈમા માં સકીના નો થયો*
*સાંભળી ને આંખ થી આસુ વહાવે છે હુસૈન*
*છોડી ને મદીના હવે તો કરબલા માં આવશે*
*દિને મુસ્તફા ને કરબલ માં બચાવે છે હુસૈન*
*મરીજો ને હવે તો શીફા આપે છે હુસૈન*
*સફદર ના શબ્દો શાયરી માં લખાવે છે હુસૈન*
સફદર અલી ખરોડીયા
10
પ્યાર થી મહેફિલ સજાવો આજ આવે છે હુસૈન
તારી આમદ થી જગત ખુશીયો મનાવે છે હુસૈન
ના હતી તકદીર મા અોલાદ જે રાહિબ ને
સાત બેટા અો ધરી તેને હસાવે છે હુસૈન
અેમ લાગ્યુ કે નવો પારો થયો શામિલ છે
જ્યારે પણ કુરઆન નેઝા પર સુનાવે છે હુસૈન
દીન ઘરડો થઇ ગયો તો ઝાલિમો ના જુલ્મ થી
સબ્ર થી તેને જવાની ખુદ અપાવે છે હુસૈન
શીમ્ર ના ખંજર થી સજ્દા મા કપાવી ને ગળુ
જુલ્મ નો આવાજ કરબલ મા દબાવે છે હુસૈન
જુલ્મ પર જુલ્મો કર્યા પણ ફાતેમા નો લાડલો
સબ્ર ની દીવાર થી દીં ને બચાવે છે હુસૈન
રાહે હક મા ભાઇ ને બેટા નુ આપી ને લહુ
કરબલા ના દશ્ત ને જન્નત બનાવે છે હુસૈન
બાપ છે હૈદર ને મારી મા જનાબે ફાતેમા
ને નબી નો હુ નવાસો અે બતાવે છે હુસૈન
હુરમલા તારા ધમંડ ને તોડવા મૈદાન માં
ફૂલ જેવા અેક બાળક ને ઉઠાવે છે હુસૈન
અય "હસન" આલે મોહમ્મદ ની અનોખી શાનમા
શાયરી લખવા તને નોકર બનાવે છે હુસૈન
હસન અલી નોણસોલા.
11
દીન નો પરચમ બચાવા ઘર લુટાવે છે હુસૈન.
તિફલી મા વાદો કરે લો તે નિભાવે છે હુસૈન.
સર કપાવા ઘર લુટાવા દીં બચાવા જાય છે,
જુલ્મ નો આવાજ કરબલ માં દબાવે છે હુસૈન.
અકબરો અબ્બાસ કાસિમ ની મદદ લઇ ને હુસૈન,
અલ્કમા ના નીર પર ખયમા લગાવે છે હુસૈન.
કરબલા માં દીન ખાતર તન ફિદા કર્યું જેને,
તેને જન્નત ની બશારત ખુદ અપાવે છે હુસૈન.
ભાઇ ની આવાજ આવી ઘાટ થી શબ્બીર ને,
લાશે ગાજી નીર પર થી પણ ઉઠાવે છે હુસૈન.
લાલ અકબર ના સિના થી બરછી ખેંચીને તે ખુદ,
બાપની એ પણ સુજાઅત ખુદ બતાવે છે હુસૈન.
ફાતેમા નો છું દુલારો ને અલીનો લાડલો,
છું નબીનો હું નવાસો ખુદ બતાવે છે હુસૈન.
કરબલા માં પણ હિદાયત સર કલમ થઇ ને કરે,
સર કપાવી પણ કેવી અઝમત બતાવે છે હુસૈન.
કરબલા ની એ ધરા પર ખૂં વહાવી ખુદ હુસૈન,
ખાક ને ખાકે શિફા મા ખૂં મિલાવે છે હુસૈન.
આ દુનિયા માં ખુદા નો દીન ખુદ તારા થકી,
લાઇલાહા ની સદા ને ખુદ બચાવે છે હુસૈન.
ફાતેમા ના લાલથી છે હરઘડી "શબ્બીર" ને,
હર અઝાદારો ને રોઝા પર બુલાવે છે હુસૈન.
શબ્બીર અલી. આઈ. ખોરજીયા (બાદરગઢ)
12
દીન માટે કરબલા માં ઘર લુટાવે છે હુસૈન..
ઝુલ્મ નો આવાઝ કરબલ માં દબાવે છે હુસૈન...
મોહ છોડી આ જગત નો ચાલ તું કરબોબલા..
દીન માટે ની બધી રસ્મો બતાવે છે હુસૈન..
આ નથી કુરઆન પણ આ તો અલી નો વીર છે....
હાથ પર મયદાન મા અસગર ને લાવે છે હુસૈન..
એક બેટો આવી ને રાહિબ ફકત માંગે છે પણ
સાત બેટા એમને રબ થી અપાવે છે હુસૈન..
જોઈ ને બહેનો ના સર ચાદર વગર બાઝાર મા
આંસૂ નેઝા ની અણી પર થી વહાવે છે હુસૈન..
મારા મરવાના પછી તું સબ્ર કરજે અય બહેન.
થઈ જુદા કુલસૂમો ઝયનબ ને જણાવે છે હુસૈન..
જાણે છે હર કોઈ કે કરબોબલા જંગલ હતું..
સર કપાવી દશ્ત ને જન્નત બનાવે છે હુસૈન...
છોડી ને યસરબ જેવું પ્યારું વતન મોવલા હુસૈન..
અલ્કમાં ના ઘાટ પર દીં ને સજાવે છે હુસૈન..
થરથરે છે શાહેદીં ના સબ્ર મારુ જીગર...
થઈ ગયેલી લાશ ના ટુકડા ઉઠાવે છે હુસૈન..
ઝુમશે *મંઝુર* તારા સર્વ શબ્દો હશ્ર માં..
શાયરી નું ઇલ્મ પણ રબ થી અપાવે છે હુસૈન..
મંઝુર હુસૈન કોજર* *(હૈદરપુરા)
13
પંજેતન ના પાંચમા થઇ ફૂલ આવે છે હુસયન.
દીપ દુનયા મા ખુશી ના જગમગાવે છે હુસયન.
સીસ ફિતરુસ તારા ચર્ણો મા નમાવે છે હુસયન.
ને મલાઇક પારણૂ તારૂ જુલાવે છે હુસયન.
ઝુલ્મ નો આવાજ કરબલ મા દબાવે છે હુસયન
જગ ને સાચા ધર્મ નો દર્પણ બતાવે છે હુસયન.
નાવ બયઅત ની સકીફા થી શરૂ જે થૈ હતી.
કરબલા ના સૂખા રણ મા એ ડુબાવે છે હુસયન.
જો નથી ઇન્સાનિયત તો ધર્મ ની કીમત નથી.
એવા ઉત્તમ પાઠ દુનયા ને ભણાવે છે હુસયન.
કંટકો સર્વે બળી ને રાખ ના ઢગલા થશે.
સત્ય ના ફૂલો થકી કેડી સજાવે છે હુસયન.
નષ્ટ બાતિલ ની ગગનચુંબી ઇમારત થૈ જશે.
ઝુલ્મ ના પાયાઓ જડ થી હચમચાવે છે હુસયન.
સત્ય ની મેહશર સુધી ફેલાવશે જગ મા સુગંધ.
ફૂલ જે બોતેર (૭૨) સૂખા રણ મા વાવે છે હુસયન.
ખેડવા નવશાદ ભવ-સાગર તુ થા એમા સવાર.
નાખુદા થૈ નાવડી જે ખુદ ચલાવે છે હુસયન.
નવશાદ બીજાણી
14
જગમાં દીને હકને કરબલમાં બચાવે છે હુસૈન.
કસ્તિ એ ઈસ્લામ કરબલમાં ઉગારે છે હુસૈન.
વાયદો જે આલમે અરવાહ માં કર્યો હતો.
બાખુબી જે કરબલામાં એ નિભાવે છે હુસૈન.
રાહમાં અલ્લાહ ની બોત્તેર કુર્બાની ધરી.
નુસરતે દીનેખુદા માં ઘર લુટાવે છે હુસૈન.
સબ્ર એવી તે કરી કે હદ છે તેની થઈ ગઈ.
આપદા પર બન્ને જગને જે રડાવે છે હુસૈન.
સર ને સજદા માં કપાવી કરબલાના રણ મહી.
મર્તબો શું છે નમાઝોનો બતાવે છે હુસૈન.
સર કપાવ્યુ પણ દિધો ના હાથ નાહકને હુસૈન.
જુલ્મ નાે આવાઝ કરબલમાં દબાવે છે હુસૈન.
પાંખો ફિતરસ ને અને રાહિબને બેટા દિધા.
મર્જી એ ખુદાનો હક જે એ ધરાવે છે હુસૈન.
પ્રેમ માં ચાલી રહી છે આ કલમ "શબ્બીર" ની.
જે હુનર મુજમાં નથી પણ તે લખાવે છે હુસૈન.
શબ્બીરઅલી નાંદોલીયા. (મેતા)