ચૂમવા ગાઝી ના ચરણો અલ્કમા આવી ગઈ

( By Fazle aale aba

in Fazle-aaleaba )
  • Name:
  • Section:
    Fazle-aaleaba
  • Number of pages:
  • Date Added:
    18/01/2020
ચૂમવા ગાઝી ના ચરણો અલ્કમા આવી ગઈ

🌹ફઝલે આલે અબા🌹
 
*ચૂમવા ગાઝી ના ચરણો અલ્કમા આવી ગઈ*
 
કાફીયો.... *અલ્કમા*
રદીફ....... *આવી ગઈ*
 
*બહેર*
*ગાલગાગા ગાલગાગા  ગાલગાગા ગાલગા*
 
મીસરો.. *નવશાદ બીજાની.*
 
*🌹ફઝલે આલે અબા🌹*
 
➖➖➖➖➖➖➖➖
 
યાદ જ્યારે આ હ્રદય ને આશુરા આવી ગઈ.
કરબલા આસું બની ને આંખમા આવી ગઈ.
 
હાથ માં મશ્કે સકિના ને નીહાળી જો લીધી,
ચૂમવા ગાજીના ચરણો અલ્કમા આવી ગયી.
 
મીજલીશો કરબોબલા ના જે શહીદોની કરે,
આપવા તેને દુવા જો ફાતેમા આવી ગઈ.
 
જો બીમારી માં વશીલા સય્યદે સજ્જાદ હો,
તો હવા કરબોબલા ની થઈ શીફા આવી ગઈ.
 
હાથમાં હૈદર ના આપીને અલમ બોલ્યા નબી,
મર્દ ને આપી અલમ મુજને મજા આવી ગઈ.
 
કરબલા માં દિન કાજે જો અલી ની લાડલી,
સય્યદે અબરાર માટે થઈ અસા આવી ગઈ.
 
મુશ્કેલી માં જે પુકારે છે ખુદાના શેરને,
મુશ્કેલીની ત્યાં'પછી જાણે કઝા આવી ગઈ.
 
કરબલા ના જંગ માં શેરે અલીના સામને,
કૂફીયો ની ફૌજ જાણે ધ્રુજવા આવી ગયી,
 
"ઝાકિર" લખેછે શાયરી જ્યારે અલીની શાનમાં,
શું કહું ત્યારે કલમ ને પણ મજા આવી ગઈ.
 
📝 *ઝાકિર હુસૈન વી. સૂણસરા*
➖➖➖➖➖➖➖➖
 
ફાતેમા છોડી મદીના, કરબલા આવી ગઈ.. 
સાથ દિકરા-દિકરી ને આપવા આવી ગઈ...
 
જંગ માં તલવાર ના બે તૂકડા જ્યારે થયા..
ઝુલફીકારે હૈદરી બસ હાથ મા આવી ગઈ.... 
 
ફશૅ મજલીસ ની બીછાવી જ્યારે પણ ઝવવાર ને..
હાથ મા રૂમાલ લઇ ને ફાતેમા આવી ગઈ.. 
 
શર્મ ના લીધે મળાવી ના નજર થી એ નજર.. 
ચુમવા ગાઝી ના ચરણો અલકમા આવી ગઈ.. 
 
પંજેતન ના ઘર મા છે આયતો ની રોશની..   
આયતે તતહીર ને લઈ હલઅતા આવી ગઈ... 
 
દુશ્મને હૈદર છે એ તો એ સનદ આપી ગઈ.. 
ઊંટણી સાથે એ જ્યારે જંગ મા આવી ગઈ... 
 
"અસ્મી" એ જ્યારે લખી છે પંજેતન ની શાયરી..
ફીક્ર ને શબ્દો ની સંખ્યા ચુંમવા આવી ગઈ..
 
*અસ્મી કાનોદરી* 
➖➖➖➖➖➖➖➖
 
રોઝ'અે અબ્બાસ થી અેવી હવા આવી ગઇ.
ચૂમવા ગાઝી ના ચરણો અલ્કમા આવી ગઇ.
 
હઝરતે અબ્બાસ નો અલમ ઘરપર લગાવિ ને.
કામ માં હરઘડી અેને ગાઝી ની દુવા આવી ગઇ.
 
જોઇને તેવર કરબલા માં અલમદાર ના અેવા.
તેગની રફતાર થી ઝાલિમોને કઝા આવી ગઇ.
 
માદરે વતન છોડી ને સફર મા ભાઇ ની સાથે.
અલી ની લાડલી ઝયનબ કરબલા આવી ગઇ.
 
દિને ઇસ્લામ બચાવા સરે શબ્બીર ની સાથે.
કામ મા બહેન ઝયનબ ની રીદા આવી ગઇ.
 
આપજો પુરસો સદા દિલ થી ગમે શબ્બીર મા.
આસુંના બદલે જન્નત આપવા ફાતેમા આવી ગઇ.
 
*હૈદર* લખજે કલામ મોહબ્બત મો અેહલેબૈત ની.
જોજે પછી તારી કલમ કયા થી કયા આવી ગઇ.
 
*અસામદી હૈદરઅબ્બાસ આર*
➖➖➖➖➖➖➖➖
 
             *શામે ગરીબાં*
 
અસ્ત સૂરજ થાય છે સંધ્યા થવા આવી ગઈ.
પ્યાસ થી હુ તંગ અય મારા ચચા આવી ગઈ.
 
રોઈ ને ફરયાદ કરતી'તી સકીના દશ્ત મા.
આવો બાબા, ફૌજ ખયમા બાળવા આવી ગઈ
 
આગ કુર્તા મા છે લાગી ને રિદા સર પર નથી.
ફોજ ઝાલિમ ની નમે રંજાડવા આવી ગઈ.
 
શિમ્ર મારે છે તમાચાઅો મને રુખ્સાર પર.
અશ્રુ સારી અાંખો મારી સૂજવા આવી ગઈ.
 
ખાક પર તડપી રહી છૂ સાંભળો બાબા મને.
કરબલા ની ધૂળ મારા વાળ મા આવી ગઈ.
 
ખેંચી લીધા જાલિમોએ કાન ના પણ ગવહરો.
ધાર લોહી ની ધરા પર પ્હોચવા અાવી ગઈ.
 
થૈ નથી શકતું સહન આ દર્દ મારા થી હવે.
એટલે હુ રન મા રોતા ભાગતા આવી ગઈ.
 
યાદ આવે છે મને સીનો તમારો હર ઘડી.
લાશ હુ અહિયા તમારી ગોતવા આવી ગઈ.
 
કૈ તરફ રન મા સુતા છો દો મને બાબા સદા.
હુ અંઘારા મા ખબર નૈ કયા થી કયા અવી ગઈ.
 
સર વગર ની એક મયયત બોલી ફેલાવી ને હાથ.
આવ અહિંયા જો મને રન મા કઝા આવી ગઈ.
 
આવવાનો વાયદો દઇ ને હુ રન મા સુઇ ગયો
ને તુ મારા વયદા ને પાળવા આવી ગઈ.
 
યાદ કરતો'તો તને હુ કયાર નો અય લાડલી.
ને મને મયદાન મા તુ શોધવા આવી ગઈ.
 
રાત હુ તારા વગર કાઢી સકત કેવિ રીતે.
મારા જખ્મો ની બની ને તુ દવા આવી ગઈ
 
માથુ રાખી ચયન થી સીના ઉપર સુઇજા હવે.
જો મને રડવાને રૂહે ફાતેમા આવી ગઈ.
 
જોઈ ને *નવશાદ* આ બાબા ને બેટી નુ મિલન.
બન્ને જગ વાળા બન્ને પર દયા આવી ગઈ.
 
*નવશાદ બીજાણી*
➖➖➖➖➖➖➖➖
 
મારા લબ પર જ્યારે હૈદર ની સના આવી ગઈ
રાત અંધારી હતી તો પણ ઝિયા આવી ગઈ.
 
હૈ કર્રાર ના દુશ્મન  બન્યા જેઓ કદી
આભા મા થી તેમના માટે કઝા આવી ગઈ.
 
 
પરચમે અબ્બાસ પર જ્યારે નજર મારી પડી
યાદ ત્યાં શબ્બીર થી તેની વફા આવી ગઈ.
 
મજલીસ શબ્બીર મા રૂમાલ લઈ ને હાથ મા
મારા આંસુ ઝીલવા ને સૈયદા આવી ગઈ.
 
તુરબતે અબ્બાસ પર જઈ ને હજુ પણ જોઈલો
ચૂમવા ગાઝી ના ચરણો અલ્કમા આવી ગઈ.
 
તેની કિસ્મત માં હતી જન્નત ની વાદી ની સફર
હુર ની કિસ્મત લઈ ને તેને કરબલા આવી ગઈ.
 
મુશ્કીલો મા જ્યારે "મોહસીન" આ જગત મા હોય છે
તો બની ને ઢાલ ત્યાં મા ની દુઆ આવી ગઈ.
 
*મોહસીન મોમીન - અમદાવાદ*
➖➖➖➖➖➖➖➖
 
કરબલા ના શાહ પર જે યાતના આવી ગઇ
યાદ આંસુ ને હમેશા કરબલા આવી ગઇ
 
દાદ દેવા તુજ વફા ને ખુદ વફા આવી ગઇ
ચૂમવા ગાઝી ના ચરણો અલ્કમા આવી ગઇ
 
ફાતેમા ની લાડલી જો ગૈઝ માં આવી ગઇ
તો યઝીદી તખ્ત ની સમજો દશા આવી ગઇ
 
નીર કાજે બાવફા જ્યારે ગયા ફૂરાત પર
ઝાલિમો ની ઝાત જાણે ધૃજવા આવી ગઇ
 
શાહ ની ફર્શે અઝા જ્યારે બિછાવી દોસ્તો
હાથ માં રૂમાલ લૈને ફાતેમા આવી ગઇ
 
ખૂલ્લે માથે બીબીયો હા શામ ના દરબાર મા
દીન ના પરચમ ને રોનક આપવા આવી ગઇ
 
ઇશ્કે હૈદર નો નશો મીસમ ને લાવ્યો દાર પર
ખુલ્દ ની ખુશ્બુઓ જાણે રૂહ માં આવી ગઇ
 
આ ગઝલ કિરતાસે ટાંકી જ્યારે "મોહિબે" સદા
દિલ મુઅત્તર થૈ ગયું ને હા મજા આવી ગઇ
 
*મહંમદઅલી "મોહિબ"*
➖➖➖➖➖➖➖➖
 
(૧) જ્યારે ગાઝી ની સવારી દશ્ત માં આવી ગયી..
     ચુમવા ગાઝી ના ચરણો અલકમાં આવી ગયી..
 
(૨) દિલ અઝાખાના થયા છે જેમના શબ્બીર ના
      આપવા એને દુવાઓ ફાતેમાં આવી ગયી..
 
(૩) ફાતેમાં ના લાલ ની જ્યારે કઝા કરબલ માં થઈ..
     દુશ્મનો ની ફોજ ખયમાં બાળવા આવી ગયી..
 
(૪) ઝયનબે મુઝતર ને જ્યારે શ્વાસ માં ઘૂંટણ થઈ..
     કહેવા લાગી અય બિરાદર નયનવા આવી ગયી..
 
(૫) કૈદ થી થઇ ને રિહા આવ્યો વતન મા કાફલો ..
     ફાતેમાં સુગરા દિલાસો આપવા આવી ગયી..
 
(૬) સબ્ર એવી સબ્ર કીધી ફાતેમાં ના લાલ ને..
      અર્શ પર થી મરહબા ની પણ સદા આવી ગઈ..
 
(૭) ઊંટ પર થી ખાક પર જ્યારે સકીના આવી ગયી..
     ખુલ્દ છોડી દાદી અમ્મા  તેડવા આવી ગયી..
 
(૮) કેમ *મંઝુર* ના ઉઠાવે ઇશ્ક સરવર માં કલમ..
     હાથ માં આપી છે રબ એવી જ કલા આવી ગયી...
 
*મંઝુર હુસૈન કોજર - હૈદરપુરા*
➖➖➖➖➖➖➖➖
 
દુશ્મને હૈદર ને તો રણમા કઝા આવી ગઈ
મોત પણ રણમાં ઉદુને શોધવા આવી ગઈ
 
લાડલી હૈદરની ઝાલીમો તમારા આગણે
મારવા ખૂતબો થી તમને શામ મા આવી ગઈ
 
જોઇને અબ્બાસને દુશ્મન બધા બોલી ઉઠ્યા
આપણા પર તો હવે મોટી સજા આવી ગઈ
 
આસુઓ નીકળી અમારા આવે છે જે ગાલ પર
ખુલ્દથી લેવા જનાબે ફાતેમાં આવી ગઈ
 
હૂર કહે સર પર રૂમાલે ફાતેમાં ને જોઈન
શાહના કદમો માં રહેવાની મજા આવી ગઈ
 
જ્યારેપણ લેતા હતા સજ્જાદ તો અગણાઇયા
ફોઝ ઝાલીમ ની બધી એ ખોફમાં આવી ગઈ
 
તીર ખાઈને તબ્સસુમ એ કહે માસૂમ ની
તીરની જો એક હસી સામે કઝા આવી ગઈ
 
શબ્દો ના ગોહર થી *અકબર* પ્યાસો ની યાદો લખે
ચૂમવા કાગળ ને જન્નત થી હવા આવી ગઈ
 
*અકબર*
➖➖➖➖➖➖➖➖
 
કરબલામાં કામ ગાજીની વફા આવી ગઇ.
ફાતેમા ના લાલ પર જ્યારે બલા આવી ગઇ. 
 
ઝાલિમોએ પાણી કીધુ બંધ છે ત્રણ રોજથી.
મુસ્તુફાની આલ પર છે આપદા આવી ગઇ.
 
યાર સૌ મૌલાના ખાતિર થઇ ગયા શહીદ બધા.
છે બની હાશિમ ઉપર વક્તે કઝા આવી ગઈ. 
 
અલ અતશ ની છે સદા માસુમોના હોઠો ઉપર. 
દુખ્તરે હુસૈન લઇને મશ્કિજા આવી ગઇ. 
 
મશ્ક લઇ ગાજી ગયા જો અલ્કમા જાનિબ જરા.
ચૂમવા ગાજીના ચરણો અલ્કમા આવી ગઇ.
 
મશ્કમાં પાણી ભરીને ચિલ્લુમાં પાણી લીધુ.
ગાજીને ત્યારે તશવ્વુરમાં સકીના આવી ગઇ.
 
ખૈમામાં પહોચે આ પાણી ગાજીનુ અરમાન છે.
ખૈમાની રાહોમાં ત્યાં એહલેજફા આવી ગઇ.
 
બાજુઓ કલમ થયા ને મશ્ક પણ છીંદાઇ ગઇ.
ગોદમાં આકાના ગાજીને કઝા આવી ગઈ. 
 
હાથમાં "શબ્બીર " ઉઠાવ્યો પરચમે અબ્બાસ જો.
ખુલ્દથી દેવા દુઆઓ ફાતેમા આવી ગઇ.
 
*શબ્બીરઅલી નાંદોલીયા - મેતા*
➖➖➖➖➖➖➖➖
 
આલમે અર્વાહ માં રબની નિદા આવી ગઈ.
ફાતેમાના દિલબર ની સદા આવી ગઈ.
 
દીન કાજે સર કપાવીશ સૌ બધુ મંજૂર છે;
લ્યો અલીના લાલની કેવી જબાં આવી ગઈ.
 
ઇર્શાદ ખાલિકે જ્યારે ઝૈનબની રી'દા નો કર્યો;
ખામોશી હુસૈન પર  મજબુરમાં આવી ગઈ.
 
છે જુઓ કેવી મોહબ્બત ભાઈ ને બહેનની;
કહીં દો વિરા ઝૈનબ ચાદર આપવા આવી ગઈ.
 
હીજ્ર વતનથી થઈ ને કરબલામાં ઘર વસાવી;
ચારેકોર બસ દુશ્મનોની બાજફા આવી ગઈ.
 
ખુલ્દને ખરીદવા આવે હુર રણ મૈદાન માં;
ખુલ્દથી હૂરા કૌસર પીવડાવવા આવી ગઈ.
 
અલ-અતશ અલ-અતશ ની છે બુકા ખૈમામાં;
શાહ પાસે ગાઝીના કદમની હવા આવી ગઈ.
 
શાહના હુક્મથી મશ્ક ભરવા જાય છે ગાઝી;
ચૂમવા ચરણો ગાઝીના અલ્કમા આવી ગઈ.
 
નીરનું સક્કાએ પાણી ખોબામાં લિધુ જ્યારે;
હાય રે ગાઝીને યાદ ત્યાં સકિના આવી ગઈ.
 
જંગમાં થઈ જાય છે શાહ ઝખ્મો થી ચૂર ચૂર;
મુત્મઈનની હવે ત્યાં રબની નિદા આવી ગઈ.
 
ફર્શે અઝામા આંસુઓ *તાહેર* વહાવ્યા જ્યાં;
ખુલ્દથી ઝહરા ત્યાં આંસુ વીણવા આવી ગઈ.
 
*તાહેરઅબ્બાસ એમ.સુણસરા*
➖➖➖➖➖➖➖➖
 
જોઈને ગાઝીનો જલાલ દુશ્મન ને કઝા આવી ગઈ,
ચુમવા ગાઝી ના ચરણો અલકમા આવી ગઈ,  
 
ત્રણ દીવસ ની પ્યાસ થી બેતાબ છે બાળકો,
સકીના ના લબ પર અતશ ની સદા આવી ગઈ,
 
અસગર ની તબસ્સુમ જોઈ હેરાન છે હુરમલા,
નન્હા અલી મા પણ મૌલા ની અદા આવી ગઈ,
 
અકબર કાસીમ અબ્બાસ કરે હુર નો ઈસ્તકબાલ,
સામીલ થઈ હુસૈની લશ્કર માં મજા આવી ગઈ,
 
કરી ને કૈદ ઝૈનબ ને તુ લાવ્યો છે ચેતજે જાલીમ,
જાલીમ ને નીઢાલ ખુત્બા થી કરવા આવી ગઈ, 
 
ફર્શે મજલીસ બીછાવી અઝાખાના માં જ્યારે,
લઈને જન્નત નો પયગામ ફાતેમા આવી ગઈ,
 
બારમા હાદી ના લશ્કર માં મળશે સવને અમાન, 
અલ્લાહ ની આસમાન થી ગૈબી નીદા આવી ગઈ, 
 
પઢી છે જ્યારે નાદે અલી મે મુશ્કીલ સમય મા,  
મુશ્કીલકુશાહ ની મદદ કામ માં આવી ગઈ,
 
કરીલે દીલથી મીદહત આલે મોહંમદ ની અહેસાન,
મહેશર માં બક્ષવા કાજે આ કામ માં આવી ગઈ.
 
અહેસાન અલી એ.સેલીયા
➖➖➖➖➖➖➖➖
 
*بِسْمِ  اللّٰهِ   الرَّحْمٰنِ   الرَّحِيْمِ  ﴿﴾*
 
નૂરની ને મુશ્કની આબો હવા આવી ગઈ
ત્યારે લાગ્યું કે હવે આ કરબલા આવી ગઈ
 
કરબલાના દુઃખનું મંઝર મેં જોયુ અર્શ પર 
આંખ સામે ચો તરફ ગમની ઘટા આવી ગઈ
 
જંગ કાસીમનો નિહાળી બા વફા અબ્બાસના 
હોઠ પર અલ્લાહુ અકબરની સદા આવી ગઈ
 
મશ્કને કાંધે લઈને નહેર પર જ્યારે ગયા 
ચૂમવા ગાઝી ના ચરણો અલ્કમા આવી ગઈ
 
લાખના લશ્કર ઉપર અબ્બાસ ભારી જ્યાં થયા
ફૌજ આ મંઝર નિહાળી કાંપવા આવી ગઈ
 
શામનો હાકિમ થયો મુડદાલની માફક સદા
ઝયનબે દિલગીર જ્યારે શામમાં આવી ગઈ
 
જોઈ લો કુરઆનમાં છે ઝીક્ર એહલેબૈત નો 
હલઅતા ને માએદા જે શાનમાં આવી ગઈ
 
ટાંકવા જ્યારે બેઠો "સલમાન" એના શેરને
દિલથી મમતાની દુઆઓ કામમાં આવી ગઈ
 
*સલમાનહૈદર આર. સુણસરા - વડુ* 
➖➖➖➖➖➖➖➖
                   
પરચમે સજજાદની જ્યાં જ્યાં હવા આવી ગઈ
ત્યાં ઇલકા ના બીમારો માં શિફા આવી ગઈ
 
નીરમા અબ્બાસ એ ધાર્યું નથી કે પગ મુકું
ચૂમવા ગાજી ના ચરણો અલ્કમાં આવી ગઈ
 
ફાતેમા ના દ્વારથી લઈ રોટલી કહેતા મલક
આજના દા'ડાની હાથો માં ગિજા આવી ગઈ
 
થઈ ગયા પોશાક કાળા યાદ માં શબ્બીર ના 
જે ઘડી માહે મોહર્રમ ની ઘટા આવી ગઈ
 
અશ્રુઓ મોતી બનીને આંખ થી ટપકી પડ્યા
જે ઘડી એ યાદ મુજને કરબલા આવી ગઈ
 
જંગ માં સિફફીન ના જ્યાં ઇજન મૌલા થી મળ્યો
બાપ ની બેટા માં જાણે હર અદા આવી ગઈ
 
ઉડતા માથા થયા ને ચાલવા લાગ્યા બદન
જુલ્ફિકારે હૈદરી જ્યાં કાપવા આવી ગઈ
 
ભરબપોરે દિન જ્યા લતપોથ તડકે થઈ ગયો
જયનબો કુલસુમની ત્યાં તો રીદા આવી ગઈ
 
મિસમે તમ્માર થી જ્યાં ભીખ માં શબ્દો મળ્યા
શાયરી આલે નબી ની શાન માં આવી ગઈ. 
 
*શાયરનું નામ નથી*
➖➖➖➖➖➖➖➖
 
*بِسْمِ  اللّٰهِ   الرَّحْمٰنِ   الرَّحِيْمِ  ﴿﴾*
 
હાથમાં મશ્ક લઈને ગયા તા ફુરાત પર
ચૂમવા ગાજીના ચરણો અલ્કમા આવી ગઈ
 
મજલીસો માતમ સદા અજાદારો ના ઘરમાં
અર્શ થી આંસુઓ લુછવા ફાતેમા આવી ગઈ
 
જ્યારથી અબ્બાસની તલવાર મોહમદી આવી ગઈ
લશ્કરે યજીદ ની કેવી દશા આવી ગઈ
 
વાયદો નિભાવવા જીવ પણ કુરબાન છે
ખયમાં દુશમનો ની ફોજો લુંટવા આવી ગઈ
 
માંગતો  બસ દુવાઓ  ની  મજા આવી ગઈ
શાયરી "સફદર" ની હવેતી કામમાં આવી ગઈ
 
 *સફદર અલી ખરોડીયા*
➖➖➖➖➖➖➖➖
 
ભાઇ ગાઝી સાથે ઝૈનબ કરબલા આવી ગઈ
આપવા ઈસ્લામ ને તેની રિદા આવી ગઈ 
 
દુશ્મનો ની ફોજ ભાગી જોઇને અબ્બાસ ને
ચૂમવા ગાઝી ના ચરણો અલ્કમા આવી ગઈ
 
બાળકો તડપે છે વગડા મા તરસ ને ભુખથી 
તો દીલાસો આપવા માં ફાતેમા આવી ગઈ 
 
કરબલામા જાલીમો બાળેછે બિસ્તર ને જુલો 
યા ખુદા મકતલ મા આ કેવી દશા આવી ગઈ 
 
યાદ સુગરા ને મદીના મા જો આવી ભાઇ ની
ખ્વાબ મા ભાઈ ને જોવા નૈનવા આવી ગઈ
 
શિમ્ર મારે છે સકીના ને તમાચા ગાલો પર  
આ દિવસ કે વો છે ગાજી ને કઝા આવી ગઈ 
 
ઉમ્ર ભર આબિદ તુ માતમ શાહ નૂ ના ભૂલજે.
જીંદગી મા માતમે શેહ થી ઝિયા આવી ગઈ
 
*આબિદઅલી નાંદોલીયા - મેતા*

Video

Latest Write Ups

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી ( By નૌશાદ બિજાની in )

30/09/2022

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી
VIEW WRITE UP

અમને મળી નસીબમા નેઅમત ગમે હુસૈન ( By 1. સાદિકઅલી રેવાસીયા 2. નૌશાદ બિજાની 3. આબિદઅલી નાંદોલીયા મેતા in )

23/09/2022

નેઅમત ગમે હુસૈન
VIEW WRITE UP

લુટાવ્યું છે ભર્યું ઘરબાર દીને મુસ્તુફા માટે ( By 1. નૌશાદ બિજાની 2. સાદિક રેવસિયા 3. આબિદઅલી નાંદોલીયા મેતા 4. અહમદઅબ્બાસ ઈમદાદઅલી ભોવણીયા સુરપુર in )

21/09/2022

ફઝલે આલે અબા
VIEW WRITE UP

Pehnaae kaise Aabid, Tujhko kafan Sakeena ( By 1. Naushad Bijani 2. Asmee Kanodari 3. Urooj Gopalpuri 4. Paikar Jalalpuri 5. Bober Nawab 6. Ashfaq kalkatvi in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

સકીના આપના ગમમાં બહુ બેઝાર છે બાબા. ( By નવશાદ બિજાની in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

હશ્ર તક એહસાન માને કરબલા સજજાદ નો. ( By 1. નૌશાદ બિજાની 2. મોહસિન મોમીન અમદાવાદ. 3. સાદિકઅલી રેવાસીયા in )

07/09/2022

Misra by Safdar kharodiya
VIEW WRITE UP

બિંતે ઝેહરા છે ખૂલે સર શામ ના બાઝાર માં. ( By 1. અહેમદ અબ્બાસ (ગણેશપુરા) 2. નવશાદ બિજાની 3. આબિદ અલી એચ મરેડીયા in )

06/09/2022

શામ ના બાઝાર માં.-​ફઝલે આલે અબા
VIEW WRITE UP

ચૂમવા ગાઝી ના ચરણો અલ્કમા આવી ગઈ ( By Fazle aale aba in Fazle-aaleaba )

18/01/2020

ચૂમવા ગાઝી ના ચરણો અલ્કમા આવી ગઈ
VIEW WRITE UP