ફાટી ને બોલી કાબા ની દીવાર યા અલી.

( By ફઝલે આલે અબા

in Mushyera )
  • Name:
  • Section:
    Mushyera
  • Number of pages:
  • Date Added:
    21/03/2019
ફાટી ને બોલી કાબા ની દીવાર યા અલી.

ફઝલે આલે અબા
 
તરહી મિસરો: ફાટી ને બોલી કાબા ની દીવાર યા અલી.
 
મીસરો: નવશાદ બીજાની.

1. જનાબ મોહસીન મોમીન અમદાવાદ.
2.
જનાબ અસ્મી કાનોદરી.
3. જનાબ ઝાકિર હુસૈન વી.સૂણસરા
4.
જનાબ અનીસ અબ્ર
5. Janab Abbasali Nurbhanej "mastaan"
6.
જનાબ અહેસાન અલી એ. સેલીયા
7. Janab kamyab kami
8.
જનાબ અસામદી હૈદરઅબ્બાસ આર (રસુલપુર)
9.
જનાબ શબ્બીર નૂરભાંજે
10.
જનાબ આબિદઅલી નાંદોલિયા  (મેતા)
11.
જનાબ શબ્બીરઅલી નાંદોલીયા (મેતા)
12.
જનાબ ખાદિમ હુસયન
13.
જનાબ નવશાદ બીજાણી
14.
જનાબ નૌહાખ્વાન ખાદિમહુસૈન – મેતા 
15. Janab Mohammad Mohib

16. તાહેરઅબ્બાસ સુણસરા (રસૂલપુર)
17. મુખ્તાર અલી એ મલપરા.
18. સલમાનહૈદર આર. સુણસરા (વડુ)

1. મોહસીન મોમીન અમદાવાદ.
કરશે જે તારા ઇશ્ક નો ઈઝહાર યા અલી
તેના લીધે હરામ થશે નાર યા અલી.
 
ઇન્સાન શું ગણાવે તમારી ફઝીલતો
અઢળક ફઝિલતો ની છે ભરમાર યા અલી.
 
મેહફીલ માં આવવા ને તો જન્નત ની હુર બધી
સોળે સજી રહી છે એ શ્રિંગાર યા અલી.
 
ફાંસી નુ છે મુકામ કદી એ દરખ્ત ને
સીંચે છે નીર મિસમે તમ્માર યા અલી.
 
બિંતે અસદ પધારો ખુદા ના મકાન માં
ફાટી ને બોલી કાબા ની દીવાર યા અલી.
 
કાંપી ગયા તા મરહબો અંતર ના કાળજા
ગુંજ્યો જ્યાં રણ માં આપનો લલકાર યા અલી
 
કૌસર નું નીર લઈ ને હરમ ના ગીલાફ પર 
"મોહસીન" લખે છે આપ ના અશઆર યા અલી.
મોહસીન મોમીન. અમદાવાદ.
 
 
 
2. અસ્મી કાનોદરી.
જલ્દી પધારો કરવા છે દિદાર યા અલી.
ફાટી ને બોલી કાબા ની દિવાર યા અલી.
 
સરખા કરે છે ટુકડા જુઓ ઝુલફીકાર થી 
શત્રુ ને ક્ષણ મો કયૉ છે ફિન્નાર યા અલી.
 
સલમાન છે અમ્માર છે ને માલિકે અશતર.
કેવા ગજબ ના થૈ ગયા અન્સાર યા અલી.
 
જ્યારે ઈમામ લાવશે અબ્બાસ નો અલમ.
કાબા ની છત માં લાગશે મીનાર યા અલી.
 
મહેફિલ સજાશે આવશે જન્નત થી અંબીયા.
ને આવશે બધા ના એ સરદાર યા અલી.
 
ચાદર હશે ફૂલો ની અને મેજ નૂર નુ.
પઢશે કસીદા આપના તમ્માર યા અલી.
 
દોઝખ માં બળશે દુનિયા માં ઇજ્જત થશે નહીં.
તારી વિલા નો જે કરે ઈન્કાર યા અલી.
 
આ ના સબબ થી જન્નતો કૌસર મને મળે.
અસ્મી" લખ્યા છે આ જે અશઆર યા અલી.
અસ્મી કાનોદરી.
 
 
 
3. ઝાકિર હુસૈન વી.સૂણસરા
ફાટી ને બોલી કાબા ની દીવાર યા અલી,
આવી ગયા છે સૌના મદદગાર યા અલી.
 
બોલ્યા નબી અલી ને ઉઠાવી ને ગોદમાં,
હું ઇલ્મ નુ નગર અને તું દ્વાર યા અલી.
 
આપે છે મુસ્તફા ને અંબીયાઓ મુબારક,
તમને મળ્યા છે આલા અલમદાર યા અલી.
 
રીજવાન કહે છે અરે જીબ્રીલ જમી'પર,
કાબા માં આવ્યા કાબાના હકદાર યા અલી.
 
હીજરત ની રાત મૌતના બીસ્તર રસૂલ'પર
બે'ખૌફ સૂવા થાય છે તૈયાર યા અલી.
 
કરબોબલા માં ગાજીના નજરો માં ઠરીને,
લાખો ને કરી નાખે છે બેજાર યા અલી.
 
પત્તો ની જેમ ઉડતા નજર આવે છે માથા,
ચાલે છે જ્યારે આપની તલવાર યા અલી.
 
મૈદાન માં દેખાય છે મંઝર બી ખૌફ નાખ,
જ્યારે કરે છે હાશ્મી લલકાર યા અલી.
 
"ઝાકિર"તમારા ઘરનો સવાલી છે અય મૌલા,
કરજો મુરાદ પુરી અય સરકાર યા અલી.
ઝાકિર હુસૈન વી.સૂણસરા.
 
 
 
4. અનીસ અબ્ર
ગાઝી ને આપે આપી છે તલવાર યા અલી
દેખાઇ રહયા છે મૌત ના આસાર યા અલી
 
જે આજ પણ અપાવે છે અમને તમારી યાદ
છે એ તિરાડ કાબા નો શણગાર યા અલી
 
વાત જ જુદી છે આપના એ નફ્સે પાક ની
અલ્લાહ જેનો થાય ખરીદાર યા અલી
 
શત્રુ ઝુબાન કાપી રહ્યો છે પણ એથી શું?
બોલી રહ્યા છે મીસમે તમ્માર યા અલી
 
સદીચો પછિ મહાનતા સમજાઈ આપની
ગુણ ગાઈ રહયો છે આપના સનસાર યા અલી
 
સંભળાય છે નબી ના આ શબ્દો હજુ સુધી
આ દિન નો છે આપ પર આધાર યા અલી
 
કુરઆન નું આ કામ છે મારા થી કેમ થાય?
તો પણ લખ્યા છે શેઅર આ બે ચાર યા અલી
 
બે હોઢ જયાં તિરાડ ની માફક છુટા પડયા
*ફાટી ને બોલી કાબા ની દિવાર યા અલી*
 
ગૈબત ની વેદના થી હવે *અબ્ર* મુક્ત થાય
કાબાથી આપ આવો ફરી વાર યા અલી
અનીસ અબ્ર
 
 
 
5. Abbasali Nurbhanej "mastaan"
એકજ બધે ગુંજી રહ્યો પોકાર યા અલી,
આજે નબીના બનશે વારસદાર યા અલી.
 
છે જન્મ પ્હેલા પણ અનોખી શાન આપની,
ફાટી ને બોલી કાબા ની દીવાર યા અલી.
 
એ માટે આજે હક બધે મહેંકે સુમન બની,
આવે છે કાબામાં સખી સરકાર યા અલી.
 
આંખો નથી ઉગાડતા માતાને જોવા કાજ,
કરવાને પ્હેલા ભાઈનો દીદાર યા અલી.
 
મેઅરાજમાં સાથે જમ્યા એથી ખબર પડી,
અહેમદના દિલમાં કેટલા દિલદાર યા અલી?
 
ખૈબરના દ્રાર એક ઇશારે ઉઠાવીને,
મરહબને ચીરે હૈદરે કર્રાર યા અલી.
 
ખુમમાં નબીએ હુક્મ ખુદાનો કહી દીદ્યો,
હાદી થશે સાચા હવે હકદાર યા અલી.
 
બદ્રો હુનૈન ઓહદો સિફ્ફીનમાં અને,
ખૈબરમાં પણ બન્યા છે મદદગાર યા અલી.
 
"મસ્તાનના" રદયમાં છે ખ્વાહીશ એક બસ,
મુજને બનાવો આપનો ઝવ્વાર યા અલી.
Abbasali Nurbhanej "mastaan"
 
 
 
 
6. અહેસાન અલી એ. સેલીયા
જન્મે છે આજે કાબામા બૂતુરાબ યા અલી,
ખુદાના ઘરને કરવા જગતમાં સાકાર યા અલી, 
 
બીન્તે અસદ ને આવતાં જોયા જો હરમમા,
*ફાટી ને બોલી કાબા ની દીવાર યા અલી,*
 
માતાની ગોદમાં છે કીન્તુ નયન ન ખોલે,
કરવા ને કાજે નબી ના દીદાર યા અલી,
 
ગદીરે ખુમમા કરીને એલાન બતાવી દિધુ,
કે આપ છો ઊમ્મત ના રાહબર યા અલી,
 
નાજાય કોઇ સાઈલ આપના દ્વારથી ખાલી, 
છે આપનું કુલ ઘરાણુ દિલદાર યા અલી,
 
કદી કોપે તરબુચ જેમ તો કદી કરે બે ભાગ,
બેહાલ કરે દુશ્મનનો ઝુલ્ફીકાર યા અલી,
 
ઈશ્કે અલી નો આપે છે ખુદા એ બદલો,
વહેંચે છે જન્નત મીસમે તમ્માર યા અલી, 
 
અલીના દર નો નોકર બની રહેજે અહેસાન,
મહેશર માં આપશે જામે કૌસર યા અલી.
અહેસાન અલી એ. સેલીયા
 
 
 
 
7. kamyab kami
ફાટી ને બોલી કાબા ની દીવાર યા અલી..
છું આપના માટે જ હું તૈયાર યા અલી..
 
દિલ થી પુકારે જો કોઈ મુશ્કિલ માં આપને..
એના થયા છો આપ મદદગાર યા અલી..
 
ઇશ્કે અલી માં દાર થી મીસમ ની છે સદા.. 
હું છું ગુલામ મારા એ સરદાર યા અલી..
 
લોકો જગત ના ચાહે છે ઈન્સાફ માટે બસ... 
જલ્દી થી તારા બેટા ની સરકાર યા અલી...
 
શેરે ખુદા ના લેહજા મો ઝયનબ ની વાત થી... 
કાંપી ગયો તો શામ નો દરબાર યા અલી...
 
હસનૈન છે અબ્બાસ છે ને ઝયનબો કુલસુમ.... 
મેંહકી રહ્યો છે ફુલ થી ગુલઝાર યા અલી..
 
ભાગી ગયા તા દુશ્મનો મૈદાને જંગ થી.... 
મરહબ ને જ્યારે કર્યો છે ફિન્નાર યા અલી...
 
કાતીલ ના માટે આવે છે શરબત તમે જુઓ... 
કેવો અઝીમ આપનો કિરદાર યા અલી..
 
કમ્બર ની નોકરી મળે "કામી" ને હશ્ર માં..
આ નોકરી તો છે મારો શણગાર યા અલી !..
kamyab kami
 
 
 
8. અસામદી હૈદરઅબ્બાસ આર (રસુલપુર)
છે સૌના દિલ માં આપનો પોકાર યા અલી.
આવી ગયા છે સૌના મદદગાર યા અલી.
 
માહે રજબ ની તેરમી તારીખ આપના.
આ જન્મ ની ખુશી નો તહેવાર યા અલી.
 
રોશન છે દિન આપ થકી કાઅેનાત મા.
છો આપતો અે દિનના હકદાર યા અલી.
 
લબરેઝ જેનુ ઇશ્કે અલી થી રહે છે દિલ.
જગમાં નથી અે કોઇ થી લાચાર યા અલી.
 
બેશક મળે છે તેને બશારત બહિશ્ત ની.
કે જેઓ છે હુસૈની અઝાદાર યા અલી.
 
નાદે અલી નો થયો ઝિક્ર મોઢે જ્યારથી.
મુશ્કિલો થઇ છે ત્યાર થી બેજાર યા અલી.
 
ના ડર હશે અેને તો લહદ માં સવાલો નો.
જે દિલ માં વિલાઅે હૈદરે કર્રાર યા અલી.
 
બુગ્જે અલી જો તમારા દિલોમા હશે.
બન્ને જહા માં તે હશે બેકાર યા અલી.
 
*હૈદર* થયો છે લખતો કલામો અે જ્યાર થી.
બદલાયુ ત્યાર થી અેનુ કીરદાર યા અલી.
અસામદી હૈદરઅબ્બાસ આર (રસુલપુર)
 
 
 
9. શબ્બીર નૂરભાંજે
લેવા નો હું ત્યાં આપનો સહકાર યા અલી,
જ્યારે બનુઁ હું આપનો ઝવ્વાર યા અલી.
 
બિન્તે અસદને જોઈને કાબાની પાસમા
ફાટી ને બોલી કાબા ની દીવાર યા અલી
 
કાબાના પથ્થરો કરે તાઝીમ ઝૂકીને,
જન્મી રહ્યા છે કાબામાં સરદાર યા અલી.
 
 કાંધે નબી ઉપર ચડ્યા બુતોને તોડવા
અહેમદના થઈને આપ મદદગાર યા અલી.
 
બંજર જમીન ખુમની ધરા અશઁ ને ચુમે 
હકનો કર્યો નબીએ જો પોકાર યા અલી 
 
મરહબ ની માઁ એ કીધુ તુ કરજે ન જંગ તુ
આવે જો સામે હૈદરે કર્રાર યા અલી 
 
વાતજ જુદી છે આપના એ ખાનદાનની
ઝહેરાથી ચાલ્યો આપનો સંસાર યા અલી
 
જંગોમાં નામ સાભળી ગાજી અલીનુ તો
થ્થરી ઉઠ્યા તા રણમાં સૌ કુફ્ફાર યાઅલીં
 
ઉગ્યો છે ચાંદ માહે રજબ નો એ જ્યાર થી
"શબ્બીર" સજી બેઠો છે દરબાર યા અલી
શબ્બીર નૂરભાંજે
 
 
 
 
૧૦. આબિદઅલી નાંદોલિયા  (મેતા)
રોનક મારી વધારી છે સરકાર યા અલી  
ફાટી ને બોલી કાબા ની દીવાર યા અલી
 
મુશ્કિલમો સૌ પુકારે ફકત યાઅલી અલી
છો મોલા આપ સૌના મદદગાર યા અલી
 
કોની મજાલ છે કે જે આવે અલી સમક્ષ
સજદામો કીધો આપના પર વાર યા અલી
 
આકાશ ચાંદ તારા ને સૂરજ છે આપ ના
જે આપની છે સેવા મો તૈયાર યા અલી
 
બચ્પનથી ઝિક્ર આપનો દિલમો વસાવી યો
માતા પિતા થકી છે આ સંસ્કાર યા અલી 
 
હોડી કરી છે પાર મુશીબત ની વેળા એ
માને છે નૂહ આપ નો આભાર યા અલી 
 
દિલમો છે આરઝૂ કે ઝિયારત હો આપની 
"આબિદ"ઉપર દયા કરો સરકાર યા અલી 
આબિદઅલી નાંદોલિયા  (મેતા)
 
 
 
 
 
11. શબ્બીરઅલી નાંદોલીયા (મેતા)
નૌકા ફસી જીવનની છે મઝધાર યાઅલી.
પોકારૂ  તમને થાઓ મદદગાર યાઅલી.
 
પામ્યો નથી હજુ સુધી એ મર્તબો કોઈ. 
કાબામો જન્મ પામ્યા છે સરકાર યાઅલી.
 
જિન્નો બશર પોકારે એમાં શી નવાઈ છે. 
ફાટીને બોલી કાબાની દીવાર યાઅલી. 
 
ઇમદાદ મુસ્તુફાની કરી જિંદગીમો જે.
થઇને રહી એ સાથ સાયાદાર યાઅલી. 
 
ઇસ્લામ પર ઇમાન પહેલા જે લાવીને. 
આપે કર્યો છે સત્યનો ઇકરાર યાઅલી.
 
બદ્રો હુનૈન ખૈબરો ખંદકમાં જોઇલો.
દીને ખુદાના આપ વફાદાર યાઅલી.
 
જંગો લડ્યાછે એવાકે ઇસ્લામના ખાતિર.
દુનિયા કહે છે હૈદરે કર્રાર યાઅલી. 
 
"શબ્બીર " પામવાજો તુ ચાહેછે ઇલ્મને.
છે મુસ્તુફા શહેર તો એના દ્વાર યાઅલી.
શબ્બીરઅલી નાંદોલીયા (મેતા)
 
 
 
 
12. ખાદિમ હુસયન
મુશ્કિલ કુશા ને હૈદરે કરૉર યા અલી,
મૌલા અમારા આકા ને સરદાર યા અલી,
 
ઉલ્ફત છે કેવી હૈદરે કરૉર થી જુઓ,
ફાટી ને બોલી કાબા ની દીવાર યા અલી,
 
મૌલા તમારા ઇશ્ક માં વકતે કઝા માં પણ,
કરતા’ તા ઝિક્ર મીસમે તમ્માર યા અલી,
 
દીને ખુદા નાં દુશ્મનો નાં સર ને કાપવા,
આપે ઇલાહી અશૅ થી તલવાર યા અલી,
 
મુશ્કિલ માં હર નબી ની તો આપે કરી મદદ,
છો આપ હર નબી ના મદદગાર યા અલી,
 
હૂરો મલક ને ઓલિયા આવે છે અશૅ થી,
જ્યારે સજે છે આપનો દરબાર યા અલી,
 
આપે લડ્યા છે રણમાં કેવા જંગ, મરહબા,
ખાલી નથી કદીએ ગયો વાર યા અલી,
 
હસન્નૈ નાં પિદર છે ને શૌહર બતૂલ નાં,
ને આપ નફ્સે એહમદે મુખ્તાર યા અલી,
 
‛ખાદિમ’ તમન્ના સૌ કોઈ રાખે છે આ સદા
બસ આપનો બને હવે ઝવ્વાર યા અલી.
ખાદિમ હુસયન
 
 
 
 
13. નવશાદ બીજાણી
અય જાનશીને એહમદે મુખતાર યા અલી.
બાગે નબી છે આપ થી ગુલઝાર યા અલી.
 
અય રાહે હક ના કાફલા સાલાર યા અલી.
બીંતે અસદ ના આપ છો દિલદાર યા અલી.
 
શેરે ખુદા ને જોઇ ને સ્વાગત ના રાગ મા
ફાટી ને બોલી કાબા ની દીવાર યા અલી.
 
ઉંધા પડી કહે છે બુતો આજ ભોય પર.
આ ઘર ના અાપ સાચા છો હકદાર યા અલી.
 
અજગર ના આંગળી થી કરી નાખ્યા ભાગલા.
બચપન તમારૂ એવુ છે દમદાર યા અલી.
 
ઉમ્મીદ આપ થી છે શફાઅત ની હશ્ર માં
કરજો આ સ્વપ્ન સર્વ નુ સાકાર યા અલી
 
મીઠૂ મધૂર મોત એ *નવશાદ* નુ હશે.
કરશે એ જયારે આપના દીદાર યા અલી.
નવશાદ બીજાણી
 
 
 
 
14. નૌહાખ્વાન ખાદિમહુસૈન – મેતા 
આવો મદદમાં હૈદરે કર્રાર યા અલી,
લખવા છે મારે આપના અશઆર યા અલી.
 
છો સેહરે ઇલ્મના તમો દર મુજને શાનો ડર?
આપી દો શબ્દના મને ભંડાર યા અલી.
 
માહે રજબની તેરમીનો ઝૂમે ચંદ્રમા,
આવ્યા બનીને કાબાનો શણગાર યા અલી.
 
ખોલું છુ દિલના ધ્વાર હું સ્વાગતમાં આપના,
*ફાટીને બોલી કાબાની દીવાર યા અલી.*
 
મૌલાના આગમન થકી ખર ખર ખરી પડ્યા,
માથેથી ઉતર્યો બૂતોનો આ ભાર યા અલી.
 
મુખ્તારે કુલના હાથમાં ઈમાને કુલનો હાથ,
દીને નબીના આપ છો પતવાર યા અલી.
 
ચમકી રહ્યો છે જૂગનું વિલાયતના બાગમાં,
બસ નૂર છે ને દૂર છે અંધકાર યા અલી.
 
ખાલીકના છે સિફાત નબીના વઝીરમાં,
છે એટ્લે તો માલિકો મુખ્તાર યા અલી.
 
મૌલાએ કાએનાત થયા કુલના રેહનૂમા,
બલ્લિગનો ગદિરમાં છે સાર યા અલી.
 
મૌલા તમારી પાક વિલાયતના શત્રુઑ,
પત્થરથી થઈ ગયા છે એ ફિન્નાર યા અલી.
 
નોખી છે આપની હર અદા શાહે ઝુલ્ફીકાર,
દુશ્મનને કીધા બે ને બે ના ચાર યા અલી.
 
મૌલા અલીના ઈશ્કમાં એહમદના રૂબરૂ,
નારા લગાવે મિસમે તમ્માર યા અલી.
 
*“ખાદિમ”* અઝલથી આપનો ખિદમતગુઝાર છે,
કરજો આ ખાકી જીવવાનો ઉદ્ધાર યા અલી.
નૌહાખ્વાન ખાદિમહુસૈન – મેતા
 
 
 
15. Mohammad Mohib
બોલી તો જો તું મોઢે થી એકવાર યા અલી
સમજે છે જેને હૈદરે કર્રાર યા અલી
 
સમજી લીધા છે જેને મદદગાર યા અલી
થૈ ગૈ જીવન ની નૌકા એની પાર યા અલી 
 
બિન્તે અસદ ના કદમો ની જણકાર થી સદા
ફાટી ને બોલી કાબા ની દીવાર યા અલી
 
ચાદર થી છાંયડી તારી બેટી ઉપર તું કર
આવી ગયું છે શામ નું બાઝાર યા અલી
 
મીસમ ની જીભડી નું તને રાઝ હું કહું
એ ઇશ્ક માં લટકી છે સરે દાર યા અલી
 
એહમદ ના પડખે ઉભા રહી ને અલી તમે
સૌ જંગ માં બન્યા છો અલમદાર યા અલી
 
થેલા ગભે ઉઠાવીને આપી છે રોટલી
સઘળી સખાવતો માં છો સરદાર યા અલી
 
અલવી અદાલતો ના ચૂકાદા છે લા જવાબ
કેવો અનોખો આપનો દરબાર યા અલી
 
મહેદી ના સાથે આવો એવી દિલ ની આરઝુ
કરવો છે મારે આપનો દીદાર યા અલી
 
"મોહિબ" ગઝલ ની આડ માં તારી કરે સના
ભરજે તું એની ઝોલી માં અશઆર યા અલી
Mohammad Mohib


 
16. તાહેરઅબ્બાસ સુણસરા (રસૂલપુર)
મુખ્તારે અંબિયાના વફાદાર યા અલી.
ઇસ્લામના રહ્યા છો મદદગાર યા અલી.
 
માહે  રજબ ની  તેરમી  નું  નૂર જોઇને;
*ફાટી ને બોલી કા'બાની દીવાર યા અલી.*
 
ઇલ્મી ખજાનો અર્પી ને બોલ્યા છે મુસ્તફા; 
હું  ઇલ્મ  નું  શહેર  ને  તું  દ્વાર  યા  અલી.
 
ઓહદ હુનૈન ખૈબરો સિફ્ફિન બદ્ર ના.
જંગો લડ્યા છે હૈદરે કર્રાર યા અલી.
 
અહ્ઝાબમાં કેવો હશે એ ઝર્બ અમ્ર પર ?
બહેતર ઇબાદતો થી થયો વાર યા અલી.
 
રહેશે અઝાબથી એ બશર દૂર હશ્ર માં;
જેણે વિલાનો છે કર્યો ઇકરાર યા અલી.
 
પાછો બોલાવે એક ઈશારે સૂરજ ને પણ;
કેવા કેવા કર્યા છે ચમત્કાર યા અલી.
 
મૌલા તમારા ઇશ્કમાં કુરબાન થઈ ગયા;
કમ્બર બુઝર ને મીસમે તમ્માર યા અલી.
 
*"તાહિર"* સદા ઇમામે ઝુહુરનો છે મુન્તઝર;
આવે તમારી જલ્દ થી સરકાર યા અલી.
તાહેરઅબ્બાસ સુણસરા (રસૂલપુર)


17. મુખ્તાર અલી એ મલપરા.
સરકાર યા અલી છે ને સરદાર યા અલી, 
સૌ ખિલ્કતે ખુદા ના મદદગાર યા અલી...

છે તેરમી નો ચાંદ જે દેખાય અર્શ પર,
એ છે તમારા ઈશ્કનો ઈઝહાર યા અલી...

સૌને ખુશી જો હોય તો કાબા ની વાત શું ,
ફાટીને બોલી કાબાની દીવાર યા અલી...

મહેફિલમાં આવનારા બધા એ જ ચાહે કે,
મારી કબરમાં આપશે દીદાર યા અલી...

હર જંગમાં નબીનો બની છાયડો રહ્યાં,
હિજરત નો ને ગદીર નો શણગાર યા અલી...

જે થડ બધી યે ડાળીઓ કાફિર ઉગાડશે,
એને જ કાપે આપની તલવાર યા અલી...

મોટા બનીને આપની સામે થયા છે જે,
પળવારમાં થયાં છે એ ફિન્નાર યા અલી...

ભૂલથી જો કોઈ મોટી બલા માં જતો રહે,
બોલીને જોજે ત્યારે તું એક વાર યા અલી...

"મુખ્તાર" છે જગતનાં સમન્દરની મધ્યમાં, 
નૌકા ઉતારો આજ એની પાર યા અલી...
મુખ્તાર અલી એ મલપરા.


18. સલમાનહૈદર આર. સુણસરા (વડુ)
ઝીક્રે ખુદા નો કરવો છે શણગાર યા અલી
માંગુ છું ભીખ આપ તું અશઆર યા અલી
 
નામો નિશાન આવી બુતો ના મિટાવ તું
ફાટી ને બોલી કાબાની દિવાર યા અલી
 
બિન્તે અસદના ખોળામાં નૂરાની ચંદ્ર જોઈ
બોલ્યા નબી કે આવ્યા મદદગાર યા અલી
 
પરદો હટાવો ગૈબ નો કાબા મો આવી ને
દિકરા નો જગ ને કરવો છે દીદાર યા અલી
 
મૈદાનમાં છે આપનો લલકાર યા અલી
ચાલે છે શણશનાટ ત્યાં તલવાર યા અલી
 
એ ઘ્વાર જોઈ જીન્નો બશર બોલતા હતા
બાબે મુરાદ ના સખી સરકાર યા અલી
 
કરવા ને નષ્ટ શત્રુ ને ઓહદના જંગમાં
આવી ફલક થી આપની તલવાર યા અલી
 
ઇશ્કે અલીના દરીયામાં ડૂબી ગયા બધા
સલમાન હો કે મિસમે તમ્માર યા અલી
 
મુનકીર નકીર કબ્રમાં કરશે સવાલ તો
દેવા જવાબ ત્યાં હશે તૈયાર યા અલી
 
"સલમાન" ના છે દિલમાં ઘણી મૌલા આરઝૂ
જલ્દી બનાવજો મને ઝવ્વાર યા અલી
સલમાનહૈદર આર. સુણસરા (વડુ)
 

Video

Latest Write Ups

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી ( By નૌશાદ બિજાની in )

30/09/2022

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી
VIEW WRITE UP

અમને મળી નસીબમા નેઅમત ગમે હુસૈન ( By 1. સાદિકઅલી રેવાસીયા 2. નૌશાદ બિજાની 3. આબિદઅલી નાંદોલીયા મેતા in )

23/09/2022

નેઅમત ગમે હુસૈન
VIEW WRITE UP

લુટાવ્યું છે ભર્યું ઘરબાર દીને મુસ્તુફા માટે ( By 1. નૌશાદ બિજાની 2. સાદિક રેવસિયા 3. આબિદઅલી નાંદોલીયા મેતા 4. અહમદઅબ્બાસ ઈમદાદઅલી ભોવણીયા સુરપુર in )

21/09/2022

ફઝલે આલે અબા
VIEW WRITE UP

Pehnaae kaise Aabid, Tujhko kafan Sakeena ( By 1. Naushad Bijani 2. Asmee Kanodari 3. Urooj Gopalpuri 4. Paikar Jalalpuri 5. Bober Nawab 6. Ashfaq kalkatvi in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

સકીના આપના ગમમાં બહુ બેઝાર છે બાબા. ( By નવશાદ બિજાની in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

હશ્ર તક એહસાન માને કરબલા સજજાદ નો. ( By 1. નૌશાદ બિજાની 2. મોહસિન મોમીન અમદાવાદ. 3. સાદિકઅલી રેવાસીયા in )

07/09/2022

Misra by Safdar kharodiya
VIEW WRITE UP

બિંતે ઝેહરા છે ખૂલે સર શામ ના બાઝાર માં. ( By 1. અહેમદ અબ્બાસ (ગણેશપુરા) 2. નવશાદ બિજાની 3. આબિદ અલી એચ મરેડીયા in )

06/09/2022

શામ ના બાઝાર માં.-​ફઝલે આલે અબા
VIEW WRITE UP

ફાટી ને બોલી કાબા ની દીવાર યા અલી. ( By ફઝલે આલે અબા in Mushyera )

21/03/2019

ફાટી ને બોલી કાબા ની દીવાર યા અલી.
VIEW WRITE UP