છે બધાના હોઠ પર મદ્હોસના અબ્બાસ ની

( By ફઝલે આલે અબા

in Fazle-aaleaba )
  • Name:
  • Section:
    Fazle-aaleaba
  • Number of pages:
  • Date Added:
    30/03/2019
છે બધાના હોઠ પર મદ્હોસના અબ્બાસ ની

ફઝલે આલે અબા
 
તરહી મિસરો: છે બધાના હોઠ પર મદ્હોસના અબ્બાસ ની.
 
મીસરો by: જનાબ મુખ્તારઅલી માલપરા
 
*વીલાદાત હઝરત અબ્બાસ અ.સ. ૭ રજબ & ૪ શાબાન*
 
 
1. Abbasali Nurbhanej
2. રહેમાન અલી ચૌધરી (કાકોશી)
3. Khadim Husain
4. Tahir ali Chaudhary
5. શબ્બીર અલી. આઈ. ખોરજીયા (બાદરગઢ)
6. અસામદી હૈદરઅબ્બાસ આર (રસુલપુર)
7. મોહમ્મદઅલી વી.ખણુશિયા કિશોરગઢ
8. કામીયાબ અલી "કામી" (કાકોશી)
9. શબ્બીરઅલી નાંદોલીયા.(મેતા)
10. નવશાદ બીજાણી
11. ઇમદાદહુસેન.
12. સફદર અલી ખરોડીયા
13. ઝાકિર હુસૈન વી.સૂણસરા
14. મોહસીન" મોમીન અમદાવાદ.
15. આબિદઅલી નાંદોલીયા  (મેતા )
16. અસ્મી કાનોદરી.
17. અકબરહુસૈન "અકબર" (કાકોશી).
18. Abidali H. Mrediya
19. Mohammad Mohib
20. મુખ્તાર અલી એ મલપરા.
 
 
1. Abbasali Nurbhanej
કેટલી વિસ્તૃત જોઈ ભવ્યતા અબ્બાસની?
ચાંદ સૂરજ  ધરતી અંબર ને હવા અબ્બાસની.
 
સર ઉપર પરચમની જો આવે હવા અબ્બાસ ની,
દર્દમાં મળતી રહી એથી શિફા અબ્બાસ ની.
 
જીભથી જે એક નિકળે બે કહું શી રીત થી?
એક છે અલ્લાહ એવી આસ્થા અબ્બાસની.
 
કારી એ કુઅરાન છે ને હાફીજે કુઅરાન છે,
છે બધાના હોઠ પર મદ્હોસના અબ્બાસ ની.
 
છે જરી રણમાં છતા કુફ્ફાર સમજે લાફતા,
એક સરખી લાફતાની ને છટા અબ્બાસની.
 
એ વિચારો દરિયાને શી રીત થી કબ્જે કરર્યો,
તો પછી કહેશો અલી જેવી અદા અબ્બાસની.
 
અલકમા ખોબે ભરીને નીર ફેક્યું નીરમાં ,
ત્યારથી જાગીર થઇ ગઇ અલકમા અબ્બાસ ની.
 
પરચમે અબ્બાસ ઝૂલે જે ઘરોની છત ઉપર,
લાગે કે છલકી રહી છે ત્યાં દયા અબ્બાસની.
 
હેસિયત શું મુશ્કિલોની આવે એ "મસ્તાન" પર
સૌ અઝાદારો ઉપર વરસે અતા અબ્બાસ ની.
Abbasali Nurbhanej
 
 
 
2. રહેમાન અલી ચૌધરી (કાકોશી)
જો વફા ની વાત આવે તો વફા અબ્બાસ ની
છે બધાના હોઠ પર મદ્હોસના અબ્બાસ ની
 
મુરતુઝા ને ફાતેમા નો લાલ અબ્બાસે જરી 
છે થકી એના અલી જેવી અદા અબ્બાસ ની
 
દબદબો એવો હતો શેરે અલી નો નેહરૅ પર
દુશ્મનો કેહતા હતા કે મરહબા અબ્બાસ ની
 
કરબલા માં દિન ખાતર ખુદ તરસ્યા રૈ ગયા
જગ નિહાળી છે આ હિમ્મત બાવફા અબ્બાસ ની
 
હૈદરે કરૉર જેવો વાર છે અબ્બાસ નો
મારવાની છે અનોખી એ છટા અબ્બાસ ની
 
પાણી પર કબ્જો કરીને ના પીધું પાણી તમે
આ બતાવે છે સકીના થી વફા અબ્બાસ ની
 
મૌત ને પણ આ ડરાવે નામ તો અબ્બાસ છે
હું બ હું મુશ્કીલ કુશા જેવી અદા અબ્બાસ ની
 
આરઝૂ છે માલીકે કરબોબલા રહેમાન ની
કરબલા જઈને કરે મદ્હોસના અબ્બાસ ની
રહેમાન અલી ચૌધરી (કાકોશી)
 
 
 
3. Khadim Husain
ઇઝ્ઝતો તૌકીર કેવી શાહ ના અબ્બાસ ની,
ખુદ સના કરતા રહે શાહે હુદા અબ્બાસ ની,
 
કરબલા કયાં થી બલાઓ તારા સર પર આવશે,
છે બની જાગીર તૂં તો બાવફા અબ્બાસ ની,
 
પ્યાસ ગાઝીએ બુઝાવી અલ્કમા ની જ્યાર થી,
બસ સના કરતી રહે છે અલ્કમા અબ્બાસ ની,
 
કેમના, દુશ્મન ને આવે યાદ મૌલા મુરતઝા,
હૂબહૂ હૈદર ના જેવી છે અદા અબ્બાસ ની,
 
કોઇ પણ ખાલી કદી ના જાએ એના દ્વાર થી,
છે ઝમાના માં એવી જૂદો સખા અબ્બાસ ની,
 
ભાઇ થી એવી મુહબ્બત બાવફા અબ્બાસ ની,
જે રઝા શબ્બીર ની બસ એ રઝા અબ્બાસ ની,
 
થરથરી કાંપી ઉઠે મૈદાન એ સિફ્ફીન નું,
મરહબા સદ મરહબા એવી વિગા અબ્બાસ ની,
 
કોઇ પણ મેહફીલ માં જ્યારે થાઇ છે ઝિક્રે વફા,
હર બશર ને યાદ આવે બસ વફા અબ્બાસ ની,
 
કે અઝાખાના માં ‛ખાદીમ’ કેવી આ મેહફીલ સજી,
છે બધાના હોઠ પર મદહો સના અબ્બાસ ની....
Khadim Husain
 
 
 
4. Tahir ali Chaudhary
રાત ને દિવસ કરે હમ્દોસના અબ્બાસ ની,
છે બધાના હોઠ પર મદ્હોસના અબ્બાસ ની. 
 
શેર ના લલકાર થી ધ્રુજી ઉઠી કરબોબલા,
ને પડે છે શાયરી એ નયનવા અબ્બાસ ની 
 
ખુદ એ પાણી ઉછળે છે હૈદરી લલકાર થી, 
શાન છે કેવી અજબ એ મરહબા અબ્બાસ ની
 
હૈદરી તાકાત જોવા મલક આવે અર્શ થી, 
શામ ની ફૌજો ડરે એવી અદા અબ્બાસ ની
 
પેહરા ઓ ખુલવા લાગ્યા ઝરી ને જોઈને, 
ખુદ છે થંભી ગઈ તાઝીમ મા હવા અબ્બાસ ની
 
નેહરે ફુરાત છે કબજે અલી ના લાલ ના, 
જંગ જોવા આવયા એ મુરતજા અબ્બાસ ની
 
નીર ની છે એ સદાઓ હૈદરી ખૈમાઓ મા,
ને કરે છે દુઆઓ એ સય્યદા અબ્બાસ ની
 
શું કરે "તાહિર" ચર્ચા હૈદરી એ શેર ની 
ને કરે તારીફ એવા મુસ્તફા અબ્બાસ ની 
Tahir ali Chaudhary
 
 
 
 
5. શબ્બીર અલી. આઈ. ખોરજીયા (બાદરગઢ)
હુ લખુ છુ જયાર થી ખુદ દાસતા અબ્બાસ ની
ખુલ્દ થી આપે છે  મુજને માં દુવા અબ્બાસ ની. 
 
મહેફિલે અબ્બાસ મા આવી બધા નુ દિલ કહે, 
છે બધાના હોઠ પર,  મદ્હોસના  અબ્બાસ ની.
 
રણ મા જ્યારે આવી યા શેરે ખુદાના શેર તો, 
હૂબહૂ મૌલા ના જેવી છે અદા અબ્બાસ ની. 
 
અશ્વ ને કીધુ કે ખયમા મા ન લે જાતો મને, 
અાખરી દિલ મા હતી તે વેદના અબ્બાસ ની. 
 
નીર નો ખયમા મા  બચ્ચા અો ને ઈન્તેજાર છે, 
આખરી દિલ મા હતી અે કામના અબ્બાસ ની. 
 
કોઇ પણ ખાલી કદી, ના જાએ એના દ્વાર થી, 
માતમી થઇ જાય સાજો એ દુવા અબ્બાસ ની. 
 
આપની બસ આરજૂ, તસ્વીર ની "શબ્બીર" ને, 
છે  મુરાદો  માતમી  ને,   ચૂમવા   અબ્બાસ ની. 
શબ્બીર અલી. આઈ. ખોરજીયા (બાદરગઢ)
 
 
 
6. અસામદી હૈદરઅબ્બાસ આર (રસુલપુર)
હરઘડી મળતી રહે અેવી અતા અબ્બાસ ની.
છે બધા ના હોઠ પર મદ્હો સના અબ્બાસ ની.
 
આંધીઓ કરબોબલા ની તો કહે છે બસ હવે.
ના કદી બુઝાય અેવી છે શમા અબ્બાસ ની.
 
જોઇલો પરચમ ની સાથે મશ્ક લાગેલી હશે.
થઇ શકે ના લાડલી કયારે જુદા અબ્બાસ ની.
 
જોઇને પ્યાસી સકીના બાવફા બોલ્યા હશે.
યા ખુદાયા આ લીધી કેવી સજા અબ્બાસ ની.
 
નીરખી ગાઝી ના તેવર શાદ બોલ્યો ફૌજથી.
હૈદરે કર્રાર જેવી છે અદા અબ્બાસ ની.
 
ના કદી રોકાય અેતો રાહ માં અે ફોજ થી.
શાદ તુ પણ જોઇલે તાકત જરા અબ્બાસ ની.
 
નીર ને ચુલ્લુ માં લઇ ગાઝી અે ફેક્યુ જયાર થી.
માંગવા આવે છે માફી અલ્કમા અબ્બાસ ની.
 
બાવફાનો છે અલમ ઘર પર અમારા જયાર થી.
થઇને દુવા આવી ગઇ છે અે હવા અબ્બાસ ની.
 
ટપકે જેના આંખ થી આસું ગમે શબ્બીર માં
રોશની થઇ ને મળે અેનેે દુવા અબ્બાસ ની.
 
બાવફા અે આખરી દિદાર આકા નો કરી .
શાહની અે ગોદ માં થઇ છે કઝા અબ્બાસ ની.
 
માંગ જે *હૈદર* સકીના ના વસીલા થી દુઆ.
તો મળી જાશે તને બેશક અતા અબ્બાસ ની.
અસામદી હૈદરઅબ્બાસ આર (રસુલપુર)
 
 
 
7. મોહમ્મદઅલી વી.ખણુશિયા કિશોરગઢ
સુર ફૂકાયો ગગનમાં છે વિલા અબ્બાસ ની
છે બધાના હોઠ પર મદહોસના અબ્બાસ ની
 
જોશ શું છે શું છે તાકત જોઈલો સિફ્ફિન માં
હૂબહૂ હૈદર ના જેવી છે અદા અબ્બાસ ની
 
એ દુલારા ફાતેમાની શાન શું છે જોઈલો
છે ફિઝા માં ગુંજતી મદહોસના અબ્બાસ ની
 
થાઉં પાવન હું અલીના લાલના ચરણો ચુમી
વાટડી જોતી રહી એ અલ્કમા અબ્બાસ ની
 
બા વફાનું નામ લીધું ને જફા ભાગી ગઈ
નામ માં કેવી શિફા છે મરહબા અબ્બાસ ની 
 
શામના બજારમાં જયનબ ને ઊભા જોઈને
આંખડી રડતી રહી જો ને સદા અબ્બાસ ની
 
છે “મોહમ્મદ” ની તમન્ના એટલી બસ અય ખુદા.
હોઠ પર હરદમ રહે મદહો સના અબ્બાસ ની
મોહમ્મદઅલી વી.ખણુશિયા કિશોરગઢ
 
 
 
8. કામીયાબ અલી "કામી" (કાકોશી)
અર્શ પર દે છે ફરિશ્તાઓ સદા અબ્બાસ ની
*છે બધાના હોઠ પર મદહો સના અબ્બાસ ની*
 
હાથ ઉઠાવ્યા આંસુ આવ્યા છે મુસલ્લા પર અલી..
રબ ની સામે રાત દીન છે બસ દુઆ અબ્બાસ ની..
 
એકલા કબ્જો કરી ને શત્રુ ઓ ને કૈ દીધું...
છે કયામત ના સુધી આ અલ્કમા અબ્બાસ ની..
 
જ્યારે બેટા ની શુજાઅત જોઈ છે સીફ્ફીન માં.. 
ખુદ અલી બોલી ઉઠ્યા છે મરહબા અબ્બાસ ની..
 
મળશે જન્નત માં પરો કે જેવી જાફર ને મળી.
છે અજબ આવી ફઝીલત આપણા અબ્બાસ ની..
 
દે સકીના નો વસિલો તુ અલી ના લાલ ને.. 
જો પછી આવે છે કેવી તુ અતા અબ્બાસ ની
 
મશ્ક દાંતો માં હતી પણ હોઠ ના ભીના થયા.. 
જોઈ લો સરવર થી કેવી છે વફા અબ્બાસ ની..
 
મૂર્તઝિશ ને પ્યાર થી કહેતા હતા ગાઝી જરી...
પોહચે બસ ખૈમા માં પાણી કામના અબ્બાસ ની
 
કરબલા ને થૈ ગયા છે 14 અરસા પણ જુઓ... 
ઘાટ પર ફરકી રહી છે એ ધ્વજા અબ્બાસ ની
 
મશ્ક નુ પાણી કરે છે તંદુરસ્ત બીમાર ને.. 
ને અલમ ની સાથે આવે છે હવા અબ્બાસ ની..
 
*કામી* નુ સપનુ છે મૌલા અલકમા ના ઘાટ પર.. 
મૌત આવે જ્યારે કરતાં હૂ સના અબ્બાસ ની..
કામીયાબ અલી "કામી" (કાકોશી)
 
 
 
9. શબ્બીરઅલી નાંદોલીયા.(મેતા)
સૌથી અફઝલ જગમાં એવી છે  વફા અબ્બાસની.
છે બધાના હોઠ પર મદ્હોસના અબ્બાસની.
 
હૈદરે કર્રાર માંગી છે દુઆ અલ્લાહથી.
થાયછે ત્યારે વિલાદત બાવફા અબ્બાસની.
 
બાવફા ને લાફતા એ મુર્તુઝા લાલની.
બન્ને જગમાં થાય છે હમ્દોસના અબ્બાસની. .
 
લશ્કરે સરવરમાં ગાજીનો અલમ લહેરાય છે.
શાન એવી કાફલામાં એ જુદા અબ્બાસની.
 
મુર્તુઝાના શેર ખેંચે છે જલાલતમાં લકીર.
દુશ્મનોને ખૌફ છે એવી અદા અબ્બાસની.
 
મૌત લાજીમ થાયછે બસ એક એના વારથી. 
શાનમાં એથી કહે સૌ મરહબા અબ્બાસની. 
 
જાય મુશ્કિલો ટળી શેરે અલીના નામથી. 
કામના સૌની પુરી કરશે અતા અબ્બાસની. 
 
છે અલમ ઉંચો અને રહેશે સદા ઉંચો અલમ. 
એ અલમથી આજ જગમાં છે બકા અબ્બાસની. 
 
હાથમાં "શબ્બીર" ના હો પરચમે અબ્બાસતો.
ખુલ્દથી એને મળે છે હા દુઆ અબ્બાસની.
શબ્બીરઅલી નાંદોલીયા.(મેતા)
 
 
 
10. નવશાદ બીજાણી
યાદ દુનિયા રાખશે હરદમ વફા અબ્બાસ ની.
તા કયામત અલ્કમા કેહશે કથા અબ્બાસ ની.
 
નેહર ને કાઠે હતી કેવી વિઘા અબ્બાસ ની.
વર્ણવી શકશે ન કોઈ એ અદા અબ્બાસ ની.
 
જંગ લાખો થી કરી તલવાર ને નેજા વગર.
જાલિમો ડરતા'તા જોઈ વીરતા અબ્બાસ ની.
 
દરહમો બરહમ કરી નાખી યઝીદી ફૌજ ને.
જંગ ને બિરદાવતા'તા અંબિયા અબ્બાસ ની.
 
મયમના થી મયસરા ને મયસરા થી મયમના
હર તરફ રણ મા ફરકતી'તી ધજા અબ્બાસ ની.
 
ધડ થી માથૂ થૈ જતૂ એનૂ જુદુ પળવાર મા.
આવતૂ જો રાહ કોઈ રોકવા અબ્બાસ ની.
 
કેટલાયે જાલિમો દુનિયા થી રુખસત થઇ ગયા.
સાંભળી ને સિંહ જેવી ગર્જના અબ્બાસ ની.
 
જીવ મુઠઠી લઈ ને શામ ના રસ્તે ઘણા.
ભાગ્યા જોઈ ને લડાઈ કઅશ્કિયા અબ્બાસ ની.
 
હુ અલી નો પુત્ર છુ સેવક છુ હુ શબ્બીર નો.
ગૂંજતી'તી કરબલા મા અા સદા અબ્બાસ ની.
 
અંબીયા ને અવસીયા ઇન્સાન યા જીન્નો મલક.
છે બધા ના હોઠ પર મદહો સના અબ્બાસ ની.
 
તે કરી શકશે ફકત "નવશાદ" ગાઝી ની સના.
જે ચલાવે છે કલમ લૈ ને રજા અબ્બાસ ની.
નવશાદ બીજાણી
 
 
 
 
11. ઇમદાદહુસેન.
જ્યાં સુધી ન થાય શબ્દો પર અતા અબ્બાસની
કોઈ પણ ટાંકી નથી શકતું કથા અબ્બાસની
 
થાય મુજને પ્રાપ્ત શબ્દકોશ જો મિસમ થકી
શાયરી લખવી છે મારે અય ખુદા અબ્બાસ ની
 
એ જીવનભર કોઈ થી ગદ્દારી કરતો ના મળે
શ્વાસમાં જેના પણ આવે છે હવા અબ્બાસ ની
 
જ્યાં વફાઓ પણ સબક પામી વફા કરતી રહે
જગ મહીં એવી અનોખી છે વફા અબ્બાસ ની 
 
હોય એ નુરી બશર કે હોય એ ખાકી બશર
છે બધાના હોઠ પર મદહોસના અબ્બાસ ની 
 
રણભૂમિના રજકણો રાતા રહ્યા રકતે રડી
નીકળી તડપી ને જ્યાંથી પણ કઝા અબ્બાસ ની
 
દિન કાજે કાન થી જે બુટ્ટીઓ આપી દે બે 
 ભત્રીજી એવી સકીના છે ચચા અબ્બાસ ની
 
સબ્રે અય્યુબી ની સરહદ પાર ગાજી એ કરી
આ ગવાહી દઈ રહી છે કરબલા અબ્બાસની
 
માલિકે અશતર નિહાળી જંગ ને બોલી ઉઠ્યા
હયદરે કર્રાર જેવી છે અદા અબ્બાસની 
 
આટલી બાલી સકીના થી અરજ ઇમદાદ ની 
બસ હવે લઈ જાવ તુરબત ચૂમવા અબ્બાસની
ઇમદાદહુસેન.
 
 
 
 
12. સફદર અલી ખરોડીયા
*હૈદરી મિજાજ છે હરવાત મા અબ્બાસ ની*
*શાહ ની છે જાન આખીર જાન મા અબ્બાસ ની*
 
*શેરની માફક કરીને શેર બોલ્યા હૈદરી*
*શામીયો આ અલ્કમા છે બાવફા અબ્બાસ ની*
 
*નહેર ફુરાત છે કબજે હવે અબ્બાસ ના હાથમાં*
*દુશમનોને ખબર છે કે અલ્કમા અબ્બાસ ની*
 
*ભાઈ થી એવી મોહબ્બત બાવફા અબ્બાસની*
*જે દુવા શબ્બીર ની બસ એ દુવા અબ્બાસ ની*
 
*નામ લીધું ગાજીનુ ને ચાલવા લાગી કલમ*
*ખુલ્દ થી મળતી રહી "સફદર" ને અતા અબ્બાસ ની*
સફદર અલી ખરોડીયા
 
 
 
 
13. ઝાકિર હુસૈન વી.સૂણસરા
થાય છે આજે વિલાદત બાવફા અબ્બાસ ની.
છે બધા ના હોઠ પર મદહો સના અબ્બાસ ની.
 
શામીયો ના દિલ બધા ગભરાય છે ફુરાત પર,
આવતી જોઈ કયામત આંખ માં અબ્બાસ ની.
 
હાથ માં શેરે અલી ના શું જરૂરત તૈગ ની,
ચાલતી'તી જંગ માંં બસ ગર્જના અબ્બાસ ની.
 
અલ્લમા નો શોર છે ને ઘાટ પર કોહરામ છે,
આવતી જોઈ સવારી બાવફા અબ્બાસ ની.
 
હું ખુદા ના શેર નો પણ શેર છું અય કુફીયો,
અલ્કમા પર ગૂંજતી'તી આ સદા અબ્બાસ ની.
 
જો રજા મળતી અગર શબ્બીર ની અય શામીયો,
તો પછી જોતા બધા નોખી કળા અબ્બાસ ની.
 
ભલભલા ના ધ્રુજતા'તા કાળજા ફુરાતપર,
સામને જોતા કદી જો આંખ માં અબ્બાસ ની.
 
મૌત જેવી મૌત પણ કહેતી રહી ફુરાતપર,
શું અનોખી છે અદા આ હાથમાં અબ્બાસ ની.
 
બસ હવે "ઝાકિર" જાવું છે અનોખા દ્વાર પર,
જ્યાં ફરીશ્તા પણ કરે છે પ્રાથના અબ્બાસ ની.
ઝાકિર હુસૈન વી.સૂણસરા
 
 
 
 
 
14. મોહસીન" મોમીન અમદાવાદ.
છે તમન્ના મુર્તઝા ને પણ સદા અબ્બાસ ની
છે નમાઝો માં દુઆગો સૈયાદા અબ્બાસ ની.
 
ઝયનબો કુલ્સુમ સામે સર ઝુકાવી ને  ઉભા 
નાઝ છે ઝયનબ ને એવી છે વફા અબ્બાસ ની.
 
આવશે ક્યારેક એ તુરબત ઉપર મારી જરૂર
રાહ જોવે છે ભતીજી પણ ચચા અબ્બાસ ની.
 
ચાંદ હાશિમ ના ઘરાના નો લકબ છે આપ નો
તારલા ઓ માં છે જે એ છે ઝિયા અબ્બાસ ની
 
મુર્તઝા, હસનઇનો ઝૈનબ, કુલ્સુમો ઉમ્મુલ બનીન 
છે બધા ના હોઠ પર મદહો  સના અબ્બાસ ની.
 
જોઈ લો અબ્બાસ નો પરચમ છે હર એક દેશ મા
સરહદો ની પાર થઈ ગઈ છે વફા અબ્બાસ ની.
 
એ નથી માસૂમ તો પણ બેખતા છે જોઈ લો
કોઈ બતલાવે મને "મોહસીન" ખાતા અબ્બાસ ની.
મોહસીન" મોમીન અમદાવાદ.
 
 
 
 
 
15. આબિદઅલી નાંદોલીયા  (મેતા )
આજ પણ મશહુરછે જગ મો વફા અબ્બાસ ની 
છે બધાના હોઠ પર મદ્હોસના અબ્બાસ ની
 
જેણે જોઈ છે શુજાઅત ગાઝી ની સિફ્ફીન મોં
કૈ ઉઠયો હૈદર છે જેવી આ અદા અબ્બાસ ની
 
જગ જીવે છે નીર થી ને નીર જીવે અબ્બાસ થી
જેના સદકા મો છે પાણી અલકમા અબ્બાસ ની
 
ઝૈનબો કુલસૂમ જ્યારે સાંભળી ને ખુશ્ થયા
જે સદા જાબીર ની છે કરબલા અબ્બાસ ની
 
ઘર ઉપરછે જ્યારથી પરચમ સખી અબ્બાસ નો 
આવે છે બરકત ઘરો મો ને હવા અબ્બાસ ની 
 
આરઝૂ આબિદ ની છે મૌલા બુલાવો નૈનવા 
કરબલા આવી કરૂ હૂ બસ સના અબ્બાસ ની
આબિદઅલી નાંદોલીયા  (મેતા )
 
 
 
 
 
16. અસ્મી કાનોદરી.
અર્શ પર દે છે ફરિશ્તાઓ સદા અબ્બાસ ની
*છે બધાના હોઠ પર મદહો સના અબ્બાસ ની*
 
જન્નતો ની દેખરેખ લઇ લીધી જેના ખભે... 
બસ હિફાઝત માં રહી છે કરબલા અબ્બાસ ની..
 
થૈ ગયા અન્સારે શાહ ના થશે એવા કદી..
એમો પણ સૌથી અલગ છે બસ અદા અબ્બાસ ની
 
એ શુજાઅત નુ છે પૈકર પણ ઈતાઅત તો જુઓ... 
યુધ્ધ ની હસરત દબાવા ની કળા અબ્બાસ ની.. 
 
હશ્ર માં જ્યારે વફા ની વાત ની વેળા હશે... 
આગેવાની ત્યાં હશે બસ બાવફા અબ્બાસ ની.. 
 
કરબલા ને ત્રણ શબ્દો માં સમેટી લો તમે..
સબ્રે શાહ, ઝયનબ ની ચાદર ને વફા અબ્બાસ ની...
 
ઘર માં છે હસનૈન પણ એ ઝયનબે દિલગીર ની..
ના નજર હટતી નથી એવી જીયા અબ્બાસ ની..
 
માદરે ગાઝી ને કૈ દ્યો બસ કરે શુક્રે ખુદા... 
ફાતેમા છે બસ હવે થી વાલેદા અબ્બાસ ની... 
 
"અસ્મી" મેહદી ના ઝમાના મો અલી ના શેર ની.. 
જંગ જોશે સૌ અનોખી બા ખુદા અબ્બાસ ની...
અસ્મી કાનોદરી.
 
 
 
 
 
17. અકબરહુસૈન "અકબર" (કાકોશી).
સૌ પહાડો ને જમીનો ને ઘટા અબ્બાસ ની,
છે બધા ના હોઠ પર મદહોસના અબ્બાસ ની.
 
કેવું સરસ માંઝર હતું સિફ્ફીન ના મૈદાનમાં,
આ અલી છે હા અલી જેવી અદા અબ્બાસની.
 
હાથ માં પાણી લઈ સાબિત કરી દીધું તમે,
કરબલા અબ્બાસની છે અલકમાં અબ્બાસની.
 
ભાગવા ચાહે છે પણ ભાગી નથી શકતા અદુ,
એક નજર માં કૈદ છે લશ્કર સદા અબ્બાસની.
 
હાથો કપાવી ને ઉડે છે ખુલ્દ ના મૈદનમાં,
કેવી ફઝીલત છે ને અઝમત જો જરા અબ્બાસ ની.
 
કરબલા ની વાત જ્યાં છે ત્યાં વફા ની વાત છે,
ના કદી ભુલાશે એવી વીરતા અબ્બાસની.
 
જે ધરા નો બાપ છે એ બાપ છે અબ્બાસ નો,
આજ કારણ થી છે આખી આ ધરા અબ્બાસની.
 
અય ખુદા "અકબર" નો આ કરજે પૂરો અરમાન તું,
કે કરું અબ્બાસ ના રોઝે સના અબ્બાસની.
અકબરહુસૈન "અકબર" (કાકોશી).
 
 
 
 
 
18. Abidali H. Mrediya
થર થરે ફોઝે યઝીદી એક અલમ્બર દાર થી
મોત એની થઈ ગઈ વાજીબ સજા અબ્બાસ ની
 
હા ઠરે મારી નજર કરબોબલા ના વીર પર
છે બધા ના હોઠ પર મદ્હોસના અબ્બાસ ની
 
મુરતજા ના લાલ નો એ દબદબો મૈદાન માં
 દુશ્મનો એ માર ખાધી  એ કળા અબ્બાસ ની
 
નાઝ છે હૈદર ના બેટા બા વફા અબ્બાસ ને
ને ખુદા ની મરજીમાં એથી કઝા અબ્બાસ ની
 
એક અલમ્બરદાર કાફી છે યઝીદી લશ્કર ને
રાહમાં ના આવતા કોઈ એ જરા અબ્બાસ ની
 
તીર લાગે આંખ માં ને છાતિ માં અબ્બાસ ને
હિંમત તો જુઓ શેરની એ જરા અબ્બાસ ની
 
જોઈ લો સિફફીન માં શેરે ખુદા ના શેર ની
કે અલી છે કે ગાઝી છે એ અદા અબ્બાસ ની
 
શામ ના લશ્કરમાં આદાનો હાહાકાર થઈ ગયો
આ છે હૈદર ના લાલ તે હૈદર ની અદા અબ્બાસ ની
 
"આબિદ, ને દિલ લાગે ગાઝી ની શાયરી લખવામાં
કાયમી લખતો રહું તે મળશે દુવા અબ્બાસ ની
Abidali H. Mrediya
 
 
 
 
 
19. Mohammad Mohib
સૌથી જુદી સૌથી આલા છે કથા અબ્બાસ ની
રબ ની મરજી માં સદાયે છે રઝા અબ્બાસ ની
 
માગણી રબ થી કરે છે મુર્તુઝા અબ્બાસ ની
છે ઝરૂરત દીન ને એ બાવફા અબ્બાસ ની
 
કરબલા ના કાળજે નોખી જગા અબ્બાસ ની
છે બધા ના હોઠ પર મદ્હો સના અબ્બાસ ની
 
જંગે સિફ્ફન માં છે કેવી વીરતા અબ્બાસ ની
છે અલી જેવી છટા ને છે અદા અબ્બાસ ની
 
હોય વાતો તમતમારે એ કરી નાખો અદૂ
જયાં સુધી તલવાર છે એ મ્યાન માં અબ્બાસ ની
 
દૂશ્મનો ને ખાક ભેગા કરતો આ એક વીરલો
મરહબા હિમ્મત છે કેવી બાવફા અબ્બાસ ની
 
છે અલમદારી વફાદારી સુજાઅત સબ્રતા
ને બલંદી પર જુઓ આલા વફા અબ્બાસ ની
 
કેમ ના શબ્દો મળે "મોહિબ" ને બસ ટાંકવા
જો અતા અબ્બાસ ની હો ને દુઆ અબ્બાસ ની
Mohammad Mohib



20. મુખ્તાર અલી એ મલપરા.
આજ થોડી વાત કરીએ બાવફા અબ્બાસ ની,
શેર ના એ  શેર જેવા લાડલા અબ્બાસની...
 
કાળજા મજબૂત રાખીને જ સાંભળશો બધા, 
થરથરાવી નાખે એવી છે સના અબ્બાસની...
 
નામ નો એ રોબ છે કે ભલભલા ધ્રુજી ઉઠે, 
રૂબરૂ કેવી હશે શાને વિગા અબ્બાસની...
 
જંગમાં સિફ્ફિનના,ને કરબલા માં દુશ્મનો સૌ,
ધ્રૂજતા'તા જોઇને નોખી અદા અબ્બાસની...
 
જે લીટી દોરી છે એની પાર ના ભરશો કદમ,
દુશ્મનો..! છે શેર જેવી ગર્જના અબ્બાસની...
 
એ અલમબરદારથી સૌની મોહબ્બત તો જુઓ,
છે બધાના હોઠ પર મદ્હોસના અબ્બાસની...
 
ના લખી શકશે કોઈ કે ના કોઈ દેખાડશે,
એ વફા અબ્બાસની ને વીરતા અબ્બાસની...
 
જે લખ્યાં બે ચાર શબ્દો બાવફાની થઇ અતા,
આમ તો શું, કોઈ લખવાનું કથા અબ્બાસની...
 
છે દુઆ "મુખ્તાર"ની હરરોજ પાલનહારથી,
લઇ જજે એક વાર તૂરબત ચૂમવા અબ્બાસની...
મુખ્તાર અલી એ મલપરા.

Video

Latest Write Ups

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી ( By નૌશાદ બિજાની in )

30/09/2022

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી
VIEW WRITE UP

અમને મળી નસીબમા નેઅમત ગમે હુસૈન ( By 1. સાદિકઅલી રેવાસીયા 2. નૌશાદ બિજાની 3. આબિદઅલી નાંદોલીયા મેતા in )

23/09/2022

નેઅમત ગમે હુસૈન
VIEW WRITE UP

લુટાવ્યું છે ભર્યું ઘરબાર દીને મુસ્તુફા માટે ( By 1. નૌશાદ બિજાની 2. સાદિક રેવસિયા 3. આબિદઅલી નાંદોલીયા મેતા 4. અહમદઅબ્બાસ ઈમદાદઅલી ભોવણીયા સુરપુર in )

21/09/2022

ફઝલે આલે અબા
VIEW WRITE UP

Pehnaae kaise Aabid, Tujhko kafan Sakeena ( By 1. Naushad Bijani 2. Asmee Kanodari 3. Urooj Gopalpuri 4. Paikar Jalalpuri 5. Bober Nawab 6. Ashfaq kalkatvi in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

સકીના આપના ગમમાં બહુ બેઝાર છે બાબા. ( By નવશાદ બિજાની in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

હશ્ર તક એહસાન માને કરબલા સજજાદ નો. ( By 1. નૌશાદ બિજાની 2. મોહસિન મોમીન અમદાવાદ. 3. સાદિકઅલી રેવાસીયા in )

07/09/2022

Misra by Safdar kharodiya
VIEW WRITE UP

બિંતે ઝેહરા છે ખૂલે સર શામ ના બાઝાર માં. ( By 1. અહેમદ અબ્બાસ (ગણેશપુરા) 2. નવશાદ બિજાની 3. આબિદ અલી એચ મરેડીયા in )

06/09/2022

શામ ના બાઝાર માં.-​ફઝલે આલે અબા
VIEW WRITE UP

છે બધાના હોઠ પર મદ્હોસના અબ્બાસ ની ( By ફઝલે આલે અબા in Fazle-aaleaba )

30/03/2019

છે બધાના હોઠ પર મદ્હોસના અબ્બાસ ની
VIEW WRITE UP