અગર તારા દિલ મા છે ઉલફત અલી ની. mushaera 10 november part-2

( By Fazle aale aba

in Fazle-aaleaba )
  • Name:
  • Section:
    Fazle-aaleaba
  • Number of pages:
  • Date Added:
    20/03/2019
અગર તારા દિલ મા છે ઉલફત અલી ની. mushaera 10 november part-2

જનાબ ખાદીમ હુસયન
થશે તારા સર પર ઇનાયત અલી ની,
અગર તારા દિલ મા છે ઉલ્ફત અલી ની,
એ મરહબ નુ કાંપે બદન છે હજૂ તક,
કે કેવી હશે એ જલાલત અલી ની...
થશે તા કયામત ન આવી વિલાદત,
કે જેવી થઈ છે વિલાદત અલી ની...
કરી દે એ મુરદા ને જીવતો ફરીથી,
ઝમાના મા આવી કરામત અલી ની...
ઉખાડી દે ખૈબર ના દર ને એ પલ ભર,
કે કેવી છે હાથો મા કુવ્વત અલી ની...
મુસીબત ના વાદળ ન આવે કદીએ,
બસાવે જો દિલ મા મુહબ્બત અલી ની...
કે રેહમત ની બારીશ થશે એના સર પર,
જબા‛ન’ પર જે રાખે છે મિદહત અલી ની...
ફકીરો ની જોલી ભરી દે છે મૌલા,
જગત મા છે આવી સખાવત અલી ની...
અલી નો દરજ્જો હશે કેવો ‛ખાદીમ’
પઢે છે જો કુરઆ‛ન’ ફઝીલત અલી ની.
જનાબ આબિદઅલી નાંદોલિયા (મેતા)
તુ કરજે નજફ મા ઝિયારત અલી ની 
અગર તારા દિલ મા છે ઉલ્ફત અલી ની 
મિટાવી સકે ના આ દુનિયા અમો ને
અમારા સરો પર બસી છત અલી ની 
છે ખૈબર ખિલોનુ એ નઝરે અલી મા 
ઉઠાવે છે પલ મા જો કુવ્વત અલી ની 
ફરિસ્તા પઢે છે  અલી ના કશિદા 
અધર મી સુજાણે ફઝિલત અલી ની 
હા બેહલોલ પાગલ છે ઈશ્કે અલી મા 
જુવો એ તો વહેંચે છે જન્નત અલી ની
પહાડો ને જંગલ ને જીન્નો બશર પર
છે પાણી હવા પર હુકુમત અલી ની 
ના ગુમરાહ થાશે કદી એ જગત મા 
જેને ઓળખી છે વિલાયત અલી ની
તુ"આબિદ"કબ્ર મા ફરિસ્તા ને કહેજે 
કે મારા જવાબો છે મિદહત અલી ની
Maulvi saheb. Akbarali khanusiya
બધાથી નિરાલી વિલાદત અલી ની
ચલાવે ઇલાહી ઇમામત અલી ની
ચરિંદા પરિંદા પઢીને કસીદા
બતાવે બધાને હકીકત અલી ની
કલામો જેમારા બહેરમાં મળેછે
કલમની એ મારી બદૌલત અલી ની 
અમીરો ગરીબો પુકારે અલીને 
ખરેખર અનેરી છે ઉલ્ફત અલી ની
છે કરબોબલામા બહત્તર સિપાઈ
બધાના દિલોમા છે ચાહત અલી ની
ખુદાની એ જન્નત નજફ થી મળેછે
બતાવે ઇલાહી સખાવત અલી ની
પછાડે જે મરહબ ને એકજ ઇશારે
ભગાડે લઈનો ને તાકત અલી ની
હવાઓ ઝમીનો અલી ને પુકારે
હરેકના દિલોમાં હુકુમત અલી ની
દુઆઓ અલીની જગતમા છવાઈ
બધાને મળી છે એ દોલત અલી ની
ફરિશ્તા સવાલો પૂછે તુજને *અકબર*
ઝબાથી કરીદે જે મિદહત અલી ની.
૧૦
સફદર અલી ખરોડીયા* (પીંપોદર)
કરું છું હવે તો હુ મિદ્હત  અલીની
ચલાવે છે મહેદી ઈમામત અલીની
નબીએ ઈબાદત કરી છે ખુદાની
ખુદાએ બતાવી ઇતાઅત અલી ની
અગર તારા દિલમાં છે ઉલ્ફત અલીની
કહુ છુ તમોને હકીકત અલીની
બતાવે છે ખેૈબર ને કુવ્વત અલીતો
જે લાગી છે મરહબ ને ઝરબત અલીની
દુવા છે ખુદાથી આ "સફદર" ની કાયમ
બતાવે બધાને મોહબ્બત   અલીની
૧૧
જનાબ નવશાદ બીજાની
છે બન્ને જગત માં હુકૂમત અલી ની.
છે વાજિબ બધા પર ઇતાઅત અલી ની.
ખિલાફત ઉપર કર્યો કબ્જો પરંતુ.
પડી હર કદમ પર ઝરૂરત અલી ની.
‍કતાર અાપે ઊંટો ની રોટી ને બદલે.
છે હાતિમ થી બેહતર સખાવત અલી ની.
અલી ની છે દુનિયા અને આખેરત પણ.
છે કવસર અલી નો ને જન્નત અલી ની.
ન કયારેય કરજે કઝા તુ નમાઝો.
અગર તારા દિલ મા છે ઉલફત અલી ની.
થઈ જાય જીવંત એક ક્ષણ મા મુર્દૂ.
પડે જો જનાઝા ને એક લત અલી ની.
ફકત એક તલવાર નો ઘા જગત થી.
થઈ જાય અફઝલ ઇબાદત અલી ની.
અલમ કા ન ગાઝી ના હાથો મા શોભે.
છે જેની શુજાઅત વિરાસત અલી ની.
દુઆ છે ખુદા થી કે રોઝે ‍કયામત.
મળે મોમિનો ને શફાઅત અલી ની.
ન ગભરાજે નવશાદ તુ મોત પહેલા
થશે મોત વખતે ઝીયારત અલી ની.

Video

Latest Write Ups

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી ( By નૌશાદ બિજાની in )

30/09/2022

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી
VIEW WRITE UP

અમને મળી નસીબમા નેઅમત ગમે હુસૈન ( By 1. સાદિકઅલી રેવાસીયા 2. નૌશાદ બિજાની 3. આબિદઅલી નાંદોલીયા મેતા in )

23/09/2022

નેઅમત ગમે હુસૈન
VIEW WRITE UP

લુટાવ્યું છે ભર્યું ઘરબાર દીને મુસ્તુફા માટે ( By 1. નૌશાદ બિજાની 2. સાદિક રેવસિયા 3. આબિદઅલી નાંદોલીયા મેતા 4. અહમદઅબ્બાસ ઈમદાદઅલી ભોવણીયા સુરપુર in )

21/09/2022

ફઝલે આલે અબા
VIEW WRITE UP

Pehnaae kaise Aabid, Tujhko kafan Sakeena ( By 1. Naushad Bijani 2. Asmee Kanodari 3. Urooj Gopalpuri 4. Paikar Jalalpuri 5. Bober Nawab 6. Ashfaq kalkatvi in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

સકીના આપના ગમમાં બહુ બેઝાર છે બાબા. ( By નવશાદ બિજાની in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

હશ્ર તક એહસાન માને કરબલા સજજાદ નો. ( By 1. નૌશાદ બિજાની 2. મોહસિન મોમીન અમદાવાદ. 3. સાદિકઅલી રેવાસીયા in )

07/09/2022

Misra by Safdar kharodiya
VIEW WRITE UP

બિંતે ઝેહરા છે ખૂલે સર શામ ના બાઝાર માં. ( By 1. અહેમદ અબ્બાસ (ગણેશપુરા) 2. નવશાદ બિજાની 3. આબિદ અલી એચ મરેડીયા in )

06/09/2022

શામ ના બાઝાર માં.-​ફઝલે આલે અબા
VIEW WRITE UP

અગર તારા દિલ મા છે ઉલફત અલી ની. mushaera 10 november part-2 ( By Fazle aale aba in Fazle-aaleaba )

20/03/2019

અગર તારા દિલ મા છે ઉલફત અલી ની.
VIEW WRITE UP