રણ ભુમી ધ્રૂજી ઉઠી ગાઝી ના તેવર જોઈને.

( By ફઝલે આલે અબા

in Fazle-aaleaba )
  • Name:
  • Section:
    Fazle-aaleaba
  • Number of pages:
  • Date Added:
    21/01/2019
રણ ભુમી ધ્રૂજી ઉઠી ગાઝી ના તેવર જોઈને.

રણ ભુમી ધ્રૂજી ઉઠી ગાઝી ના તેવર જોઈને

મીસરો....નવશાદ બીજાની.
ફઝલે આલે અબા

૧. મસ્તાન હરીપુર
૨. ઝાકિર હુસૈન વી.સૂણસરા
૩. મૌલવી અકબરઅલી ખણુશીયા (સુરપુર)
૪. તાહેરઅબ્બાસ સુણસરા (રસૂલપુર)
૫. અસામાદી હૈદરઅબ્બાસ આર (રસુલપુર)
૬.વઅસ્મી કાનોદરી.
૭. મોહસીન મોમીન અમદાવાદ.
૮. શબ્બીરઅલી નાંદોલીયા ( મેતા )
૯. મહંમદઅલી "મોહિબ" કરનાળાપરા (રહેમતપુરા)
૧૦. અકબર હુસયન
૧૧. નવશાદ બીજાની.
૧૨. મંઝુર હુસૈન કોજર(હૈદરપુરા)
૧૩. વફા માહેરપુરી

14.  જવાદ માસ્ટર હકીર



૧. મસ્તાન હરીપુર
દુશ્મનોમાં શોર થ્યો છે બીજા હૈદર જોઈને,
રણ ભુમી ધ્રૂજી ઉઠી ગાઝી ના તેવર જોઈને.

રણમાં આવ્યા હૈદરી લહેજે,તો ઇબ્ને સાદને,
બીક લાગી તૂટતા જુલ્મોના ખૈબર જોઈને.

છે અલીનો લાલ આ,ને ભાઇ છે શબ્બીરનો,
એ હિસાબે ના કદી પણ ડરશે ખંજર જોઈને.

શેર દિલ શેરે ખુદાનું શેરના દિકરામાં છે,
કોણ દુશ્મન આવશે લડવા ગઝન્ફર  જોઈને?

જંગ એવો થાય છે અબ્બાસનો મૈદાનમાં
ફાતેમા આપે દુઆ જન્નતથી મંઝર જોઈને.

રાહને ખુલ્લી કરી દ્યો સાદનો બેટો કહે,
ત્રાડ ભરશે શેર જેવી આખું લશ્કર જોઈને.

છે ભલે પ્યાસો જરીં બાલી સકીના યાદ છે,
ના જરા એ પાણી ને પીવે સમંદર જોઈને.

એક આકાને ગુલામમાં કેટલો લેહાજ છે,
ગોદથી સરને હટાવે ભાઈનું સર જોઈને.

હુર સમો "મસ્તાન" છું કરબોબલા જો આવું તો,
 આશરો દેજ્યો ને પંજેતનનો શાયર જોઈને.
મસ્તાન હરીપુર



૨. ઝાકિર હુસૈન વી.સૂણસરા
કરબલામાં શાને સરવર શાને હૈદર જોઈને
થઈ ગયું હૈરાન કુફ્ર  વીર'બહત્તર જોઈને.

ખૌફ થી ભાગ્યા યઝિદો કુફીયો ને શામીયો,
આંખ માં શેરે અલીના નોખું મંઝર જોઈને.

ઝૂલ્ફીકારે હયદરી થઈને જરી ના હાથમાં,
શાનથી નેઝો ફરે ને થથરે લશ્કર જોઈને.

કાળજા ઉખડી'ગયા સૌ'દુશ્મને શબ્બીર ના,
બાવફા ને મશ્ક ભરતા અલ્કમા'પર જોઈને.

બેધડક બોલ્યા અલીના લાલ જઈ ફુરાત પર,
સામના માં આવજો પર હા બરાબર જોઈને.

શેરની માફક કરેલી ગર્જના અબ્બાસ ની,
સાભળીને ભાગવા લાગ્યા સિતમગર જોઈને.

કરબલાના જંગ માં શેરે અલી ના શાનની,
આંસમાનો માં થઈ ચર્ચા જમી'પર જોઈને.

હૈદરી કુવ્વત નીહાળી ને ખરેખર ખૌફ થી,
રણ ભુમી ધ્રુજી ઉઠી ગાજીના તેવર જોઈને.

શાયરી"ઝાકિર"લખી જયો બાવફા ની શાનમાં,
આપવા લાગ્યા દુવાઓ આલે હૈદર જોઈને.
ઝાકિર હુસૈન વી.સૂણસરા                  



૩. મૌલવી અકબરઅલી ખણુશીયા (સુરપુર)
હર ગડી શ્વાસો માં મારા ઝીક્રે હૈદર જોઇને
ખુદ કલમ ચાલી ઉઠી છે છાયો સરપર જોઇને

રણમાં અસગર હુરમલા ના સામને આવી ગયા
હારી ગ્યો ઝાલીમ તબ્સસુમ નું એ ખંઝર જોઇને

નીર લેવા જાય છે એ હૈયદરી અંદાજ થી
રણ ભૂમિ ધુર્જી ઉઠી ગાઝી ના તેવર જોઇને

ઝાલીમો ની ફોઝમાં મંઝર કયામત નું થયું
નેઝા પર કુરઆન પઢતું શાહ નું સર જોઇને

રોટલી સાહિલ ને આપે ખુદ કરે ફાંકા અલી
અર્શવાળા પણ અહીં આવે સખી ઘર જોઇને

કરબલામાં શેર ની આંખો માં છે એવો જલાલ
ત્રાસ પાડી ભાગ્યા દુશ્મન બીજા હૈદર જોઇને

શું ડરાવી શકશો મુજને છુ બહેન અબ્બાસ ની
હચમચી ગ્યા શામિયો ઝયનબના તેવર જોઇને

મનકબત લખવાનું અકબર સોચે છે કાગળ ઉપર
કરબલાથી આવે છે અલ્ફાઝ શાયર જોઇને
મૌલવી અકબરઅલી ખણુશીયા (સુરપુર)



૪. તાહેરઅબ્બાસ સુણસરા (રસૂલપુર)

કરબલા માં હાશમી તાકત મુનવ્વર જોઇને.
રણ ભુમી ધ્રૂજી ઉઠી ગાઝીના તેવર જોઈને.

અલ્કમાનું નીર ગાઝી જ્યારે ખોબામાં લીધું;
ઝળહળી  દરિયો ઉઠ્યો  તેનું મુકદ્દર  જોઇને.

ચાહતા ગાઝી અગર જો નયનવાની ખાકમાં;
તો કયામત થાત  બરપા જંગે હૈદર જોઇને.

મુસ્તફા ના મુર્તઝા છે શાહ ના અબ્બાસ છે;
છે ખુદા રાજી  અલમદારોના  દાવર જોઇને.

બાવફા અબ્બાસની જાહો જલાલત જોઇને;
જંગે  સિફ્ફીમાં ડરે  સૌ ઘાટ મંઝર જોઇને.

શેર ના છે લાલ પણ શબ્બીર ના છે આશરા;
આસમાં  ઝુકે  વફા ને કામ, ઘડતર  જોઇને. 

ખુલ્દથી આવે ફરીશ્તા આપની ચોખટ ઉપર;
દે સલામી  કરબલામાં  આપનો દર જોઇને.

ચૂમવા આવ્યો છે *તાહેર* આપના એ દર ઉપર;
આપજો મૌલા દુઆઓ કામના હર જોઇને.
તાહેરઅબ્બાસ સુણસરા (રસૂલપુર)



૫. અસામાદી હૈદરઅબ્બાસ આર (રસુલપુર)

બાવફા નુ કરબલા મા અેજ મંજર જોઇને;
રણ ભુમી ધ્રૂજી ઉઠી ગાઝી ના તેવર જોઇને ;

કરબલામા અે હતા શેરે ખુદા ના શેર જો;
કાંપતાતા ઝાલિમો અે જંગે હૈદર જોઇને;

છે ભરેલુ બાવફા મા ખૂને હૈદર જોઇલો;
ના ડરે અેતો કદી તલવાર ખંજર જોઇને;

તૂટવા લાગી સફો જે સાદની અે ફોજમા;
શેર ને અે જંગ ના મૈદાન અંદર જોઇને;

શાહ થી ગાઝી ને નોતી જંગ ની પરવાનગી;
ગર કયામત થાત લોહી નો સમંદર જોઇને;

આખરીજો આંખ ખોલી શાહનીઅે ગોદમાં;
તો હટાવ્યુ ગોદથી અે શાહ નુ સર જોઇને;

ના રહે પ્યાસા શહીદો અે જો પાણી થી હવે;
છે અલી ના હાથ મા અે હૌજે કૌસર જોઇને;

જ્યાર થી *હૈદર* ચુમ્યોછે બાવફા નો અે અલમ;
કરબલા થી અે હવા આવી છે સર પર જોઇને;
અસામાદી હૈદરઅબ્બાસ આર (રસુલપુર)



૬.વઅસ્મી કાનોદરી.

આંગળી દાંતો મો નાખી હુસ્ને અકબર જોઈને..
આઇના ભાંગી ગયા તા એક મંઝર જોઇને.. 

શાહ ના બધાય બેટા છે અલી ના નામ થી...
નામ રાખ્યા છે હુસૈને બાગે હૈદર જોઇને... 

ઘર માં ફાકાઓ હતા પણ કોઈ ખાલી ના ગયો.. 
એટલા માટે તો આવી હલઅતા ઘર જોઇને... 

છે હવાઓ ની ગવાહી કરબલા મા આજ ભી... 
રણ ભૂમિ ધુૅજી ઉઠી ગાઝી ના તેવર જોઇને

સાકી એ કૌસર નો દિકરો છે ઘણો પ્યાસો મગર
શ્વાસ પણ ઉંડો લીધો ના એ સમંદર જોઇને... 

માતમી દસ્તા ની વચ્ચે એ ઉભાં છે શાન થી... 
બીક બચ્ચા ને ના લાગી ક્ષીણ ખંઝર જોઇને.. 

આસમાનો ના ફરીશતા આજ "અસ્મી" ખુશ છે.. 
ઘર માં હૈદર ના છે જેવો બીજો હૈદર જોઈને.. 
અસ્મી કાનોદરી.



૭. મોહસીન મોમીન અમદાવાદ.

શિમ્ર બોલ્યો દૂર થી ગાઝી ના તેવર જોઈ ને.
શેર કંઈ ડરતા નથી લાખો નું લશ્કર જોઈ ને.

મશ્ક બાંધી ને અલમ પર રણ મા આવ્યો જ્યારે શેર
ફોજ મા હલચલ મચી ગઈ જોશે હૈદર જોઈ ને

રોઝે આશુરા નો સૂરજ ઊગવા તો દો જરા
દંગ રહી જાશે બધા હુર નું મુકદ્દર જોઈ ને.

ખુલદ થી આવ્યા છે ઝેહરા હાથ મા રૂમાલ લઈ
શેહ ના ગામ ના આંસુઓ આંખો ની અંદર જોઈ ને.

ખેંચી એક રેખા જમીં પર ને કર્યો લલકાર જ્યાં
રણ ભૂમિ ધ્રુજી ઉઠી ગાઝી ના તેવર જોઈ ને.

કરબલા જઈ ને  કરું  દીદાર જો હું ખુલદ  ના
માંગુ જન્નત કેમ હું શબ્બીર નું દર જોઈ ને

શેર લખવા થી મળ્યા કૌસર અને જન્નત મા ઘર
રષ્ક કરશે ત્યાં બધા "મોહસીન" નું એ ઘર જોઈ  ને.
મોહસીન મોમીન અમદાવાદ.



૮. શબ્બીરઅલી નાંદોલીયા ( મેતા )

ડર નથી હૈયે જરા લાખોનુ લશ્કર જોઈને.
રણભૂમી ધ્રુજી ઉઠી ગાજીના તેવર જોઇને.

જલ્વએ હૈદર નિહાળી ચૌતરફ આવી સદા. 
મરહબા નારા લગાવ્યા સૌએ મંજર જોઇને.

ઝાલિમો બેહાલ છે ના ચૈન છેકે ના અમા.
અલ્કમાથી દૂર ભાગ્યા શેરેહૈદર જોઇને.

છે જમાલી ને જલાલી ચાંદ ને સૂરજ સમા.
ફ્ખ્ર ઝયનબ છે કરે ગાજી બિરાદર જોઇને.

શેર છે શેરે ખુદાના બાઅદબ છે બાવફા.
દુશ્મનો ભાગી રહ્યા છે મોત સરપર જોઇને.

અલ્કમા પર જીત પામી નીર જેણે નાપિધુ.
નીર ને છે ખેદ પોતાનુ મુકદ્દર જોઇને.

શીખજે "શબ્બીર" જીવનમાં છે સીરત કરબલા. 
શાહના એ આશિકોથી તુ બરાબર જોઇને.
શબ્બીરઅલી નાંદોલીયા ( મેતા )



૯. મહંમદઅલી "મોહિબ" કરનાળાપરા (રહેમતપુરા)

ધરતી અંબર જોઇને પર્વત ને પથ્થર જોઇને
હર્શ થી ઘેલુ થયુ છે દિલ સમન્દર જોઇને

રણભુમી ધ્રુજી ઉઠી ગાઝી ના તેવર જોઇને
શેર દિલ ડરતો નથી ક્યારેય લશ્કર જોઇને

હૈદરી લહેજા માં ઞાઝી ફૌઝ પર તૂટી પડ્યા
દુશ્મનો નાસી ગયા એ જોરે જાફર જોઇને

ખુદ નબી હૈદર ને આપે છે ઇમામત એટલે
થૈ ગયો હેરાન હારિસ ખુમ નુ મંઝર જોઇને

કોરડાઓ પીઠ પર સજ્જાદ ને મારે શકી
ઝયનબો કુલસૂમ રોવે છે આ મંઝર જોઇને

બાળકો ખૈમા માં પાણી ને લીધે તડપી ઉઠ્યા
શોર થી રડતા રહ્યા શેરે દિલાવર જોઇને

સૌ ખતા ઓ વસ્ફ નાં સદકે તુ "મોહિબ" ને ખુદા
માફ કરજે હશ્ર માં હૈદર નો નોકર જોઇને
મહંમદઅલી "મોહિબ" કરનાળાપરા (રહેમતપુરા)



૧૦. અકબર હુસયન

ખૌફથી બેહાલ લશ્કર છે દિલાવર જોઈને.
રણભુમી ધ્રુજી ઉઠી ગાજીના તેવર જોઈને.

ના કશી ચિંતા છે એને ના કશી દરકાર છે
ડર નથી અબ્બાસને લાખો નું લશ્કર જોઈને.

બાપ અસદુલ્લાહ તો ભાઈ તેના હસનૈન છે
ફખ્ર બહેનો પણ કરે એવો બિરાદર જોઈને.

આંખ,હાથો કે જબાનો થી કરી જાણે એ જંગ
થરથરે છે ઝાલિમો કેવા ગઝન્ફર જોઈને.

છે સકીનાને ગણી ઉમ્મીદ કાકા જાનથી
આશ તૂટી છે અલમને ખૂન માં તર જોઈને.

ખુદ અલી કેવા હશે જેના ગુલામો છે સખી
બસ તસવ્વુર કર જરા સલમાનો કમ્બર જોઈને.

રાખ "અકબર" પર નિગાહે લુત્ફ મહેશર માં સદા
શાયરી નો આપજે બદલો બરાબર જોઈને.
અકબર હુસયન



૧૧. નવશાદ બીજાની.

નેહર થી ભાગયા અદૂ તસવીરે હયદર જોઇને.
રણ ભુમી ધ્રુજી ઉઠી ગાઝી ના તેવર જોઇને.

અસ્વ ગાઝી નો પવન વેગે ગયો સાહિલ તરફ.
છે અચંબા મા મલક શાને ગઝનફર જોઇને.

અસ્વપદ થી રેત ની ડમરીઓ આંબી આભ ને.
ચૂમતા'તા વાદળો જેને નિરંતર જોઇને.

ભાગતા ઘોડા ના પગ પડતા'તા જયારે રેત પર.
કાંપતા'તા ત્યારે આ ધરતી ને અંબર જોઇને.

એક પલ મા નેહર પર ખયમા થી તે આવી ગયા.
અલ્કમા ઝૂમી ઉઠી ખુદ નુ મુકદૃર જોઇને.

આભ મા થી ચંદ્ર પૂનમ નો ઉતર્યો છે અહીં.
લાગતુ'તુ એમ એ મુખડુ મુનવ્વર જોઇને.

શેરે હયદર થૈ મુખાતિબ ફૌજ ને કેહતા રહ્યા.
વીર નર ડરતા નથી લાખોનુ લશ્કર જોઇને.

ઝાલિમો બે-ચાર પડયા મોત ના મુખ મા જઇ.
જંગ ના મયદાન મા ગયઝે ગઝનફર જોઇને.

મયમના થી મયસરા બન્ને સફો ટૂટી ગઈ.
ભાગતા'તા શેર નો હમલો સિતમગર જોઇને.

નેહર પર અબ્બાસ નો *નવશાદ* કબ્જો થઇ ગયો.
મરહબા ગાઝી ને કેહતુ'તુ સમન્દર જોઇને.
નવશાદ બીજાની.



૧૨. મંઝુર હુસૈન કોજર(હૈદરપુરા)

ઉડતે ઘોડે આવતા હમશકલે હૈદર જોઈને..
રણ ભુમી ધૂર્જી ઉઠી ગાઝી ના તેવર જોઈને..

કુફીયો ને શામીયો ની ફોજ માં હલચલ મચી..
શેરે હૈદર ના પીસર શેરે ગઝનફર જોઈને..

રાહ ને ખુલ્લી કરીદે સાદ ના બેટા હવે..
આવે છે ઈબ્ને અલી લાખો નું લશ્કર જોઈને..

આજ પણ કબ્જો છે એનો અલ્કમા ના ઘાટ પર.
થરથરી ઊઠે યઝીદી નસ્લ મંઝર જોઈને..

કહેવા લાગ્યા અય મારા આકા મને આપો રઝા..
તશનલબ પ્યાસી સકીના નું એ મંઝર જોઈને..

કોણ છે દુનિયા માં આવો ભાઈ નો ખાદીમ બને..
શીખીલે મોમીન હવે બંને બિરાદર જોઈને..

મહેફીલે ગાઝી માં અય *મંઝુર* કલમો પેશ કર .
દાદ આપે છે તને ગાઝી નો શાયર જોઈને...
મંઝુર હુસૈન કોજર(હૈદરપુરા)



૧૩. વફા માહેરપુરી

જૂઠ ના ભેદી કળણ માં સત નું ગળતર જોઇને.
ઘર તજે શબ્બીર દીને હક ને બે ઘર જોઇને.

બે ઘડી કૌસર ને ઈર્ષા અલ્કમા ની થઇ હશે,
બાવફા અબ્બાસ ના ખોબે મુકદ્દર જોઇને.

શામી અબ્રાહા ના હાંજાઓ બધા ગગડી ગયા,
શાહ ના બોત્તેર અબાબીલો નું લશ્કર જોઇને.

તીર નજરો ના ને અબ્રુ ની નિહાળી ઝુલ્ફિકાર,
રણભૂમિ ધ્રુજી ઉઠી ગાઝી ના તેવર જોઇને.

હોલવી દેવા ઉઠેલી આંધીઓ પાછી વળી,
હકના દીવે તેલ બદલે ખૂને અસગર જોઇને.

પારખા નો છે સમય આઘા ખસો બોલ્યા હુસૈન,
રણ માં છાંયો ઢોળતા જીબ્રીલ ના પર જોઇને.

મૌત ની આંખે થી ટપકી વેદના સજ્જાદ ની,
બેરીદા ઝયનબ ને નેજે શાહ નું સર જોઇને.

બે કલમ કીધા નદીપર બે ને બાંધ્યા જંજીરે,
બીક બાતિલ ને સદા રહેતી'તી જે  કર જોઇને.

સૈયદા રૂમાલ નો ખોબો ધરે ત્યાં શું કહું?,
આંખ થી ટપકી જતી આંસુ ની ઝરમર જોઇને.

આગ દોઝખની બધી દોઝખમાં ઊંઘી થઇ જશે,
મારા તનપર માતમી જખ્મો નું બખ્તર જોઇને.

થઇ જશે જન્નતનું દિલ પણ પાણીપાણી અય "વફા,"
હાથ માં તારા કદી મિદહત નું વળતર જોઇને.
વફા માહેરપુરી

14. 
જવાદ માસ્ટર હકીર
એક પ્યાસો પાછો ફર્યો છે સમંદર જોઈને.
સબ્ર એવુ સબ્ર પણ રોયુ આ મંઝર જોઈને.
 
સાંભળી ને ગર્જના સૌ નહેર થી ભાગી ગયા.
રણ ભુમી ધ્રૂજી ઉઠી ગાઝી ના તેવર જોઈને.
 
આંગળી દાંતો મા દાબી દંગ યુસુફ થઈ ગયા.
ચાંદ શરમાયો ગગન માં હુસ્ને અકબર જોઈને.
 
આફતો ને મુશ્કીલો આવી ને ભાગી જાય છે. 
પરચમે અબ્બાસ મારા ઘર ની ઉપર જોઈને.
 
પગ હવામાં છે બુલંદ એપણ મુસલ્માનો જુઓ.
દંગ ના થાઓ ફકત હાથો માં ખૈબર જોઈને.
 
શૌખ ખૈબર માં અલમ ને પામવા નો છે *હકીર*.
એવા લોકો ને જે ભાગે છે છછુંદર જોઈને.
જવાદ માસ્ટર હકીર

Video

Latest Write Ups

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી ( By નૌશાદ બિજાની in )

30/09/2022

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી
VIEW WRITE UP

અમને મળી નસીબમા નેઅમત ગમે હુસૈન ( By 1. સાદિકઅલી રેવાસીયા 2. નૌશાદ બિજાની 3. આબિદઅલી નાંદોલીયા મેતા in )

23/09/2022

નેઅમત ગમે હુસૈન
VIEW WRITE UP

લુટાવ્યું છે ભર્યું ઘરબાર દીને મુસ્તુફા માટે ( By 1. નૌશાદ બિજાની 2. સાદિક રેવસિયા 3. આબિદઅલી નાંદોલીયા મેતા 4. અહમદઅબ્બાસ ઈમદાદઅલી ભોવણીયા સુરપુર in )

21/09/2022

ફઝલે આલે અબા
VIEW WRITE UP

Pehnaae kaise Aabid, Tujhko kafan Sakeena ( By 1. Naushad Bijani 2. Asmee Kanodari 3. Urooj Gopalpuri 4. Paikar Jalalpuri 5. Bober Nawab 6. Ashfaq kalkatvi in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

સકીના આપના ગમમાં બહુ બેઝાર છે બાબા. ( By નવશાદ બિજાની in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

હશ્ર તક એહસાન માને કરબલા સજજાદ નો. ( By 1. નૌશાદ બિજાની 2. મોહસિન મોમીન અમદાવાદ. 3. સાદિકઅલી રેવાસીયા in )

07/09/2022

Misra by Safdar kharodiya
VIEW WRITE UP

બિંતે ઝેહરા છે ખૂલે સર શામ ના બાઝાર માં. ( By 1. અહેમદ અબ્બાસ (ગણેશપુરા) 2. નવશાદ બિજાની 3. આબિદ અલી એચ મરેડીયા in )

06/09/2022

શામ ના બાઝાર માં.-​ફઝલે આલે અબા
VIEW WRITE UP

રણ ભુમી ધ્રૂજી ઉઠી ગાઝી ના તેવર જોઈને. ( By ફઝલે આલે અબા in Fazle-aaleaba )

21/01/2019

રણ ભુમી ધ્રૂજી ઉઠી ગાઝી ના તેવર જોઈને
VIEW WRITE UP