અસામદી હૈદરઅબ્બાસ આર.(રસુલપુર)
ફાતેમા ઝહરા ને ખુદાની બશારત થઇ ગઈ.
ઝયનબે દિલગીર ની આજે વિલાદત થઇ ગઈ.
સાંભળી ખુત્બો અલી ની લાડલી નો શામીયો.
શામ ના દરબારીયો ને તો વહેશત થઇ ગઈ.
જો સરે શબ્બીર સાથે ઝયનબ તારી રીદા થી.
તો દિને ઇસ્લામને પણ જો હિફાજત થઇ ગઈ.
ના હતી ઓલાદ જો તકદીર માં અે રાહીબ ના.
તો પછી શબ્બીર ની રાહીબ ને ઇનાયત થઇ ગઈ.
નોક પર નેજા ની જ્યારે સર થયુ શેહ નુ બુલંદ.
અે સમય શબ્બીર ના લબ થી તિલાવત થઇ ગઈ.
તુટી છે કમ્મર શાહ ની સાંભળી ને અે ખબર.
ઘાટ પર નેહર ના ગાઝી ની શહાદત થઇ ગઈ.
અાખરી ખંજર તળે સજદાને જોઈને ખુદા.
અા નબીયો થી બુલંદ તારી ઇબાદત થઇ ગઈ.
સર કલમ શબ્બીરનુ જ્યારે શીમર કરતો હતો.
કરબલા માં અે ઘડી બરપા કયામત થઇ ગઈ.
જો લખી *હૈદર* કલમ ને તારી તુ ચુમજે બેશક.
કે શાને શબ્બીર લખવા થી ઝીયારત થઇ ગઈ.
અસામદી હૈદરઅબ્બાસ આર.(રસુલપુર)