મને ચારો તરફ દેખાણી જન્નત કરબલા જઇને.
Naushad Bijani
અજબ અલ્લાહ ની મે જોઈ કુદરત કરબલા જઇને.
મને ચારો તરફ દેખાણી જન્નત કરબલા જઇને.
ઝીયારત શાહ ની સીંતેર હજજો ની બરાબર છે
કરો અય ઝાએરો આ પણ ઇબાદત કરબલા જઇને
તમન્ના હઝરતે અબ્બાસ ના દિલ મા હતી આ પણ.
કે હયદર ની બતાવીશ હુ શુજાઅત કરબલા જઇને.
ખતમ ફૌજે યઝીદી ને હુ એક પલ માં કરી નાખિશ.
મને જો આપશે સરવર ઇજાઝત કરબલા જઇને.
લખી દે અય ખુદા તુ મારા કિસ્મત મા સદા માટે.
કરુ શબ્બીર ની હુ પણ જીયારત કરબલા જઇને.
કદી નવશાન તુ ના તરક કર વાજિબ અમલ તારા.
કે જેથી થાય ના તુજ ને નિદામત કરબલા જઇને
Naushad Bijani
+46 704 852 187