1
છે રજબ તેરમી સરકાર અલી આવે છે,
બેઉં જગનો બધો આધાર અલી આવે છે...
કોઇ સરદાર કહે કોઇનાં મોંઢે હૈદર,
ચારે બાજુ છે આ ભણકાર અલી આવે છે...
દિલમાં આજે તો ખુશી કંઇક અજબની લાગે,
ને અલગ વાગે છે ધબકાર અલી આવે છે...
એમનાં ઇશ્કમાં શ્વાસોની ગણતરી ચાલે,
એથી ઉભરાય બધો પ્યાર અલી આવે છે...
ખુશનુમા વાતાવરણ આજ થયું છે કેવું,
ચમકે છે આજે તો મીનાર અલી આવે છે...
જશ્ન આ કેટલો મોટો છે અમારા માટે,
આજે તો સૌના મદદગાર અલી આવે છે...
થઇને બે ભાગ રહું એજ છે ઈઝ્ઝત મારી,
બોલી આ કાબાની દીવાર અલી આવે છે...
વાર શું લાગે હવે જીતવા એ ખૈબરને,
દીને અહેમદના મદદગાર અલી આવે છે...
ઇશ્ક "મુખ્તાર" અલીનું છે જરૂરી એથી,
કબ્રમાં એનાં તરફદાર અલી આવે છે...
મુખ્તાર અલી એ મલપરા.
2
વારિસે અહમદે મુખતાર અલી આવે છે.
રબ ની મરજી ના ખરિદદાર અલી આવે છે.
અય બુતો ખાલી કરીદો હવે અલ્લાહ નુ ઘર.
જાવ ગોતો બિજે ઘરબાર અલી અાવે છે.
મુશ્કેલી આપણી હર અેક હવે હલ થાશે.
બેડા થઇ જાશે બધા પાર અલી આવે છે.
થઇ ને દીવાર મા દર બાકી રહે દુનિયા મા.
લઇ ને એક એવો ચમત્કાર અલી આવે છે.
ફર્ક મોમિન ને મુનાફિક મા હવે કરવા ને
કસેમુલ જન્નતો વન્નાર અલી આવે છે.
મળશે હર એક ને ઇન્સાફ બરાબર નવશાદ.
હક ની કાયમ થશે સરકાર અલી આવે છે.
નવશાદ બિજાની
3
ફર્શે મહેફિલ કરો તૈયાર અલી આવે છે
ખતમે મુરસલ ના મદદગાર અલી આવે છે.
કરશે આવી ને સાલુની નો જે દાવો જગમાં
એવા એક ઈલ્મ ના ભંડાર અલી આવે છે.
મોત નિશ્ચિત છે હવે કોઈ નથી બચવાનું
થરથરે રણ મા સીતામગર અલી આવે છે.
આવે છે બીન્તે અસદ જોજો હવે એક પળ મા
ફાટશે કાબા ની દિવાર અલી આવે છે.
જઈ ને કહી દે કોઈ મક્કા ના એ કૂફફારો ને
દીને એહમદ ના મદદગાર અલી આવે છે.
એક રોટી ના સવાલી ને દે ઊંટો ની કતાર
જોઈ લો કેવા છે દિલદાર અલી આવે છે.
ક્યાં કદી લાવ્યા અલી માલે ગનીમત ઘર મા
વહેંચી દોલત નો બધો ભાર અલી આવે છે.
બાંધી લો બોરીયા બિસ્તર હવે અય લાતો મનાત
ભાગવા ને રહો તૈયાર અલી આવે છે.
અર્શ થી આવી ને "મોહસીન" કહે ઝીબ્રિલે અમીં
થાઓ ખુશ નબીયો ના સરદાર અલી આવે છે.
"મોહસીન" "મોમીન" અમદાવાદ.
4
બેઉ જગના બની સરદાર અલી આવે છે
દીને અહેમદ ના મદદગાર અલી આવે છે
આપવા જગ ને એ કિરદાર અલી આવે છે
ના ભુલાશે જેનો ઉપકાર અલી આવે છે
જન્મ શેરે ખુદા નો થાય છે જે કાબા માં
ઝૂમવા લાગે છે દીવાર અલી આવે છે
જગ મહી મુજ ને સફળતા એ મળી છે એવી
હોઠ પર નામ લગાતાર અલી આવે છે
નામ છે એનુ અલી ને છે નબી નો વારિસ
બાતિલો ની થશે જે હાર અલી આવે છે
ખુશ છે ઉમ્મીદો પુરી થઈ જશે જે આબિદ ની
કેમકે યાદ મા હર વાર અલી આવે છે
આબિદ અલી.એચ.એમ.
5
સજાઓ દુનિયા ને શણગાર અલી આવે છે
ફાટે છે કાબા ની દીવાર અલી આવે છે.
ચાંદ તેરમી નો ચમક્યો અબુતાલિબના ઘરે
મનાઓ ખુશીઓનો તહેવાર અલી આવે છે
આબે કૌસર નો ધણી ફાતહે ખૈબર નો ધણી
દીને અહમદ ના મદદગાર અલી આવે છે.
કહો એ બુતો ને જે મોટા થઈ ને ઊભા છે
થઈ જાઓ જુકવા ને તૈયાર અલી આવે છે.
માની બેઠા છે ખુદા બુતોને જાહિલો બધા
કરાવવા હકનો એ દીદાર અલી આવે છે.
કદી મુસા કદી આદમ તો કદી કશ્તી એ નુહ
થઈ નબીઓ નો મદદગાર અલી આવે છે.
વાત જીવતા ની ક્યાં મડદું પણ બોલી ઉઠે
મરજી એ રબ નો ખરીદનાર અલી આવે છે
કરે છે મદહોસના શાકીર એથી હૈદર ની
આપવા કબ્ર માં દીદાર અલી આવે છે.
શાકીર અલી વલુડા. મહેરપુરા (મજાદર)