દરે મુરતજા઼ થી બધૂ જ્ઞાન મળશે

( By 1. નવશાદ બિજાની 2. ખાદિમ હુસયન 3. મોહસિન મોમીન અમદાવાદ. 4. શબ્બીર અલી નાદોલીયા (મેતા).

in )
  • Name:
  • Section:
  • Number of pages:
  • Date Added:
    30/05/2021
દરે મુરતજા઼ થી બધૂ જ્ઞાન મળશે

તરહી મિસરો.
દરે મુરતજા઼ થી બધૂ જ્ઞાન મળશે.
સનાએ આલે અબા.
 
1. નવશાદ બિજાની
2. ખાદિમ હુસયન
3. મોહસિન મોમીન અમદાવાદ.
શબ્બીર અલી નાદોલીયા (મેતા).
 
 
 
જો દુનિયા મા હૈદર નૂ દાલાન મળશે.
તો ઇસ્લામ નુ સાચુ ઇરફાન મળશે.
 
નબી ઇલ્મ નુ છે શહેર, દર અલી છે.
દરે મુરતજા઼ થી બધૂ જ્ઞાન મળશે
 
વિખુટો જે આલે નબી થી થશે એ.
હમેંશા જગત મા પરેશાન મળશે
 
અગર ના સમજ છે તો રહેજે અધર્મી.
દિલે સિદક થી શોધ રેહમાન મળશે.
 
કદી કોઈ ની નૈ કરે એ બુરાઇ.
જો ઇંસાન ને સારો ઇંસાન મળશે
 
અગર ગાઝી દરયા કિનારે જશે તો.
બધા ભાગશે, ખાલી મેદાન મળશે
 
જફા અાલ પર કરશે કલ્મો પડી ને.
મુસલમાન એવાય નાદાન મળશે.
 
જુકાવે જે માથૂ દરે ફાતેમા પર.
તો ફિરદોસ ના એને સુલતાન મળશે.
 
જગત ના જે રાજા છે એની ગિઝા મા.
નિમક સાથે ટાઢી ફકત નાન મળશે.
 
અગર પડશો કુરઆન સમજી વિચારી.
તો હૈદર ની મિદહત ના દીવાન મળશે.
 
ગુલામે અલી થૈ ને રહેશો તમે તો.
અલગ તમને દુનિયા મા પહેચાન મળશે
 
કરી ને જુહૂર આવશે જયારે મૌલા.
નવી તયારે ઇસ્લામ ને શાન મળશે
 
જે સળગાવશે બીંતે અહમદ ના ઘર ને.
દિલ ઈમાન થી એનૂ વેરાન મળશે.
 
ખરૂ કહુ તો નવશાદ ની શાયરી મા.
ફકત અાલે અહમદ ના ગુણગાન મળશે.
નવશાદ બિજાની
 
 
 
 
 
 
ખરેખર મુહબ્બત ના તૂફાન મળશે,
ને કરબલ માં નામૂસે ઇમરાન મળશે,
 
દરે ફાતેમા પર તમે જ્યારે જાશો,
અલી ના ગુલામો ને રિઝવાન મળશે...
 
એ કરબોબલા ની ધરા પર ખરેખર,
વફા, સબ્ર બન્ને ના સુલ્તાન મળશે...
 
દરે મુરતઝા થી દરે શાહે દીં તક,
અલમ બાવફા નો નિગેહબાન મળશે...
 
નજફ ની ફિઝા માં સદા આજ આવે,
દરે મુરતઝા થી બધું જ્ઞાન મળશે...
 
મદીના, નજફ, કરબલા, સામરાં માં,
બીબી ફાતેમા ના ગુલિસ્તાન મળશે...
 
તું એકવાર જા કરબલા ની ધરા પર,
અલી ના પિસર ના ગુલામાન મળશે...
 
સના ઇબ્ને હૈદર ની ‘ખાદિમ' કર્યા કર,
અલી ની દુલારી નો ફૈઝાન મળશે...
ખાદિમ હુસયન.
 
 
 
 
 
 
જે દિલ ઇશ્કે હૈદર થી વિરાન મળશે
તો એ દિલ મા બેસેલો શૈતાન મળશે.
 
તવસ્સુલ કરીશું અમે પંજેતન થી
જો કશ્તી ને દરિયા મા તોફાન મળશે.
 
કરે ખર્ચ દોલત ફક્ત નામ માટે
જગત મા ઘણા એવા ધનવાન મળશે.
 
જે આલે પયમ્બર ને છોડી ગયા છે
ફક્ત એને જીવન મા નુકશાન મળશે.
 
સલૂની નો દાવો છે , આવો પુછી લો
દરે મુરતઝા થી બધું જ્ઞાન મળશે.
 
જે કાતિલ ને પણ જામ શરબત નો આપે
અલી જેવો કોઈ મહેરબાન મળશે?????
 
કરો પ્રશ્ન કોઈ, હું આપીશ ઉત્તર
ફક્ત આ અલી નુજ  એલાન મળશે.
 
હશે દસ દરજ્જાનું ઈમાન જેનુ
ફક્ત એ બુલંદી પર સલમાન મળશે.
 
તું ઝીક્રે અલી કર, પછી જોજે "મોહસિન"
તને બાઝ્મો - મહેફિલ મા સન્માન મળશે.
મોહસિન મોમીન અમદાવાદ.


 
મોહિબ્બે અલી ને એ  સન્માન  મળશે. 
અલી  ને  નબી  બાદ  રહેમાન  મળશે. 
 
પોકારો મદદ યા અલી  કહીને  દિલથી. 
થઈ ને  મુસીબત  એ  આસાન  મળશે
 
નબી જો   શહેર તો  અલી  દ્વાર  તેનો. 
દરે    મુર્તુઝા  થી    બધુ  જ્ઞાન   મળશે. 
 
જુઓને  એ કિસ્સા માં હિઝરતની રાત્રે.
નિસાવર  અલી નું  દિલો-જાન   મળશે. 
 
મળી જાય મુક્તિ એ ફિતરસ ની માફક. 
જે દર ના  ફકીરો  માં  રિઝવાન  મળશે. 
 
અલી ની  મોહબ્બત માં  મસ્તાન એવા.
અબૂઝર, મિસમ  નેક  સલમાન  મળશે. 
 
શરાફત, સુજાઅત, સખાવતમાં  જોતું.
અલી ના   ઘરાના માં   સુલતાન  મળશે. 
 
ઝમીં  આસમા નો  ને  બન્ને  જગત  માં. 
હુકૂમત  અલીની  ને   ગુણગાન  મળશે. 
 
મોહંમદ વ  આલે  મોહંમદ  ના  મુખથી. 
હંમેશાં  ને  સાંભળવા  કુરઆન  મળશે. 
 
મોહબ્બત  નબી  ના  ઘરાના થી  હોતો. 
કયામત  માં  ઊંચી   તને   શાન  મળશે. 
 
મદદ યા અલી તુ  કહી જોને "શબ્બીર."
મુસીબત માં થઈ એ નિગેહબાન મળશે.
શબ્બીર અલી નાદોલીયા (મેતા).

Video

Latest Write Ups

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી ( By નૌશાદ બિજાની in )

30/09/2022

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી
VIEW WRITE UP

અમને મળી નસીબમા નેઅમત ગમે હુસૈન ( By 1. સાદિકઅલી રેવાસીયા 2. નૌશાદ બિજાની 3. આબિદઅલી નાંદોલીયા મેતા in )

23/09/2022

નેઅમત ગમે હુસૈન
VIEW WRITE UP

લુટાવ્યું છે ભર્યું ઘરબાર દીને મુસ્તુફા માટે ( By 1. નૌશાદ બિજાની 2. સાદિક રેવસિયા 3. આબિદઅલી નાંદોલીયા મેતા 4. અહમદઅબ્બાસ ઈમદાદઅલી ભોવણીયા સુરપુર in )

21/09/2022

ફઝલે આલે અબા
VIEW WRITE UP

Pehnaae kaise Aabid, Tujhko kafan Sakeena ( By 1. Naushad Bijani 2. Asmee Kanodari 3. Urooj Gopalpuri 4. Paikar Jalalpuri 5. Bober Nawab 6. Ashfaq kalkatvi in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

સકીના આપના ગમમાં બહુ બેઝાર છે બાબા. ( By નવશાદ બિજાની in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

હશ્ર તક એહસાન માને કરબલા સજજાદ નો. ( By 1. નૌશાદ બિજાની 2. મોહસિન મોમીન અમદાવાદ. 3. સાદિકઅલી રેવાસીયા in )

07/09/2022

Misra by Safdar kharodiya
VIEW WRITE UP

બિંતે ઝેહરા છે ખૂલે સર શામ ના બાઝાર માં. ( By 1. અહેમદ અબ્બાસ (ગણેશપુરા) 2. નવશાદ બિજાની 3. આબિદ અલી એચ મરેડીયા in )

06/09/2022

શામ ના બાઝાર માં.-​ફઝલે આલે અબા
VIEW WRITE UP

દરે મુરતજા઼ થી બધૂ જ્ઞાન મળશે ( By 1. નવશાદ બિજાની 2. ખાદિમ હુસયન 3. મોહસિન મોમીન અમદાવાદ. 4. શબ્બીર અલી નાદોલીયા (મેતા). in )

30/05/2021

તરહી મિસરો. સનાએ આલે અબા.
VIEW WRITE UP