જીવનમાં વાલેદૈન ની સેવા કરીને જો.

( By 1. ખાદિમ હુસયન "ખાદિમ" 2. નવશાદ બિજાની. 3. શબ્બીરઅલી નાંદોલીયા (મેતા), 4. "મોહસિન" "મોમીન" અમદાવાદ

in )
  • Name:
  • Section:
  • Number of pages:
  • Date Added:
    07/06/2021
જીવનમાં વાલેદૈન ની સેવા કરીને જો.

સનાએ આલે અબા.
તરહી મિસરો.
જીવનમાં વાલેદૈન ની સેવા કરીને જો.


1. ખાદિમ હુસયન "ખાદિમ"
2. નવશાદ બિજાની

3. શબ્બીરઅલી નાંદોલીયા (મેતા)
4. "મોહસિન"   "મોમીન" અમદાવાદ



ઝિક્રે અલી-ઓ-ફાતેમા ઝહરા કરીને જો,
શબ્દો ના દરિયા તું હવે વેહતા કરીને જો...

ખુદ આપશે દુઆઓ તને આલે મુસ્તફા,
જીવનમાં વાલેદૈન ની સેવા કરીને જો...

આવી જશે ફરિશ્તા બધા આસમાનથી,
ફરશે અઝા હુસૈન નું વીરા કરીને જો...

દામનને બરકતોથી ભરી દેશે કિબ્રિયા,
મજલિસ ગમે હુસૈનની બરપા કરીને જો...

ખુશ થઇ જશે હુસૈન અલૈહિસ્સલામ પણ,
મજલિસમાં રબનો ઝિક્ર તું પહેલા કરીને જો...

બિન્તે અલીની પાક રિદા આપશે દુઆ,
મેહફીલમાં ઝિક્રે સાનિએ ઝહરા કરીને જો...

દિલને સુકૂન મળશે ને થઇ જાશે બાગ બાગ,
એકવાર માતમે શહેવાલા કરીને જો...

ઝૂમી જશે બધાએ યદુલ્લાહી બઝ્મમાં,
દિલથી અલી અલી અલી મૌલા, કરીને જો...

મળશે મદદ જરૂર તને કિરદિગારની,
અય મિત્ર જગમાં કામ તું સારા કરીને જો...

‘ખાદિમ’ હૃદયમાં ઇશ્ક નો દરયો વહી જશે,
નામૂસે મુસ્તફા થી તવલ્લા કરીને જો.

ખાદિમ હુસયન "ખાદિમ"



ચહેરા મુનાફેકીન ના કાળા કરી ને જો.
એને અલી ના નામ થી રુસવા કરીને જો

મેરાજ ની બુલંદી ઉપર લઇ જશે તને.
ખાકે શિફા ઉપર જરા સજદા કરી ને જો

અાલા મકામ આપશે માલિક તને જરૂર.
પોતાની જાતને જ તુ અદના કરીને જો

ઇજજત મા તારી કોઇ કમી આવશે નહી.
બીજા ની આબરૂ ના રખોપા કરી ને જો

કર્જો બધાય તારો અદા કરશે ફાતેમા.
તુ મજલિસે હુસયન મા ખર્ચા કરી ને જો

આંસૂ ને બદલે હશ્ર મા પામિશ તુ મોતીઓ.
બસ તુ ગમે હુસયન મા ગિર્યા કરી ને જો

લોકો ના દિલ મા પયદા થશે તારો સાચો પ્રેમ.
તારાજ તુ ઘમંડ ના કટકા કરી ને જો

મૌલાએ કાએનાત ને એ આવશે પસંદ.
બેવા અને યતીમ ને વ્હાલા કરી ને જો

તારો શુમાર આશિકે હયદર મા થઇ જશે.
મીસમ ની જેમ તેના કસીદા કરીને જો

મઝલૂમે કરબલા નો સહારો મળી જશે.
જલ્મો સિતમ ની સામે તુ બળવા કરી ને જો.

"નવશાદ" થઇને આવશે મહેમાન ફાતેમા.
ઘર મા ગમે હુસયન તુ બર્પા કરીને જો.
નવશાદ બિજાની




જન્નત જવાનો માર્ગ છે સમજ્યા કરીને જો. 
જીવન માં   વાલેદૈન  ની   સેવા  કરીને  જો. 

દુનિયા ને આખેરત મહી  મળશે તને  જઝા. 
સેવાનો  બદલો  એમની  પામ્યા  કરીને જો. 

નાના  કહેલ રબ છે  એ  માંબાપ ને  જુઓ. 
કુરઆન થી સબક લઈ  હસતા કરી ને જો. 

દસ્તુર  છે  સમયનો  કે   વાવો   તેવું  લણો. 
બદલાે  મળે  અહીંજ છે  સૌદા  કરીને જો. 

જિહાદ થી છે શ્રેષ્ઠ જે સોહબતમાં બેસવું. 
થેાડી ઘડીઓ  સાથ  વિતાવ્યા  કરી ને જો. 

જીવન  મળેલુ  જેના  વસીલા  થકી  અહીં. 
દિલના  બધાય  મેલ  ને  ધોયા   કરીને  જો. 

થાશે  બધી  કબૂલ  દુઆઓ  જીવન  મહી.
રાજી  હો  વાલેદૈન  ને   માગ્યા  કરીને  જો. 

"શબ્બીર'આ જીવન થશે એ કર્મથી સફળ. 
માં-બાપ ને  જીવન મહી  વ્હાલા કરીનેે જો.
 
શબ્બીરઅલી નાંદોલીયા (મેતા)



આસાન ખુલ્દ ના કદી રસ્તા કરી ને જો
જીવન મા વાલેદૈન ની સેવા કરી ને જો.

એ આપશે બધું જે હશે ઇખ્તેયાર મા
મા બાપ સામે કોઈ તમન્ના કરી ને જો.

કરશે ગુનાહ માફ તે માલિક રહીમ છે
સાચા રદય થી પહેલા તું તોબા કરી ને જો.

બોલાવશે જરૂર તને શાહે કરબલા
ઝ્યારત ની સિદ્ક દિલ થી તમન્ના કરી ને જો.

શહેઝાદી એ જીના ના ઝખમ ની છે આ દવા
આંખો થી અશ્કે ગમ જરા વહેતા કરી ને જો.

હર દુશ્મને અલી ને બધા ઓળખી જશે
હૈદર ની ક્યારે બઝ્મ મા ચર્ચા કરી ને જો.

કાતિલ છે કોણ હમણાં એ પુરવાર થઈ જશે
હર કાતીલે હુસૈન ની નિંદા કરી ને જો.

મળશે પછી જરૂર શબે કદ્ર નો સવાબ
બે ભાઈ જો લડયા હો, તો ભેગા કરી ને જો.

મૌલા નો ઇખ્તેયાર છે કુલ કાએનાત પર
ભેગા કરે છે ચાંદ, બે ટુકડા કરી ને,,જો.

પળ મા જો પાર કરવો છે "મોહસિન" પુલે સેરાત
આમાલ નેક દુનિયા મા થોડા કરી ને જો.
"મોહસિન"   "મોમીન" અમદાવાદ

Video

Latest Write Ups

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી ( By નૌશાદ બિજાની in )

30/09/2022

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી
VIEW WRITE UP

અમને મળી નસીબમા નેઅમત ગમે હુસૈન ( By 1. સાદિકઅલી રેવાસીયા 2. નૌશાદ બિજાની 3. આબિદઅલી નાંદોલીયા મેતા in )

23/09/2022

નેઅમત ગમે હુસૈન
VIEW WRITE UP

લુટાવ્યું છે ભર્યું ઘરબાર દીને મુસ્તુફા માટે ( By 1. નૌશાદ બિજાની 2. સાદિક રેવસિયા 3. આબિદઅલી નાંદોલીયા મેતા 4. અહમદઅબ્બાસ ઈમદાદઅલી ભોવણીયા સુરપુર in )

21/09/2022

ફઝલે આલે અબા
VIEW WRITE UP

Pehnaae kaise Aabid, Tujhko kafan Sakeena ( By 1. Naushad Bijani 2. Asmee Kanodari 3. Urooj Gopalpuri 4. Paikar Jalalpuri 5. Bober Nawab 6. Ashfaq kalkatvi in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

સકીના આપના ગમમાં બહુ બેઝાર છે બાબા. ( By નવશાદ બિજાની in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

હશ્ર તક એહસાન માને કરબલા સજજાદ નો. ( By 1. નૌશાદ બિજાની 2. મોહસિન મોમીન અમદાવાદ. 3. સાદિકઅલી રેવાસીયા in )

07/09/2022

Misra by Safdar kharodiya
VIEW WRITE UP

બિંતે ઝેહરા છે ખૂલે સર શામ ના બાઝાર માં. ( By 1. અહેમદ અબ્બાસ (ગણેશપુરા) 2. નવશાદ બિજાની 3. આબિદ અલી એચ મરેડીયા in )

06/09/2022

શામ ના બાઝાર માં.-​ફઝલે આલે અબા
VIEW WRITE UP