આબાદ કરબલા થઇ ઝહેરા ના લાલ થી

( By 1. "મોહસિન" "મોમીન" અમદાવાદ. 2. નવશાદ બિજાની. 3. આબિદ અલી એચ. એમ

in )
  • Name:
  • Section:
  • Number of pages:
  • Date Added:
    09/06/2021
આબાદ કરબલા થઇ ઝહેરા ના લાલ થી

સનાએ આલે અબા...
તરહી મિસરો બાય ખાદિમ હુસયન "ખાદિમ".
આબાદ કરબલા થઇ ઝહેરા ના લાલ થી.



1. "મોહસિન"  "મોમીન" અમદાવાદ.
2. નવશાદ બિજાની.
3. આબિદ અલી એચ. એમ



1
નામે વફા બુલંદ છે હૈદર ના લાલ થી
રણભૂમિ થરથરે છે જરી ના જલાલ થી.

તાજો રહે જો દિલ મા ગમે શાહે કરબલા 
મહેફુઝ રહેશો દુનિયાના રંજો મલાલ થી.

દુશ્મન બન્યા છે આલ ના તે જાણતા નથી
જીવન મળ્યું છે દિન ને એહમદ ની આલ થી.

એહસાન એક આ છે કે દિને મોહંમદી
ફેલાયો કુલ જગત મા ખદિજા ના માલ થી.

વાદો વફા કર્યો છે સન એકસઠ (61) ની સાલ મા
આબાદ કરબલા થઈ ઝેહરા ના લાલ થી.

ઉમ્મત નબી ની કેવી છે આ કાએનાત મા
આલે નબી થી દુશ્મની, ઉલ્ફત છે બાલ થી.

બોલ્યા નબી આ લેહજો ખુદા ને પસન્દ છે
છો થાય "સીન" ,  "શીન" નો મખરજ બિલાલ થી.

તારીખે જંગ ની છે આ એક દાસ્તાં અજબ
હારે છે રણ મા હુરમલા એક નૌનિહાલ થી.

ઉલફ્ત અલી ની લઈ ને હું મરહુમ થઉ તો શું
"મોહસિન" ને  ખૌફ ક્યાં છે લહદ ના સવાલ થી.
 "મોહસિન"  "મોમીન" અમદાવાદ.


2
રોશન છે નેહર ગાઝી ના ઘોડા ની નાલ થી
બેહતર છે નૂર જેનુ ફલક ના હિલાલ થી

અબ્બાસ ની વફા મા જે ઘોડો છે હમસફર.
કેહતા હતા ઉક઼ાબ બધા તેને વ્હાલ થી.

સંતાતો વાદળાઓ મા પૂનમ નો ચાંદ પણ.
શરમાઇ ને ઉક઼ાબ ના હુસ્નો જમાલ થી.

ખૈમા થી એક પલ મા પહોંચ્યો છે નેહર પર.
ઇર્ષા થતી પરીઓ ને પણ એની ચાલ થી

પામી ઇશારો ગાઝી નો પળવાર મા  ફકત
ચીરી જતો એ ફોજે સિતમ ને કમાલ થી.

થઇ જાતા દંગ દુશ્મનો જોઈ ને ઉડતી રેત.
ક્ષણ મા જુનૂબ મા એ પહોચતો શુમાલ થી.

પાણી ન પીધૂ ઘોડા એ એની વફા જુઓ.
વાકિફ હતો એ પ્યાસી સકીના ના હાલ થી

ગાઝી ના હાથ હાય દગા થી કલમ થયા.
રડતો હતો ઉક઼ાબ એ રંજો મલાલ થી

હાથો વગર એ ઝીન થી પડશે ઝમીન પર.
ઘોડો જુકી ગયો હતો એવા ખયાલ થી

એવી રિતે ઉતાર્યો ધરા પર સવાર ને.
કુરઆન જેમ ઉતારે છે નીચે રેહાલ થી

થઇ ને ઉદાસ આવ્યો એ ખયમા મા એકલો
જાણે કે માફી માગે છે શેહ ની અયાલ થી.

બાકી રહે છે નામ એ નવશાદ તા અબદ.
જેણે વફા કરી છે મોહમ્મદ ની આલ થી
નવશાદ બિજાની


3
દીને  ખુદા  બુલંદ   છે   હૈદર ના લાલથી
બાતિલ સદા જુકી ગયુ ઝહરા ના લાલ થી

ગાઝીની શાન જોઇને ઝુલ્મો સિતમની ફૌજ
ધ્રજી  ઉઠી છે  રણ મહી  હૈદર ના લાલથી

ચારો તરફ હવા હતી બાતિલ ની તે છતાં
આબાદ કરબલા થઈ ઝહરા ના લાલ થી

આકા ગુલામ ને રઝા દઈ દો ને નીર ની
તૂટી ગયું છે દિલ જે સકીના ના હાલથી

તેવર અલી ના લાલ ના જોઈને દુશ્મનો
રણમાં ડરી ગયા તે જરી ના જલાલ થી

જંગલ હતી જે કરબલા આબાદ તેં કરી
સબ્રો રઝા ને  ઇશ્કે  ઇલાહી ની ઢાલ થી

અલ્લાહની મદદ મળે ‘આબિદ’ ને એટલે,
ડરતો  નથી  કદી   હવે  દુનિયાના હાલથી
આબિદ અલી એચ. એમ

Video

Latest Write Ups

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી ( By નૌશાદ બિજાની in )

30/09/2022

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી
VIEW WRITE UP

અમને મળી નસીબમા નેઅમત ગમે હુસૈન ( By 1. સાદિકઅલી રેવાસીયા 2. નૌશાદ બિજાની 3. આબિદઅલી નાંદોલીયા મેતા in )

23/09/2022

નેઅમત ગમે હુસૈન
VIEW WRITE UP

લુટાવ્યું છે ભર્યું ઘરબાર દીને મુસ્તુફા માટે ( By 1. નૌશાદ બિજાની 2. સાદિક રેવસિયા 3. આબિદઅલી નાંદોલીયા મેતા 4. અહમદઅબ્બાસ ઈમદાદઅલી ભોવણીયા સુરપુર in )

21/09/2022

ફઝલે આલે અબા
VIEW WRITE UP

Pehnaae kaise Aabid, Tujhko kafan Sakeena ( By 1. Naushad Bijani 2. Asmee Kanodari 3. Urooj Gopalpuri 4. Paikar Jalalpuri 5. Bober Nawab 6. Ashfaq kalkatvi in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

સકીના આપના ગમમાં બહુ બેઝાર છે બાબા. ( By નવશાદ બિજાની in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

હશ્ર તક એહસાન માને કરબલા સજજાદ નો. ( By 1. નૌશાદ બિજાની 2. મોહસિન મોમીન અમદાવાદ. 3. સાદિકઅલી રેવાસીયા in )

07/09/2022

Misra by Safdar kharodiya
VIEW WRITE UP

બિંતે ઝેહરા છે ખૂલે સર શામ ના બાઝાર માં. ( By 1. અહેમદ અબ્બાસ (ગણેશપુરા) 2. નવશાદ બિજાની 3. આબિદ અલી એચ મરેડીયા in )

06/09/2022

શામ ના બાઝાર માં.-​ફઝલે આલે અબા
VIEW WRITE UP

આબાદ કરબલા થઇ ઝહેરા ના લાલ થી ( By 1. "મોહસિન" "મોમીન" અમદાવાદ. 2. નવશાદ બિજાની. 3. આબિદ અલી એચ. એમ in )

09/06/2021

સનાએ આલે અબા
VIEW WRITE UP