જીંદગી મા ગમે કરબલા જોઇએ

( By 1. આબિદઅલી નાંદોલીયા.. (મેતા) 2. રાબડી યુસુફ અલી આઇ 3. શબ્બીરઅલી નાંદોલીયા ( મેતા ) 4. શાકીર અલી વલુડા મહેરપુરા (મજાદર) 5. મહંમદઅલી "મોહિબ" 6. "મોહસિન" "મોમીન" અમદાવાદ. 7. સાદિકઅલી રેવાસિયા 8. નવશાદ બીજાણી

in )
  • Name:
  • Section:
  • Number of pages:
  • Date Added:
    24/06/2021
જીંદગી મા ગમે કરબલા જોઇએ

ફઝલે આલે અબા
તરહી મિસરો by નવશાદ બીજાણી
જીંદગી મા ગમે કરબલા જોઇએ.



1. આબિદઅલી નાંદોલીયા.. (મેતા)
2. રાબડી યુસુફ અલી આઇ
3. શબ્બીરઅલી નાંદોલીયા ( મેતા )
4. શાકીર અલી વલુડા મહેરપુરા (મજાદર)
5. મહંમદઅલી "મોહિબ"
6. "મોહસિન"  "મોમીન" અમદાવાદ.
7. સાદિકઅલી રેવાસિયા
8. નવશાદ બીજાણી





1
બંદગી જોઇએ ને ખુદા જોઇએ
જીંદગી મા ગમે કરબલા જોઇએ.

જંગેખૈબર માં બોલ્યા નબી બસ હવે
જીતવા જંગ ને મુરતજા જોઇએ.

કીધું અબ્બાસ કરબલના મૈંદાન માં
આજે તો કબજામાં અલકમા જોઇએ.

ખુલ્દ ની ખુલ્દ છે સર ઝમી કરબલા
માટે જન્નત નહી નૈનવા જોઇએ.

દુશ્મને ફાતેમા પર હો ફિટકાર, ને
નર્ક ની આગ માં બાળવા જોઇએ.

હાજીયો હઝ કરો કરબલા પણ જાઓ
રબ ના કાબા ને પણ કરબલા જોઇએ.

માવતર ની સેવા ને ઇબાદત ગણો
પામવા પુન્ય, માં ની દુઆ જોઇએ.

ફેંસલો થાય"આબિદ"નો મહેશરમા તો
યા ખુદા તારી મુજ ને દયા જોઇએ.
આબિદઅલી નાંદોલીયા.. (મેતા)




2
મેં  કહ્યું ક્યાં કે અરશે ઉલા જોઈએ
બસ  મને  થોડી ખાકે શિફા જોઈએ

બાવફા ના  અલમ ની  હવા જોઈએ
*જિંદગી.  માં  ગમે  કરબલા જોઈએ*

આખો દરિયો હું ખૈમા મો રમતો કરું
બસ ઘડીભર ની આકા રઝા જોઈએ

મારી રેખાની આ પાર આવી તો જો
બોલ્યા અબ્બાસ જેને કઝા જોઈએ

હું સુખનવર બનુ મૌલા અબ્બાસ નો
યા અલી મુજને એવી  અદા જોઈએ

જીતવા  જંગ  ખૈબરનો  બોલ્યા નબી
કુલ્લે  ઈમાન   મુશ્કિલકુશા   જોઈએ

બસ અલી જોઈએ આ જગત જીતવા
ના તો મુસા  કે એની  અશા  જોઈએ

દિન  બોલ્યો  કે શબ્બીર  મુજને હવે
તારો મકતલ માં કડીયલ જવા જોઈએ

એતો તા  હસ્ર  દોજખ માં બરતો રહે
જેણે  કીધું  ફિદક  ના ગવાહ જોઈએ

ના  તો તખ્તે  સબા  ના કલંદર ના પર
મુજને  શબ્બીર ની  ગરદે  પા જોઈએ

કઈ  કરી  ના  શકે   ઘોર અંધાર પણ
બસ  ઇમામે  અલી   પેશવા  જોઈએ

યા  અલી આ દુવા માંગે  ^યુસુફ અલી"
તારા   પરખે  કબર  માં જગા જોઈએ
રાબડી યુસુફ અલી આઇ




3
દિલમાં મૌલા અલી ની વિલા જોઈએ.  
જિંદગી  માં  ગમે   કરબલા   જોઈએ. 

સાથ આવે ન કંઈ પણ ભલે ગમ નથી. 
કબ્ર માં   સાથ  ખાકે  શિફા   જોઈએ. 

શાન  જેની બતાવે છે  કુરઆન  પણ. 
પૈરવી  એની   કરવી   સદા   જોઈએ. 

હો હજારોમાં દુશ્મન મુખાલિફ અગર. 
જંગ   લડવા ને   શેરે  ખુદા   જોઈએ. 

કરબલા ના   હુસૈની  જવાનો  થી જો. 
જીવ પહેલા થી હક પર ફિદા જોઇએ.

સાથ   છાયો   બની ને   રહે  હર ઘડી.
ગાજી અબ્બાસ જેવી  વફા  જોઈએ. 

સત્ય બોલે  હજારોની  મહેફિલ  મહી. 
એતો સજ્જાદ સા  હૌંસલા  જોઇએ. 

રાખે હર  હાલ માં જો ખુદા પણ છતાં. 
શુક્ર   કરવો   ખુદાનો   અદા   જોઈએ. 

હશ્રમાં  ચાહે "શબ્બીર" મુક્તિ  અગર.
આલે એહમદની તુજને દુઆ જોઈએ.
શબ્બીરઅલી નાંદોલીયા ( મેતા )




4
ના કોઈ માલો ઝર કે વિલા જોઈએ
જીંદગી મા ગમે કરબલા જોઈએ

દઈ દે ખુદા સઘળુ એની મોહબ્બત માં
માથા ઉપર પંજેતન ની દુઆ જોઈએ

ના નુહની કશ્તી કે મુસાની અસા જોઈએ
બસ મિસમે તમ્માર જેવી અદા જોઈએ

જો આવે કદી મુસીબત કોઈ માથા પર
હોઠ પર બસ નાદે અલી ની સદા જોઈએ

દુઆ કરે શાકીર બધા કહો બસ આમીન
ખુલ્દ ના બદલે મને તો કરબલા જોઈએ. 
શાકીર અલી વલુડા મહેરપુરા (મજાદર)




5
આ જગ માં બોલવાની છટા જોઈએ
જિંદગી જીવવા માં કળા જોઈએ

ના બલા જોઈએ ના જફા જોઈએ
જિંદગી માં ગમે કરબલા જોઈએ

દર્દ ને દૂર કરવા જ જો હોય તો
હોઠ પર મુર્તઝા ની સના જોઈએ

અાશિકો શાહ ને એવું રણ માં કહે
મૌત પશ્ચ્યાત ની બસ મજા જોઈએ

હુર ની તકદીર બોલે છે કે મરહબા
જલ્દી થી જલ્દી મુજને કજા જોઈએ

એટલે યાદ કરવા ને ગમ શાહ નો
આપણા ઘર માં ફર્શે અઝા જોઈએ

પાંપણો ભીની "મોહિબ" અહીં રાખવા
સામે કરબોબલા ની કથા જોઈએ
મહંમદઅલી "મોહિબ"





6
જીંદગી જીવવા શુ ભલા જોઈએ
બસ ગમે શાહે કરબોબલા જોઈએ.

હો મોહંમદ, મોહંમદ, મોહંમદ બધા
ચૈદ એવા મને રેહનુમા જોઈએ.

શેર, શેરે ખુદા નો રવાના થયો
કોણ રહેશે લબે અલકમા જોઈયે.

તો કનીઝી નો ઝયનબ ની મળશે શરફ
શર્મ આંખો મા માથે રીદા જોઈયે.

બારગાહે જલી મા કરો આ દુઆ
જીંદગી મા ગમે કરબલા જોઈયે.

ખુમ ના મૈંદાન ના હુકમ નું શુ થશે
જો અલી ને નબી થી જુદા જોઈએ.

આલે એહમદ ના દુશ્મન ને ફટકારવા 
લાવો મુસા તમારી અસા જોઈએ.

માંગ "મોહસિન" કફન કરબલા નું અને

કરબલા  ની ઝમીં પર કઝા જોઈએ.
"મોહસિન"  "મોમીન" અમદાવાદ.





7
આ જગતની ન કોઈ દવા જોઈએ
મુજને કરબલની ખાકે શિફા જોઈએ

જીંદગીમાં મને કોઈ ના જોઈએ 
કલ્બમાં બસ ગમે કરબલા જોઈએ 

લાખ મુશ્કીલ અગર સર ઉપર આવી જાય
હોઠ પર બસ અલીની સદા જોઈએ

જંગ જીતી શકુ એક પલમાં જ હું 
બસ ઘડી ભર ની મૌલા રઝા જોઈએ

જોઈએ છે અગર તારે દિલમાં સુકૂન
અાંખની સામે કરબોબલા જોઈએ

મુર્તુઝા ની સના જેને કરવી જ હોય 
તેને તમ્માર જેવી અદા જોઈએ

ખુલ્દમાં જે બશર ને જવું હોય તો 
તેના દિલમા અલીની વિલા જોઈએ
સાદિકઅલી રેવાસિયા

             


8
જીંદગી મા ગમે કરબલા જોઇએ.
ફાતેમા ની હમેંશા દુઆ જોઇએ.

રબ કહે છે કે જન્નત મા દાખલ થવા.
દિલ મા શેરે ખુદા ની વિલા જોઇએ.

ચંદ્ર જેવી મળે ચાંદની એટલે.
કબ્ર મા સાથે ખાકે શિફા જોઇએ.

દૂર બન્ને જગત ની બલાઓ થશે.
દિલ મા બસ હબ્બે મુશ્કિલ કુશા જોઇએ.

હોય બીમાર કોઈ તો એને ફકત.
બસ જરી ના અલમ ની હવા જોઇએ.

ખુદ હંસી ને રડાવી દિએ ફૌજ ને.
એવા મયદાન મા સૂરમા જોઇએ.

દુશ્મને અાલે એહમદ જશે નર્ક મા.
સ્વર્ગ માટે અલી ની રજા જોઇએ.

આંસુ મોતી બને જયાં અઝાદાર ના.
બેસવા એવી ફર્શે અઝા જોઇએ.

મારે નવશાદ જન્નત નથી જોઇતી.
બસ ફકત ફાતેમા ની અતા જોઇએ.
નવશાદ બીજાણી

Video

Latest Write Ups

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી ( By નૌશાદ બિજાની in )

30/09/2022

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી
VIEW WRITE UP

અમને મળી નસીબમા નેઅમત ગમે હુસૈન ( By 1. સાદિકઅલી રેવાસીયા 2. નૌશાદ બિજાની 3. આબિદઅલી નાંદોલીયા મેતા in )

23/09/2022

નેઅમત ગમે હુસૈન
VIEW WRITE UP

લુટાવ્યું છે ભર્યું ઘરબાર દીને મુસ્તુફા માટે ( By 1. નૌશાદ બિજાની 2. સાદિક રેવસિયા 3. આબિદઅલી નાંદોલીયા મેતા 4. અહમદઅબ્બાસ ઈમદાદઅલી ભોવણીયા સુરપુર in )

21/09/2022

ફઝલે આલે અબા
VIEW WRITE UP

Pehnaae kaise Aabid, Tujhko kafan Sakeena ( By 1. Naushad Bijani 2. Asmee Kanodari 3. Urooj Gopalpuri 4. Paikar Jalalpuri 5. Bober Nawab 6. Ashfaq kalkatvi in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

સકીના આપના ગમમાં બહુ બેઝાર છે બાબા. ( By નવશાદ બિજાની in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

હશ્ર તક એહસાન માને કરબલા સજજાદ નો. ( By 1. નૌશાદ બિજાની 2. મોહસિન મોમીન અમદાવાદ. 3. સાદિકઅલી રેવાસીયા in )

07/09/2022

Misra by Safdar kharodiya
VIEW WRITE UP

બિંતે ઝેહરા છે ખૂલે સર શામ ના બાઝાર માં. ( By 1. અહેમદ અબ્બાસ (ગણેશપુરા) 2. નવશાદ બિજાની 3. આબિદ અલી એચ મરેડીયા in )

06/09/2022

શામ ના બાઝાર માં.-​ફઝલે આલે અબા
VIEW WRITE UP