અલી અક્બર તમારી યાદમાં રડતી રહી સુગરા

( By 1. શબ્બીરઅલી નાંદોલીયા (મેતા) 2. આબિદઅલી નાંદોલીયા (મેતા) 3. શબ્બીરભાઈ બદરાપુર 4. નવશાદ બિજાની 5. મોહમદઅલી વજીરભાઈ ખણુશિયા કિશોરગઢ

in )
  • Name:
  • Section:
  • Number of pages:
  • Date Added:
    10/07/2021
અલી અક્બર તમારી યાદમાં રડતી રહી સુગરા

સનાએઆલેઅબા
તરહી મિસરા.......
અલી અક્બર તમારી યાદમાં રડતી રહી સુગરા.



1. શબ્બીરઅલી નાંદોલીયા (મેતા)
2. આબિદઅલી નાંદોલીયા (મેતા)
3. શબ્બીરભાઈ બદરાપુર
4. નવશાદ બિજાની


5. મોહમદઅલી વજીરભાઈ ખણુશિયા કિશોરગઢ


જુદાઈ માં  પળેપળ  બાપ ની  તડપી  રહી સુગરા. 
દુ:ખો  હૈયે  ઘણા એના  સદા  રડતી  રહી સુગરા. 

લઈ  કાગળ જશો  કાસિદ  તમારૂ તો  ભલું થાશે. 
દઈ  કાસિદને  કાગળ એ  દુઆ દેતી  રહી સુગરા. 

મૂકીને સૌ  ગયા મુજને  પડી  હુ  એકલી અહિયા. 
નિસાસા ઓ જુદાઈમાં  ઘણા  ભરતી રહી સુગરા. 

રમાડુ  ભાઈ  અસગર ને  ઘણી  ઉમ્મીદ છે  મારી. 
દિવસ  ને  રાત યાદોમાં ગણ્યા  કરતી રહી સુગરા. 

કે હમણાં  આવશે  લેવા બિરાદર  એ  વિચારી ને. 
મદીના  ને  સીમાડે   રાહ  ને  જોતી  રહી  સુગરા. 

અલી  અકબર  તમોને   આવશે  લેવા  મદીનામાં. 
તમો કહેતા હતા બાબા  ગિલા કરતી રહી સુગરા. 

ઘણા અરમાન બાકી છે અલી અકબરની શાદીના.
તો જલ્દી  આવજો લેવા સદા કહેતી રહી સુગરા.

પઢી કાગળ અલી અકબરની મૈયત પર કિધુ શાહે. 
અલી અકબર  તમારી  યાદમાં  રડતી રહી સુગરા. . 

કરે  માતમ  પઢે  નૌહા  તમારી  યાદમાં  "શબ્બીર"
દુઆએ  ફાતેમા  એને  પછી  મળતી  રહી સુગરા. 
શબ્બીરઅલી નાંદોલીયા (મેતા)





અલી અકબર તમારી યાદમાં રડતી રહી સુગરા
લેવા આવો મને ક્યારે એવું કહેતી રહી સુગરા.

નથી બાબા નથી કાકા નથી ભાઈ નથી બહેના
દિવસ ઇદનોજે આવ્યોછે ઘણીતડપી રહી સુગરા.

હતા અરમાન, ભાભી ચાંદના ટુકડા જેવી લાવું
અલીઅકબર ન આવ્યા કેમ એ કહેતી રહી સુગરા.

સિવેકુરતો અલીઅસગરનો યસરફમા બહેન સુગરા
વિરો મારો સલામત હો દુઆ દેતી રહી સુગરા.

કહ્યું સુગરા જઝાકલ્લાહ ખત આપી ને કાસિદ ને
દેજે બાબાને હાથો હાથ ખત,કહેતી રહી સુગરા.

પરાયો મુલ્ક શુ તમને ઘણો વ્હાલો થયો બાબા
નથી વાવડ નથી કોઇ ખત ઘરે મરતી રહી સુગરા.

અલીઅસગર વગર મુજને નથી ગમતું મદીના માં
દિવસ ને રાત જુલા સામે એ જોતી રહી સુગરા.

લખે"આબિદ"વ્યથાઓ ને કલમ રુદન કરે છે હા
મદીનાની દિવારો પણ રુદન કરતી રહી સુગરા.
આબિદઅલી નાંદોલીયા (મેતા)



ઘડી ઉઠતી ઘડી પડતી ઘડી તડપી રહી સુગરા.
અલી અક્બર તમારી યાદમાં રડતી રહી સુગરા.

નબીની આલમાં અફ્ઝલ નિરાળો ચાંદ તું અક્બર 
કસીદા તારા નૂરાની ફકત પઢતી રહી સુગરા

હતા અરમાન સુગરાના અલી અક્બર બને દુલ્હા,
ખયાલે ફૂલ સહેરાના સતત વિણતી રહી સુગરા

કદી હાથે કદી બાલે કદી ગાલે ને પેશાની
ખયાલોમાં કરી પીઠી તને ફરતી રહી સુગરા

રહીશું હેતથી ભાભીની સાથે એ હતાં સપનાં,
રહ્યાં સપનાં અધૂરાં એ દુખે મરતી રહી સુગરા.

તમે આવીને મુજને લઈ જવાનો વાયદો ભૂલ્યા,
લખી ફરિયાદ, કાગળને સતત નિરખી રહી સુગરા.

હવે લેવા અલી અક્બર મને આવી જશે નક્કી,
વિદા કાસિદને કીધો ને પછી હરખી રહી સુગરા.

ધણી બીમાર છું ભાઈ, ખબર લેજો મરણ પહેલાં
રટણ બેસી મદીનામાં આ બસ કરતી રહી સુગરા

ઇલાહી, મોતથી પહેલા મિલન ભાઈથી થઈ જાએ,
દુઆ ચોધાર આંખે રાત દિ' કરતી રહી સુગરા.

ખબર ભાઈની પૂછ્યા કરતી રસ્તાના મુસાફિરને,
વતનના ઝાંપે બેસી રાહને તકતી રહી સુગરા.

પઢી કાગળ કહે મૌલા મદીનાની તરફ જોઈ
તમારા ભાઈના સીને હવે બરછી રહી સુગરા

પડી જાતી'તી ગશ ખાઈને અક્બરની જુદાઈમાં
ખુદા જાણે પછી કેવી રીતે જીવતી રહી સુગરા

શહાદત સાંભળી "શબ્બીર" માથે ખાક નાખીને
અલી અક્બર અલી અક્બર કરી રડતી રહી સુગરા
શબ્બીરભાઈ બદરાપુર





દુઆ અકબર ની લાંબી ઉમ્ર ની કરતી રહી સુગરા.
સમય વિત્યો સફર ને કેટલો ગણતી રહી સુગરા

જે રસ્તે થી ગયો'તો કાફલો જઇ ને તે રસ્તા પર
વિરહ મા ભાઇ ના આંખો ને પાથરતી રહી સુગરા

બહેન સુગરા ચલો આવી ગયો છુ તમને હુ લેવા.
ફકત અકબર ના ભણકારાઓ સાંભળતી રહી સુગરા

થશે ભાઈ ની શાદી આરઝુ દિલ મા વસાવી ને.
દુલ્હા દુલ્હન ના જોડા મા ભરત ભરતી રહી સુગરા

સફર થી પાછો આવ્યો કાફલો કાળા અલમ લઇ ને.
નઝર આવ્યો ન અકબર હાથ ને મલતી રહી સુગરા.

કહ્યુ લયલા એ સુગરા ને કે ભાઈ મોત ને ભેટયો.
જિગર ના કટકા થાય એવૂ રુદન કરતી રહી સુગરા

બહેન નો ભાઇ ની તુરબત ઉપર ુપયગામ સો દેજો.
અલીઅકબર તમારી યાદ મા રડતી રહી સુગરા.

બળેલી લાકડી અસગર ના જૂલા ની એ ચૂમી ને
હમેંશા પ્રેમ નાના ભાઇ ને ધરતી રહી સુગરા.

જવાં ભાઈ ના ગમ મા રોતા રોતા હર ઘડી નવશાદ.
લઈ ને ખાક ને ચહેરા ઉપર મલતી રહી ઝહેરા.
નવશાદ બિજાની





અલી અકબર તમારી યાદમાં રડતી રહી સુગરા
કે લેવા કેમ ના આવ્યા એવું કહેતી રહી સુગરા

ઉગે છે આભલે જ્યારે પુનમ નો ચાંદલો ત્યારે 
છબી એમાં નિહાળી ભાઈ ની જીવતી રહી સુગરા

નથી લેવા તમો આવ્યા નથી આવ્યા ચચા ગાજી
હવે તો આવે છે જીવ તાળવે કહેતી રહી સુગરા

લઈ જા આટલો કાગળ કહે કાસીદ ને સુગરા
ભલુ કરશે ખુદા તારૂ દુઆ કરતી રહી સુગરા

ન આવ્યો કોઈ કાગળ કે ન આવ્યા કાસિમો અકબર
 સલામત રાખજે સૌને ખુદા કહેતી રહી સુગરા

સદાઓ સાંભળી જ્યારે કે આવ્યો કાફલો પાછો
કે દિલ માં લઈ ઘણા અરમાન ડગ ભરતી રહી સુગરા

ઝુલો ખાલી નિહાળીને નિસાસા નાખવા લાગી
કથા સારી કહો મુજને રુદન કરતી રહી સુગરા

મળ્યા અશઆર "મોહંમદ" ને દુઆઓ ફાતેમા ની થઈ 
લખો નૌહા કરો માતમ દુઆ કરતી રહી સુગરા
મોહમદઅલી વજીરભાઈ ખણુશિયા કિશોરગઢ

Video

Latest Write Ups

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી ( By નૌશાદ બિજાની in )

30/09/2022

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી
VIEW WRITE UP

અમને મળી નસીબમા નેઅમત ગમે હુસૈન ( By 1. સાદિકઅલી રેવાસીયા 2. નૌશાદ બિજાની 3. આબિદઅલી નાંદોલીયા મેતા in )

23/09/2022

નેઅમત ગમે હુસૈન
VIEW WRITE UP

લુટાવ્યું છે ભર્યું ઘરબાર દીને મુસ્તુફા માટે ( By 1. નૌશાદ બિજાની 2. સાદિક રેવસિયા 3. આબિદઅલી નાંદોલીયા મેતા 4. અહમદઅબ્બાસ ઈમદાદઅલી ભોવણીયા સુરપુર in )

21/09/2022

ફઝલે આલે અબા
VIEW WRITE UP

Pehnaae kaise Aabid, Tujhko kafan Sakeena ( By 1. Naushad Bijani 2. Asmee Kanodari 3. Urooj Gopalpuri 4. Paikar Jalalpuri 5. Bober Nawab 6. Ashfaq kalkatvi in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

સકીના આપના ગમમાં બહુ બેઝાર છે બાબા. ( By નવશાદ બિજાની in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

હશ્ર તક એહસાન માને કરબલા સજજાદ નો. ( By 1. નૌશાદ બિજાની 2. મોહસિન મોમીન અમદાવાદ. 3. સાદિકઅલી રેવાસીયા in )

07/09/2022

Misra by Safdar kharodiya
VIEW WRITE UP

બિંતે ઝેહરા છે ખૂલે સર શામ ના બાઝાર માં. ( By 1. અહેમદ અબ્બાસ (ગણેશપુરા) 2. નવશાદ બિજાની 3. આબિદ અલી એચ મરેડીયા in )

06/09/2022

શામ ના બાઝાર માં.-​ફઝલે આલે અબા
VIEW WRITE UP