કરશે અઝાદારો ની મેહશર મા શફાઅત ફાતેમા.

( By Fazle aale aba (gujarati)

in Mushyera )
  • Name:
  • Section:
    Mushyera
  • Number of pages:
  • Date Added:
    23/02/2019
કરશે અઝાદારો ની મેહશર મા શફાઅત ફાતેમા.

ફઝલે આલે અબા
૧૧ ફેબ્રુઆરી ૨૦૧૯
 
તરહી મિસરો
કરશે અઝાદારો ની મેહશર મા શફાઅત ફાતેમા (સ.અ.)
કાફીયો.... શફાઅત
રદીફ....... ફાતેમા
 
બહેર
ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા
 
મીસરો: નવશાદ બીજાની.
 
ફઝલે આલે અબા
 
🌹🌹🌹🌹🌹🌹🌹
મા ફાતેમા અ.સ. ની વીલાદતે બા સઆદત સોમવાર ૨૫ ફેબ્રુઆરી.
તમામ મોમિનો ને દિલી મુબારકબાદ.
🌹🌹🌹🌹🌹🌹🌹
 
 
1. જનાબ ખાદીમ હુસયન
2. તાહેરઅબ્બાસ સૂણસરા (રસૂલપુર)*
3. મોહમ્મદ જાફર મોમિન (દમણ)
4. અસામદી હૈદરઅબ્બાસ આર (રસુલપુર)
5. ઝાકિર હુસૈન વી.સૂણસરા
6. Abbaali Nurbhanej "mastan"

7. અકબરહુસૈન "અકબર"(કાકોશી).
8. શબ્બીરઅલી નાંદોલીયા (મેતા)
9. આબિદઅલી નાંદોલીયા મેતા
10. મહંમદઅલી "મોહિબ"
11. મોહસીન મોમીન અમદાવાદ.
12. અહેસાન અલી સેલીયા
13. નૌહાખ્વાન ખાદીમહુસૈન (મેતા)
14. નવશાદ બીજાણી




 
 
 
1. જનાબ ખાદીમ હુસયન
રબ ની નઝર માં આપની એવી છે અઝમત ફાતેમા,
અલ્લાહ કરે છે આપની કૌસર માં મિદહત ફાતેમા,
 
માં ફાતેમા ઝહરા ના ઘર ની શું ફઝીલત હું કહું
છે આપના ઘર માં નબ્બુવત ને ઇમામત ફાતેમા,
 
રિઝવાન આવે કેમના કપડા ઓ લઇ હસનૈન ના,
છે બન્ને બેટા આપના સરદારે જન્નત ફાતેમા,
 
નજરાન માં, આગળ નબી ને આપના પાછળ અલી,
કે આપની કેવી હતી એ શાનો શૌકત ફાતેમા,
 
તાઝીમ માટે આપની ખુદ મુસ્તફા ઉઠતા હતા,
બાબા નાં દિલ માં આપની એવી છે હુરમત ફાતેમા,
 
દીને ખુદા સામે કદી સર ઝુલ્મ નું ઉઠતું નથી,
એવી બતાવી આપની ઔલાદે હિમ્મત ફાતેમા
 
કોલે નબી છે, 'મારૂ મન ને મારૂ તન છે ફાતેમા' ,
દિલ માં નબીના આપની એવી છે ઉલ્ફત ફાતેમા,
 
દીનેખુદા ને કામ આવે આપનું હરએક ફુલ,
છે આપના હર ફુલ ની એવી તો મેહનત ફાતેમા,
 
હરએક માતમદાર ને ‛ખાદીમ’ છે આ બિલકુલ યકી’ન,
કરશે અઝાદારો ની મેહશર માં શફાઅત ફાતેમા...
જનાબ ખાદીમ હુસયન
 
 
2. તાહેરઅબ્બાસ સૂણસરા (રસૂલપુર)*
અર્ઝો સમા પર હા તમારી છે હુકુમત ફાતેમા. 
મહદી ચલાવે છે એ ગૈબતથી અદાલત ફાતેમા.
 
કુરઆનમાં આપે ગવાહી હલઅતા ની આયતો;
જગમાં કરી આ'લા બુલંદી પર સખાવત ફાતેમા.
 
ઉમ્મુલ અઇમ્મા કુન્નિયતથી ઓળખેછે આ જગત;
જાગિર ફકત છે આપના ઘર ની ઇમામત ફાતેમા.
 
તત્હીરની આયત ઉતારીને ખુદા બતલાવે છે;
અર્પી નથી હું કોઇ ને આવી તહારત ફાતેમા.
 
જન્નત ના જે સરદાર છે, છો એમની જન્નત તમો;
બક્ષી ખુદા એ આપને કેવી ફઝીલત ફાતેમાં.
 
નાઝિલ થયો છે સૂરએ કૌસર તમારી શાન માં;
છે આજ પણ આ વંશમાં ઇતરત સલામત ફાતેમા.
 
દર પર રિસાલત છે ઇમામત ને ખિલાફત આપના;
આ કુલ જહાંમાં આપની શું શું છે મિલ્કત ફાતેમા.
 
આશિક છો એહલેબૈત ની પરદો સલામત રાખજો;
નારી જગત ને આ કરી ગ્યા છે હિદાયત ફાતેમા.
 
ફર્શે અઝા મજલિશ બપા કરતાં રહો ઘરપર સદા;
*કરશે અઝાદારો ની મહેશરમાં શફાઅત ફાતેમા.*
 
લખતો રહે પઢતો રહે આલે નબી ની મનકબત;
*'તાહિર'* કરે છે ઇલ્તેજા કરજો ઇનાયત ફાતેમાં.
તાહેરઅબ્બાસ સૂણસરા (રસૂલપુર)*
 
 
 
3. મોહમ્મદ જાફર મોમિન (દમણ)
મેહનત દુઆ ને સબ્રની બન્યા છે ઝીનત ફાતેમાં.
બંને જહાં માં ઔરતો ના માટે સીરત ફાતેમાં.
 
મહેફિલ સજી મિદહો સના ની અર્શ પર ને ફર્શ પર,
બંને જહાં ઉલલાસ થી ઉજવે વિલાદત ફાતેમાં.
 
કેટલો અઝિમ તર મરતબો અલ્લાહે ઝહરા ને દીધો,
આપી બતાવ્યું આપ ના ઘર માં ઇમામત ફાતેમાં.
 
રાહે ખુદા માં રોટલી મિસકીન ને આપી હતી,
ખુદ ભૂખના  ફાકા કરી, કેવી સખાવત ફાતેમાં.
 
જેઓ ના આંસુ કૈદ છે રૂમાલે ઝહરા ના મહીં,
તેઓ ના આંસુ લાવશે રોઝે કયામત ફાતેમાં.
 
જે ઔરતો એક પગલુ પણ ભરતા નથી પરદા વગર,
તે ઔરતો ને હમ્મેશા રાખે સલામત ફાતેમાં.
 
તતહિર ની આયત કરી નાઝિલ, ખુદા એ કઇ દીધું,
અવ્વલ  દરજ્જે, આપ ને  આપી  તહારત ફાતેમાં.
 
ગમખ્વારે  સરવર ના  થકી 'જાફર' ના દિલ માં છે યકીં,
*કરશે અઝાદારો ની મેહશર માં શફાઅત ફાતેમાં*.
મોહમ્મદ જાફર મોમિન (દમણ)
 
 
 
 
4. અસામદી હૈદરઅબ્બાસ આર (રસુલપુર)
આવી ગયા ઘરમાં નબીના' થઇને રહેમત ફાતેમા.
જિન્નો બશર આજે મનાવે છે' વિલાદત ફાતેમા.
 
આપે ફરીશ્તાઓ મુબારક' બાદ ના અે તોહફા.
આપી છે ખુદા પણ નબી ને' અે બશારત ફાતેમા.
 
દિને નબી મા રોશની છે'આજતક શબ્બીર થી.
હા આપના બેટા ની છે' અાવી જ મહેનત ફાતેમા.
 
છે દ્વાર જન્નતના અલી' સરદાર પણ હસ્નૈન છે.
ખુદ છો નબી ની લાડલી' ખાતુને જન્નત ફાતેમા.
 
ફાકા કરી આપી ગરીબો ને' તમારી રોટીયો.
આવી તમારા દિલમાં' બુલંદ સખાવત ફાતેમા.
 
તાઝીમ માટે જેની ઊભા થઇ જતા'તા ખુદ નબી.
અા'આપની સૌથી બુલંદ તર' છે ફઝીલત ફાતેમા.
 
બોલ્યા નબી કે પાક પંજેતન' છો બેટી અાવો તમે.
ચાદર ની અંદર આપને પણ' છે ઇજાજત ફાતેમા.
 
પરદો કરી લો અોરતોઅે' નામહેરમ થી તમે.
આપે ઇલ્મ ની કરી અેવી' હિદાયત ફાતેમા.
 
આંસુ વહાવો આંખ થી સૌ' અે ગમે શબ્બીર માં.
*કરશે અઝાદારોની મહેશર' મા શફાઅત ફાતેમા.*
 
પઢતો રહે *હૈદર* કસીદા' પંજેતન ની શાન માં 
લખવા કલામોમાં મને' જોવે છે નુસરત ફાતેમા.
અસામદી હૈદરઅબ્બાસ આર (રસુલપુર)
 
 
5. ઝાકિર હુસૈન વી.સૂણસરા
બોલ્યા ફરીશ્તા આજ આવીને નબીને દ્વારપર,
આસમાનો છે ખુશીમાં જોઈ વિલાદત ફાતેમા.
 
આપના દરપર ખુદા ના દીન ને કહેવું પડ્યું,
લાઇલાહા ની કરી હરદમ હીફાજત ફાતેમા.
 
માન ને સન્માન આપે છે નબુવત્ત આપને,
ને કદમ ચુમે તમારા છે ઈમામત ફાતેમા.
 
હા પુરી કુરઆન ઉતરી છે તમારા બાપ'પર,
શું તમારી શાન છે  આલા ફજીલત ફાતેમા.
 
જ્યાં'સુધી છે ગૈબમાં બેઠી નીશાની આપની,
ત્યાં'સુધી રોકી ખુદાએ છે કયામત ફાતેમા,
 
હા ઇબાદત તો ઘણી મશહુર મરીયમ ની રહી,
છે પંરતુ ખુદ મરીયમ ની ઇબાદત ફાતેમા.
 
જો કયામત માં તમારી ના હશે તેને કદી,
નહી મળે થોડીયે જોવા તેને જન્નત ફાતેમા.
 
છે અકીદો આપડો તો જીંંદગી ના દમ સુધી,
કરશે અઝાદારો ની મહેશરમાં શફાઅત ફાતેમા.
 
આપ'પર લાખો દુરુદો આપતા "ઝાકિર" કહે,
આપજો કયારે'ક આંખો ને ઝીયારત ફાતેમા.
ઝાકિર હુસૈન વી.સૂણસરા
 
 
6. Abbaali Nurbhanej "mastan"
જગમાં બધે ઉજવાય છે આજે વિલાદત ફાતેમા,
અહેમદના ઘરમાં જો પધારે થઇને રહેમત ફાતેમા.
 
મરયમ,સફુરા,આસિયા,ને બેન મૂસાની કદી,
ખાદિમ બની ને આપના તે કરતા ખિદમત ફાતેમા.
 
ખુદ મુસ્તુફા બોલી ઉઠ્યા છે, શાન શૌકત જોઈને,
સૌ ઓરતોમાં રહેશે બસ ખાતુને જન્નત ફાતેમા.
 
આ હલઅતા ની આયતો આપે ગવાહી આજે પણ,
ભૂખ્યા રહી આપે કરી નોખી સખાવત ફાતેમાં.
 
સૌ ઓરતોમાં એટલે  અફઝલ રહ્યા છે ફાતેમા,
તત્હીરમાં પાકીઝગી ની છે હકીકત ફાતેમા.
 
બોલે મલેકુલ મોત ખુદ દ્રારે પધારી આપના,
અંદર પધારું હું, તમારી છે ઇજાઝત ફાતેમા.
 
હા હશ્રમાં એતો બધું એ હુર બની પામી જશે,
જો હોય દિલમાં આપના બેટાથી ઉલ્ફત ફાતેમા.
 
"મસ્તાન" ચિંતા કર નહીં તું છે અઝાદારે હુસૈન,
કરશે અઝાદારો ની મેહશર માં શફાઅત ફાતેમા.
Abbaali Nurbhanej "mastan"
 
 
 
 
 
7. અકબરહુસૈન "અકબર"(કાકોશી).
કેવી ફઝીલત ફાતેમા કેવી છે અઝમત ફાતેમા.
હા આપ આવ્યા છો નબી પર થઈને આયત ફાતેમા.
 
શબ્બીર ના ગમ માં તું રોઈને દુઆઓ માંગ જે,
કરશે અઝાદારો ની મહેશર માં શફાઅત ફાતેમા.
 
દુશ્મન અલીની આલના થાસે તમારા હાલ શું,
કરશે તમારી તો ખુદાથી જો શિકાયત ફાતેમા.
 
આલમ ઉપર રહેમત બની આવ્યા મોહમ્મદ મુસ્તફા,
રહેમત ઉપર રહેમત બન્યા ખાતુને જન્નત ફાતેમા.
 
હા છે હકીકત ખુલ્દ ના હસનૈન છે સરદાર પણ,
પગના તળે છે આપના તેઓની જન્નત ફાતેમા.
 
તાઝીમ ને માટે જેની ઉભા૊થતાં'તા ખુદ નબી,
આ છે શરફ બસ આપનો ને છે ફઝીલત ફાતેમા.
 
"અકબર" દુઆ કાજે કરે છે આપથી બસ ઇલતિઝા,
કરજો કરમ આ જાત પર નજરે ઇનાયત ફાતેમા.
અકબરહુસૈન "અકબર"(કાકોશી).
                        
 
8. શબ્બીરઅલી નાંદોલીયા (મેતા)
અર્પી ખુદાએ આપને એવી છે અઝમત ફાતેમા.
બન્ને જગતમાં આપની ચાલે હુકૂમત ફાતેમા.
 
આપે ફરિસ્તાઓ મુબારક બાદના એ તોહફા.
ઉજવાય છે જન્નત મહી આજે વિલાદત ફાતેમા.
 
પામ્યો નથી કોઈ જગતમાં આજતક એ મરતબો.
સ્ત્રીઓમાં સૌથી શ્રેષ્ઠ છે તમને ફઝીલત ફાતેમા. 
 
હોઈ શકે બીજી કંઇ ! પાકીઝગી ની તો સનદ?
હમ્દોસના જેની કરે તત્હીર આયત ફાતેમા.
 
બાબા નબી,શૌહર અલી , હસનૈન જેના લાલ છે. 
સૌથી અનેરી આપની એવી છે અઝમત ફાતેમા.
 
જેના ધરે આવી ફરિસ્તાઓ કરે છે નોકરી.
જગમાં અનેરી આપની એવી છે હુરમત ફાતેમા.
 
તાઝીમ જેની મુસ્તુફા પોતે ઉભા થઈને કરે.
ઉમ્મે અબીહા સૌ કહે એછે હકીકત ફાતેમા.
 
ખાલી નથી સાઇલ ફર્યો હા એ મુકદ્દસ દ્વારથી.
ફાકાકશીમાં પણ કરી એવી સખાવત ફાતેમા.
 
"શબ્બીર" તુ શાને ડરેછે હશ્રના એ  દિનથી.
કરશે અઝાદારોની મહેશરમાં શફાઅત ફાતેમા.
શબ્બીરઅલી નાંદોલીયા (મેતા)
 
 
 
9. આબિદઅલી નાંદોલીયા મેતા
ઉજવે છે જન્નત મા હુરો આજે વિલાદત ફાતેમા  
કુરઆન ની કુરઆન છે બીબી તહારત ફાતેમા
 
આલે નબી ઔલા દે હૈદર થી ઇમામત ચાલે છે
ને આજ પણ મહદી ચલાવેછે અદાલત ફાતેમા
 
શુજાણે દુનિયા શાનો શૌકત જે નબીની બેટીની
રુતબા મો છે સૌથી આલા,સરદારે જન્નત ફાતેમા
 
બાબા નબી શોહર અલી બેટા હુસૈનો યા હસન
કેવી અનોખી છે તમારી આ ફઝીલત ફાતેમા
 
ફાકા કરી ભુખ્યા ઓ ને આપે રોટી એ ફાતેમા
ખાલી ન જાયે કોઇ,છે એવી સખાવત ફાતેમા
 
દર પર તમારા આવેજો એ પાવેછે હાજત બધી 
છે આપ ની બંન્ને જહાં મા એ હુકુમત ફાતેમા
 
નોકર બની આવે કદી દરજી બની આવે અહી 
આવે ફરિસ્તા લેવાને દર પર એ રહેમત ફાતેમા
 
કરબલની માટી લાવજે "આબિદ" લહદમા સાથેતુ 
કરશે અઝાદારો ની મેહશર મા શફાઅત ફાતેમા
આબિદઅલી નાંદોલીયા મેતા
 
 
 
10. મહંમદઅલી "મોહિબ"
મારી ગઝલ ની કે'ડ પર છે તારી મિદહત ફાતેમા
ને તુજ થી રાખુ છું હમેશા હા મોહબ્બત ફાતેમા
 
આકાશ ને પથ્થર ધરા પાતાળ પર્વત ફાતેમા
સઘળી બધી તારી જ છે આ મુલ્કો મિલ્કત ફાતેમા
 
હસ્નૈન નાં માથે રહી તારી મોહબ્બત ફાતેમા
ને મુર્તઝા જેવી હતી તારી સખાવત ફાતેમા
 
કરબોબલા ના શાહ થી જે રાખે મોહબ્બત દિલે
કરશે અઝાદારો ની મહેશર માં સખાવત ફાતેમા
 
હૈદર થી જે જે ઝાલિમો રાખે બગાવત દોસતો
કાલે ના મહેશર માં તેની કરશે શફાઅત ફાતેમા
 
અર્શે બરી થી નાઝ તુજપર કરતી હૂરો એટલે
આલા બુલંદી પર હતી તારી તહારત ફાતેમા
 
કિરતાસે વસ્ફે ફાતેમા કિરતાસે મદ્હે ફાતેમા
લખતો રહે "મોહિબ" એવી તુ આપ તાકત ફાતેમા
મહંમદઅલી "મોહિબ"
 
 
11. મોહસીન મોમીન અમદાવાદ.
આવે છે એહમદ ના ઘર ની થઈ ને ઝીનત ફાતેમા
આ જગત કયાં આપ ની ઓળખશે અઝમત ફાતેમા.
 
જોતા"તા એહલે મદીના છે આ ઘર માં પંજેતન
તોય ના સમજ્યા તમારા ઘર ની હુરમત ફાતેમા.
 
આમ તો ઓલાદ મા ની હોય છે વ્હાલી બધી
પણ તમારી છે નિરાળી શેહ થી ચાહત ફાતેમા.
 
કરબલા જન્નત નજફ જન્નત ને જન્નત કાઝમેન
આપ ના દર ને અમે માની છે જન્નત ફાતેમા.
 
હોય  મૈયત મા નએ જેણે રડાવી છે મને
અય અલી તમને કરે છે આ વસિયત ફાતેમા.
 
ફિક્ર "મોહસીન" શું કરે છે તું છે સરવર નો ગુલામ
કરશે અઝાદારો ની મહેશર મા હિફાઝાત ફાતેમા
મોહસીન મોમીન અમદાવાદ.
 
 
 
12. અહેસાન અલી સેલીયા
મનાવે જીન્નો બશર આપની વિલાદત ફાતેમા,
ને કરે છે ફરિશ્તા ઓ આપની મીદહત ફાતેમા,
 
નબી છે રહેમતુલ્લીલ આલમીન આ જગ માં 
આવે છે નબી ના ઘરમાં થઈને રહેમત ફાતેમા,
 
ભેગા થયા જ્યારે પાન્ચે નુરે ખુદા ચાદર નીચે,
શાનમાં નાઝીલ કરે તતહીર ની આયત ફાતેમા
 
લુંટ્યો છે જાલીમોએ બાગે ફીદક આપના થી 
શી રીતે લુટશે આપનો એ બાગે જન્નત ફાતેમા,   
 
ન થાય આંખથી જુદા ગમે સરવર ના અશ્કો કદી
*કરશે અઝાદારો ની મહેશર માં શફાઅત ફાતેમા,*
 
શુ લખી શકવાનો "અહેસાન "ફઝાએલ ફાતેમા ના,
બસ આ નાચીઝ પર કરજો થોડી રહેમત ફાતેમા.
અહેસાન અલી સેલીયા
 
 
 
13. નૌહાખ્વાન ખાદીમહુસૈન (મેતા)
ઉજવી રહ્યા સૌ મોમિનો આજે વિલાદત ફાતેમા,
છે રેહમતુલ્લીલ આલમીંના ઘરમાં રેહમત ફાતેમા.
 
નોખી છે જગમાં આપની આ શાનો શૌકત ફાતેમા.
ફિઝઝા છે કારી જેમના ને છે તિલાવત ફાતેમા.
 
શૌહર અલી જે લેહજએ ખાલીકની રાખે આબરૂ,
ને ખુદ કલામે હકની થઈ ગઈ જે બલાગત ફાતેમા.
 
કે જેમના દીકરા છે સરદારે જવાનાને જીનાં,
તો આ રીતે પણ થાય  છે માલિકે જન્નત ફાતેમા.
 
છો આસિયા ઓ મરયમો સારાથી અફઝલ આપ તો,
ખૈરૂન્નીસા કહી આપને રબ આપે ઈજ્જત ફાતેમા.
 
અઝમત તમામે દામને ઇસ્મતમાં પામી જિંદગી,
કામિલ છે સઘળી ઔરતોમાં જે તે ઔરત ફાતેમા.
 
છે આપની મિદહતનો એવો સિલસિલો કુરઆનમાં,
મદહખ્વાં થઈ ઉતરે હર એક આયત ફાતેમા.
 
શું થઈ શકે મદહો સના મુજ ખાકથી તુજ નૂરની,
કે છે બલંદથી પણ બલંદ તારી ફઝીલત ફાતેમા.
 
હમ્દે ખુદા ને નાતે મેહબુબે ખુદા થઈ ગઈ ફિદા,
 એ મનકબત કુરઆન છે છે જેની આયત ફાતેમા.
 
આદમ છે માટી હૈદરે કરરાર માટીના પિતા,
જાને અબુ તાહિર છે ને જાને રિસાલત ફાતેમા.
 
બસ એટલે તો હું ગમે શબ્બીરથી અળગો નથી,
*કરશે અઝાદારોની મેહશરમાં શફાઅત ફાતેમા.*
 
ફખર્ કર *"ખાદીમ"* કલમની નૌક પર ખૂટશે નહીં,
માંગી લે અલ્ફાઝની તું આપે દૌલત ફાતેમા.
નૌહાખ્વાન ખાદીમહુસૈન (મેતા)
 
 
 
 
14. નવશાદ બીજાણી
જગ મા છે આજે અાપ નો જશને વિલાદત ફાતેમા.
હૂરો મલક ના નાદ છે ખાતૂને જન્નત ફાતેમા.
 
રહમત ના જે સાગર નબી છે રેહમતુલ્લિલ આલમીં.
એના ઘરે આવ્યા બની ને અાજે રેહમત ફાતેમા.
 
ફિઝઝા હમેંશા ફખ્ર થી ઘંટી દળી કેહતા હતા
મારી નજર મા તો તમારૂ ઘર છે જન્નત ફાતેમા.
 
ચાંદો ગગન મા જગમગી કેહતા કદી થાકયો નથી
અાપી રહ્યૂ છે નૂર મુજ ને તારી તુરબત ફાતેમા
 
તકબીર ની હર ચીજ મા થી આવતી રહતી સદા.
રેહતા'તા જયારે જયારે મશ્ગૂલે ઇબાદત ફાતેમા.
 
દોજખ મા બળશે આગ મા દુશ્મન તમારા રાત દી.
ખુલ્દો ઇરમ મા તો તમારી છે હુકૂમત ફાતેમા.
 
નવશાદ અશ્રુ સર્વ ના રૂમાલ મા સાથે લઈ
કરશે અઝાદારો ની મેહશર મા શફાઅત ફાતેમા.
નવશાદ બીજાણી

Video

Latest Write Ups

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી ( By નૌશાદ બિજાની in )

30/09/2022

લહેરાય છે હુસૈન નો પરચમ હજી સુધી
VIEW WRITE UP

અમને મળી નસીબમા નેઅમત ગમે હુસૈન ( By 1. સાદિકઅલી રેવાસીયા 2. નૌશાદ બિજાની 3. આબિદઅલી નાંદોલીયા મેતા in )

23/09/2022

નેઅમત ગમે હુસૈન
VIEW WRITE UP

લુટાવ્યું છે ભર્યું ઘરબાર દીને મુસ્તુફા માટે ( By 1. નૌશાદ બિજાની 2. સાદિક રેવસિયા 3. આબિદઅલી નાંદોલીયા મેતા 4. અહમદઅબ્બાસ ઈમદાદઅલી ભોવણીયા સુરપુર in )

21/09/2022

ફઝલે આલે અબા
VIEW WRITE UP

Pehnaae kaise Aabid, Tujhko kafan Sakeena ( By 1. Naushad Bijani 2. Asmee Kanodari 3. Urooj Gopalpuri 4. Paikar Jalalpuri 5. Bober Nawab 6. Ashfaq kalkatvi in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

સકીના આપના ગમમાં બહુ બેઝાર છે બાબા. ( By નવશાદ બિજાની in )

14/09/2022

Shahadat Bibi Sakeena a.s.
VIEW WRITE UP

હશ્ર તક એહસાન માને કરબલા સજજાદ નો. ( By 1. નૌશાદ બિજાની 2. મોહસિન મોમીન અમદાવાદ. 3. સાદિકઅલી રેવાસીયા in )

07/09/2022

Misra by Safdar kharodiya
VIEW WRITE UP

બિંતે ઝેહરા છે ખૂલે સર શામ ના બાઝાર માં. ( By 1. અહેમદ અબ્બાસ (ગણેશપુરા) 2. નવશાદ બિજાની 3. આબિદ અલી એચ મરેડીયા in )

06/09/2022

શામ ના બાઝાર માં.-​ફઝલે આલે અબા
VIEW WRITE UP

કરશે અઝાદારો ની મેહશર મા શફાઅત ફાતેમા. ( By Fazle aale aba (gujarati) in Mushyera )

23/02/2019

કરશે અઝાદારો ની મેહશર મા શફાઅત ફાતેમા.
VIEW WRITE UP